Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૦ મૈથુનક્રીડામાં, નગરના ખાળોમાં વગેરે ૧૪ અશુચિસ્થાનોમાં જે સંમૂર્ણિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે અંગુલના અસંખ્યાતમા ભાગના શરીરવાળા, અસંજ્ઞી મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, સર્વ પર્યાપ્તિઓ વડે અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તના જ આયુષ્યવાળા કાળ કરે છે આવું પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં પૂ. શ્રી આર્યશ્યામાચાર્યે કહ્યું છે. તે સર્વે સંમૂર્ણિમમનુષ્યો અસંજ્ઞી છે અને લબ્ધિઅપર્યાપ્તા (સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના) જ મરે છે. તેથી અસંજ્ઞી અપર્યાપ્તા જીવભેદ પણ સંભવે છે. એમ ગર્ભમાં બે અને સંમૂર્ણિમમાં એક એમ કુલ ૩ જીવસ્થાનક મનુષ્યગતિ માર્ગણામાં ઘટે છે.
તેજોલેશ્યા માર્ગણામાં સંક્ષિદ્ધિક ઉપરાંત બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય એમ કુલ ૩ અવસ્થાનક હોય છે. નરક વિનાની ત્રણ ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને કરણાપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં આ તેજોલેશ્યા સંભવી શકે છે તથા જ્યોતિષ્કદેવો અને સૌધર્મઇશાન દેવલોકના દેવો તો કેવળ તેજોલેશ્યાવાળા છે. તથા ભવનપતિ-વ્યંતરમાં પણ પ્રથમની ચાર લેશ્યા હોવાથી તેજલેશ્યા છે. આ બીજા દેવલોક સુધીના દેવો મરીને મમત્વના કારણે રત્નો, જલાશયો અને કમળોમાં જન્મે છે ત્યારે બાદર એકેન્દ્રિયના ભવમાં પણ અપર્યાપ્તાવસ્થામાં કેટલોક સમય પૂર્વભવસંબંધી તેજોવેશ્યા હોય છે. તેથી બાદર અપર્યાપ્તા (કરણપર્યાપ્તા) એકેન્દ્રિય સહિત કુલ ૩ જીવભેદ તેજલેશ્યામાં સંભવે છે. અહીં કરણાપર્યાપ્તા જાણવા. કારણ કે લબ્ધિ અપર્યાપ્તામાં ઉપરોક્ત દેવો જન્મતા નથી.
કાયમાર્ગણામાં પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરકાયમાં, તથા ઈન્દ્રિયમાર્ગણામાંથી એકેન્દ્રિયમાર્ગણામાં પ્રથમનાં ચાર જીવસ્થાનક હોય છે સૂક્ષ્મ અપર્યાપ્ત, સૂક્ષ્મ પર્યાપ્ત, બાદર અપર્યાપ્ત અને બાદર પર્યાપ્તા આ ચાર જીવસ્થાનક જાણવાં. પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને એકેન્દ્રિય એમ કુલ ૬ માર્ગણામાં ઉપરોક્ત ચાર જીવભેદો જ ઘટે છે. તે માર્ગણામાં બેઈજિયાદિ ભેદો સંભવતા નથી.
અસંજ્ઞીમાર્ગણામાં પ્રથમના ૧૨ જીવભેદો સંભવે છે. અસંજ્ઞી માર્ગણા હોવાથી સંજ્ઞીના બે ભેદ સંભવતા નથી. એકેન્દ્રિયથી સંમૂર્છાિમ પંચેન્દ્રિય સુધીના સર્વે જીવો દીર્ધકાલિકી સંજ્ઞા રહિત હોવાથી અસંજ્ઞી જ કહેવાય છે તેથી સૂક્ષ્મ પર્યાપ્તા-અપર્યાપ્તા આદિ પ્રથમના બાર ભેદો સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org