________________
સાધન મળ્યા તે રીતે કોઈ ફ્લાઈટમાં ટ્રેઈનમાં, બસમાં ખાનગી ગાડીઓમાં ઊમટી પડ્યા. કોઈ સ્થળેથી ખાસ ટ્રેઈન પણ દોડાવવામાં આવી. આ હતી પૂજ્યશ્રી પ્રત્યેની સૌની હાર્દિક ભાવના અને સમર્પણ.
કોઈએ ન કોઈ તકલીફ જોઈ, ન ભીડ, ન ભૂખ ન તરસ, ન તાપ, એક જ લગની પૂજ્યશ્રીના અંતિમદર્શન, અર્થાત્ સંયમધારીનો દેહ ભલે નશ્વર હોય પણ તેમાં જિવાયેલું સત્ત્વ તત્ત્વ એ દેહને દર્શનીય બનાવે છે. હજારો માનવો એ દેહને વાસક્ષેપથી વધાવી ધન્યતા અનુભવતા. તેનો લાભ અમને પણ મળ્યો હતો.
પ્રણાલિ પ્રમાણે પાલખી વગેરેના ચઢાવાની વિધિમાં ભાવિકોમાં ઉત્સાહ અનેરો અને અભૂતપૂર્વ હતો. લાખોથી શરૂઆત થઈ કરોડની રકમ સુધી વાત પહોંચી. આવા ઉત્સાહને કારણે પાલખીની યાત્રામાં પણ વિલંબ થયો. બાર વાગ્યાને બદલે પાલખીની યાત્રા ત્રણ વાગે શરૂ થઈ. લગભગ લાખ જેવા માનવોના સમૂહના ટોળામાંથી દર્શનીય પાલખીને પસાર થતા પણ પૂરા બે કલાક થયા. કન્યાની વિદાયવેળાએ હર્ષ અને વિષાદ બે લાગણી કામ કરે છે તેમ ભાવિકોની આંખો ભીની હતી, છતાં વાણીમાં ઉત્સાહ હતો જયજયનંદા જયજયભદ્રાના ધ્વનિ સાથે સૌ નાચતા કૂદતા હતા.
આખરે મહાસુદ છઠ્ઠની ઢળતી સાંજે સૂરજના આથમવાની ક્રિયા સાથે પૂજ્યશ્રીના નશ્વરદેહને સુખડના લાકડાને અર્પિત કરી અગ્નિદેવને સુપ્રત કર્યો. પૂજ્યશ્રીના વિયોગથી દુઃખી થઈ અશ્રુભરી આંખે આચાર્યશ્રી અધ્યાત્મ યોગી અમર છે. અમર રહો. ભક્તોના નાદથી ગગન ગાજી ઊઠ્યું. આખરે દર્શનીય પાર્થિવદેહ પણ અગ્નિની આગમાં વિલીન થયો. ભાવિકો તેમની નિશ્રાના સંભારણા લઈ, અમે સૌ અશ્રુભીની આંખે સ્વસ્થાને ગયા.
હવે આપણી સૌની પાસે તેમના ગ્રંથરૂપી અક્ષર દેહ, બોધજાનિત આજ્ઞા, તેમના વાત્સલ્યપૂર્ણ દૃષ્ટિનું સંભારણું અને સ્થાપનારૂપ તેમના ચિત્રપટ. સવિશેષ તેમની ભક્તિયુક્ત સાધનાનો આધાર છે, તેને આપણા હૃદયમાં અંકિત કરી તેમનું યોગબળ આપણને પણ મોક્ષમાર્ગની યાત્રામાં બળ આપે તેવી હાર્દિક પ્રાર્થના સાથે કોટિશ વંદન.
૨૦૪
ધન્ય એ ધરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org