Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 195
________________ દઢપણે સાચવતા. વાસ્તવમાં ભાવિ જીવનનું ઘડતર થતું હતું એ ગૂઢ રહસ્યને કોણ કળી શકે ? એકવાર રાજનાંદગાંવમાં આશ્રી.વલ્લભસૂરિજીના શિષ્ય શ્રી રૂપવિજયજીનું ચાતુમાંસ હતું. તેથી તેમના સાંનિધ્યનો અને બોધનો લાભ મળ્યો. તે સમયે આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીનાં પ્રવચનોની નકલો આવતી. તેનું પ્રતિદિન વાચન કરવાથી અક્ષયરાજમાં છુપાયેલો વૈરાગ્ય દવે દીવો પ્રગટે એ ન્યાયે પ્રદીપ્ત થયો. આચાર્યશ્રીની સિંહગર્જના સંભળાતી. સંસાર જેટલો લોભામણો છે તેનાથી અનેકગણો બિહામણો છે. વિષય કષાયની આગળ જીવ શેકાઈ રહ્યો છે. હાથમાં કંઈ આવશે નહિ. આગ લાગે અને ઘરની બહાર દોડો તેમ ભાગો નહિ તો આ આગ ભરખી જશે.' આવાં પ્રવચન વાંચી પ્રથમ તો અક્ષયરાજ મુંઝાઈ ગયાં શું કરવું? સાધુ થવું છે તે નક્કી, એમ ભાવના ભાવતા. વળી મુનિ સુખસાગરજીનું ચાતુર્માસ થતાં તેમની પાસેથી પૂ દેવચંદ્રજીની ચોવીશી હાથમાં આવતાં ભક્તહૃદયી અક્ષયરાજનું જાણે ભાગ્યે જ ખૂલી ગયું. ચોવીશી કંઠસ્થ કરતાં હૃદયમાંથી રણકાર આવ્યો કે હું જે ઇચ્છતો હતો તે માર્ગ આ જ છે.” આમ એ ચોવીસીમાંથી ભક્તિરસ અને તત્વબોધનું સુભગ યોગ થતાં આંતરિક પ્રગતિ વૃદ્ધિ પામી. પછી જ્ઞાન, ધ્યાન યોગાભ્યાસની સરવાણીઓ ઝરતી જ ગઈ, અહો ! જીવનમાં અધ્યાત્મરસનો અપાર મહિમા અવતર્યો. પરિણામે વૈરાગ્યે વેગ પકડ્યો આમ જીવનનાવ વિના વિખે હંકારાતું હતું, ત્યાં એક વરસમાં શિરછત્રરૂપ માતાપિતાએ ચિરવિદાય લીધી. પરદેશમાં વસેલાં છ કુટુંબીજનો હવે ચાર થઈ ગયાં. સૌએ શીળી હૂંફ ગુમાવી. આ અણધાર્યા પ્રસંગથી અક્ષયરાજની વૈરાગ્યભાવના પ્રબળ બની. સંસારની અનિત્યતાનું ભાન થયું. તેઓ ચિતવતા કે જે શિરછત્ર જેવા શરણરૂપ હતા તેનું શરણ આવું પોકળ નીકળ્યું. શું જગત આવું ક્ષણભંગૂર છે? છતાં જીવ એ બધું કાયમનું છે તેમ માની અજ્ઞાનમય સંસારનાં કાર્યો કરે છે? વળી સંસારી જીવ પૂરી જિંદગી ભેગું કરવામાં ગાળે અને અકાળે એક કણિયો પણ ગ્રહણ કર્યા વગર જાય. ગત્ આત્મા પુનઃ જોવા ન મળે. આવા ધન્ય એ ધન્ય ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216