Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ૬ ગાથાર્થ - પુરુષવેદ, સ્ત્રીવેદ, અને નપુંસકવેદ એમ ત્રણ પ્રકારના વેદ છે. ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર કષાયો છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન એમ કુલ આઠ જ્ઞાનોપયોગ છે. તે ૧૧ છે
વિવેચન-આ ગાથામાં વેદમાર્ગણા, કષાયમાર્ગણા અને જ્ઞાનમાર્ગણાના અનુક્રમે ૩-૪-૮ ભેદો સમજાવે છે. તે આ પ્રમાણે
(૧૯) પુરુષવેદ= દાઢી, મુંછ, તથા પુરુષાકારે શરીરરચના તે દ્રવ્યથી પુરુષવેદ કહેવાય છે. તે નામકર્મના ઉદયજન્ય છે. અને સ્ત્રીની સાથે સંભોગાદિની અભિલાષા તે ભાવ પુરુષવેદ કહેવાય છે. અને તે મોહનીયકર્મના ઉદયજન્ય છે.
(૨૦) સ્ત્રીવેદ= દાઢી મૂંછ વિનાનું અને સ્તનાદિ સ્ત્રીસંબંધી રચના વાળું જે શરીર તે દ્રવ્યથી સ્ત્રીવેદ કહેવાય છે. અને પુરુષોની સાથે સંભોગાદિની અભિલાષા તે ભાવથી સ્ત્રીવેદ કહેવાય છે.
(૨૧) નપુંસકવેદ= સ્ત્રીના અવયવ સ્તનાદિ અને પુરુષના અવયવ દાઢી-મુંછાદિ એમ બને જેને હોય તે દ્રવ્યથી નપુંસકવેદ. અને સ્ત્રી તથા પુરુષ એમ બન્ને પ્રત્યે ભોગની જે અભિલાષા તે ભાવથી નપુંસકવેદ કહેવાય છે. આ ત્રણે વેદોમાં દ્રવ્યવેદ શરીરની રચના સ્વરૂપ હોવાથી અને શરીર નામકર્મજન્ય હોવાથી ત્રણે દ્રવ્યવેદો નામકર્મના ઉદયથી હોય છે. તેથી તેરમા ગુણસ્થાનક સુધી ત્રણે વેદો હોય છે. પણ અભિલાષા રૂપ જે ભાવવેદ છે. તે મોહનીયકર્મના ઉદય સ્વરૂપ હોવાથી ઉપર-ઉપરના ગુણસ્થાનકોમાં અનુક્રમે ઘટતા ઘટતા પ્રમાણે નવમાં ગુણઠાણાના પ્રથમ ભાગ સુધી જ હોય છે. પછી જીવ અવેદી બને છે.
(૨૨) ક્રોધમાર્ગણા= આવેશ, ગુસ્સો, તપી જવું. લાલપીળા થવું તે (૨૩) માનમાર્ગણા= અહંકાર, પોતાની મોટાઈ માનવી, અભિમાન. (૨૪) માયામાર્ગણા= કપટ, જુઠ, બનાવટ, છેતરપિંડી કરવી. (૨૫) લોભમાર્ગણા= આસક્તિ, મમતા, મૂછ, પરદ્રવ્ય સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org