Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૪
શોભે, વિશિષ્ટ ઐશ્વર્યને અનુભવે તે સુર કહેવાય છે. ભવનપતિ, વ્યંતર,
જ્યોતિષ અને વૈમાનિક એમ ચારે નિકાયના જે દેવો અને દાનવો તે સુર. તેવા ભવમાં જીવનું જે ગમન તે સુરગતિ.
(૨) મનુષ્યગતિ= કૃત્તિ તિ ની: બુદ્ધિ અને વિવેકવાળું જીવન પામીને ન્યાય-નીતિ યુક્ત ધર્મમાં પરાયણ જે થાય તે નર, તેવા ભવોમાં જીવનું જે ગમન તે નરગતિ, મનુષ્ય ગતિમાં જન્મેલા મનુષ્યોના ક્ષેત્રાદિભેદે ૩૦૩ ભેદ છે.
(૩) તિર્યંચગતિ= તિર: સન્ત છત્તિ તિ તિર્થક્સ: જે તિર્થી ચાલે, વાંકા ચાલે, અર્થાત્ વિવેકહીનપણે વર્તે, ગમે ત્યાં મળમૂત્રાદિ કરે, ગમે ત્યાં આળોટે, બેસે તે તિર્યચ. આવા ભવોમાં જીવનું જે ગમન તે તિર્યંચગતિ.
(૪) નરકગતિ= નરન (૩૫ત્રક્ષણાત્વાન્ તિરછોડ પ્રભૂતારિખ:) ત્તિ રૂવ, મહિતિ ફર્વક ઘણું પાપ કરનારા મનુષ્યો અને ઉપલક્ષણથી તિર્યંચોને પાપોનું ફળ ભોગવવા જાણે બોલાવતા હોય શું? તે નરક, તેમાં જીવનું જવું તે નરકગતિ.
(૫) એકેન્દ્રિય= સ્પર્શના નામની એક જ દ્રવ્યેન્દ્રિય જે જીવોને છે તે પૃથ્વી, અપ, તેલ, વાઉં, અને વનસ્પતિને એકેન્દ્રિય સમજવા.
(૬) બેઈન્દ્રિય સ્પર્શના અને રસના એમ બે જ દ્રવ્યેન્દ્રિય જે જીવોને છે તે શંખ-કોડા-ગંડોલા વગેરે દ્વીન્દ્રિય કહેવાય છે. - (૭) તે ઇન્દ્રિય= સ્પર્શના, રસના અને પ્રાણ એમ ત્રણ ઇન્દ્રિયો જેને છે તે કીડી-જુ-લીખ-કાનખજુરા, માંકડ વગેરે તે ઇન્દ્રિય કહેવાય છે.
(૮) ચઉરિન્દ્રિય= સ્પર્શનાદિ ચાર ઇન્દ્રિયો જેને છે તે ભમરા, બગાઈ, માખી, વીંછી, તીડ, વગેરેને ચઉરિન્દ્રિય કહેવાય છે.
(૯) પંચેન્દ્રિય= સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયો જે જીવોને છે. તે દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય એ પંચેન્દ્રિય કહેવાય છે. "
(૧૦) પૃથ્વીકાય= પૃથ્વીરૂપે (કઠણપણે) શરીર છે જેનું તે પૃથ્વીકાય અથવા પૃથ્વી રૂપે શરીરવાળા જીવોનો જે સમૂહ તે પૃથ્વીકાય.
(૧૧) અપ્લાય= પાણી રૂપે શરીર છે જેનું તે, અથવા પાણીના જીવોનો જે સમૂહ તે અષ્કાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org