Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૪ (૫૯) સંજ્ઞીમાર્ગણા= દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જે જીવો તે સંજ્ઞી.
શાસ્ત્રોમાં ત્રણ જાતની સંજ્ઞા (વિચારણા શક્તિ) આવે છે. ત્યાં (૧) માત્ર વર્તમાન કાળ પુરતું જ હિતાહિત વિચારી શકે એવી અલ્પ વિચારક શક્તિ તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા. (૨) ભૂત-ભાવિ અને વર્તમાન એમ લાંબા કાળનું જ્યાં હિતાહિત વિચારી શકે એવી દીર્ધ વિચારક શક્તિ તે દીર્ઘકાલિકી સંજ્ઞા. અને (૩) જ્યાં આત્માના કલ્યાણનું સમ્યકત્વપૂર્વક હિતાહિત વિચારી શકાય એવી શક્તિ તે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. આ ત્રણ સંજ્ઞામાંથી દીર્ઘકાલિકી સંજ્ઞા જેને હોય તેને સંજ્ઞી કહેવાય છે. ગર્ભજ મનુષ્ય-તિર્યંચ-દેવો અને નારકી સંજ્ઞી જાણવા. જેમ અલ્પ ધનથી માણસ ધનવાન ન કહેવાય, અલ્પ રૂપથી રૂપવાન ન કહેવાય, અલ્પ જ્ઞાનથી જ્ઞાની ન કહેવાય, અલ્પ તપથી તપસી ન કહેવાય તેમ અલ્પ એવી હેતુવાદોપદેશિકી સંજ્ઞાથી બેઈન્દ્રિયાદિ જીવો સંજ્ઞી કહેવાતા નથી.
(૬૦) અસંજ્ઞીમાર્ગણા= દીર્ઘકાલિકી સંજ્ઞા જે જીવોને નથી તે સર્વે અસંજ્ઞી જાણવા. એકેન્દ્રિય વિકસેન્દ્રિય અને સંમૂર્ણિમ તિર્યંચ પં. અને સંમૂર્ણિમ મનુષ્યો અસંજ્ઞી જાણવા. ૧૩
आहारेयर भेया, सुरनरयविभंगमइसुओहिदुगे । सम्मत्ततिगे पम्हा, सुक्कासन्नीसु सन्निदुर्ग ॥१४॥ (आहारेतरभेदाः, सुरनरकविभङ्गमतिश्रुतावधिद्विके । सम्यक्त्वत्रिके पद्माशुक्लासंज्ञिषु संज्ञिद्विकम् ॥१४॥
શબ્દાર્થ
માદરેરક આહારી અને ઇતર સમ્મતિ- ઉપશમ, ક્ષયોપશમ એટલે અણાહારી,
અને ક્ષાયિક એમ ત્રણ સમ્યકત્વને પ્રયા= એમ ૬૨ ભેદો જાણવા.
વિષે, સુરનર= દેવગતિ અને નરકગતિ, વિમા વિર્ભાગજ્ઞાન,
પહ= પાલેશ્યા, શુક્લલેશ્યા, મડું મતિજ્ઞાન,
સન્નીસુત્ર સંજ્ઞિમાર્ગણામાં સુદિ = શ્રુતજ્ઞાન, અવધિદ્ધિક | નટુકાં સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત (એટલે અવધિજ્ઞાન અને અવધિદર્શન) | બે જીવભેદ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org