Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૫
તિર્યંચ-મનુષ્યોને પોતાના ભવના આયુષ્યના ત્રીજા નવમા-સત્તાવીશમા આદિ ભાગમાં થાય છે. છેવટે અન્તિમ અન્તર્મુહૂર્ત કાલે પણ બંધાય છે, તેના બંધનો આરંભ કર્યા પછી સતત અંતર્મુહૂર્ત સુધી આયુષ્યકર્મનો બંધ ચાલે જ છે. માટે આઠના બંધનો કાળ અંતર્મુહૂર્ત હોય છે. અને સાતના બંધનો કાળ તેરે જીવસ્થાનકોમાં ભિન્ન ભિન્ન હોય છે. આ જ તેર જીવસ્થાનકમાં સાત અને આઠ કર્મોની ઉદીરણા હોય છે. સર્વ જીવોને પોતાના ભવના આયુષ્યની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે આયુષ્યકર્મ માત્ર એક જ આવલિકા શેષ હોવાથી આયુષ્યકર્મની ઉદીરણા થતી નથી. તેથી તે અન્તિમ આવલિકામાં સાત કર્મોની જ ઉદીરણા હોય છે. શેષ કાલે સદા આઠે કર્મોની (ઉદય હોવાથી) ઉદીરણા સતત ચાલુ જ હોય છે.
પ્રશ્ન - જ્યારે ભવની અંતિમ આવલિકા શેષ રહે ત્યાં ચાલુભવના આયુષ્યકર્મની ઉદીરણા ભલે ન હો. કારણ કે આવલિકા બહારની સ્થિતિનાં દલિકો ખેંચીને ઉદયાવલિકામાં લવાય તેને જ ઉદીરણા કહેવાય છે. અને ચાલુ ભવનું આયુષ્યકર્મ આવલિકાથી વધારે નથી. પરંતુ આગામિભવનું આયુષ્યકર્મ તો આ જીવે બાંધેલું જ છે. તેની સત્તા આવલિકાથી પણ ઘણી વધારે છે. તો તેની ઉદીરણા આ અન્તિમ આવલિકા કાળે કેમ ન હોય ?
ઉત્તર :- આ વિવક્ષિત ભવમાં પરભવના આયુષ્યકર્મનો ઉદય નથી અને ઉદય હોય તેની જ ઉદીરણા થાય છે. માટે પરભવના આયુષ્યનો ઉદય ન હોવાથી ઉદીરણા નથી.
આ તેરે જીવસ્થાનકમાં સત્તા અને ઉદય નિયમા આઠે કર્મોનાં હોય છે. આ તેર જીવસ્થાનકમાં યથાયોગ્ય મિથ્યાત્વ-સાસ્વાદન અને અવિરતસમ્યગ્દષ્ટિ એમ વધુમાં વધુ ત્રણ જ ગુણસ્થાનક હોય છે. જ્યારે આઠે કર્મોની સત્તા ઉપશાન્તમોત ગુણસ્થાનક સુધી અને આઠ કર્મોનો ઉદય સૂક્ષ્મસંઘરાય સુધી નિયમાં હોય જ છે તેથી તેર જીવસ્થાનકમાં ઉદય અને સત્તા નિયમા આઠ કર્મોની જ હોય છે. આ પ્રમાણે તેર જીવસ્થાનકમાં બંધાદિ ચાર વાર કહ્યાં. છા
હવે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં બંધાદિ ચાર ધારો કહે છે. सत्तट्ठछेगबंधा, संतुदया सत्त अट्ट चत्तारि। सत्तट्ठछपंचदुगं, उदीरणा सन्निपजत्ते॥ ८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org