Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૧
હવે બાસઠ માર્ગણાસ્થાનો ઉપર જીવસ્થાનક આદિ છ દ્વારો કહેવાનાં છે તેથી પહેલાં બાસઠ માર્ગણાસ્થાનો જ સમજાવે છે
गइ इंदिए य काए, जोए वेए कसायनाणेसु । संजम दंसण लेसा, भवसम्मे सन्निआहारे ॥ ९ ॥ ( गतीन्द्रिये च कायो योगो वेदः कषायज्ञाने । સંયમવર્ગનોશ્યા મવ્યસમ્યત્વે સંન્નિ-મહારે || ૬ ||).
-
गइदिए ગતિ અને ઇન્દ્રિય
સંયમ-દર્શન-લેશ્યા.
काए जो
भवसम्मे કાય અને યોગ.
ભવ્ય અને સમ્યક્ત્વ. વેલ્ સાયનાળેસુ-વેદ, કષાય, જ્ઞાન | નિગાહારે - સંશી અને આહારી
-
શબ્દાર્થ :
संजमदंसणलेसा
ગાથાર્થ :- (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (૫) વેદ, (૬) કષાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) લેશ્યા. (૧૧) ભવ્ય, (૧૨) સમ્યક્ત્વ, (૧૩) સંશી, (૧૪) આહારી. એમ કુલ ૧૪ મૂલ માર્ગણાઓ છે. તેના ૬૨ ઉત્તરભેદો છે. ૫ ૯ !
વિવેચન :- બાસઠ માર્ગણાઓ સમજાવવા માટે મૂલ ચૌદ માર્ગણા પ્રથમ સમજાવે છે. માર્ગણા= વસ્તુતત્ત્વનો વિચાર કરવા માટેના પ્રકારો. તે માર્ગણાસ્થાનો જૈનશાસ્ત્રોમાં મૂલ ૧૪ અને ઉત્તર ૬૨ પ્રસિદ્ધ છે.
(૧) ગતિમાર્ગણા= તેવા તેવા પ્રકારના કર્મોની પ્રધાનતા વાળા જીવો વડે નરક-તિર્યંચાદિ પર્યાય વિશેષ જે પ્રાપ્ત કરાય તે ગતિમાર્ગણા. તેના દેવ-નારક-તિર્યંચ અને મનુષ્ય એમ ચાર ભેદ છે.
(૨) ઈન્દ્રિયમાર્ગણા= જ્ઞાનાદિ ગુણોના ઐશ્વર્યવાળો હોવાથી આત્મા એ ઈન્દ્ર કહેવાય છે. તેને ઓળખવાની જે નિશાની-ચિહ્ન તે ઈન્દ્રિય.
Jain Education International
(૩) કાયમાર્ગણા= ઔદારિકાદિ પુદ્ગલોના સમૂહ વડે જે રચાય, પિંડરૂપે કરાય તે કાયા કહેવાય છે. કાયા એટલે શરીર અથવા સમૂહ.
For Private & Personal Use Only
www.jainelibrary.org