________________
રહેતા. તેમની પાસે મહદ્અંશે ભાવિકો ભૌતિકતાની અપેક્ષાથી વાસક્ષેપ લેતા ન હતા, પરંતુ આત્મકલ્યાણ થશે તેવી શ્રદ્ધાથી આતુરતાથી દર્શન અને શુભાશિષની રાહ જોતા. તેમનું દર્શન, સાન્નિધ્ય ખરેખર પ્રલોભનીય હતું.
સમરસતા, વત્સલતા, કરુણતાનો ત્રિવેણી સંગમ ભક્તિ અને જ્ઞાનયોગની સમરસયુક્ત સાધનાની અનુભૂતિમાં ઝૂલતા આ અધ્યાત્મયોગીના ક્ષણ બે ક્ષણનું સાન્નિધ્ય પણ જીવનને સ્પર્શી જતું. જ્યારે જુઓ ત્યારે અપ્રમત્તપણે સાધનામાં લીન હોય. પછી એકાંત હોય. જાપ હોય, વાંચના આપતા હોય. વાસક્ષેપ પ્રદાન કરતા હોય. પોતાનો સ્વાધ્યાય કરતા હોય, ભક્તિ કરતા હોય, દરેક અવસ્થામાં મુખાકૃતિ પ્રશમરસમાં મગ્ન, પ્રસન્નતાની ઝલક સદાય દીપી ઊઠતી ક્યારેક પણ થાક નહિ, આકુળતા નહિ, સેંકડો ભાવિકોના મસ્તકે વાસક્ષેપનું પ્રદાન વાત્સલ્યથી કરતા પ્રસન્ન મુખે કહેતા “સૌ ધર્મ પામો બાર નવકાર ગણજો, ભક્તિ કરજો.”
અંગત રીતે કહું તો આ જન્મમાં જો વિશિષ્ટ પુણ્યયોગ મળ્યો હોય તો આ અધ્યાત્મયોગીનું નિશ્રામાં બોધ, વાચનાનો ઉત્તમ લાભ તેમની વચન લબ્ધિનો સાક્ષાત અનુભવ થતો. એ એક રસપ્રદ હકીકત છે.
સ્વાનુભવયુક્ત અંગત અહોભાવ લગભગ વીસેક વર્ષ પહેલાં તત્વના અભ્યાસની રુચિ થઈ. આ પહેલાં સામાન્ય સૂત્રો અને શાસ્ત્રોના અભ્યાસનો યોગ મળેલો, પરંતુ જેમ જેમ ધાર્મિક ભાવના વૃદ્ધિ પામી ત્યારે સમજાયું કે આ ક્ષેત્રે આત્મિક કે આધ્યાત્મિક વિકાસમાં તત્ત્વનો અભ્યાસ વિશેષ જરૂરી છે. ત્યારે પ્રથમ ઘણા કાળના ગાળા પછી ઉત્કૃષ્ટ ચારિત્રશીલ પૂ. આ. શ્રી. ભદ્રકરસૂરિજી પાસે કોઈ સાધક સાથે જવાનું થયું. અંતરની ભાવનાનું કંઈક અનુસંધાન થાય જ એવી પ્રતીતિ થઈ. અને તેમની નિશ્રામાં ઘણો સમય સમ્યગુદર્શન તથા અન્ય ધાર્મિક રહસ્યોનું જ્ઞાન-બોધ મળ્યો. જેના કારણે અધ્યાત્મ વિકાસ વેગવંતો થયો. તેમની કૃપાને આભારી છે. વળી તેમણે આગળની પ્રાપ્તિનું સ્થાન પણ બતાવી દીધું. તેના અનુસંધાને આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજીનો યોગ સાંપડ્યો.
આ પુણ્યયોગની ઘટનાનો સંકેત પણ રસપ્રદ છે. એકવાર એક સત્સંગીને
૧૯૮
ધન્ય એ ધરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org