________________
હું કર્તા પર ભાવનો એમ જિમ જિમ જાણે;
તિમતિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે.” પરભાવનું કર્તુત્વ દૂર કરવાનું છે. શુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતન કરી તેમા પ્રતિષ્ઠિત થવાનું છે.
આત્માના આનંદની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન. આત્માના આનંદની જાણકારી તે જ સમ્યગુજ્ઞાન,
આત્માના આનંદમાં રમણતા તે જ સમ્યફચારિત્ર. ધર્મ દ્વારા આ જ પ્રાપ્ત કરવાનું છે. આત્માનો આનંદ તો જ શક્ય બને જો જીવ પર લાગેલાં કર્મો ક્ષય થશે. મારો એક આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શન આદિથી યુક્ત છે. આના સિવાય બીજો કોઈ જગમાં પદાર્થ નથી જે મારો હોય. દેખાતા બધા જ પદાર્થો પર છે. હું નથી. હું (આત્મા) છું, તે દેખાતો નથી અનુભવાય છે.
આટલી નાની વાત ભૂલી જવાથી જ જીવને ચાર ગતિમાં ભટકવું પડે છે.
દેહમાં સ્વપણાની બુદ્ધિ આપણને દેહ સાથે જોડે છે, ફરીફરીને દેહ આપે છે. જેમ જેમ દેહાધ્યાસ તૂટતો જાય, તેમ તેમ માનજો દેહથી મુક્ત અવસ્થા (મોક્ષ) નજીક આવી રહી છે.
આપણને આનંદ મેળવવાની ઇચ્છા થાય છે. તેનું કારણ આપણું મૂળભૂત સ્વરૂપ આનંદમય છે તે છે. અંદર આનંદ ન હોય તો આનંદની ઈચ્છા ન જ થાય. આનંદ આપણી અંદરથી જ આવશે. પણ છતાં ગુરુ કે ભગવાન દ્વારા મળ્યો તેમ કહેવાય. તેમાં કૃતજ્ઞતા છે.
આનંદમય આપણે હોવા છતાં અત્યારે દુઃખી છીએ. કારણ કે અંદર રાગદ્વેષની આગ લાગી છે. આપણે સ્વભાવથી ખસીને વિભાવમાં વસ્યા છીએ. માટે સત્તામાં છુપાઈ રહેલા સિદ્ધત્વને ધ્યેય બનાવી તેમાં જ ભક્તિપ્રીતિ કરો.
જે આત્મા પ્રભુપૂજાથી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચારિત્ર ભગવાનની પૂજાભક્તિના પ્રભાવથી જ મળ્યું છે એમ હું માનું છું.
સરોવરમાં ગમે તેટલો કચરો હોય પણ એક એવો મણિ આવે છે કે જે નાખતાં જ બધો જ કચરો તળિયે બેસી જાય. સરોવરનું પાણી એકદમ ૧૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org