Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૪
છત્તે- છ લેશ્યા, માહારી = આહારી, મવ= ભવ્ય,
મસુગોહિદુનિ= મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિદ્ધિકમાં સત્રે= સર્વ યોગ હોય છે.
ગાથાર્થ - મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, અચક્ષુ દર્શન, પુરુષવેદ, નપુંસકવેદ, ચાર કષાય (ક્રોધાદિ), બે સમ્યકત્વ, સંજ્ઞી, છ વેશ્યા, આહારી, ભવ્ય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિવિકમાં સર્વ યોગો હોય છે.પર પા
વિવેચન - મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયોગ, અચક્ષુ દર્શન, પુરુષવેદ, નપુંસકવેદ, ક્રોધ, માન, માયા, લોભ, લાયોપથમિક સમ્યકત્વ. ક્ષાયિકસમ્યકત્વ, સંજ્ઞી, કૃષ્ણાદિ છ લેશ્યા, આહારી, ભવ્ય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન એમ કુલ ૨૬ માર્ગણામાં પંદરે પંદર યોગો હોય છે. ઉપરોક્ત માર્ગણાઓમાં જુદા જુદા કાળે ભિન્ન ભિન્ન જીવને આશ્રયી સર્વ યોગની પ્રાપ્તિ સંભવે છે.
પ્રશ્ન :- આ ૨૬ માર્ગણામાં “આહારી” માર્ગણામાં ૧૫ યોગ જે કહ્યા. તેમાં કાર્પણ કાયયોગ કેવી રીતે સંભવે ? કારણ કે કાર્પણ કાયયોગ તો વિગ્રહગતિમાં અને કેવલીસમુઘાતમાં ૩-૪-૫ સમયમાં હોય છે. તે કાળે જીવ અણાહારી જ હોય છે.
ઉત્તર - સંસારી સર્વે જીવોને ચારે ગતિમાં વિગ્રહગતિમાં જેમ કામણ કાયયોગ હોય છે. તેમ ઉત્પત્તિના પ્રથમ સમયે પણ કાર્પણ કાયયોગ જ હોય છે અને તે કાળે સર્વે જીવોને “ઓજાહાર” હોવાથી આહારી માર્ગણા છે. માટે આ ઉત્પત્તિના પ્રથમસમય માત્રની અપેક્ષાએ આહારીમાં કામશકાયયોગ સંભવે છે.
પ્રશ્ન:- કોઈ કોઈ પ્રાચીન પ્રતોમાં “ગો મમ્મદg" પાઠ છે અને તેનો અર્થ આહારી માર્ગણામાં કાર્મણકાયયોગ વિના શેષ ૧૪ યોગ હોય છે. એમ થાય છે. તે કેવી રીતે સંભવે ?
ઉત્તર :- આ પાઠ બરાબર સમ્યપ્રકારે સમજાતો નથી. કારણ કે જુગતિએ જીવ જાય કે વક્રગતિએ જીવ જાય તો પણ ઉત્પત્તિના પ્રથમ સમયે જીવ કાર્પણ કાયયોગ વડે આહાર ગ્રહણ કરે એવો શાસ્ત્રપાઠ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org