Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છે. આ બન્ને લેણ્યા શુભ છે. એકેન્દ્રિયાદિ શેષ ૧૨ જીવસ્થાનકોમાં આવા શુભ પરિણામો સંભવતા નથી. તેથી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા (ત પણ કરણા પર્યાપ્તા) એમ બે જીવભેદ જ આ બે શુભલેશ્યામાં સંભવે છે. તથા સંજ્ઞી-અસંજ્ઞી માર્ગણામાંથી સંજ્ઞીમાર્ગણામાં પણ આ જ બે ભેદ હોય છે. આ સંજ્ઞી માર્ગણામાં અપર્યાપ્તા (લબ્ધિ-કરણ એમ) બન્ને રીતે હોઈ શકે છે. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૩ માર્ગણાઓમાં બે જીવસ્થાનક હોય છે એમ સમજાવ્યું. મેં ૧૪ तमसन्निअपजजुयं, नरे सबायर अपज तेउए। थावर इगिंदि पढमा, चउ बार असन्नि दुदु विगले॥ १५॥ (तदसंज्ञिअपर्याप्तयुतं, नरे सबादरापर्याप्तं तेजसि । स्थावरैकेन्द्रियेषु प्रथमानि चत्वारि, द्वादशासंज्ञिनि, द्वे द्वे विकलेषु ॥१५॥)
શબ્દાર્થ તમ્ તે સંજ્ઞીદ્ધિક,
! પદમા ૩= પ્રથમનાં ચાર જીવસ્થાનક મનપજ્ઞનુયં અસંજ્ઞી અપર્યાપ્તયુક્ત,
હોય છે. નો મનુષ્યગતિમાર્ગણામાં,
| વાર અનિ=અસંજ્ઞીમાર્ગણામાં બાર સવાયના M= બાદર અપર્યાપ્તા સહિત,
જીવભેદ હોય છે. તેડp= તેજોલેશ્યામ,
| કુટુ- બે બે જીવભેદ, થાવરસિંદ્રિ-પાંચ સ્થાવર અને એકેન્દ્રિયમાં વિજો વિકલેન્દ્રિયમાં હોય છે.
ગાથાર્થ :- મનુષ્યગતિમાં તે (ઉપરોક્ત) બે જીવભેદોને અસંજ્ઞી અપર્યાપ્તયુક્ત કરતાં કુલ ૩ જીવભેદ હોય છે. તેજોલેશ્યામાં તે (ઉપરોક્ત) બે જીવભેદોને બાદરાપર્યાપ્ત સહિત કરતાં કુલ ૩ જીવભેદ હોય છે. પાંચ સ્થાવર અને એકેન્દ્રિય માર્ગણામાં પ્રથમનાં ચાર જીવસ્થાનક હોય છે. અસંજ્ઞમાર્ગણામાં બાર જીવસ્થાનક, અને વિકલેન્દ્રિયમાં બે બે અવસ્થાનક હોય છે. મનપા
વિવેચન :- મનુષ્યગતિ માર્ગણામાં ઉપરની ગાથામાં કહેલું સંજ્ઞિદ્ધિક તથા અસંજ્ઞી અપર્યાપ્ત એમ કુલ ૩ જીવભેદ હોય છે. જે ગર્ભજ મનુષ્યો છે તે સંજ્ઞી છે તેમાં પર્યાપ્તા-અપર્યાપ્તા બે ભેદ હોય છે. પરંતુ ગર્ભજ મનુષ્યોના મળ, મૂત્ર, શ્લેખ, વમન, પિત્ત, શુક્ર, શોણિત, પરૂ (રસી) તથા જીવવિનાના ક્લેવરોમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org