Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 192
________________ વિદ્યાની વૃદ્ધિ સાથે વિનયની વૃદ્ધિ થતી ગઈ, આથી અક્ષયરાજ સહપાઠી સાથે પણ મૈત્રીભાવે જ વર્તતા હતા. ન મોટાઈ, ન અહંકાર જાણે આમ્રવૃક્ષની ઉપમાને વરેલા ગુણો નમ્રતા અને મધુરતા તેમના આત્મામાં પ્રગટતા હતા. આમ અક્ષયરાજ શરીરથી, બુદ્ધિથી, સંસ્કારથી વિકસતા જતા હતા. જાણે પૂર્વના યોગી જીવનનાં આરાધનાના સંસ્કારને કારણે અંતરમાંથી દયાનાં ઝરણાં ફૂટતાં હતાં. માનવનું દુઃખ તો તેઓ જોઈ ન શકતા, પણ પૃથ્વી, પાણી જેવા સ્થાવર જીવોની વિરાધના પ્રત્યે પણ તેમનું સંવેદનશીલ હૃદય ધ્રુજી ઊઠતું. આથી તેમને સૌ “માખણિયો' કહીને ચીડવતા, તેઓને તેમના ભાવી પરાક્રમની ક્યાં ખબર હતી? પુણ્યવંતા જીવોને લક્ષ્મી જેમ શોધી લે છે તેમ અનુકૂળ સંયોગો સામે ચાલીને આવે છે. ફલોદીમાં એક ધાર્મિક વૃત્તિવાળાં ભક્ત વડીલ મણીબહેન રહેતાં. તેઓ શેરીમાં સૌને ભેગા કરે, સ્તવન, ઢાળો, સક્ઝાયો ગાઈ સંભળાવે, સૌને શીખવે. ધર્મકથાઓ સંભળાવે. આવો સુંદર યોગ અક્ષયરાજ કંઈ છોડે? તે તો સૌની મોખરે હોય. શાલીભદ્ર, સ્થૂલિભદ્ર, જંબુકુમારની કથાઓમાં સવિશેષ ચારિત્રગ્રહણના પ્રસંગમાં તેને ઘણો આનંદ આવે અને મન પોકારે કે મને આવો યોગ ક્યારે મળશે? બાળક છતાં જ્ઞાનવૃદ્ધ આહારાદિમાં અનાસક્તા વસ્ત્રાલંકારમાં સુઘડતા ભરી સાદાઈ બાળરમતમાં નિર્દોષતા વાણીમાં સત્ય અને મધુરભાષી. આમ છતાં જીવન સદવર્તન, વિચાર અને સુસંસ્કારથી રસાળ અને પ્રસન્ન હતું. તેમાં પણ ભગવદ્ભક્તિ એ તેમની સદાય ઝરતી પ્રસન્નતાની ગુરુચાવી હતી. પરમાત્માની પ્રીતિ એ જ પ્રાણ. કેમ જાણે પરમાત્માએ આ કાળમાં તેમનો પ્રતિનિધિ ધરાને અર્પણ કર્યો હોય? આમ રાત્રિદિવસના અંતરારહિત અક્ષયરાજનું જીવન ખીલતું હતું. હૈદ્રાબાદથી આવ્યા પછી ચારેક વર્ષ થયાં હશે. પણ પેલા મામા અક્ષયરાજ ૧૮૪ ધન્ય એ ઘરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216