________________
િ૧૫, કેટલાક જીવંત દેણંત
આવા પંચમકાળમાં પણ શાસનના ચાર સ્તંભ થયા. ઉ. ૧. મંદિર – જીર્ણોદ્ધાર કરનાર પૂ. નેમિસૂરિજી
૨. આગમ – જીર્ણોદ્ધાર કરનાર પૂ. સાગરજી મ. ૩. દીક્ષા – જીર્ણોદ્ધાર કરનાર પૂ. પ્રેમસૂરિજી તથા પૂ. રામચન્દ્રસૂરિજી ૪. શ્રાવક – જીર્ણોદ્ધાર કરનાર પૂ. વલ્લભરત્નસૂરિજી.
આ ચાર શાસનતંભોએ બહુ જ કામ કર્યું છે. પાછળના વારસદારો માત્ર સંભાળે એટલી જ અપેક્ષા નથી, એને આગળ પણ વધારે.
૧. ભિખારી અને ઉદ્યોગપતિ બન્ને મંદિરમાં ગયા. બન્નેએ એકસરખી પ્રાર્થના કરી: “પ્રભુ! હવે તો કામ કરવું જ પડશે. પંદર દિવસથી પ્રાર્થના કરું છું. મંદિરમાંથી નીકળ્યા પછી ભિખારીએ ભીખ માંગવાનું શરૂ કર્યું ને પેલો ગાડીમાં રવાના થયો. ભિખારીને પચાસ રૂપિયાની નોટ મળતાં તે રાજીનારેડ થઈ ગયો. ખરેખર ભગવાને મારી વાત સાંભળી. પેલા ઉદ્યોગપતિનો માલ જે કોઈ લેતું નહોતું, તેને લેનારા મળી ગયા. રૂપિયા પાંચ લાખનો નફો થયો. બન્નેની સમાન પ્રાર્થના છતાં એકને ૫૦ રૂ. અને બીજાને પાંચ લાખ મળ્યા. ભેદ ભગવાનનો નથી, પણ ભક્તના મનનો છે.
૨. એક કુંભાર ભગવાનની પૂજારી બની ગયો, કાંઈ આવડે નહિ, છતાં મહાવરાથી સુંદર આંગી બનાવતાં શીખી ગયો. નામ રામજી. શંખેશ્વરનો પૂજારી. તે રોજ મારી પાસે આવે. તેણે એક વખત કહ્યું: પત્નીને ગળામાં ગાંઠો થઈ. મહિને હજાર રૂપિયાની દવા. ક્યાંથી લાવવા રૂપિયા? ૭૦૦ રૂપિયાનો જ પગાર. મેં શંખેશ્વર પાર્શ્વનાથજીને પત્ર લખ્યો. પ્રભુ! આપના પર આધાર છે. આપને જે કરવું હોય તે કરજો. બીજે જ દિવસે ગાંઠો ગાયબ ! કેટલાંક જીવંત દચંતા
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org