________________
સુકૃત અનુમોદના દ્વારા ઉચિત વ્યવહારના પાલનનું ભાન કરાવ્યું હતું. જેથી આત્મપરિણામોની વિશુદ્ધિ થઈ સ્થિરતા પ્રાપ્ત થાય, તે સિવાય શુદ્ધ આત્મસ્વરૂપ સમજાતું નથી. પરિણામોની સ્થિરતા થવાથી જીવ પર દ્રવ્ય અને પરભાવોથી પરસ્પૃહાથી મુક્ત બને છે. ત્યાર પછી નિશ્ચયનયનું જ્ઞાન ગ્રાહ્ય બને છે.
હે ચેતન ! વીતરાગમાર્ગનો એક સનાતન સિદ્ધાંત છે કે જગતમાં છ દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે. તે પરસ્પર અન્યોન્ય પ્રવેશ કરતા નથી. કર્મપુદ્ગલો અને આત્મપ્રદેશોનો પરસ્પર સંયોગ સંબંધ છે. તાદામ્ય સંબંધ ગોળ અને ગળપણ જેવો નથી.
જેમ શરીર ઉપર વસ્ત્રનો સંયોગ થવાથી શરીરના અવયવો ઢંકાઈ જાય છે, પણ વસ્ત્રો દૂર થતાં અવયવો પ્રગટ થાય છે, તેમ કર્મપુદ્ગલોના સંયોગથી આત્મગુણો ઢંકાઈ ગયા છે, તે કર્મપુદ્ગલો દૂર થતાં આત્મગુણો પ્રગટ થાય છે. ત્યારે દિવ્ય દૃષ્ટિ – જ્ઞાનદૃષ્ટિ પ્રગટ થાય છે. અનુપમ સ્થિરતા પ્રાપ્ત થાય છે. તે વડે સહજ સ્વરૂપની અનુભૂતિ કરી શકાય છે.
હે ચેતન ! ખરેખર તું અચિંત્ય છું, મહાન છું. તને હીન ન માનતો. તારી ગુણસંપત્તિને કોઈ લૂંટી શકે તેમ નથી કે નાશ કરી શકે તેમ નથી. પછી શા માટે તને ભય, શોક, ચિંતા હોય?
- તારું અને પરમાત્માનું સ્વરૂપ સમાન છે. સત્તાએ તું પરમાત્મા સમાન છું. નિશ્ચયથી ચૈતન્યજાતિની અપેક્ષાએ બધા જ જીવો એક છે. આત્માના આઠ રૂચક પ્રદેશો નિરાવરણ છે. આ આત્મસ્વરૂપની ઝાંખી આપે છે. નહિ તો જીવ અજીવ બની જાય. - આત્માના સહજ સ્વભાવ ધર્મની ધારણા કરવાથી મોહરૂપ ભયંકર ચોર પણ મૃતપાય બની જાય છે. જેમ મોર પાસે સર્પ રહી શકતો નથી, અગ્નિ પાસે શીતળતા ટકી શકતી નથી, પ્રકાશ સામે અંધારું ટકી શકતું નથી તેમ સ્વભાવધર્મ સામે મોહ ટકી શકતો નથી.
જેમનામાં સમ્યગુદર્શનાદિ ધમની સંપૂર્ણ સિદ્ધિ થઈ ગઈ છે, એવા અનંત ચતુષ્ટયના સ્વામી પરમાત્માને હૃદયમાં વિરાજમાન કરવાથી, તેમનું સતત સ્મરણ કરવાથી મોહરૂપ ચોરને આત્મમંદિરમાંથી નીકળી જવું પડે છે.
પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org