Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૫.
ગાથાર્થ :- આહારી અને અણાહારી એમ માર્ગણાના કુલ બાસઠ ઉત્તર ભેદો જાણવા. દેવ, નરક, વિર્ભાગજ્ઞાન, મતિ, શ્રુત, અવધિદ્ધિક સમ્યક્ત્વત્રિક, પધ, શુક્લલેશ્યા, અને સંજ્ઞિમાર્ગણામાં સંજ્ઞિદ્ધિક હોય છે. આ ૧૪ છે
વિવેચન = આહારી માર્ગણાના બે ઉત્તરભેદ છે. શાસ્ત્રોમાં આહાર ત્રણ જાતનો કહ્યો છે. (૧) ઓજ આહાર (૨) લોમ આહાર (૩) કવલાહાર..
અપર્યાપ્તાવસ્થામાં તૈજસ-કાર્પણ શરીરમાત્રથી જે આહાર ગ્રહણ થાય તે ઓજાહાર, ઔદારિકાદિ ત્રણ શરીરોની રોમરાજીથી જે આહારગ્રહણ થાય તે લોકાહાર, અને કવલ દ્વારા (કોળીયા રૂપે મુખમાં નાખી, ચાવી ચાવીને જે ખવાય આ રીતનું) જે આહારગ્રહણ તે કવલાહાર જાણવો. . (૬૧) આ ત્રણમાંથી કોઈ પણ એક અથવા બે પ્રકારના આહારો જેને હોય તે આહારી કહેવાય છે.
(૬૨) અને ત્રણમાંથી એક પ્રકારનો આહાર જે જીવોને નથી તે અણાહારી કહેવાય છે સંસારી સર્વે જીવો સદા આહારી જ હોય છે. માત્ર નીચેની અવસ્થામાં જ અણાહારી હોય છે.
(૧) વિગ્રહગતિમાં વર્તતા જીવો એક-બે સમય અણાહારી હોય છે કારણ કે વર્તમાનભાવનું શરીર છુટી ગયું છે. અને ભાવિના ભવનું શરીર હજા આવ્યું નથી. તેથી વચગાળાની ગતિમાં આહાર સંભવતો નથી.
(૨) કેવલી સમુદ્વાતાવસ્થામાં ત્રીજા-ચોથા અને પાંચમા સમયે કાર્પણ કાયયોગમાં જીવ અણાહારી હોય છે.
(૩) ગૌદમા ગુણઠાણે તથા મુક્તાવસ્થામાં જીવ અણાહારી હોય છે.)
આ પ્રમાણે કુલ બાસઠ માર્ગણા સમજાવી. હવે આ બાસઠે માર્ગણા ઉપર પૂર્વે કહેલા જીવસ્થાનક આદિ ૬ દ્વારા સમજાવે છે.
માર્ગણાસ્થાનકમાં જીવસ્થાનક ગાથામાં કહેલા દેવગતિ આદિ ૧૩ માર્ગણાસ્થાનોમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૨ જીવભેદ હોય છે. અહીં સંજ્ઞી અપર્યાપ્તા તે કરણ અપર્યાપ્તા સમજવા. કારણકે દેવ-નરકનું આયુષ્ય જઘન્યથી પણ ૧0000 વર્ષ હોય છે તેથી નિયમા સ્વયોગ્ય પર્યાદ્ધિાઓ પૂર્ણ કરે જ છે. ક-૪/૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org