________________
થાય છે. સ્વાધ્યાય કરીને આખરે શું કરવાનું છે? “જ્ઞાનસ્ય છત્ત વિરતિઃ |
સાધુને ગુસ્સો નહિ કરવાની પ્રતિજ્ઞા આપવાનો સવાલ જ નથી. દીક્ષા લીધી ત્યારથી એ પ્રતિજ્ઞા છે જ. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ત્યારે એ પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. સાધુ નામ જ ક્ષમાશ્રમણ છે. ૧૦ પ્રકારના યતિધર્મોમાં પ્રથમ ક્ષમા છે. સામાયિકનો અર્થ સમતા થાય છે. સમતાનો અભ્યાસ વધતો જાય તેમ આનંદ વધતો જાય.
લખપતિનું લક્ષ ક્રોડપતિ તરફ, ક્રોડપતિનું લક્ષ અબજપતિ બનવા તરફ હોય છે, તેમ શ્રાવકનું સાધુ તરફ, સાધુનું સિદ્ધિ તરફ લક્ષ હોવું જોઈએ. ન હોય તો સાધક તે સ્થાને પણ રહી ન શકે. શ્રાવકે શ્રાવકપણામાં કે સાધુએ સાધુપણામાં ટકી રહેવું હોય તો પણ આગળનું લક્ષ હોવું જ જોઈએ.
સિદ્ધાંતોનો સ્વાધ્યાય વધે તેમ સંયમની શુદ્ધિ અને સ્થિરતા વધે, ભગવાન સાથે અભેદભાવ મિલન થાય. ચારિત્ર એટલે જ પ્રભુનું મિલન. સંતો, યોગીઓ, પ્રભુ સાથે મિલન કરી શકે છે.
ગોચરીમાં ફરતા, પસીનાથી રેબઝેબ થયેલા જૈન સાધુને જોઈને એક નિષ્ણાત વૈદ્ય પાછળ પાછળ ચાલતો ઉપાશ્રયમાં આવ્યો. તાત્કાલિક તાપરશે તો મુનિને દોષોનો પ્રકોપ થશે. એમ તે માનતો હતો. પણ સાધુ મહારાજ તો પચ્ચકખાણ પારી, ૧૭ ગાથાનો સ્વાધ્યાય કરીને પછી વાપરવા બેઠા, આથી શરીરનાં ધાતુઓ સમ થઈ ગયા પછી વાપરવા બેઠા તેથી વૈદ્ય સર્વજ્ઞોક્ત વિધાન પર ઝૂકી પડ્યોઃ
કેવું સર્વશનું શાસન !
સાધુ સર્પની જેમ સ્વાદ લીધા વિના કોળિયો ઉતારે, પીપરમીંટની જેમ આહાર મુખમાં આમતેમ ફેરવે નહિ.
જ્યાં સુધી ઘટમાં અનુભવ પ્રકાશ ન થાય, જ્યાં સુધી શિક્ષા દ્વારા અંદર ગુરુત્વ પેદા ન થાય, ત્યાં સુધી ગુરુની સેવા કરવી જોઈએ.
સાધુ સાધુપણામાં રહે તો એટલો સુખી બને, એટલો આનંદ ભોગવે કે દુનિયાનો કોઈ માણસ એની બરાબરી ન કરી શકે, માણસ તો ઠીક અનુત્તર વિમાનવાસી દેવો પણ બરાબરી કરી શકે નહિ.
બધા ધોબીઓ તમારી કપડાં ધોવાની કળા પાસે હારી જાય, એટલાં સાધુજીવનનો મંત્ર અને મર્મ
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org