Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગતિમાં સંજ્ઞી પર્યાપ્તા જીવભેદ સંભવે છે. તથા પશમિક સમ્યકત્વમાર્ગણામાં ચારે ગતિમાં પર્યાપ્તાવસ્થામાં નવું ઉપશમ ત્રણ કરણો કરવા પૂર્વક પામી શકાય છે. તેથી સંજ્ઞી પર્યાપ્ત જીવભેદ હોય છે. અને ઉપશમશ્રેણીમાં ચડેલા મનુષ્યો ભવ ક્ષયે (આયુષ્ય પૂર્ણ થવાથી) મરીને અનુત્તરસુરમાં (વૈમાનિકમાં) જન્મે ત્યારે અંતર્મુહૂર્ત સુધી ઉપશમ સમ્યકત્વ હોય છે. તેથી અપર્યાપ્ત જીવભેદ પણ સંભવે છે. એમ ઉપશમસમ્યકત્વમાં બે જીવભેદ જાણવા.
નવું ઉપશમ પામનારને આશ્રયી પર્યાપ્ત, અને ભવાન્તરથી લાવેલાને આશ્રયી અપર્યાપ્ત એમ બે જીવભેદ જાણવા.
પ્રશ્ન :- આગમમાં તો ઉપશમસમ્યકત્વી મૃત્યુ ન પામે એવું કહ્યું છે. તથા એમ અમે સાંભળ્યું પણ છે તે ગાથા આ પ્રમાણે -
अणबंधोदयमाउगबंधं, कालं च सासणो कुणई ।। उवसमसम्मदिट्ठी, चउण्हमिक्कं पि नो कुणई ॥
અનંતાનુબંધીનો બંધ, ઉદય, આયુષ્યબંધ, અને મૃત્યુ, આ ચારે કાર્યો સાસ્વાદની કરે છે. પરંતુ ઉપશમસમ્યગ્દષ્ટિ ચારમાંથી એકે કાર્ય કરતો નથી. તો ઉપશમ સમ્યગ્દષ્ટિ ઉપશમ શ્રેણિમાં મૃત્યુ પામીને અનુત્તરમાં જાય તે વાત કેમ ઘટે? અને અપર્યાપ્ત જીવભેદ કેમ ઘટે ?
ઉત્તર - ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ ઉપરોક્ત ચાર કાર્યો કરતો નથી તેથી મૃત્યુ પામતો નથી. આ વાત સાચી છે પરંતુ તે અનાદિ મિથ્યાત્વી પ્રાથમિક જે ઉપશમ સમ્યક્ત્વ પામે છે તેને આશ્રયીને જાણવું. પરંતુ શ્રેણી સંબંધી ઉપશમને આશ્રયી ન જાણવું. કારણ કે સપ્તતિકાની ચૂર્ણિમાં સમ્યગ્દષ્ટિ દેવ-નારકીમાં નામકર્મનો ૨૫ અને ૨૭ નો ઉદય કહ્યો છે. અને ત્યાં નારકી ફાયિક સમ્યગ્દષ્ટિ તથા સમ્યકત્વમોહનીયન અન્તિમ ગ્રાસ વેદનાર વેદક સમ્યગ્દષ્ટિ માત્ર જ કહ્યા છે અને દેવો ત્રિવિધ સમ્યગ્દષ્ટિ કહ્યા છે. તેથી દેવોને અપર્યાપ્તાવસ્થામાં ઉપશમસમ્યકત્વ કહેલું છે. તે પાઠ આ પ્રમાણે “vળવી સત્તાવીસોયા તેવરા પડુ, નેરો ઘવાયાસદુદ્દી, તેવો તિવિસમ્મદિઠ્ઠીવિ' તેથી શ્રેણી સંબંધી પારભવિક ઉપશમ સમ્યકત્વ દેવભવમાં અપર્યાપ્તાવસ્થામાં સંભવી શકે છે. તથા પંચસંગ્રહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org