Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૧
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ ત્રણ માર્ગણામાં પોતપોતાના - પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે બે જીવસ્થાનકો હોય છે. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૨ માર્ગણામાં જીવસ્થાનક સમજાવ્યાં. તે ૧૫ છે दस चरम तसे अजयाहारगतिरितणुकसायदुअन्नाणे । पढमतिलेसाभवियर अचक्खुनपुमिच्छि सव्वे वि ॥१६॥ (दश चरमाणि त्रसे अयताहारकतिर्यक्तनुकषायव्यज्ञानेषु । प्रथमत्रिलेश्यासु भव्येतराचक्षुर्नपुमिथ्यात्वे सर्वाण्यपि ॥१६॥)
શબ્દાર્થ = દશ અવસ્થાનકો,
પદ્ધતિનેતાનું પ્રથમની ત્રણ વેશ્યા, વરમ= અન્તિમ, છેલ્લાં,
મવિયર ભવ્ય અને અભવ્ય, તરે ત્રસકાયમાં
વરકુનચ્છિક અચક્ષુદર્શન, ગયાદ = અવિરતિ, આહારી,
નપુંસકવેદ,મિથ્યાત્વમાં તિરિતy= તિર્યગ્નતિ, કાયયોગ, બેવિ- બધા જ જીવભેદો હોય છે. વાયડુગનાને- ચાર કષાય અને
બે અજ્ઞાન, ' ગાથાર્થ :- ત્રસકાયમાં અન્તિમ ૧૦ જીવસ્થાનક, અવિરતિ, આહારી, તિર્યંચગતિ, કાયયોગ, ચારકષાય, બે અજ્ઞાન, પ્રથમની ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, અચક્ષુદર્શન, નપુંસકવેદ, અને મિથ્યાત્વમાર્ગણામાં સર્વે જીવભેદ સંભવે છે . ૧૬
વિવેચન - કાયમાર્ગણાના છ ઉત્તરભેદોમાંથી ત્રસકાયમાર્ગણામાં સૂક્ષ્મબાદર એકેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૪ ભેદ ત્યજીને બેઇન્દ્રિય પર્યાપ્તા-અપર્યાપ્તાદિ અન્તિમ ૧૦ જીવસ્થાનક હોય છે. કારણ કે બેઇન્દ્રિયાદિ જીવો જ ત્રસનામકર્મના ઉદયવાળા હોવાથી અને દુઃખ-સુખના સંજોગોમાં ઇચ્છા મુજબ ગમનશીલ હોવાથી ત્રસ કહેવાય છે.
અવિરતિ, આહારી, તિર્યંચગતિ, કાયયોગ, ક્રોધાદિ ચારકષાય, મતિશ્રુત બે અજ્ઞાન, કૃષ્ણાદિ પ્રથમની ત્રણ વેશ્યા, ભવ્ય-અભવ્ય, અચક્ષુદર્શન, નપુંસકવેદ અને મિથ્યાત્વ એમ કુલ ૧૮ માર્ગણામાં સર્વ જીવભેદો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org