Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૩
ઉપરોક્ત ૧૮ માર્ગણામાં સાત અપર્યાપ્તા જે લીધા તે લબ્ધિ અને કરણ એમ બન્ને અપર્યાપ્તાની અપેક્ષાએ સંભવી શકે છે. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૯ માર્ગણામાં જીવભેદ સમજાવ્યા છે ॥ ૧૬
पजसन्नी केवलदुगे, संजममणनाण देसमणमीसे । पण चरिम पज्ज वयणे, तिय छ व पज्जियर चक्खुमि ॥ १७ ॥
( पर्याप्तसंज्ञी केवलद्विके, संयममनोज्ञानदेशमनोमिश्रेषु । पञ्च चरमपर्याप्ताः वचने, त्रीणि षड् वा पर्याप्तेतराणि चक्षुषि ॥ १७ ॥ શબ્દાર્થ:
પનસની=પર્યાપ્તા સંજ્ઞીપંચેન્દ્રિયમાત્ર જ પળ- પાંચ જીવભેદ,
વતો- કેવલદ્ધિકમાં હોય છે.
સંનમ= સામાયિકાદિ પાંચ ચારિત્ર, મળનાળ= મન:પર્યવજ્ઞાન, રેસ- દેશવિરતિ, મળ= મનોયોગ, મીસે- મિશ્ર (સમ્યક્ત્વ)માં,
વરિમવપ્ન છેલ્લા પર્યાપ્તા, યજ્ઞે= વચનયોગમાં હોય છે
તિય છે વ=ત્રણ અથવા છ મ્નિયર્= પર્યાપ્તા અને અપર્યાપ્તા, |ચવવુંમિ- ચક્ષુદર્શનમાં હોય છે .
ગાથાર્થ :- કેવલદ્વિક, પાંચ સંયમ, મન:પર્યવજ્ઞાન, દેશવિરતિ, મનોયોગ, મિશ્રસમ્યક્ત્વ, એમ કુલ ૧૧ માર્ગણામાં માત્ર પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય એક જ જીવભેદ હોય છે. વચન યોગમાં છેલ્લા પાંચ પર્યાપ્તા જીવભેદ સંભવે છે અને ચક્ષુદર્શનમાં ત્રણ અથવા છ જીવભેદ હોય છે. ૫ ૧૭ u
Jain Education International
વિવેચન :- કેવલજ્ઞાન, કેવલદર્શન એ કેવલદ્વિક, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, અને યથાખ્યાત એમ પાંચ ચારિત્ર, મનઃપર્યવજ્ઞાન, દેશવિરતિ, મનોયોગ, અને મિશ્રસમ્યક્ત્વ એમ કુલ ૧૧ માર્ગણામાં માત્ર એક સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જ જીવભેદ હોય છે. શેષ ૧૩ જીવસ્થાનકોમાં કેવલજ્ઞાનાદિ, સામાયિકાદિ, અને મન:પર્યવાદિ આ માર્ગણાઓ સંભવતી નથી. અહીં કેવલજ્ઞાની અને કેવલદર્શનીમાં સંક્ષી પર્યાપ્ત જે જીવભેદ કહ્યો તે દૂર દૂર દેશાન્તરમાં રહેલા મનઃપર્યવજ્ઞાનીઓએ અને અનુત્તરવાસી દેવોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં વપરાયેલા મનોવર્ગણાના પુદ્ગલજન્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org