Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૭
થયા પછી જે ઔદારિક કાયયોગનું વિધાન અપર્યાપ્તામાં કર્યું છે. તે લબ્ધિ અપર્યાપ્તા જ લેવા. અને તે અંતર્મુહૂર્તના જ આયુષ્યવાળા હોવાથી તિર્યંચમનુષ્યો જ લેવા. કારણ કે દેવ-નારકીનું જઘન્યથી પણ દશ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. માટે ૬ લબ્ધિઅપર્યાપ્તામાં કાર્મણ, ઔદારિક મિશ્ર, અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ દારિક કાયયોગ એમ ત્રણ યોગો ૬ અપર્યાપ્તામાં હોય છે. અને સંજ્ઞી અપર્યાપ્તામાં મનુષ્ય-તિર્યંચો લબ્ધિ અપર્યાપ્તા હોવાથી તેઓને આશ્રયી કાર્મણ, ઔદારિક મિશ્ર અને ઔદારિક એમ ત્રણ, અને દેવ-નારકી લબ્ધિ અપર્યાપ્તા ન હોવાથી તેને આશ્રયી માત્ર કાર્પણ અને વૈક્રિયમિશ્ર એમ ૨ જ યોગ છે. એટલે કુલ ૪ યોગ સંજ્ઞી અપર્યાપ્તામાં હોય છે આવો મત શીલાંકાચાર્ય આદિનો છે એવું કર્મગ્રંથના બાલાવબોધમાં પણ લખ્યું છે.
પ્રશ્ન- જે આચાર્યો છે અપર્યાપ્તાને ૩ યોગ, અને સંજ્ઞી અપર્યાપ્તાને ૫ અથવા મતાન્તરે ૪ યોગ માને છે તેઓએ તો પોતાના મતની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે શરીરપર્યાપ્તિ પૂર્ણ થવાથી શરીરરચના બની જાય છે. માટે હવે મિશ્રયોગ હોતો નથી પણ શુદ્ધ યોગ હોય છે. પરંતુ જે આચાર્યો (અને ગ્રંથકાર પોતે પણ) છ અપર્યાપ્તામાં ૨, અને સંજ્ઞી અપર્યાપ્તામાં ૩ યોગ માત્ર જ માને છે તેનું કારણ (કે ખુલાશો) મૂલગાથામાં કંઈ જ આપ્યો નથી તો તે મતમાં યુક્તિ શું ?
ઉત્તર- તેઓનું કહેવું એવું છે કે શરીરપર્યાપ્તિ પૂર્ણ થવાથી ભલે શરીરની રચના બની જાય છે. તો પણ ઈન્દ્રિય, શ્વાસ અને ભાષાદિની રચના હજુ અનિષ્પન્ન હોવાથી શરીર તો અસંપૂર્ણ જ કહેવાય છે. જેમ બારી-બારણાં વગેરે સજાવટ વિનાનું માત્ર ઊભું કરાયેલું દિવાલોના ખોખા રૂપ મકાન અપૂર્ણ જ ગણાય છે. તેમ આ શરીર પણ અપૂર્ણ જ હોવાથી તેની પૂર્ણ રચના માટે કાર્પણની સાથે હજુ મિશ્રતા ચાલુ જ છે. તેથી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્ર યોગ જ હોય છે. શુદ્ધ યોગ હોતો નથી. તે ૪ |
હવે શેષ સાત પર્યાપ્તામાં યોગ સમજાવે છે. सव्वे सन्निपजत्ते, उरलं सुहुमे सभासु तं चउसु । बायरि सविउव्विदुगं, पजसन्निसु बार उवओगा ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org