________________
એવી પ્રતીતિ ન થાય તો આ જીવન શું કામનું?
બીજું સાથે શું આવવાનું? ભક્તો, ચેલાઓ, પુસ્તકો કે ઉપાશ્રય વગેરે સાથે નહિ આવે. આ ભક્તિના સંસ્કારો જ સાથે આવશે. ગૃહસ્થોને ધન, પરિવાર, મકાન આદિની અનિત્યતા સમજાવનારા આપણે એટલું પણ નહિ સમજી શકીએ? સાનુબંધ ક્ષયોપશમથી મળેલો પ્રશમભાવ ટકી શકે, નહિ તો જતો પણ રહે. સાનુબંધમાં ચેતના નિરંતર ઊધ્વરોહણના માર્ગે હોય છે. નિરનુબંધમાં ચેતના અટકી જાય છે, અટકી જાય ત્યારે ઊધ્વરોહણ પામતી ચેતના નીચે જાય. આ નિયમ છે. પાક્કો વાણિયો લાખ રૂપિયા કમાય. પછી એને ઓછા ન કરે. એમાં વધારો જ કરતો રહે. વાણિયાની આ કળા આ અર્થમાં આપણે શીખવા જેવી છે.
જે દોષ માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત ન થાય તે દોષ – સાનુબંધ બને. જે ગુણ માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત થાય તે ગુણ-સાનુબંધ ન બને. - તત્ત્વદ્રષ્ટા કદી રાગના પ્રસંગમાં રાગી કે દ્વેષના પ્રસંગમાં ૮ષી ન બને, ગમે તેવી ઘટનામાં તે આત્મસ્વભાવથી ચલિત ન જ થાય.
મલિનતાને કારણે ચિત્ત ચંચળ રહે છે. મલિનતા મોહના કારણે આવે છે. મલિન ચિત્ત ભગવાનના શરણથી જ નિર્મળ બને. નિર્મળતા આવતાં જ ચિત્ત સ્થિર બનવા માંડે. સ્થિરતાનો સંબંધ નિર્મળતા સાથે છે. ચંચળતાનો સંબંધ મલિનતા સાથે છે.
સૈનિકો લડતા હોય ત્યારે સરકારની જવાબદારી હોય છે ખૂટતી વસ્તુ પૂરી કરવાની. આપણે મોહ સામે લડતા હોઈએ ને નિર્બળ બનીએ ત્યારે બળ પૂરવાની ભગવાનની જવાબદારી છે. જરૂર છે માત્ર ભગવાન સાથે અનુસંધાનની. સૈનિક પાસે એટલી જ અપેક્ષા છે એ દેશને વફાદાર રહે. ભક્ત પાસે એટલી જ અપેક્ષા છે, એ ભગવાનને સમર્પિત રહે.
ક્રોધની જેમ વિષયની લગની પણ આગ છે. ક્રોધ દેખાય છે, વિષયની આગ દેખાતી નથી. એટલો ફરક. વિષયની આગ વિજળીના શોર્ટ જેવી છે. દેખાય નહિ પણ અંદરથી બાળી નાખે.
મહાપૂજા વગેરેની અંદર પણ વિવેક અને ઔચિત્ય રાખવા જરૂરી છે, જેથી અન્ય લોકો અધમ ન પામે. આખા દેરાસરને શણગારવા વગેરે અંગે ૯૮
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org