Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
એક-એક ગુણસ્થાનક હોય છે. ત્રણ યોગ, આહારી અને શુક્લલશ્યામાં તેર ગુણસ્થાનકો હોય છે. એ ૨૨ છે
વિવેચન :- ઉપશમસમ્યકત્વમાં ચોથાથી અગિયારમા સુધી એમ કુલ આઠ ગુણસ્થાનક હોય છે. ઉપશમસમ્યકત્વ બે જાતનું હોય છે પ્રાથમિક અને શ્રેણીસંબંધી. ત્યાં જે જીવો અનાદિ મિથ્યાત્વી હોતે છતે સૌ પ્રથમ જ્યારે ઉપશમ પામે ત્યારે તે વખતે જો સાથે વિરતિ ન પામે તો ચોથે, સાથે દેશવિરતિ પામે તો પાંચમું, સાથે સર્વવિરતિ પામે તો છઠ્ઠું-સાતમું હોય છે એમ પ્રાથમિક ઉપશમને આશ્રયી ૪થી ૭ સુધીનાં ગુણસ્થાનક હોય છે. તથા શ્રેણી સંબંધી ઉપશમને આશ્રયી ઉપશમ પામતાં છઠ્ઠું-સાતમું, શ્રેણી ચડતાં આઠથી અગિયાર, અને શ્રેણીથી પડતાં દસથી ચાર સુધીનાં ગુણઠાણાં હોય છે. ચોથેથી નીચે પડી શકે છે. પરંતુ ત્યારે ઉપશમ કહેવાતું નથી.
વેદક એટલે ક્ષયોપશમસમ્યકત્વમાં ચારથી સાત સુધીનાં ગુણઠાણાં હોય છે. ઉપશમસમ્યકત્વમાંથી કયોપશમ પમાય છે. અથવા ઉપશમ પામી પડીને મિથ્યાત્વે જવા છતાં સમ્યકત્વ મોહનીયની ઉદ્વલના હજુ થઈ ચુકી ન હોય તો તે કાલે મિથ્યાત્વેથી પણ ક્ષયોપશમ પામે છે. આ સમ્યકત્વ સમકિતમોહનીયના ઉદયવાળું હોવાથી શ્રેણીસંબંધી અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોમાં હોતું નથી. કારણ કે ત્યાં સમકિત મોહનીયનો ઉપશમ અથવા ક્ષય જ નિયમ હોય છે પરંતુ ઉદય હોતો નથી.
ક્ષાયિકસમ્યકત્વમાં ચાર થી ચૌદ સુધીનાં કુલ ૧૧ ગુણસ્થાનકો હોય છે. પ્રથમસંઘયણ વાળા મનુષ્યો તીર્થકરાદિના કાળે ક્ષાયિકસમ્યત્વ પામી શકે છે. ત્યારે શ્રેણિકાદિની જેમ ચોથું ગુણસ્થાનક હોય છે. તેની સાથે વિરતિ હોય તો પાંચમું, છઠ્ઠું અને સાતમું પણ હોય, અને ક્ષાયિક પામી ઉપશમશ્રેણિ માંડે તો આઠ થી અગિયાર સુધીનાં ચાર ગુણસ્થાનક હોય, અને જો ક્ષાયિક પામી શપક શ્રેણી માંડે તો આઠથી (અગિયારમા વિના) ચૌદ સુધીનાં છ ગુણસ્થાનક હોય છે. આ ક્ષાયિકસમ્યકત્વ પ્રારંભકને આશ્રયી મનુષ્યભવમાં જ પ્રાપ્ત કરાય છે. તો પણ પૂર્વબધ્ધાયુ હોય તો મૃત્યુ પામી પરભવમાં જનારને નિષ્ઠાપકને આશ્રયી ચારે ગતિમાં પણ હોય છે. ત્યાં દેવ-નરકનું આયુષ્ય બાંધી જો ક્ષાયિક પામે તો ત્રીજા ભવે મોક્ષે જાય છે. અને મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધી જો ક્ષાયિક પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org