Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 211
________________ સ્થળ હતું રાજસ્થાનના ઝાલોર પાસે નાનું કેસવણા ગામ. છરી પાલક સંઘનું આયોજન, આગામી નૂતનદીક્ષાના પ્રસંગોનું ભાવિ કુદરતમાં જુદી રીતે નિર્માણ થયું હતું. સૌને એમ લાગ્યું કે પૂજ્યશ્રી જાણે એકાએક દીપક ઝબકીને બૂઝાઈ જાય તેમ આ ધરાને ત્યજીને દિવ્યલોકમાં સિધાવી ગયા? વૈજ્ઞાનિક યુગનાં ઝડપી સાધનો દ્વારા સવારે આઠ વાગે તો ભારતભંરના ખૂણેખૂણે આ દુઃખદ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. સવારે નવ વાગતા તો કેટલાય ઉપાશ્રયોમાં દહેરાસરોના બોર્ડ ઉપર આચાર્યશ્રીના કાળધર્મના સમાચાર લખાઈ ગયા. - એકાએક અણધારી આ આફતથી શિષ્યગણ અને જનસમૂહ મૂંઝાઈ ગયા. નાનું હજારેક વસતીનું ગામ ત્યાં બીજું શું થઈ શકે? આથી સાધુસમાજની પ્રણાલિ પ્રમાણે પાલખી કરાવવી, કાઢવી, સ્થળ નક્કી કરવું, પૂ. આચાર્યશ્રીના જીવનની પવિત્રતા અને પ્રતિભા અનુસાર ઉચિત વિધિ કરવી એ મોટી ફરજ અને જવાબદારી હતી. ભારતભરમાં સમાચાર મળતાંની સાથે લોકો દોડી આવ્યા. ભાવિકભક્તોને દરેકને ભાવના થતી કે અમૂક સ્થળે અંતિમવિધિ કરવી. ગામજનોને થતું કુદરતે અહીં નિર્માણ કર્યું છે તો આ જ સ્થળ યોગ્ય છે. આમ એક સમસ્યા ઊભી થઈ. આથી લગભગ છત્રીસ કલાકે (આચાર્યના ગુણોના ક્રમે ) નિર્ણય લેવાયો કે પૂજ્યશ્રીનાં પ્યારાં બે સ્થાન એક શત્રુંજયના દાદા આદિશ્વરજી અને બીજું શ્રી શંખેશ્વર તીર્થના દાદા પાર્શ્વનાથજી. અધ્યાત્મયોગીના પાર્થિવ દેહનાં અંતિમદર્શન આથી સર્વાનુમતે તેમની જ ભાવનાને આકાર આપી હજારો માનવોની ભાવભરી અશ્રુભીની આંખે કેસવણાથી પાલખી વિદાય થઈ શ્રી શંખેશ્વર તીર્થ ભણી. મહાસુદ છઠ્ઠને રવિવારે આગમ મંદિરના વિશાળ પટાંગણમાં પાલખી દર્શન માટે ગોઠવવામાં આવી. એ છત્રીસ કલાકના ગાળામાં ચારે બાજુ જનતા સચિત હતી ક્યાં જવું? છતાં હજારો ભાવિકો રાજસ્થાનના કેસવણા પહોંચ્યા હતા, વળી દરેક મોટાં સ્ટેશનો પર માઈક પર જાહેરાત કરવામાં આવી કે પાલખી શ્રી શંખેશ્વર તીર્થે રવાના થઈ છે. અંતિમક્રિયા આગમમંદિરની નજીકમાં થનાર છે. ભાવિકો જે ધન્ય એ ધરા ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216