Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
( ૮૧ આચાર્યોનું કહેવું એવું છે કે મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાનમાં પ્રથમનાં (મિશ્ર સહિત) ત્રણ ગુણસ્થાનક હોય છે. કારણ કે ત્રીજા મિશ્રગુણઠાણે ભલે સમ્યજ્ઞાનના લેશથી મિશ્ર અજ્ઞાન હોય તો પણ તે અજ્ઞાન જ છે. કારણ કે શુદ્ધ સમ્યત્વમૂલક જે જ્ઞાન હોય તે જ જ્ઞાન કહેવાય છે. તેવું શુદ્ધજ્ઞાન મિશ્ર નથી જ, માટે અજ્ઞાનમાં ત્રણે ગુણઠાણાં હોય છે. જો આવા પ્રકારના જ્ઞાનના અંશમાત્રના મિશ્રણથી તેને (મિશ્રને) જ્ઞાન કહીએ અને અજ્ઞાન ન કહીએ તો સાસ્વાદને પણ ઉપશમસમ્યકત્વવાળી શુદ્ધભૂમિ હોવાથી સમ્યજ્ઞાનનો અંશ હોવાથી બીજે ગુણઠાણે પણ અજ્ઞાન ન કહેવાય અને જ્ઞાન જ કહેવું પડે. જ્યારે કર્મગ્રંથોમાં આ જીવ મિથ્યાત્વાભિમુખ હોવાથી અજ્ઞાન જ કહ્યું છે. માટે સાસ્વાદનની જેમ મિત્રે પણ સમ્યજ્ઞાનના લવભાગની મિશ્રતા હોવા છતાં શુદ્ધ સમ્યજ્ઞાન ન હોવાથી અજ્ઞાન જ કહેવાય છે. તેથી ત્રણ ગુણસ્થાનક હોય છે. વળી કોઈ આચાર્યો એમ પણ કહે છે કે ત્રીજા મિશ્રગુણઠાણે વર્તતા જીવો મિથ્યાત્વાભિમુખ હોય તો અજ્ઞાન, અને સભ્યત્વાભિમુખ હોય તો જ્ઞાન હોય છે. આ બધા મતોને ધ્યાનમાં રાખીને ગ્રંથકારે અજ્ઞાનત્રિકમાં બે અથવા ત્રણ ગુણસ્થાનક કહ્યાં છે. નયવિશેષથી (સાપેક્ષપણે) બધા મતો યથાર્થ હોઈ શકે છે.
ચક્ષુ-અચ દર્શનમાં પ્રથમનાં ૧૨ ગુણસ્થાનકો હોય છે. કારણ કે ચહ્યુંઅચકું દર્શન ઇન્દ્રિયજન્ય સામાન્ય બોધ રૂપ હોવાથી ક્ષાયોપથમિક ભાવ છે. અને તેરમા-ચૌદમા ગુણઠાણે ક્ષાયિકભાવ છે. તેથી ત્યાં આ બે દર્શન ન હોય. તથા કેવલીભગવાનને કેવલજ્ઞાન-કેવલદર્શન હોય છે એટલે ઇન્દ્રિયજન્ય આ દર્શનો સંભવતાં નથી. માટે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનમાં પ્રથમનાં બાર ગુણસ્થાનકો સંભવે છે.
યથાખ્યાત માર્ગણામાં છેલ્લાં ચાર અર્થાત્ ૧૧ થી ૧૪ એમ ચાર ગુણસ્થાનકો હોય છે. કારણ કે આ ચારે ગુણસ્થાનકોમાં કષાયો ન હોવાથી જેવું વીતરાગ પરમાત્માએ કહ્યું છે તેવું યથાર્થ ચારિત્ર અહીં છે. પરંતુ એટલી વિશેષતા છે કે અગિયારમે કષાયો ઉપશમાવેલા હોવાથી ઉપશમભાવનું યથાખ્યાત, અને બાર-તેર-તથા ચૌદમે ગુણઠાણે કષાયોનો ક્ષય કરેલ હોવાથી ક્ષાયિકભાવનું યથાખ્યાત હોય છે. તેમાં પણ બારમે ગુણઠાણે છાબસ્થિક ક્ષાયિકભાવ, અને ક-૪/૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org