Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૬
માટે ત્યાં લબ્ધિ અપર્યાપ્તા સંભવતા નથી. તથા દેવ-નરકના જીવો સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પર્યાપ્તા-અપર્યાપ્તા વગેરે ૧૨ જીવભેદ ત્યાં હોતા નથી.
વિર્ભાગજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં પણ સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે જીવભેદ હોય છે. મિથ્યાવી દેવ-નારકીમાં ઉત્પન્ન થનારા જીવોને આશ્રયી વિર્ભાગજ્ઞાનમાં સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બન્ને જીવભેદ સંભવે છે. પંચસંગ્રહમાં વિર્ભાગજ્ઞાનમાં માત્ર સંજ્ઞી પર્યાપ્ત એક જ જીવભેદ કહ્યો છે. તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધીના આયુષ્યવાળા દેવ-નારકીમાં જનારા જીવોને આશ્રયી જાણવું કારણ કે અસંજ્ઞીમાંથી દેવનરકમાં ઉત્પન્ન થનારને અપર્યાપ્તાવસ્થામાં (વિર્ભાગજ્ઞાન) હોતુ નથી. તથા સમ્યગ્દષ્ટિ દેવ-નારકીમાંથી તીર્થંકર પરમાત્મા વગેરે કેટલાક જીવો ત્રણ જ્ઞાન સહિત મનુષ્યમાં જન્મે છે ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિઠિકમાં સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બંને જીવભેદ હોય છે. અહીં અપર્યાપ્તા શબ્દથી સર્વત્ર કરણ-અપર્યાપ્તા જાણવા.
ક્ષાયિક-ક્ષાયોપથમિક અને ઔપશમિક એમ ત્રણે સમ્યકત્વ માર્ગણામાં સંજ્ઞી પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે જીવભેદ હોય છે. ત્યાં ક્ષાયિક સમ્યકત્વ પામનાર મનુષ્ય જ હોય છે. તે પણ ૮ ૯ વર્ષ ઉપરની ઉમરવાળો જ હોવાથી સંજ્ઞી પર્યાપ્તા જ હોય છે પરંતુ પૂર્વે જે જીવે પરભવનું આયુષ્ય બાંધી લીધું છે એવો મનુષ્ય ક્ષાયિક પામ્યા પછી મરીને બાંધેલા આયુષ્ય પ્રમાણે ચારે ગતિમાં પણ યથાસંભવ જન્મે છે ત્યારે ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં સંજ્ઞી અપર્યાપ્ત ભેદ પણ સંભવે છે તેથી ક્ષાયિકમાર્ગણામાં સંજ્ઞી.પં. પર્યાપ્તા અને અપર્યાપ્તા બન્ને ભેદ સંભવે છે. અહીં પણ કરણ અપર્યાપ્તા જ જાણવા. ક્ષાયોપથમિક સમ્યક્ત્વવંત દેવ-મનુષ્ય અને તિર્યંચ એમ ત્રણ ગતિમાં જન્મે છે ત્યારે અપર્યાપ્ત જીવભેદ હોય છે. અને પર્યાપ્ત અવસ્થામાં ચારે ગતિમાં નવું શાયોપથમિક પામી પણ શકે છે અને ત્રણ ગતિમાં ભવાન્તરથી લાવેલું પણ હોય છે. નારકીમાં જતાં જો કે ક્ષાયોપથમિક વમીને જાય છે તો પણ ત્યાં ગયા બાદ અંતર્મુહૂર્ત પછી લાયોપથમિક પામી પણ શકે છે. આ રીતે ત્રણ ગતિમાં સંજ્ઞી અપર્યાપ્તા અને ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org