Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(सप्ताष्टषडेकबन्धाः सत्तोदयौ सप्ताष्टचत्वारि । સપ્તાષ્ટષસૃદ્વિ, વીરા સંન્નિપર્યાપ્તે॥ ૮॥)
सत्तट्ठ સાત અને આઠનો છેવંધા-છ અને એકનો બંધ, संतुदया સત્તા અને ઉદય સત્ત અ૬-સાત અને આઠની વત્તારિ-તથા ચારની હોય છે.
૪૬
શબ્દાર્થ
सत्तट्ठ
छपंचदुगं
उदीरणा सन्निपज्जत्ते
Jain Education International
-
સાત અને આઠની
છ, પાંચ અને બેની
ઉદીરણા હોય છે.
સંજ્ઞી પંચે. પર્યાપ્તામાં
ગાથાર્થ :- સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં બંધ સાત-આઠ-૭ અને એકનો હોય છે. સત્તા અને ઉદય સાત-આઠ અને ચારનાં હોય છે. તથા ઉદીરણા સાત-આઠ-છ-પાંચ અને બેની જ હોય છે.
વિવેચન :- સંશી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવભેદમાં મિથ્યાત્વથી અયોગી કેવલી પર્યન્તનાં ચૌદે ગુણસ્થાનકો સંભવે છે. તેથી (મિશ્ર વિના) મિથ્યાત્વથી અપ્રમત્ત સુધીનાં ગુણસ્થાનકોમાં આયુબંધકાળે આઠનો બંધ હોય છે. તે જધન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ હોય છે. આ જ ગુણસ્થાનકોમાં આયુર્બંધ વિનાના કાળે તથા મિશ્ર-અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણે સદા આયુષ્યકર્મ વિના શેષ સાત કર્મોનો જ બંધ હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે. કારણ કે મૃત્યુ સમયે આયુર્ગંધકાળે અષ્ટવિધબંધક થઈ પછી સપ્તવિધ બંધક બની અંતર્મુહૂર્ત જીવીને મૃત્યુ પામી માત્ર અંતર્મુહૂર્તના જ આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં જન્મનારા જીવને ત્યાં પણ જીવનના અંતર્મુહૂર્તકાળના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના આદ્યસમયથી આયુષ્યનો બંધ કરવાથી અષ્ટવિધબંધક થનારા જીવને વચગાળાના બન્ને ભવનાં બે અંતર્મુહૂર્ત (બરાબર ૧ મોટું અંતર્મુહૂર્ત) જ સપ્તવિધબંધકતા સંભવે છે. તથા સાતના બંધનો ઉત્કૃષ્ટ કાળ “અંતર્મુહૂર્તે ન્યૂન એવા પૂર્વક્રોડ વર્ષના ત્રીજા ભાગે અધિક છ માસ ન્યૂન તેત્રીસ સાગરોપમ” પ્રમાણ જાણવો. કારણ કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય આ ભવમાં વહેલું વહેલું આયુષ્ય બાંધી લે તો પણ પૂર્વક્રોડના બે ભાગ ગયા પછી જ બાંધે. તે આયુષ્ય બંધ કરતાં પણ અંતર્મુહૂર્ત્ત લાગે અને તે કાળે તે જીવ અષ્ટવિધબંધક છે. ત્યારબાદ જ સપ્તવિધબંધક થાય છે. તેથી
For Private & Personal Use Only
www.jainelibrary.org