Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૦ કૃષ્ણ-નીલ અને કાપોત લેગ્યામાં મિથ્યાત્વથી પ્રમત્ત સુધી છ ગુણસ્થાનક હોય છે. એકેક વેશ્યામાં મન્દ, મન્દસર, મન્દતમ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ ભેદે અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તેથી કૃષ્ણાદિ લેગ્યાના મંદકુલેશવાળા અધ્યવસાયસ્થાનોમાં સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિનાં ગુણસ્થાનકો પણ સંભવે છે. ત્રીજા કર્મગ્રંથની પચ્ચીસમી ગાથામાં આ જ ત્રણલેશ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનક કહ્યાં છે અને અહીં ૧ થી ૬ ગુણસ્થાનકો કહ્યાં છે. તે બન્નેનો પરસ્પરવિરોધ ન જાણવો. કારણ કે જ્યારે આ અશુભલેશ્યા પ્રવર્તતી હોય ત્યારે જીવ ૧ થી ૪ ગુણસ્થાનક જ પામી શકે છે, દેશવિરતિ-સર્વવિરતિ પામતા નથી, તેને પ્રતિપદ્યમાન કહેવાય છે. તે પ્રતિપદ્યમાનને આશ્રયી ત્રીજા કર્મગ્રંથમાં ૧ થી ૪ ગુણસ્થાનક કહ્યાં છે. અને અહીં પૂર્વ પ્રતિપત્નને આશ્રયી ૧ થી ૬ ગુણસ્થાનક કહ્યાં છે. એટલે કે તેજો, પધ અને શુક્લાદિ શુભલેશ્યામાં દેશવિરતિ-સર્વવિરતિ પામ્યા પછી તે ગુણસ્થાનકો હોતે છતે કૃષ્ણાદિ અશુભલેશ્યા પણ આવી શકે છે. ગુણસ્થાનકોમાં ચડતો હોય, નવાં નવાં ગુણસ્થાનક પામતો હોય ત્યારે આ ત્રણ અશુભ લેગ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનક જ હોય, પરંતુ શુભલેશ્યામાં પાંચમું-છઠ્ઠું પામી લીધા પછી આ અશુભ લેશ્યા આવી શકે છે. તે પૂર્વપ્રતિપન્ન કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “
સર્વવિરતિસવિરતીનાં પ્રતિપત્તિવાને ગુમન્તાત્રયમેવ મતિ, ૩ત્તાતંતુ સર્વ શિક્ષા પરીવર્તડપતિ"તથા વિશેષાવશ્યકભાષ્યમાં પૂજયપાદ શ્રીજિનભદ્રગણિજી કહે છે કે
सम्मत्तसुयं सव्वासु लहइ सुद्धासु तीसु य चारित्तं । पुव्वपडिवन्नओ पुण अन्नयरीए उ लेसाए ॥ १॥ શ્રી ભગવતીજી સૂત્રમાં પણ કહ્યું છે કે
सामाइयसंजए णं भंते कइलेसासु हुज्जा ? गोयमा ! छसु लेसासु होजा, પર્વ છેવકૂવળિયસંગવિ'' ઇત્યાદિ - આ પ્રમાણે અહીં પૂર્વપ્રતિપનને આશ્રયી પ્રથમની ત્રણ લેગ્યામાં ૧ થી ૬ ગુણસ્થાનક કહ્યાં છે.
તેજો અને પબલેશ્યામાં ૧ થી ૭ સુધીમાં કુલ સાત ગુણસ્થાનક હોય છે. આ લેશ્યા શુભ હોવાથી પ્રતિપદ્યમાન અને પૂર્વ પ્રતિપન્ન એમ બન્નેને સાત ગુણસ્થાનક જાણવાં. કારણ કે આ વેશ્યા શુભ હોવાથી અપ્રમત્ત ગુણઠાણા સુધીના અધ્યવસાયો પણ સંભવી શકે છે. એકેક લેગ્યામાં અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ તરતમભાવે અધ્યવસાયસ્થાનો હોય છે. તેથી મન્દવિશુદ્ધિ, મન્દતરવિશુદ્ધિ અને મન્દતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org