Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૧
શકે તે અપર્યાપ્તા કહેવાય છે. આ પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવો લબ્ધિ અને કરણની અપેક્ષાએ બે પ્રકારના છે. જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની લબ્ધિ (શક્તિ) ધરાવે છે. તે જીવો પોતાની પર્યાપ્તિઓ કરતા હોય ત્યારે પણ અને પૂર્ણ કરી હોય ત્યારે પણ લબ્ધિપર્યાપ્તા કહેવાય છે. અને જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની લબ્ધિ (શક્તિ) નથી ધરાવતા. અપૂર્ણ જ મૃત્યુ પામવાના છે તે લબ્ધિઅપર્યાપ્તા કહેવાય છે. તથા જેઓએ સ્વયોગ્યપર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી પરંતુ અવશ્ય કરશે જ તે કરણ અપર્યાપ્તા. અને જે જીવોએ સ્વયોગ્યપર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તે કરણપર્યાપ્તા કહેવાય છે. લબ્ધિઅપર્યાપ્તા જીવો પણ આહાર-શરીર અને ઇન્દ્રિય એમ ત્રણ પર્યાપ્તિઓ તો અવશ્ય પૂર્ણ કરે જ છે. કારણ કે આ ત્રણ પર્યાપ્તિઓ પછી જ પરભવ યોગ્ય આયુષ્ય બંધાય છે. અને પરભવના આયુષ્યનો બંધ કર્યા પછી જ જીવ મૃત્યુ પામે છે. આ પ્રમાણે ચૌદ જીવસ્થાનક સમજાવ્યાં. તેનુ ચિત્ર આ પ્રમાણે છે.
(૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા. (૮) તેઇન્દ્રિય પર્યામા.
(૨) સૂક્ષ્મએકેન્દ્રિય પર્યાપ્તા. (૩) બાદરએકેન્દ્રિય અપર્યાપ્તા (૪) બાદરએકેન્દ્રિય પર્યામા (૫) બેઇન્દ્રિય અપર્યાપ્તા.
(૬) બેઇન્દ્રિય પર્યામા. (૭) તેઇન્દ્રિય અપર્યાપ્તા.
આ પ્રમાણે ચૌદ જીવસ્થાનકો ઉપર ચૌદ ગુણસ્થાનકો સમજાવે છે. बायरअसन्निविगले, अपज्ज पढमबिअसन्निअपजते । अजयजुअ सन्निपज्जे, सव्वगुणा मिच्छ सेसेसु ॥३॥ (बादरासंज्ञिविकले, अपर्याप्ते प्रथमद्वितीयं संज्ञ्यपर्याप्ते । अयतयुतं संज्ञिपर्याप्ते सर्वगुणा मिथ्यात्वं शेषेषु ) ॥२॥
Jain Education International
(૯) ચરિન્દ્રિય અપર્યાપ્તા. (૧૦) ચઉરિન્દ્રિય પર્યાપ્તા. (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા. (૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા. (૧૩) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા. (૧૪) સંશી પંચેન્દ્રિય પર્યાપ્તા. ॥૨॥ સમજાવીને હવે તે ચૌદ જીવસ્થાનક
For Private & Personal Use Only
www.jainelibrary.org