Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮O
ગાથાર્થ :- ત્રણ વેદ, ક્રોધાદિ ત્રણ કષાય એમ છ માર્ગણામાં નવ, લોભમાં દસ, અવિરતિમાં ચાર, અજ્ઞાનત્રિકમાં બે અથવા ત્રણ, અચક્ષુદર્શન અને ચક્ષુદર્શનમાં પ્રથમનાં બાર, અને યથાખ્યાત ચારિત્રમાં છેલ્લાં ચાર ગુણસ્થાનકો હોય છે. તે ૨૦ છે
વિવેચન :- ત્રણ વેદમાર્ગણા અને ક્રોધાદિ ત્રણ કષાય એમ કુલ છ માર્ગણાઓમાં મિથ્યાત્વથી અનિવૃત્તિ સુધીનાં નવ ગુણસ્થાનક જાણવાં. કારણ કે અનિવૃત્તિએ વેદ અને ત્રણ કષાયોનો ઉપશમ થાય અથવા ક્ષય થાય પરંતુ ઉદય તો ટળે જ છે. તેથી આ છ માર્ગણામાં ઉપરનાં ગુણસ્થાનકો સંભવતાં નથી. તથા અહીં ત્રણ વેદો “ભોગની અભિલાષા” રૂપ ભાવવેદ જાણવા. જે મોહનીય કર્મના ઉદય રૂપ છે. (શરીરાકૃતિ રૂપ દ્રવ્યવેદ ચૌદમા સુધી હોય છે.)
લોભ માર્ગણામાં સૂક્ષ્મપરાય સહિત કુલ ૧૦ ગુણસ્થાનકો જાણવાં. કારણ કે દસમે ગુણઠાણે પણ સૂક્ષ્મ કિટ્ટીકૃત લોભનો ઉદય ચાલુ છે. ઉપરના ગુણસ્થાનકોમાં ઉપશમ અથવા ક્ષય હોવાથી લોભનો ઉદય નથી. માટે શેષ ચાર ગુણસ્થાનક લોભમાં સંભવતાં નથી.
અવિરતિ માર્ગણામાં મિથ્યાત્વથી અવિરત સમ્યગ્દષ્ટિ સુધીનાં પ્રથમનાં ચાર ગુણસ્થાનકો સંભવે છે. કારણ કે દેશવિરતિ આદિમાં વિરતિ હોવાથી શેષગુણસ્થાનકો અવિરતિમાં સંભવતાં નથી. અહીં જો સમ્યકત્વ ન આવ્યું હોય અને વિરતિ (દીક્ષા કે શ્રાવકનાં વ્રતો રૂપ વિરતિ) લીધી હોય તો પણ તે એકડા વિનાના મીંડાની જેમ અવિરતિ જ ગણાય છે. પરંતુ પાંચમું-છઠ્ઠ ગુણઠાણું ગણાતું નથી.
મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગશાન આ ત્રણ માર્ગણાઓમાં પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક હોય છે. ચોથા આદિ ગુણસ્થાનકોમાં સમ્યકત્વ હોવાથી જ્ઞાન જ હોય છે. પરંતુ અજ્ઞાન હોતું નથી. ત્રીજું ગુણસ્થાનક જે મિશ્ર નામનું છે. ત્યાં જો કે યથાવસ્થિત વસ્તુતત્ત્વનો નિર્ણય નથી. તો પણ સમ્યજ્ઞાનના લેશથી વ્યામિશ્ર હોવાથી “અજ્ઞાન જ છે” એમ કહેવાતું નથી. તેથી આ ત્રણ અજ્ઞાનમાર્ગણામાં મિશ્રગુણસ્થાનક કહ્યું નથી. એમ એક આચાર્યના મતે ત્રણે અજ્ઞાનમાં બે ગુણસ્થાનકો કહ્યાં. બીજા કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org