Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૪
જ થાય છે. તેથી આ જીવભેદોમાં સાસ્વાદન સંભવતું નથી તથા શેષ ગુણઠાણાવાળા જીવો તો આ જીવભેદોમાં જન્મતા જ નથી. અહીં પર્યાપ્તા એટલે કરણપર્યાપ્તા સમજવા. (લબ્ધિ પર્યાપ્ત ન સમજવા.). . ૩ છે
હવે ચૌદ જીવસ્થાનકોમાં “યોગ” નામનું બીજું દ્વાર સમજાવે છે. अपजत्तछक्कि कम्मुरल-मीसजोगा अपजसंनीसु। ते सविउव्वमीस एसु, तणुपजेसु उरलमन्ने॥ ४ ॥ (अपर्याप्तषट्के कार्मणौदारिकमिश्रयोगावपर्याप्तसंज्ञिषु । तौ सवैक्रियमिश्रावेषु तनुपर्याप्तेष्वौदारिकमन्ये ॥४॥)
શબ્દાર્થ અપાછ-છ અપર્યાપ્તા ભેદોમાં | - આ સાતે અપર્યાપ્તામાં વષ્ણુરતનીસનો-કાશ્મણ, દારિક | તyપગેરું - શરીર પર્યાપ્તિએ મિશ્રયોગ.
પર્યાપ્તામાં માઝનીલુ-અપર્યાપ્તા સંજ્ઞી. પંચે.માં. તે - તે બન્ને યોગો વિશ્વનીત-વૈક્રિયમિશ્ર સહિત. | ૩રત્નમ્ - ઔદારિક કાયયોગ.
અને – અન્ય આચાર્યો. - ગાથાર્થ - 9 અપર્યાપ્તામાં કાર્પણ અને ઔદારિકમિશ્ર કાયયોગ. સંશિ અપર્યાપ્તામાં વૈક્રિયમિશ્રયોગ સહિત કુલ ૩ યોગ હોય છે. પરંતુ અન્ય આચાર્યો આ સાત અપર્યાપ્તા જીવભેદોમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા થાય ત્યારે (મિશ્રને બદલે) ઔદારિક કાયયોગ માને છે. ૪ છે
વિવેચન :- મન-વચન અને કાયાના આલંબનથી જીવપ્રદેશોમાં પ્રવર્તતું જે વીર્ય તેને યોગ કહેવાય છે. તેના મૂલ ૩ અને ઉત્તર ૧૫ ભેદો છે. મનયોગના ૪ ભેદ છે. (૧) સત્ય મનયોગ, (૨) અસત્ય મનયોગ, (૩) સત્યાસત્ય (મિશ્ર) મનયોગ, (૪) અસત્યામૃષા મનયોગ. તેનો અર્થ આ પ્રમાણે-સત્ એટલે મુનિ, અથવા પદાર્થ, મુનિઓને હિતકારી અથવા જિનેશ્વર પરમાત્માએ જે પદાર્થ જેમ કહ્યો છે તેમ ગુણકારી યથાર્થ ચિંતન-મનન તો હિતમિતિ સત્યમ્ તે સત્ય મનયોગ. તેનાથી વિપરીત ચિંતન-મનન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org