Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથાર્થ - સત્ય, અસત્ય, મિશ્ર, અસત્યામૃષા, એમ ચાર મનયોગ એ જ પ્રમાણે ચાર વચનયોગ, વૈક્રિય, આહારક, ઔદારિક, આ જ ત્રણ મિશ્ર તથા કામણ આ પ્રમાણે પંદર યોગો છે. અણાહારીમાં એક કામણયોગ હોય છે. એ ૨૪ છે
વિવેચન :- મન-વચન અને કાયાના આલંબને કરીને આત્મપ્રદેશોમાં થતો જે વીર્યનો વ્યાપાર તે યોગ કહેવાય છે. તેનાથી આત્મપ્રદેશો ચલિત થાય છે. તે યોગનાં આલંબનો ત્રણ હોવાથી યોગના મુખ્યભેદ ત્રણ છે. મનયોગ, વચનયોગ અને કાયયોગ. ત્યાં મનયોગના ચાર ઉત્તરભેદ છે. (૧) સત્યમનયોગ, (૨) અસત્યમનયોગ, (૩) સત્યાસત્ય (મિશ્ર) મનયોગ, (૪) અસત્યામૃષામનયોગ. સત્ય શબ્દમાં સત્ શબ્દથી હિત અર્થમાં તદ્ધિતપ્રત્યય થયેલ છે. સત્ એટલે મુનિ પુરુષો-સપુરુષો-સંતો, અથવા સત્ એટલે ઘટપટાદિ પદાર્થો એમ બે અર્થ થાય છે. તેઓના હિતને કરનારા જે વિચારો તે સત્યમનયોગ, મુનિ પુરુષોને આશ્રયી મુક્તિની પ્રાપ્તિ થાય તેવા અને પદાર્થને આશ્રયી યથાર્થ- જે પદાર્થ જેમ હોય તે પદાર્થ સંબંધી તેવા વિચારો તે સત્યમનયોગ કહેવાય છે. તીર્થકર ભગવન્તોએ જે વસ્તુ નિત્યાનિત્ય-ભિન્નભિન્ન આદિ અનેક ધર્મવાળી જેમ કહી છે તેમ વિચારવી તે સત્ય મનયોગ. તેનાથી વિરુદ્ધ વિચારો કરવા તે અસત્ય મનયોગ. કોઈ પણ એક ધર્મને જ સ્વીકારી બીજાનો અપલાપ કરનારા જે વિચારો તે અસત્ય મનયોગ. કંઈક સત્ય અને કંઈક અસત્ય એવા જે વિચારો તે સત્યાસત્યમનયોગ. જેમ કે ધવ-ખદિર-પલાશ અને અશોકાદિ વૃક્ષોવાળા વનને
આ અશોકવન છે” એમ જે વિચારવું તે. તથા જે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય તે અસત્યામૃષા. જેમ કે માનવ, ઘટના, ઈત્યાદિ વ્યવહાર માટેના જે વિચારો. આવા વિચારોથી જિનેશ્વરનું વચન આરાધાતું પણ નથી માટે સત્ય પણ નથી અને જિનેશ્વરનું વચન વિરાધાતું પણ નથી માટે અસત્ય પણ નથી.
જેમ મનયોગ ચાર પ્રકારનો છે. તેમ વચનયોગ પણ ચાર પ્રકારનો છે. મનયોગ વિચારવા રૂપ છે. અને વચનયોગ બોલવા સ્વરૂપ છે.
કાયયોગના સાત ભેદ છે. (૧) વૈક્રિયકાયયોગ બે પ્રકારનો છે ઔપપાતિક અને લબ્ધિપ્રત્યયિક. દેવ-નારકીને ઔપપાતિક અને વૈક્રિય લબ્ધિવાળા તિર્યંચમનુષ્ય અને વાઉકાયને લબ્ધિપ્રત્યયિક હોય છે. (૨) વૈક્રિયમિશ્રયોગ દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org