Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
Catalog link: https://jainqq.org/explore/001975/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલાપૂર્ણપ્રબોધ સુનંદાબહેન વોહોરા ધ્યાનવિચાર કહે, કલાપૂર્ણસરિ-૩ સાયિક ધa or Private & Personal Use Only www.jaimelibrary rg Page #2 -------------------------------------------------------------------------- ________________ Jan Eduoation International For Podle cersonal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार NO ORUROU સુનાધિ &, sarela સહી કથિરા રોમાયિક ul Jain Equ i nerientional F Favate & rsonal Ise Only www.jine b ord Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્લાપૂર્ણપ્રબોઘ સુનંદાબહેન વોહોરા સહયોગ આનંદસુમંગલ પરિવાર અમદાવાદ, અમેરિકા આ. શ્રી ક્લાપૂર્ણ ચરણેષુ પ્રથમ પુણ્યસ્મૃતિ ! Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ: ૭૫૦, પૃષ્ઠ સંખ્યા : ૪+૨૦૪ વી. સં. ૨૫૨૯, વિ. સં. ૨૦૫૯, ઈ. સ. ૨૦૦૩ પ્રકાશક : આનંદસુમંગલ પરિવાર અમદાવાદ, અમેરિકા. ન પ્રાપ્તિસ્થાને : - ૧. સુનંદાબહેન વોહોર ( ૨. દક્ષાબહેન નિરંજન મહેતા ૫, મહાવીર સોસાયટી, એલિસબ્રિજ, ૩૯, માણેકબાગ સોસાયટી, હું અમદાવાદ-૩૮૦ ૦૭. ગુજરાત વિધી કોઈ કંચનદીપ ટાવરની સામે, ના ફોન : ૬૫૮૯૬૫ - અમદાવાદ ૩૮૦ ૦૧૫, અને સાંજે ૫થી ૮. જી ફેન ૬૭૬ ૭૫૧૮ 3 3. Kalpna Shah ૪. હેમેન્દ્રભાઈ શાહ 2 Mc nair Drive Lansdale L uselt, sol એ (PA) 19446 USA. | ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ બિી215 962 5598 અમદાવાદ ૩૮૦૧ તો તક લેન પ૩૫૬ ૧૯૭ 35. Urvashi Viren Shah 82) East ortesia BIVD carson CA 90746 U.S.A. તે જ Ta. 310 326 5685 ' થઇપસેટિંગ: શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, ન (અર્થસહયોગ માટે આભાર) આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ 1 પીસ્કાટવે સ્વાધ્યાય ગ્રુપ નલિનીબહેન મુકુંદરાય શાહ (LA. US.A) | મુદ્રક : સંઘવી પરિવાર, અમદાવાદ ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪ - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પૂજ્યશ્રીના ચરણે કોટિશઃ વંદન હો. અધ્યાત્મયોગી આ. શ્રી કલાપૂર્ણવિજયસૂરિ ભગવંતુ વિષે લખવાની કલમ, બુદ્ધિ અને વિચાર ઘણા વામણા લાગે છે. પરંતુ પૂ. શ્રીનો ઉપકાર એવો છે કે તેના આધારે કલમ કંઈ ચાલી શકે છે. પૂ. શ્રીના વાત્સલ્યપૂર્ણ સાંનિધ્ય જીવનની બાજીને પલટી નાંખી. પૂ. શ્રી દ્વારા આત્મહિતની ચાવીઓ કેટલાયે રૂડા જીવોને પ્રાપ્ત થઈ હશે? નવકારમંત્ર દ્વારા, વાચના દ્વારા, વાસક્ષેપ પ્રદાન દ્વારા, પ્રસન્નતા દ્વારા અને છેવટે નિર્મળ દષ્ટિ દ્વારા, ભક્તિમાં સાંનિધ્ય આપવા દ્વારા, વચનલબ્ધિ દ્વારા, તત્ત્વદષ્ટિ દ્વારા. આવી અનેક ગુરુચાવી ધારકની આજે પાર્થિવ દેહે અનઉપસ્થિતિ છે તે કેમ માની શકાય? જેમણે તેઓશ્રી પાસે આવી એકાદ ચાવી મેળવી હશે તેનું જીવન ધન્ય બન્યું છે. આ જીવને તો તેમણે પૂર્ણ વાત્સલ્ય ભાવે ઘણું આત્મહિતનું પ્રદાન કર્યું છે. એ ગુણ તો ત્યારે જ ચૂકવી શકાય કે જ્યારે તેમના પગલે ચાલીએ. પ્રાર્થના એ જ છે કે પ્રભુકૃપા એ શક્તિ આપે. સંભવ છે કે આવા મહાન યોગીના વિશેષ સંપર્કથી જીવો વંચિત રહ્યા હોય તેમને તેમના ગ્રંથોરૂપી અક્ષરદેહ ઉપકારક થાય. વળી બધા જ ગ્રંથોનું અવલોકન ન કરી શકે તેને માટે પ્રસ્તુત શ્રી કલાપૂર્ણ પ્રબોધ ગ્રંથ જીવનપાથેય બની શકશે. પ્રસ્તુત ગ્રંથમાં લેખકના કોઈ પણ શબ્દો અંકિત થયેલા નથી બધું જ પૂજ્યશ્રીની પવિત્રવાણી કે ગ્રંથોનું દોહન છે. ભવ્યાત્માઓ વાંચશે, વંચાવશે અને જીવનમાં ધારણ કરશે તેમને સૌને પૂજ્યશ્રીના દિવ્યાશીષ પ્રાપ્ત થાઓ તેવી અભ્યર્થના. કહે કલાપૂર્ણસૂરિ'ના ભાગ : ૧થી ૪ સંકલનગ્રંથો તથા અન્ય ગ્રંથોમાંથી અવતરણ કરી આ ગ્રંથરચના કરવાની સંમતિ આપવા માટે પૂ. પં. મુક્તિચંદ્રવિજયજીનો તથા પં. મુનિચંદ્ર વિજયજીનો આભાર માનું છું. આ સર્વ લેખન કેવળ ઉતારા જ છે. અર્થાત્ એ પૂશ્રીનો જ ઉપદેશ છે, તેને કેવળ શબ્દાંકિત કરવાનો પુયયોગ મળ્યો તે માટે પૂજયશ્રીના ચરણમાં વંદન હો. અગર તો તેમના સાંનિધ્યનો પુણ્યયોગે અપૂર્વ અવસર જ માણ્યો છે. છતાં કોઈ ક્ષતિ હોય તો ક્ષમાયાચના. ઉપકાર ભૂલ કેમ તમારે ગુરુજી મારો સફળ થયો જન્મારો ભવ અટવીમાં ભમતાં ભમતાં ક્યારે આવત આરો? કૃપા કરીને કર પકડી લીધો માર્ગ બતાવ્યો મને ન્યારી. ગુરુજી. વિનીત સુનંદાબહેન Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિષે સાદર કંઈ કહીશું....... ૨. સ્વાનુભવ શ્રીમુખે (આચાર્યશ્રી) ... ૩. આત્મસ્વરૂપનું ઔપચ્યા ૪. આરાધનાનો અભિગમ ......... ૫. શ્રાવકજીવનનું મૂલ્યાંકન ૬. સાધુજીવનનો મંત્ર અને મર્મ .. ૭. વિનય મૂલો ધમો ........... ૮. ભગવાન એ અલૌકિક તત્ત્વ છે ૯. ભક્તિમાર્ગનાં વિવિધ અંગો ... ૧૦. સમ્યકત્વ – અમૂલ્ય તત્ત્વ .. ૧૧. નિશ્ચય-વ્યવહાર-ઉભયમ્ ......... ૧૨. જૈનદર્શનની મૌલિકતા ૧૩. ઉપદેશનું અમૃતપાન . ૧૪. જૈનદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ ૧૫. કેટલાંક જીવંત દૃષ્યત ૧૬. પૂજ્યશ્રીની સ્વાનુભૂતિની ઝલક ... ૧૭. પૂજ્યશ્રીના સુભાષિત • પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧. સર્વજ્ઞ કથિત પરમ સામાયિકધર્મ . ૧૩૩ ૨. યોગસાર ... .૧૪૩ ૩. મિલે મન ભીતર ભગવાન ...... ૧૪૫ ૪. સહજ સમાધિ ........ ૫. ધ્યાનવિચાર .. ૧૫૯ • ધન્ય એ ધરા પૂજ્યશ્રી જીવનગાથા) ૧૮૧ • • • • • • • • , , ૧૮૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિષે સાદર કંઈ કહીશું પૂ. શ્રી યશોવિજયસૂરિ મ.સા.: પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબને સાંભળતી વખતે, સાંભળવાનું ઓછું, જોવાનું વધુ થતું હોય છે. પરમાત્મા આ રહ્યા’ કહેતી વખતે એમના હાથ હવામાં અધ્ધર તોળાય છે ત્યારે જોવામાંય મીઠી મુંઝવણ એ થતી હોય છે કે તમે એમની એ અંગભંગિમાને જુઓ, મુખ પર રેલાતા સ્મિતને જુઓ કે બે નયનોને જુઓ, આંખોને ક્યાં કેન્દ્રિત કરવી ? અદ્ભુત અનન્ય છે તેઓની પરમાત્મા પ્રત્યેની પ્રીતિ. વાગડના આગેવાનો કહે: પૂજ્યશ્રીનો એક જ પ્રયાસ છે : ભગવાનનું શુદ્ધ સ્વરૂપ આપણામાં પ્રગટે. શુદ્ધ સ્વરૂપ આપણે નથી મેળવ્યું, માટે જ ભટકીએ છીએ. આ માત્ર ધર્મશાળાનો પ્રવેશ નથી. ગયા વર્ષે વાગડમાં પ્રવેશ કર્યો ત્યારે ૬૫ ગામની ભાવના હતી કે અમારે ત્યાં ચાતુર્માસ થાય. અહીં ૬૫ ગામ હાજર છે. એટલે ૬૫ ગામોમાં પ્રવેશ થયો છે એમ હું કહું છું તાળીઓ આ દશ્ય જોઈને વિચાર આવે: એક વ્યક્તિની કેટલી તાકાત ? પૂજ્યશ્રીની વાચનામાં એક વખતે સાંભળેલું “સર્વાર્થસિદ્ધથી માંડીને નિગોદના જીવોમાંથી એક જીવના એક પણ પ્રદેશની પીડા તે આપણા સૌની પીડા છે. એમ લાગવું જોઈએ.” આ છે જીવમૈત્રીની પરાકાષ્ઠા! પૂજ્ય કલાપૂર્ણસૂરિજીએ જન્મતારીય સાધના દ્વારા ભગવાન સાથેની એકતા સિદ્ધ કરી છે. દેહ એમનો છે દેખાવમાં પણ ભીતર ભગવાન વિરાજમાન આ પ્રભાવ વ્યક્તિનો નથી એમનામાં રહેલા ભગવાનનો છે. એ વિના અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિષે સાદર કંઈ કહીશું? Page #10 -------------------------------------------------------------------------- ________________ આટલો પ્રભાવ સંભવી શકે નહિ. આચાર્યશ્રી નિરંતર પ્રભુમાં ડૂબેલા છે. એટલે પૂજ્યશ્રી મૌન રહેશે, કંઈ નહિ બોલે તો પણ એમનું અસ્તિત્વ માત્ર ઉત્સવ બની રહેશે. પૂજ્ય આચાર્ય શ્રી વિજય જગવલ્લભસૂરિજી કહે: જેમના હૃદયમાં ભક્તિ અને કરુણાની ધારા નિરંતર વહી રહી છે તેવા પૂ. આચાર્યશ્રીના સ્પર્શથી પાપી પણ પાવન બને છે. ગતને પાવન કરનારી વિશ્વની આ મહાન વિભૂતિનું અહીં પદાર્પણ થઈ રહ્યું છે. આ જાહોજલાલી ક્યાંથી આવી? આ જાજરમાન વ્યક્તિત્વ જ એનું મૂળ છે. એક વાર ઘીનો ડબ્બો લઈ જટાશંકર ગાડીમાં ઊભો. ફાળિયા સાથે ડબ્બો બાંધી સાંકળ સાથે બાંધવાથી ટ્રેન ઊભી રહી. આથી પેલાને ટીટીએ પૂછ્યું “ડબ્બો કેમ લગાવ્યો? તારા લીધે ગાડી ઊભી રહી ગઈ.” રહી જ જાય ને ? ચોખ્ખા ઘીનો ડબ્બો છે.” જટાશંકરે કહ્યું. તેમ આવા પુણ્ય પુરુષ હોય ને અહીં જાહોજલાલી ન જામે તો ક્યાં જામે? જેના પ્રત્યેક શ્વાસમાં, ત્રણેય યોગોમાં, પાંચેય ઈન્દ્રિયોમાં આત્મપ્રદેશોમાં જિનભક્તિ અને જીવમૈત્રી રમતાં હોય એવા આ પુણ્યપુરુષ પૂજ્ય આચાર્યશ્રી છે. શ્રી કલાપ્રભ આચાર્ય મ.સા. ૧. પૂજ્યશ્રીમાં જે નિસ્પૃહતા જોઈ તે ક્યાંય જોવા મળી નથી. પ્રતિષ્ઠા, અંજનશલાકા વગેરેમાં ક્યારેય શિલાલેખ માટે પૂજ્યશ્રીએ ઇચ્છા રાખી હોય એવું જાણ્યું નથી. મદ્રાસમાં અપાતી લોદી-રત્નની પદવી પણ પૂજ્યશ્રીએ પાછી ઠેલી. નામ અને રૂપથી સ્વયં પર હોવા છતાં એમના નામ અને રૂપનો કેટલો પ્રભાવ છે ? ઉટીથી મૈસુર અમે આવી રહ્યા હતા. રસ્તામાં ત્રણ જંગલી હાથીઓ બેઠેલા. બંડીપુરનું એ જંગલ હતું. રસ્તામાં પૂ.શ્રીના ફોટાના દર્શન માત્રથી શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #11 -------------------------------------------------------------------------- ________________ આ વિબ ટળી ગયું. હાથીઓ રવાના થઈ ગયા. રામના નામે પથ્થર તરે... પથ્થર જેવા અમે “કલાપૂર્ણના નામથી તરી ગયા. મહાદેવના નામથી પોઠિયા પૂજાય તેમ અમે પૂજાઈએ છીએ. જે સમાજની જવાબદારી પૂજ્યશ્રીને મળી છે, તે સમાજને પૂજ્યશ્રી ભગવાનના ભક્ત જ માત્ર બનાવવા માંગે છે. આજે આપણે કુમારપાળ આદિને યાદ કરીએ છીએ, તેમ ૨૦-૪૦ વર્ષ પછી પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજીની નિશ્રામાં આરાધના કરતા શ્રાવકો કેમ સ્મરણીય ન બને? એવું આદર્શ જીવન બનાવવાનું છે. શ્રી શત્રુંજય તીર્થ વિ. ૨૦૫૭ (૨૦૦૧) તમે નક્કી કર્યું કે ક્રોધ નહિ કરું,ક્ષમાં રાખીશ. પણ પ્રસંગ આવે ભૂલી ગયા ક્રોધ સહજ થઈ જાય. છતાં હૃદયમાં પ્રભુનું સ્મરણ રહે તમે ક્રોધના હુમલાથી બચી શકો તે યોગક્ષેમ કહેવાય. પરલોકની અપેક્ષાએ ભગવાન આત્માને દુર્ગતિથી બચાવીને ક્ષેમ કરે છે. પ્રભુ સર્વ ઉપર ઉપકાર કરવા તૈયાર છે પણ સર્વ જીવોને તેમનું યોગક્ષેમ લેવાની શક્તિ નથી. નવકાર : સર્વ આગમોનો સાર નવકારમાં છે આ નવકારને કદી નહિ ભૂલતા. નવકાર કહે છે તમે જો મારું સ્મરણ કરો છો તો સર્વ પાપોનો નાશ કરવાની જવાબદારી મારી છે. બધા જ આગમો નવકારને કેન્દ્રમાં રાખી પરિકમ્મા કરી રહ્યા છે. ચૌદ પૂર્વી પણ અંત સમયે નવકાર યાદ કરે છે. આવો મહામૂલો નવકાર મળ્યો છે તેને ભાગ્ય પરકાષ્ઠા સમજો. અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિષે સાદર કંઈ કહીશું: Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨. સ્વાનુભવ શ્રીમુખે (આચાર્યશ્રી) હું એકલો છું તો શું દીન બનવાનું? નહિ, હું શાશ્વત આત્મા છું. જ્ઞાનદર્શનથી યુક્ત છું. મારે દીનતા શાની? મને કોઈ કહે: આપ બહુ દૂબળા થઈ ગયા. થાકી ગયા.” તો હું મને દૂબળો ન માનું, મને થાકેલો ન માનું. એને જે દેખાય છે તે બોલે છે. મને જે દેખાય છે તેમાં હું રમું છું, તે છે આત્મા અને પરમાત્મા. વિનય સાધનાનું મૂળ છે સાધનાનું રહસ્ય છે, સાધનાનું ઐઠંવર્ય છે. એમ સાધકને લાગ્યા વિના રહે જ નહિ. હું મારા અનુભવથી આ અધિકારપૂર્વક કહી શકું તેમ છું. તમારામાં આટલી બધી સહનશક્તિ ક્યાંથી આવી?” ઉપર, નીચે અને વચ્ચે જોવાથી.” એટલે ? ઉપર જોઉં છું ત્યારે મોક્ષ યાદ આવે છે. નીચે જોઉં છું ત્યારે ધરતી. દેખાય છે ને હું વિચારું છું; મારે કેટલા ફૂટ જમીન જોઈએ? નાહક ઝઘડા શાના? અને આસપાસ જોઉં છું તો તે લોકો દેખાય છે, જેઓ મારાથી પણ વધુ દુઃખો સહન કરી રહ્યા છે. આ છે મારી સહનશક્તિનું રહસ્ય.” સૌ પ્રથમ બાલ્યાવસ્થામાં અહીં યાત્રા કરેલી. ત્યારે કશું જાણતો નહોતો. પણ પ્રથમ આ તીર્થમાં દાદાને જોઈ વાહ વાહ બોલી ઊઠેલો. વળી બીજરૂપે રહેલા એ જ સંસ્કારો આજે કામ લાગે છે. પોતાના નામની જેમ મેં યોગસારને પાકું કર્યું છે. મરણ વખતે એ જ સાથે આવશે. તમે બધા પાસે હશો તો પણ સાથે નહીં આવો. ભાવિત બનેલું જ્ઞાન જ સાથે આવશે. વણાઈ ગયેલા ગુણો જ સાથે આવશે. શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ વગેરેમાં મને તો એટલો આનંદ આવે છે... એક લોગસ્સમાં જ એટલો આનંદ આવી જાય છે કે એનાથી અલગ ધ્યાન કરવાનું મન જ થતું નથી. છ આવશ્યક સિવાય બીજું ધ્યાન કયું છે? રોજરોજ પ્રતિક્રમણ કરવાનું છે એમ સમજીને કંટાળતા નહિ. એની ઉપેક્ષા નહિ કરતા. એની ઉપેક્ષા એટલે આપણા આત્માની ઉપેક્ષા. રોજરોજ અભ્યાસ કરવો તેનું નામ જ તો ભાવના છે. માટી ભલે ઉપાદાન કારણ હોય, પણ કુંભાર વિના કોઈ માટીનો ઘડો ન બની શકે, તેમ જીવ ભલે ઉપાદાન કારણ હોય, પણ ભગવાન વિના એની ભગવત્તા પ્રગટ ન જ થાય, એવો મારો દઢ વિશ્વાસ છે. સાધનાનો આ જ મુખ્ય પાયો છે, એવી મારી સમજ મારી આ સમજ શાસ્ત્રકારોની દષ્ટિએ મેં તપાસી છે ને મને એ ખરી લાગી છે. માટે જ આટલા ભારપૂર્વક અને અધિકારપૂર્વક હું આ વાત કહી શકું છું. યશોવિજયજી જેવા મહાબુદ્ધિમાન પણ જ્યારે ભક્તિને સાર બતાવતા હોય ત્યારે ભક્તિ જ માત્ર સાધનાનું હાર્દ છે, એમ આપણું મગજ ન સ્વીકારતું હોય તો હદ થઈ ગઈ ! મુક્તિની સાધના કરતાં કરતાં મુક્તિ જેવો આનંદ અહીં અનુભવી શકાય છે. આને જીવનમુક્તિ કહેવાય. જીવતેજીવ મુક્તિનો સુખ અનુભવવો તે જીવનમુક્તિ. સ્યાદ્વાદ રત્નાકરની ન બેસતી પંક્તિઓ મને બેસી ગઈ. બીજે દિવસે પંડિતજીને મેં જણાવ્યું ત્યારે તેઓ સ્વયં પણ ચકિત બની ગયા. કહ્યું કોને પૂછ્યું? તમારા ગુરુદેવ તો અહીં છે નહિ? મેં કહ્યું દેહરૂપે ભલે ગુરુ નથી, સ્થાપનારૂપે અને નામરૂપે તો ગુરુ હાજરાહજૂર છે. એમના પ્રભાવે મને આ પંક્તિઓ બેઠી છે. આપણે ગુરુની ગેરહાજરી વિચારીએ છીએ, પણ ગુરુની ગેરહાજરી કદી હોતી નથી. આ સ્થાપનાચાર્ય સુધમાં સ્વામીથી લઈ અનેકાનેક ગુરુના પ્રતીક છે. એ સામે છે. પછી ગુરુની ગેરહાજરી શાની? ગૃહસ્થપણામાં લટકા સાથે સૌ કહેતાઃ અલ્યાઅક્ષા (નામ) તમે દીક્ષા લો છો ? શું છે દીક્ષામાં? ગૃહસ્થપણામાં રહીને સાધના ન થઈ શકે? સ્વાનુભવ શ્રીમુખે આચાર્યશ્રી) Page #14 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના આનંદ-કામદેવ જેવા શ્રાવકોએ પણ દીક્ષા નહોતી લીધી. તમે એમનાથી પણ વધ્યા? સાધુઓ તો તમે જુઓ છો ને ? દીક્ષા લીધા પછી શું કરે છે? પણ હું દીક્ષા લેવાના ભાવમાં મક્કમ રહ્યો. સાધુપણામાં જે સાધના થઈ શકે, તે ગૃહસ્થાપણામાં શી રીતે થઈ શકે? ઘણી વાર લોકો કહેતા હોય છે આપને પ્રભુ પર જેટલું બહુમાન છે એટલું અમને કેમ નથી થતું ! પોતે પણ વિચારું છું; બાળપણથી જ મને પ્રભુનો પ્રેમ કેમ પેદા થયો? જરૂર પૂર્વ જન્મમાં ભગવાનનો પ્રેમ પેદા થયો હશે. માટે જ તમને કહું છું પ્રભુને ચાહવાનું શરૂ કરો. તમારી સાધના શરૂ થઈ જશે. આ જન્મમાં સાધના અધૂરી રહેશે તોપણ ભવાંતરમાં આ સાધના સાથે ચાલશે. આધોઈમાં એક પત્રકાર (કાન્તિ ભટ્ટે પૂછેલુંઃ શું તમે કચ્છવાગડના લોકો પર કોઈ વશીકરણ કર્યું છે, જેથી લોકો દોડતા આવે છે ? મેં કહ્યું: હું કોઈ વશીકરણ કરતો નથી. લોકોને પ્રભાવિત કરવા પ્રયત્ન પણ નથી કરતો. હા, લોકોને હું ચાહું છું. આ અનુભવની તમને વાત કહું છું. મને તો ઘણી વાર અનુભવ થાય છે, હું ચાલતો નથી, મને ભગવાન ચલાવી રહ્યા છે. આજનો જ અનુભવ કહું. ડોળી વગર હું સિદ્ધાચલ પર પડી ગયો. તમને બધાને સમાચાર મળ્યા હશે. ઘણા પૂછવા પણ આવ્યા. પણ બધાને કેટલા જવાબ આપવા? એટલે આજે વાચનામાં જ બધાને કહી દઉં છું, “મને કશું થયું નથી. બચાવનાર ભગવાન મારી પાસે છે.” દૂર રહેલા ભગવાન ભક્તિથી નજીક આવી જાય છે. ભગવાન નજીક આવ્યા એની ખાતરી શી? ભગવાન પાસે હોય છે ત્યારે મનની ચંચળતા ઘી જાય છે. વિષય – કષાયો શાંત બની જાય છે. ક્યારેક મને એવું લાગે જાણે શરીરમાં કાંઈ વજન જ નથી રહ્યું, સાવ હલકું લાગે. ક્યારેક એવું લાગે જાણે શરીર આકાશમાં ઊડી રહ્યું છે. - હું હમણાં સિદ્ધાચલ પર પડી ગયો. નીચે પથ્થર હતા. ક્યાંય પણ પડું તો વાગે તેમ જ હતું. માથામાં, પીઠમાં, પગમાં, હાથમાં, ક્યાંક તો વાગે જ. શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ આશ્ચર્ય ! મને ક્યાંય ન વાગ્યું. મને પોતાને નવાઈ લાગે છે. આમાં હું ભગવાનનો અનુગ્રહ ન માનું તો કોનો માનું? હું ગૃહસ્થપણામાં હતો. જીવવિચાર ભણ્યા પછી શાકભાજી લાવતાંસમારતાં ત્રાસ થતો. અરેરે...! આ જીવોનો મારે આ રીતે કચ્ચરઘાણ ક૨વાનો ? એ માટે આ જીવન છે ? આ કચ્ચરઘાણ ન થાય એવું એક માત્ર સંયમ-જીવન છે. કુટુંબમાં કેટલાંકનો વિરોધ હોવા છતાં હું સંયમ-જીવન લેવા માટે મક્કમ રહ્યો. સંયમ-જીવન વિના સંપૂર્ણ સાધના ન જ થઈ શકે એવી મારી શ્રદ્ધા દૃઢ થઈ ગઈ હતી. ભગવાનની ભક્તિ હૃદયમાં આવ્યા પછી જ મૈત્રી ન જાગે તો જવાબદારી મારી મૈત્રી જ નહિ, બધા જ ગુણો આવી જશે. સર્વ દોષોને ગાળનારી ને સર્વ ગુણોને લાવનારી પ્રભુભક્તિ છે, એમ નિશ્ચિત માનજો. એટલે ઉપા. યશોવિજયજીએ હૃદયની વાત ગાઈ સ્વામી તમે કંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી જ લીધું અમે પણ તુમશું કામણ કરશું. ભક્તે ધરી મનઘરમાં ધરશું. પ્રભુનું દર્શન જ એવું છે કે તેમાં ચિત્ત ચોટી જાય. પછી ભક્ત પણ કેવો કે તે પ્રભુના ચરણમાં ચોટી જાય. આ મારો પણ અનુભવ છે એટલે ભક્તિ છોડી શકતો નથી. ભક્તિથી વૈરાગ્ય પામી હું આત્મદર્શન પામ્યો છું તે મારો અનુભવ છે. તેને કોઈ માને કે ન માને મેં તો સાકર ખાધી. ગળી લાગી તે મારો અનુભવ કોઈના કહેવાથી નકારી શકાય ખરો ? જીવોનું અજ્ઞાન શું છે ? 2 પૂજ્યશ્રી : સર્વજ્ઞનું વચન ન જાણે તે અજ્ઞાન અથવા તે સિવાયનું સઘળું વ્યવહારજ્ઞાન તે અજ્ઞાન. તેનાથી વ્યવહા૨ નભે પણ મોહ નષ્ટ ન થાય. ઉપયોગમાં મોહનું ભળવું તે અજ્ઞાન. જ્ઞાનથી મોહ નષ્ટ થાય. બચવું કેમ ? મરણથી બચવા જોષ જોવડાવે તો બચાય ? રોગમુક્તિ માટે જોષ જોવડાવે તો બચાય ? ધનપ્રાપ્તિ માટે જોષ જોવડાવે તો ધનપ્રાપ્તિ થાય ? સ્વાનુભવ શ્રીમુખે આચાર્યશ્રી) Page #16 -------------------------------------------------------------------------- ________________ સંતાનપ્રાપ્તિ માટે જોષ જોવડાવે તો સંતાન પ્રાપ્તિ થાય ? એ સર્વ પૂર્વ પ્રારબ્ધ પર આધારિત છે. છતાં શા માટે જીવ જોષ જોવડાવે છે? એ સર્વ પ્રકારોમાં નિરાધારતા છે. એક ધર્મનો આધાર જ જીવને રક્ષિત કહે છે. સસ્તામાં લીધેલું સોનું આજે મૂલ્યવાન થઈ ગયું તેમ નાનપણમાં મળેલા સંસ્કાર જ્ઞાન આજે મૂલ્યવાન થઈ જાય. જેના નામ સ્મરણના નિમિત્તથી શુભભાવ થયા તેમાંથી પુણ્ય થયું તેનાથી મનુષ્યપણું મળ્યું અપેક્ષાએ સુખ મળ્યું. મૂળમાં એ પુણ્ય ભગવાનનું જ કહેવાય. કેવી રીતે! જેમ રસોઈયો જમાડે પણ શેઠે જમાડ્યા કહેવાય. સૈનિકો લડાઈ કરીને જીતે રાજા જીત્યો કહેવાય તેમ આપણા ગાડામાં પોટલું લઈને બેસીએ તો ભાર આપણા માથા પર ન કહેવાય તેમ આપણે ભગવાનને સમર્પિત થઈએ તો કર્મભાર આપણે માથે ન રહે. ધ્યાન અનુભવાત્મક કરવાનું છે. આજે ધ્યાનના નામે ઘણા પ્રયોગ ચાલે છે. ધ્યાન શિબિર ન હોય ધ્યાન સાધના હોય. ધ્યાન ન ધરીએ તો અતિચાર લાગે. ધર્મધ્યાન શુકલધ્યાન ન ધ્યાયા. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસવીસનો કાઉસગ્ગ ન કીધો વગેરે. પણ ધ્યાન કરતા નથી, ધ્યાનથી ભડકીએ છીએ. મૂંઝાઈએ છીએ. સાધુ જીવન ધ્યાનમય છે. અપ્રમત સાધુની સર્વ કિયા જ્ઞાનમય જ છે. તેથી કિયા-ધ્યાન વિઘાતક નહિ પણ ધ્યાન પોષક છે. શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઠા , આત્મસ્વરૂપનું ઔપય છે આત્મા સ્વભાવમાં રહે તો સુખી રહે, તે સ્વાભાવિક છે માણસ પોતાના ઘરે સુખી રહે. જો તે શત્રુના ઘરે રહે તો શું થાય? જૈનશાસન પામીને આપણે આ જ જાણવાનું છે. મારું પોતાનું ઘર કર્યું ? અને શત્રુનું ઘર કયું? સ્વભાવ સ્વઘર છે, પરભાવ શત્રુઘર છે? કેવું ઘર પસંદ કરશો? સ્વ” એટલે આપણો પોતાનો ભાવ. સ્વભાવમાં રહીએ તેટલો સમય કર્મનો ક્ષય થતો જ રહે પરભાવમાં રહેવું એટલે પોતાના આત્માને દુર્ગતિમાં ધક્કો મારવો. સ્વભાવમાં અસંકલેશ. પરભાવમાં સંકલેશ. સંકલેશ એટલે સંસાર, અસંકલેશ એટલે મોક્ષ. અસંલેશમાં અહીં જ મોક્ષનો અનુભવ થાય. જીવનમુક્ત દશાનો અનુભવ થાય. જ્ઞાન આપણું સ્વરૂપ છે. તેને ક્ષણવાર પણ કેમ છોડાય? સ્વરૂપ આપણને છોડે નહિ એ સાચું, પણ જ્યાં સુધી મિથ્યાત્વ બેઠેલું છે ત્યાં સુધી અજ્ઞાન જ કહેવાય. સ્વરૂપે પ્રગટ ન થાય. ચૈત્યવંદનનું માહાભ્યઃ ચૈત્યવંદન તમે પ્રભુનું કરો છો એમ નહીં. તમારી જ શુદ્ધ ચેતનાનું કરો છો. ભગવાન એટલે તમારું જ ઉજ્વળ ભવિષ્ય, તમારી જ પરમ વિશુદ્ધ ચેતના, ભગવાનની પ્રતિમામાં આપણું ભાવિ પ્રતિબિંબ નિહાળવાનું છે. એ સંદર્ભમાં ભુલાઈ ગયેલા આત્માને યાદ કરવાની કળા એ ચૈત્યવંદન છે. જો આપણે શરીરને આત્મા માનીએ છીએ તો બહિરાત્મા છીએ. જો આત્માને આત્મા માનીએ છીએ તો અંતરાત્મા છીએ. જો કેવળજ્ઞાન મેળવી આત્મસ્વરૂપનું ઔપચ્ચ Page #18 -------------------------------------------------------------------------- ________________ લીધું છે તો પરમાત્મા છીએ. આત્માનુભૂતિને પ્રગટાવવા માટે કથંચિત ત્રણ વસ્તુ જોઈએ ૧. શાસ્ત્ર ૨. મિથ્યાત્વનો ધ્વંસ. ૩. કષાયની અલ્પતા. બાહ્ય ઝાકઝમાળ અને મોટાઈ માટે જ જો આપણે ગુણો જોઈતા હોય તો આપણી વચ્ચે અને અભવ્ય વચ્ચે કશો ફરક નથી. ' ગુણોના આવિર્ભાવની નિશાની આનંદનો અનુભવ છે. સંકલેશ દુર્ગુણોની નિશાની. બાહ્ય પદાર્થ સંપત્તિની પ્રાપ્તિમાં થતો ‘આનંદ’ આનંદ નથી. પણ મોહરાજાની લોભામણી જાળ છે. રસ, ઋદ્ધિ કે સાતાગારવની એ જાળ છે. એમાં આસક્ત થઈને કેટલાય મહાત્માઓ અવગતિ પામ્યા છે. શાસન સેવાને બદલે જો આપણે સ્વભક્તિમાં એને ફેરવી દઈએ તો મોહરાજાની ચાલમાં ફસાઈ ગયા છીએ એમ જાણવું. “પરમાત્મા તો પરબ્રહ્મ સ્વરૂપ છે જ, પણ અમે તો એમના વચનમાં પણ પરબ્રહ્મની ઝલક અનુભવીએ છીએ.” એમ શ્રી યશોવિજયજી ખુમારીપૂર્વક કહે છે. આ અભિમાન નથી, અનુભવની ઝલકથી ઉત્પન્ન થતી ખુમારી છે. ઉપાદાન અને અવલંબનઃ આપણો આત્મા ઉપાદાન કારણ જરૂર છે, પણ પુષ્ટાલંબન તો ભગવાન જ છે. એ ઉપાદાન કારણમાં કારણતા પ્રગટાવનાર ભગવાનની જ સેવા છે. જે કારણ સ્વયં જ કાર્ય બની જાય તે ઉપાદાન કારણ કહેવાય. દા.ત. માટી સ્વયં જ ઘડો બની જાય છે, માટે માટી ઘડા માટે ઉપાદાન કારણ છે. જીવ પોતે જ શિવ બની જાય છે, માટે જીવ ઉપાદાન કારણ છે. ભગવાનમાં પણ પુષ્ટ કારણતા ત્યારે જ પ્રગટે જ્યારે જીવમાં ઉપાદાન કારણ પ્રગટે. બને સાપેક્ષ છે. અભવ્ય જીવ નિશ્ચયથી ઉપાદાન કારણ જરૂર છે, પણ એમાં ઉપાદાન કારણતા કદી પ્રગટે નહિ. તેવી પાત્રતા નથી માટે જ ભગવાનમાં તેના માટે કદી પણ પુષ્ટ નિમિત્તતા પ્રગટે નહિ. તેથી નિમિત્તને ત્યજી દેવાનું નથી. 3 આત્માની મુખ્ય બે શક્તિઓ છે. જ્ઞપ્તિ-શક્તિ અને વીર્ય-શક્તિ. સ્વાધ્યાય વગેરેથી જ્ઞપ્તિ શક્તિ અને ક્રિયા વગેરે દ્વારા વિર્યશક્તિ વધે છે. ઘણા એવા આળસુ હોય કે શરીરને જરાય તકલીફ ન આપે ને ધ્યાનની ઊંચી ૧૦. શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઊંચી વાતો કરે. સાચું ધ્યાન તે કહેવાય, જેમાં ઉચિત ક્રિયા સદાય નહિ. દરેક ઉચિત ક્રિયા પરિપૂર્ણપણે જ્યાં થતી હોય તે સાચો ધ્યાનયોગ છે. ધ્યાન યોગ કદી કર્તવ્યભ્રષ્ટ ન બનાવે. જો એમ થતું હોય તો સમજવું આ ધ્યાન નહિ, ધ્યાનાભાસ છે. પૂ. પં. ભદ્રંકર વિજયજી મ. પાસેથી આજ ખાસ શીખવા મળેલું. હું ચૈતન્યસ્વરૂપ છે, તેનું અનુભવ પ્રમાણ બુદ્ધિ પૌદ્ગલિક હોવાથી કેવી રીતે કરી શકે? હું ચૈતન્યસ્વરૂપ છું. મને જન્મ, મરણ, રોગ, શોક નથી તેવું બુદ્ધિમાં ઊતરતું નથી અને આત્મજ્ઞાનમાં વિશ્વાસ નથી. તેથી મનુષ્યોનાં દુઃખો પણ ટળતાં નથી. એક પરદેશી વિદ્વાને લખ્યું છે : “તમ વદુત પ્રમાવી રૂક્ષત્તિયે શ્રી महावीर उसे बार बार टोकते थे : समयं गोयम मा पमायए । પરદેશી વિદ્વાનો આગમો માટે લખે તો આવું લખે. આવા પરદેશી વિદ્વાનો મોટા ભાગે ધર્મ માટે કે તેના કથનને યોગ્ય નથી હોતા. - તત્ત્વદૃષ્ટિ જ્ઞાન સ્વરૂપ છે. જેમાં વસ્તુનું સસ્વરૂપ પ્રકાશે છે. વ્યવહાર દૃષ્ટિ ક્રિયાસ્વરૂપ છે. તે ક્રિયાઓ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહનું આચરણ. માટે તત્ત્વનું લક્ષ્ય કરવું અને શક્યનો પ્રારંભ કરવો. વનસ્પતિ આદિ સ્થાવરમાં ચેતના બતાવી ભગવાન લોકોને તેની હિંસાથી બચાવે છે. એકેન્દ્રિય જીવોને પીડાથી બચાવે છે. વનસ્પતિમાં જીવ તો હમણાં જગદીશચંદ્ર બોઝે કહ્યું ત્યારે વિજ્ઞાને માન્યું. પણ વિજ્ઞાન હજી સુધી ક્યાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિમાં જીવ માને છે ? એ માટેના જગદીશચંદ્ર બોઝો થવાના હજી બાકી છે. તે કહેશે ત્યારે વિજ્ઞાન માનશે. પણ આપણે એટલી વાટ જોવાની જરૂર નથી. આપણે તો સર્વજ્ઞ ભગવાન વૈજ્ઞાનિક છે જ. એમણે કહેલું આપણે સત્ય માનીને ચાલીએ, એ આપણા માટે હિતકર છે. સોનામાંથી બનેલા અલંકાર સોનું મનાય છે, તેમ શક્તિરૂપે અપ્રગટ એવું પરમાત્મસ્વરૂપ પરમાત્મા જ છે. અર્થાત્ પરમાત્મામાં જે છે તે જ આત્મસ્વરૂપનું ઔપચ્યા ૧૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં છે. તેની શક્તિઓ અનંત છે. ચૈતન્યનું લક્ષણ જ જ્ઞાનસ્વરૂપ છે. આત્માને જ્ઞાનસ્વરૂપ માનતા નથી. દેહાદિ સ્વરૂપ માનીને અનાદિકાળથી ભૂલ ખાતા આવ્યા છીએ. પણ આ જન્મમાં એ માન્યતાને મૂકી સાચા પુરુષાર્થમાં લાગી જઈએ તો કામ થઈ જાય. ભવ્યાત્મન ! ભોજનના ષડરસ પૌગલિક પદાર્થો જીલ્લાના સ્પર્શ વડે સુખાભાસ ઉત્પન્ન કરે છે. કંઠ નીચે ઊતરી ગયા પછી તેનો સ્વાદ ચાલ્યો જાય છે. જ્યારે આત્મામાં રહેલો સ્વયે શાંતરસ સર્વદા સુખ આપનારો છે. તેમાં પૌગલિક પદાર્થોની જરૂર રહેતી નથી. તે આત્મામાં છુપાયેલો છે. આત્મા વડે જ પ્રગટ થાય છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વર્ષનું પાણી મોતી બને, તેમ માનવના જીવનમાં પ્રભુનાં વચન પડે અને તે પરિણામ પામે તો અમૃત બને. અર્થાત્ આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ સંસારી જીવ અનેક પૌગલિક પદાર્થોમાં આસક્ત છે. તેને આ વચન ક્યાંથી શીતળતા આપે? અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ ક્યાંથી થાય ? જીવ મનને આધીન હોય ત્યાં શીતળતા ક્યાંથી મળે? સમગ્ર જીવ રાશી સાથે ક્ષમાપના થાય તો જ મન સાચા અર્થમાં શાંત બને. કોઈનું પણ અપમાન કરીને તમે નિશ્ચલ ધ્યાન કરી શકો નહિ. સમગ્ર જીવો ભગવાનનો પરિવાર છે. એક પણ જીવનું અપમાન કરશો તો પરમ પિતા ભગવાન ખુશ નહિ થાય. સિદ્ધત્વનું પ્રગટીકરણ શું છે? અંદર બેઠેલો સિદ્ધસ્વરૂપી આત્મા જાગેલો ન હોય ત્યાં સુધી સિદ્ધગિરિરાજની સ્પર્શનાનો અનુભવ નહિ થાય. જો એમ થતું હોત તો ડોલીવાળાઓનું સૌ પ્રથમ કામ થઈ જાય. સંગ્રહનયથી સિદ્ધત્વ અંદર પડેલું છે એટલી જાણ થાય તેથી હતાશા ખરી જાય, એટલું જ લેવાનું છે, આળસુ નથી બનવાનું, હું સિદ્ધ જ છું. પછી સાધનાની જરૂર શી? એમ માનીને બેસી નથી રહેવાનું. સંગ્રહનયથી સિદ્ધ છીએ, એટલું જાણીને બેસી નથી રહેવાનું, પણ એવંભૂત નયથી સિદ્ધ બનવાની ભાવના રાખવાની છે. ઘાસ ગાય ખાય, દૂધ આપે, પછી ઘી બને, તેમ અહીં પણ ખૂબ ખૂબ સાધના પછી સિદ્ધત્વ શ્રી કલાપૂર્ણપ્રબોધ ૧૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવવાનું છે. સંગ્રહનયની વાત પાત્રને આશા-ઉત્સાહથી ભરી દે, અપાત્રને આળસથી ભરી દે. ઘાસમાં દૂધ છે તે સમુચિત શક્તિથી; શિક્તિ બે પ્રકારે : સમુચિતશક્તિ અને ઓઘશક્તિ પણ વ્યવહારમાં દૂધની જગ્યાએ તમે કોઈને ઘાસ આપો તો ન ચાલે. આપણું સિદ્ધત્વ વ્યવહારમાં ચાલે તેવું નથી. “અંદર રહેલું સિદ્ધત્વ જ મારે પ્રગટ કરવું છે. બીજું કશું જ મારે જોઈતું નથી.” આવી ભાવના હોય તો જ ધર્મ શુદ્ધ બની શકે. ધર્મ દ્વારા કીર્તિ આદિ ભૌતિક પદાર્થો પણ પામવાની ઇચ્છા હોય તો સમજવુંઃ ધર્મ હજુ શુદ્ધ બન્યો નથી. આપની મન-વચન-કાયની પ્રવૃત્તિ કમ સે કમ આપણાથી તો અજ્ઞાત નથી જ. આપણી જાત માટે તો કમ સે કમ આપણે સર્વજ્ઞ જ છીએ. એનું બરાબર નિરીક્ષણ કરીએ ને એને દિશા આપતા રહીએ તો પણ કામ થઈ જાય. આત્મનિરીક્ષણ એક દર્પણ છે, જેમાં પોતાની જાતને જોવાની છે. આપણી અંદર રહેલી ચેતના વફાદાર છે. એ જીવરૂપી સ્વામીને છોડીને ક્યારેક ક્યાંય જતી નથી. વફાદારી છોડતી નથી. આપણે ગુરુને છોડી દઈએ, પણ ચેતના કદી આપણને છોડતી નથી. ધજા વગેરેના હાલવા વગેરેથી નહિ દેખાતા પવનને પણ આપણે માનીએ છીએ, તેમ નહિ આપણી અંદર રહેલી ચેતના વફાદાર છે. એ જીવરૂપી. સ્વામીને છોડીને ક્યારેય ક્યાંય જતી નથી. વફાદારી છોડતી નથી. આપણે ગુરુને છોડી દઈએ, પણ ચેતના કદી આપણને છોડતી નથી. ધજા વગેરેના હાલવા વગેરેથી નહિ દેખાતા પવનને પણ આપણે માનીએ છીએ, તેમ નહિ દેખાતો આત્મા કાર્યથી જાણી શકાય છે, ઉપયોગ દ્વારા જાણી શકાય છે. ઉપયોગના બે પ્રકાર છે: સાકાર અને નિરાકાર. સામાન્ય તે નિરાકાર [દર્શન વિશેષ તે સાકાર (જ્ઞાન. છવસ્થ પહેલા દર્શન કરે જુએ પછી જાણે. કેવળી પહેલા જાણે પછી જુએ. જેમાં ઉપયોગ હોય તે જીવમાં પરસ્પર ઉપગ્રહ કરવાની પણ શક્તિ હોય જ. આત્મસ્વરૂપનું પમ્ય ૧૩. Page #22 -------------------------------------------------------------------------- ________________ હું કર્તા પર ભાવનો એમ જિમ જિમ જાણે; તિમતિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે.” પરભાવનું કર્તુત્વ દૂર કરવાનું છે. શુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતન કરી તેમા પ્રતિષ્ઠિત થવાનું છે. આત્માના આનંદની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન. આત્માના આનંદની જાણકારી તે જ સમ્યગુજ્ઞાન, આત્માના આનંદમાં રમણતા તે જ સમ્યફચારિત્ર. ધર્મ દ્વારા આ જ પ્રાપ્ત કરવાનું છે. આત્માનો આનંદ તો જ શક્ય બને જો જીવ પર લાગેલાં કર્મો ક્ષય થશે. મારો એક આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શન આદિથી યુક્ત છે. આના સિવાય બીજો કોઈ જગમાં પદાર્થ નથી જે મારો હોય. દેખાતા બધા જ પદાર્થો પર છે. હું નથી. હું (આત્મા) છું, તે દેખાતો નથી અનુભવાય છે. આટલી નાની વાત ભૂલી જવાથી જ જીવને ચાર ગતિમાં ભટકવું પડે છે. દેહમાં સ્વપણાની બુદ્ધિ આપણને દેહ સાથે જોડે છે, ફરીફરીને દેહ આપે છે. જેમ જેમ દેહાધ્યાસ તૂટતો જાય, તેમ તેમ માનજો દેહથી મુક્ત અવસ્થા (મોક્ષ) નજીક આવી રહી છે. આપણને આનંદ મેળવવાની ઇચ્છા થાય છે. તેનું કારણ આપણું મૂળભૂત સ્વરૂપ આનંદમય છે તે છે. અંદર આનંદ ન હોય તો આનંદની ઈચ્છા ન જ થાય. આનંદ આપણી અંદરથી જ આવશે. પણ છતાં ગુરુ કે ભગવાન દ્વારા મળ્યો તેમ કહેવાય. તેમાં કૃતજ્ઞતા છે. આનંદમય આપણે હોવા છતાં અત્યારે દુઃખી છીએ. કારણ કે અંદર રાગદ્વેષની આગ લાગી છે. આપણે સ્વભાવથી ખસીને વિભાવમાં વસ્યા છીએ. માટે સત્તામાં છુપાઈ રહેલા સિદ્ધત્વને ધ્યેય બનાવી તેમાં જ ભક્તિપ્રીતિ કરો. જે આત્મા પ્રભુપૂજાથી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચારિત્ર ભગવાનની પૂજાભક્તિના પ્રભાવથી જ મળ્યું છે એમ હું માનું છું. સરોવરમાં ગમે તેટલો કચરો હોય પણ એક એવો મણિ આવે છે કે જે નાખતાં જ બધો જ કચરો તળિયે બેસી જાય. સરોવરનું પાણી એકદમ ૧૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #23 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ બની જાય. મનના સરોવરમાં શ્રદ્ધાનો મણિ મૂકો તો તે નિર્મળ બન્યા વિના નહિ રહે. આપણે બધા આરોપ સુખથી ટેવાયેલા છીએ. શરીર આત્મા ન હોવા છતાં તેમાં આત્માનો આરોપ કરીએ છીએ. સુખ ન હોવા છતાં સુખનો આરોપ કરીએ છીએ. સુખનો આરોપ એટલે જ સુખની ભ્રમણા! ભગવાનની કૃપા વિના આ ભ્રમ ટળતો નથી. આપણે ઇચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ, પણ જ્ઞાનીઓ કહે છે. ઈચ્છાઓને નષ્ટ કરો. એમાં તમારે કશું જ ગુમાવવાનું નથી, સિવાય કે તમારું દુખ ! ભેદજ્ઞાન શરીરની સુવિધા, અનુકૂળતા વગેરેની જેટલી વિચારણા કરીએ છીએ, એ માટે જેટલું બોલીએ છીએ, તેના કરતાં હજારમા ભાગની વાત પણ આત્મા માટે આપણે કદી કરીએ છીએ ખરા? ઉપા. યશોવિજયજી મ. કહે છે : દેહ આત્માનો અભેદ તો દર ભવમાં મળે છે, પણ ભેદજ્ઞાન ક્રોડો જન્મોમાં પણ દુર્લભ છે. આપણામાં આઠેય કર્યો છે એ શું કામ કરે છે? નવરા તો બેસે નહિ. એમનું કામ છે આપણા આઠેય ગુણોને રોકવાનું! આપણે કમને તો યાદ રાખ્યા, પણ ગુણોને ભૂલી ગયા. કર્મો ગણતા રહ્યા, પણ ગુણ અંદર પડેલા છે, તે ભૂલી ગયા. આપણું સ્વરૂપ તો ઉપયોગમય છે. જ્યાં જ્યાં ઉપયોગ ત્યાં ત્યાં આત્મા ! જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં ઉપયોગ! ઉપયોગ અને આત્મા અભિન છે, બન્નેની અભિન્ન વ્યાપ્તિ છે જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય પણ આગ હોય ત્યાં ધુમાડો ન પણ હોય પણ અહીં એવું નથી. બન્ને એકબીજા વિના હોઈ જ ન શકે. જે દુઃખને સહન કરવાથી કર્મની નિર્જરા થાય, આત્માની શુદ્ધિ થાય, આત્માનંદની ઝલક મળે, એ દુઃખને દુખને શી રીતે કહેવાય ? આત્મભાવ અને પરભાવનો ભેદ સમજાય પરંતુ એકત્વ ટળે. આત્મજ્ઞાન સ્વરૂપે રહી શેયને જાણે તેવું અદ્ભુત ભેદજ્ઞાન છે. આત્મસ્વરૂપનું ઔપચ્ચે ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ - - . . . . . આરાધનાનો અભિગમ ભગવાન તો કૃતકૃત્ય છે. આપણે કંઈ કરીએ કે ન કરીએ, એમનું કાંઈ બનતું કે બગડતું નથી. પણ આપણા માટે નિષ્ક્રિય રહેવું મોટો ખતરો છે. આપણે સંસારમાં ટીચાઈ રહેલા છીએ. એટલે જ “અનવસ્થાના આ દુષ્યક્રને આપણે જ તોડવું પડશે. આપણા તરફથી પહેલ થવી જોઈએ. આત્મદર્શનના બોધનું મૂળ આત્માના સહજ સ્વરૂપને પામવા જૈનદર્શને ખૂબ જ વિસ્તારથી બતાવ્યું જ્ઞાન-ક્રિયા, રત્નત્રયી, દાનાદિ-૪, અહિંસાદિ-૩ (અહિંસા, સંયમ, ત૫) એ બધા મોક્ષમાર્ગો છે. બધા જ સાચા માર્ગો છે. એક માર્ગની આરાધનામાં બીજી આરાધનાનો સમાવેશ થઈ જ જાય છે. પ્રકારો જુદા લાગશે. વસ્તુ એક જ છે. દૂધમાંથી કેટલી અલગ અલગ મીઠાઈઓ બને! પણ મૂળ વસ્તુ એક જ ને? તેમ અહીં પણ મૂળ વસ્તુ એક જ! ત્યાં ભૂખ મટાડવી તે લક્ષ્ય તેમ અહીં વિષય-કષાય મટે, આત્મગુણો વિકસે એ જ લક્ષ્ય. ઇચ્છા વૈધન તપ નમો. તપને ઓળખવો શી રીતે ? ઈચ્છાનો નિરોધ કરવો તે જ તપ ! તપની આ સંક્ષિપ્ત વ્યાખ્યા સદા યાદ રાખવી. ઉપવાસ કર્યો, પણ આખી રાત દૂધરાબડી યાદ આવ્યાં તો દ્રવ્ય ઉપવાસ થયો. ઇચ્છા નિરોધ ન થયો. અનશનાદિ બાહ્ય તપોમાં બાહ્ય ઇચ્છાઓનો નિરોધ છે. અત્યંતર તપમાં અંદરની ઇચ્છાનો નિરોધ છે. અનશનમાં : ખાવાની ઈચ્છાનો ઉણોદરીમાં: વધુ ખાવાની ઇચ્છાનો. શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #25 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિસંક્ષેપમાં : વધુ દ્રવ્યો ખાવાની ઇચ્છાનો. ૨સત્યાગમાં : વિગઈઓ ખાવાની ઇચ્છાનો કાયાક્લેશમાં : સુખ શીલતાની ઇચ્છાનો સંલીનતામાં શરીરને આમતેમ હલાવવાની ઇચ્છાનો નિરોધ થાય છે. અત્યંત૨ તપ : પ્રાયશ્ચિત્તમાં – દોષને છુપાવવાની ઇચ્છાનો નિરોધ - વિનયમાં : અક્કડ અહંકારી થઈને રહેવાની ઇચ્છાનો. વૈયાવચ્છમાં : સ્વાર્થીપણાની ઇચ્છાનો. સ્વાધ્યાયમાં : નિંદા-કુથલીની ઇચ્છાનો. ધ્યાનમાં મનની સ્વચ્છંદ વિચરણની ઇચ્છાનો. કાયોત્સર્ગમાં : મન-વચન-કાયાની ચપળતાની ઇચ્છાનો નિરોધ થાય છે. સ્વાધ્યાય : ૧૨ પ્રકારમાં સ્વાધ્યાય જેવો તપ નથી. ઘડિયાળમાં માત્ર કાંટાઓનું જ નહીં બાકીના બધા જ ભાગોનું મહત્ત્વ છે, એમ સાધનામાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે તમામ અંગોનું મહત્ત્વ છે. એકની પણ ઉપેક્ષા ન ચાલે. ગૌણતા કે પ્રધાનતા ચાલી શકે પણ ઉપેક્ષા ન ચાલી શકે. સાપવાળા ખાડામાં બાળક પડી ગયું. માએ ખેંચીને બહાર કાઢ્યું, બાળકને ઉઝરડા પડ્યા, લોહી નીકળ્યું, રડવા લાગ્યું, માએ સારું કર્યું કે ખરાબ ? બાળક તે વખતે કદાચ કહેશે : માએ ખરાબ કર્યું. પણ બીજા કહેશે માએ સારું કર્યું, આમ જ કરવું જોઈએ. ગુરુ ઘણી વાર શિષ્યનો નિગ્રહ કરે તે આ રીતે તેને વધુ દોષથી બચાવવા. શિષ્યને ત્યારે ભલે ન સમજાય. પણ ગુરુના નિગ્રહમાં તેનું કલ્યાણ જ છુપાયેલું હોય છે. ' સંયમ ઢાલ છે, તપ તલવા૨ છે. કર્મોનાં હુમલા વખતે આ તલવાર અને ઢાલ સાથે રાખવાનાં છે, તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. યુદ્ધમેદાનમાં રજપૂતો કેસરિયા કરીને તૂટી પડે, તેનો એક જ નિર્ધાર હોય. કાં વિજ્ય મેળવીને આવીશ. કાં શહીદ બનીશ. કાયર નહિ બનું. સાધકનો પણ આવો જ નિર્ધાર હોય. તો જ કર્મ-શત્રુ પર જીત મળી શકે. 2. સમ્યગ્ જ્ઞાન, સમ્યગદર્શન, સમ્યગ્ ચારિત્રની શુદ્ધ આરાધના એ જ આરાધનાનો અભિગમ ૧૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ જન્મમાં મુક્તિ આપે, કાળ, સંઘયણ વગેરેની અનુકૂળતા ન મળે તો ૨ કે ૩ ભવ, ૭-૮ ભવતો બહુ થઈ ગયા. આટલા ભવોમાં તો મોક્ષ મળવો જ જોઈએ. જ્યારે પણ સિદ્ધિ મળશે અરિહંતાદિની ભક્તિથી જ મળશે. તો શા માટે અત્યારથી જ અરિહંતાદિની ભક્તિ આરંભી ન દેવી? અવશ્ય કરવાની ચીજ તે આવશ્યક. એવું નથી કે સાંજે જ છ આવશ્યક કરવાના. આખો દિવસ છે આવશ્યકમાં જ જીવવાનું છે. દરેક ક્ષણ આવશ્યક મય હોવી જોઈએ. સાંજે તો માત્ર લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત જ કરવાનું છે. દરેક ક્ષણે કેમ ઊંઘી શકાય? યુદ્ધ વખતે સૈનિક આરામ કરી શકે ખરો? પ્રમાદ કરીશું તેટલો પરાજય નજીક આવશે એવું દરેક સૈનિકને ખ્યાલ હોય તેમ સાધુને પણ ખ્યાલ હોય. રાગ-દ્વેષની સામે આપણી લડાઈ ચાલુ જ છે. ભગવાને તો વિશ્વમાત્રને મુક્તિનો માર્ગ બતાવ્યો, પણ ચાલવા કોણ તૈયાર થયો ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા મુક્તિ માર્ગે ચાલીએ એટલે ભગવાન આપણા માર્ગમાં સહાયક બને જ. ભવત્વાન ધર્મ ચક્રવર્તી છે. ઉપાસના શું છે ? ભગવાન સાથેની બે પ્રકારની ઐશ્વર્યોપાસના અને માધુર્યોપાસના) ઉપાસનામાં ભગવાન સાથેનું જોડાણ માધુર્યોપાસનાથી જ થાય છે. માતાપિતા-ભાઈ-બંધુ આદિ સર્વ સંબંધોનો આરોપ ભગવાનમાં કરવાથી જ માધુર્યોપાસના જન્મે છે. મનને જબરદસ્તીથી ખેંચવાનું નથી. ખેંચશો તો મન વધુ છટકશે. ઉપા. યશોવિજયજીએ લખ્યું: મન સાથે પ્રેમથી કામ લો : હે બાળક મન ! તું કેમ ચંચળ છે? તારે શું જોઈએ છે? આનંદ. એ આનંદ તને સ્થિરતા બતાવશે. તું જરા સ્થિર થા. તારી અસ્થિરતા જ તને આનંદનો ખજાનો બતાવતી નથી. આમ પ્રેમથી મનને સમજાવવાથી જ તે ધીરે ધીરે વશમાં આવે છે, સાધના માટે અનુકૂળ બને છે. પૂજ્યશ્રીની કરુણાદૃષ્ટિ તમારે ન જોઈતું હોય પણ મારે તમને આપવું છે ને ! ૧૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #27 -------------------------------------------------------------------------- ________________ આધોઈ ગામમાં પ્રથમ ઉપાધાન વખતે લોકોને ગુલાબજાંબુ પસંદ ન પડ્યા. ક્યારેય જોયાં ચાખ્યાં નહોતાં પણ યજમાને પરાણે ખવડાવ્યાં, ત્યારે ઠેકાણું પડ્યું. મારે પણ આમ કરવું પડે છે. રાગદ્વેષ આદિ તમને જૂના દોસ્તો લાગતા હોય, તાત્કાલિક છોડી શકો તેમ ન હો તોપણ આ છોડવા જેવા છે એટલું તો જરૂર સ્વીકારજો. ભગવાન જેવી વીતરાગતા મળે ન મળે પમ રાગ-દ્વેષની મંદતા તો આવવી જ જોઈએ. આ જ સાધનાનું ફળ છે. ગમા-અણગમાના પ્રસંગમાં મગજ સમતુલા ન ગુમાવે ત્યારે સમજવું રાગ-દ્વેષમાં કંઈક મંદતા આવી છે. ક્ષયોપશમ ભાવની નિત્ય વૃદ્ધિ થવી જોઈએ. આગળ-પાછળ જતો રહેતો મુસાફર મંઝિલે શી રીતે પહોંચે? મુંબઈથી અહીં તમે શી રીતે આવ્યા? થોડાક આગળ - થોડાક પાછળ ચાલતા રહો તો પહોંચો? પગથિયાં ઉપકારી જરૂર છે, પણ તે કંઈ સાથે લઈને ઉપર ન જવાય. મન, વચન, કાયા સાધન છે. આત્મા પામવા તેમને કાંઈ સાથે ન લઈ શકાય. વિચારોને પણ આત્મઘટમાં આવવાની મનાઈ છે. આ બધાં દ્વારા મોહને મારવો છે. મોહને ન મારો ત્યાં સુધી મને થોડી વાર સ્થિર થઈ ફરી ચંચળ બનશે. મોહગ્રસ્ત બનશે. ખરેખર મનને નથી મારવાનું, મોહને મારવાનો છે. પ્રભુની મુદ્રા જોઈને સ્વ-આત્મા યાદ આવે. ઓહ! મારું સાધ્ય આ છે ! મારું ભવિષ્ય છે. મારા વિકાસની પરાકાષ્ઠા આ છે. મારે ભગવાન બનવું છે. એક વાર આવી અંદરથી ઊંડી રુચિ પ્રગટે પછી બીજું બધું પોતાની મેળે થઈ પડે. મારે તમને આ આપવું છે. ગ્રહણ કરશોને ? અનુકૂળતાનો રાગ બાધક છે અનાદિકાળથી જીવ મોહાધીન છે. અનુકૂળ વિષયો ભોગવવા આસક્તિપૂર્વક આતુર છે. આસક્તિથી વધુ ને વધુ પુદ્ગલો (કર્મો) ચૌટે એરંડિયાનું તેલ લગાવી ધૂળમાં આળોટો શું થાય? આથી જ નિયાણાની ના પાડી છે. આસક્તિ વિના નિયાણું ના થાય. શરીર એ હું છું પર કર્તુત્વને આવો ભાવ રહે ત્યાં સુધી કમ બંધાયા આરાધનાનો અભિગમ ૧૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ જ આપે. માત્ર ભણવાથી પંડિત થવાય, પણ આત્માનુભવી થવા જ્ઞાની થવું પડે. આત્માને વાળવો પડે, અધ્યાત્મગીતા જેવા ગ્રંથો આત્મા તરફ વાળે છે. શુભભાવોથી પુણ્ય બંધાય, પણ ગુણ સંપાદન કરવું હોય, આત્મશુદ્ધિ કરવી હોય, મોક્ષ જોઈતો હોય તો શુદ્ધ ભાવ જોઈએ, ભક્તિથી જ આ શક્ય બને. બીજા જીવોની રક્ષા પણ સ્વભાવ પ્રાણ ટકાવવા માટે જ છે. ભાવહિંસક આપણે પોતે જ બનીએ છીએ, જ્યારે વિભાવદશામાં જઈએ છીએ. પરહિંસાથી આપણા ભાવપ્રાણ હણાય છે, માટે જ દોષ લાગે છે. પરહિંસાથી મરનારનો તો દ્રવ્ય પ્રાણ જ જાય પણ આપણા ભાવપ્રાણ જાય પોતાના ગુણોનો નાશ કરવો તે સ્વ-ભાવ હિંસા છે. આત્મગુણોને હણતો ભાવહિંસક કહેવાય. જીવે અત્યાર સુધી આ જ કામ કર્યું છે. આ રીતે પરની અને સ્વની હિંસા જ કરી છે. જેના સંસ્કાર પાડીશું તેનો અનુબંધ ચાલશે, જેને ટેકો આપીશું તેનો અનુબંધ ચાલશે, કોનો અનુબંધ ચલાવવો છે? દોષોનો અનુબંધ એટલે સંસાર, ગુણોનો અનુબંધ એટલે મોક્ષ. દોષનિવૃત્તિ જેના દુર્ગુણો અને દોષોની આપણે નિંદા કરીએ તે જ દોષો અને દુર્ગુણો આપણામાં આવશે. ચોર અને ડાકુઓને તમે કદી ઘરમાં બોલાવો છો ? દોષ ચોર અને ડાકુઓ છે. મારામાં છે તેટલા દોષો પણ હું સંભાળી શકતો નથી તો બીજાને શા માટે બોલાવું? દોષો દુર્ગતિમાં લઈ જાય. દુર્ગતિમાં જવાની તૈયારી છે? ચંડકૌશિકને દુર્ગતિમાં પણ મહાવીર પ્રભુ મળી ગયા, આપણને કોઈ મહાવીર દેવ મળશે, એવી ખાતરી છે? કેટલી ઉત્કૃષ્ટ આરાધનાનું પુણ્ય હશે કે સાક્ષાત તીર્થંકરનો ભેટો થયો? કદી વિચાર્યું? મોહવૃક્ષનાં ઊંડાં મૂળિયાં વિષય-કષાય પર ટકેલાં છે. માટે જ વિષયકષાય પરનો વૈરાગ્ય સૌ પ્રથમ જોઈએ. અહીં આવીને વિષય-કષાયનાં તોફાનો. શ્રી કલાપૂર્ણપ્રબોધ ૨૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ થાય તો શાસનની ભયંકર અપભ્રાજના થાય. આજ-કાલ તો છાપાંનો જમાનો ! પહેલાં પણ આવા બનાવો બનતા, પણ છાપે ન. ચડતાં, એવા બનાવો ઘરમાં નથી બનતા ? આજે છાપે ચડવાથી ભયંકર અપભ્રાજનાના પ્રસંગો બન્યા છે. મોહનીય કર્મ તમને તમારી જાત જણાવવા દેતો નથી તો ભગવાનને ક્યાંથી જાણવા દે ! સાધના વીતરાગતા માટે કરવાની છે. સર્વજ્ઞતા માટે નહિ. સર્વશતા તો વીતરાગતા માટેનું ઇનામ છે ! જે આત્મા વીતરાગ બને એના કંઠે સર્વજ્ઞતા, ફૂલની માળા થઈને પડે. અહંકારનું વિલીનીકરણ જ સમર્પણની અનિવાર્ય પૂર્વ શરત છે. એ વિના ગમે તેટલા તમે બરાડા પાડો, તમારી ભક્તિ મંજૂર નહિ બને એ માત્ર અહંકારની કસરત બની રહેશે. અને સાચું કહું ? પ્રભુ મળ્યા પછી જ તમે સાચા અર્થમાં બ્રહ્મચર્ય પાળી શકો છો. પ્રભુનો રસ તમને એવો મધુર લાગે કે જેની આગળ કંચન – કામિની આદિ દરેક પદાર્થ તમને રસહીન લાગે. એક પ્રભુ જ માત્ર તમને રસેશ્વર લાગે, રસાધિરાજ લાગે. ઉપનિષદોમાં કહ્યું છે : ‘રસો મૈં સ:’ આપણો આત્મા રસમય છે. એને પ્રભુમાં ૨સ નહિ લાગે તો સંસારમાં રસ લેવા પ્રયત્ન કરવાનો જ છે. આપણી ચેતનાને પ્રભુના રસથી રસાયેલી કરવી, એ જ આ જીવનનો સા૨ છે. આપણા જીવનની કરુણતા તો જુઓ ! એક માત્ર પ્રભુના રસ સિવાય બીજા બધા જ ૨સો ભરપૂર છે ! અહીં (સાધુપણામાં) આવ્યા પછી પણ આત્માના આનંદની રુકાવટનાં ઘણાં પરિબળો છે. હું વિદ્વાન છું. મારા અનેક ભક્તો છે. મારા અનેક શિષ્યો છે. મારું સમાજમાં નામ છે. સમાજમાં ફેલાઈ જવાની આવી મહત્ત્વાકાંક્ષા સાધનાને અટકાવે છે. સાધના અટકે એટલે આત્માના આનંદમાં રુકાવટ આવી જ સમજો. જીવનજરૂરિયાતની મુખ્ય ચીજો ત્રણ છે : હવા, પાણી અને ખોરાક. આધ્યાત્મિક જીવનની મુખ્ય છ ચીજો છે. સામાયિક, ચઉવિસત્થો, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચક્ખાણ. આરાધનાનો અભિગમ ૨૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ આપણે પ્રતિક્રમણ કર્યું. એટલે માની લીધું: છ આવશ્યક થઈ ગયા. ખરેખર એવું નથી, આપણા ચોવીસેય કલાક છે આવશ્યકમય હોવા જોઈએ, પ્રતિક્રમણ તો માત્ર એનું પ્રતીક છે. ભગવાનનાં તત્ત્વો પર શ્રદ્ધા, સર્વત્ર ઔચિત્ય, સર્વ પર મૈત્રી આ અધ્યાત્મયોગ છે. પછી ભાવના ધ્યાન, સમતા અને છેલ્લે વૃત્તિસંક્ષયરૂપ યોગ આવે છે. ચારિત્રવાનને આ પાંચેય યોગ અવશ્ય હોય જ. કલ્પનાના ચમચાથી શાસ્ત્રના દૂધપાકનો સ્વાદ નહિ મળે, એ માટે અનુભવની જીભ જ જોઈશે. માત્ર પઠન-પાઠનથી તૃપ્ત ન બનો. ઠેઠ અનુભવ સુધી પહોંચવાની તમન્ના રાખો. શુભ ભાવોની અખંડ ધારા ચાલે, ધર્માનુષ્ઠાનોમાં અમૃતનો આસ્વાદ લાગે, વિષયોથી વિમુખતા આવે તે ધર્મારાધનામાં પ્રગતિ થઈ રહી છે તેનાં ચિહ્નો છે. મન અનુભવજ્ઞાન સુધી તમને પહોંચાડી દે, પછી સ્વયં ખસી જાય ને તમને અનુભવના સમુદ્રમાં ધકેલી દે, એ જ મનનો મોટો ઉપકાર. પછી મન કહી દે છે; મારું કામ પડે ત્યારે બોલાવજો. સમર્પિત શિષ્ય ગુરુની સર્પ પકડવાની આજ્ઞા પાળે તેમાં ગુરુ રહસ્ય જાણે છે. શિષ્યને સર્પ પકડવા કહ્યું. સર્પ જીવતો હતો. શિષ્ય ગુરુ આજ્ઞા પ્રમાણે સર્પ પકડ્યો. સર્વે ડંખ માર્યો, શરીરે વેદનાથી સખત આંચકો લાગ્યો. તેના પૂંઠમાં ખંધ હતી તે પાછી ખેંચાઈ ગઈ પછી ગુરુએ મંત્રશક્તિ વડે ઝેર ઉતાર્યું. ક્ષયોપશમભાવની નિત્યવૃદ્ધિ થવી જોઈએ. આવે ને જાય તો મંઝિલ પૂરી ક્યારે થાય ? તમે મુંબઈ જવા નીકળો કોઈ સ્ટેશને ઉતરી જાવ વળી બીજી ગાડીમાં ચઢો તો મુંબઈ ક્યારે પહોંચો. આગળ ચાલતા રહો તો પહોંચાય. શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રાવકવનનું મૂલ્યાંકન તમે અને ઇંદ્ર એકબીજાનો સોદો કરવા તૈયાર થઈ જાવ તો શું બને ? ઇંદ્ર તૈયાર થઈ જાય શ્રાવક થવા. સમૃદ્ધિહીન પણ શ્રાવકજીવન ઇંદ્રને ગમે છે. જ્યારે તમને ધર્મહીન પણ ઇંદ્રાસન ગમે ને ? ઇન્દ્ર જાણે છે કે શ્રાવકમાં મોક્ષની સાધના થાય છે. તમે શું જાણો છો. ? ઘરમાં એવી સામગ્રી ખડકી છે જેમાં પડદાની પાછળ મહારંભ પરિગ્રહ હોય. T. V., ફ્રિજ, મોટર વગેરે ક્યારે ચાલે ? તેની પાછળ મોટાં કતલખાનાંઓ ચાલે છે તે જાણો છો ? જેની ના પાડી છે તે કર્માદાનોની પાછળ આજે જૈનો દોડી રહ્યા છે. પૂ. આચાર્યશ્રી તેને અટકાવે છે. માખી-મચ્છર-માંકડની દવા વાપરતા હો તો તમે જૈન રહી જ શકતા નથી. તેવા હિંસક સાધનો અને કાર્યો ન કરવાની બધા જ બાધા લઈ લો. પરિગ્રહસંજ્ઞા બાધક છે પરિગ્રહસંજ્ઞા સૌથી વધુ પીડનાર છે. પરિગ્રહ છૂટ્યો છે પણ પરિગ્રહ સંજ્ઞા છૂટી છે એવું લાગે છે ? તેને તોડવા દાનધર્મ છે. પછી પીડનારી છે. મૈથુનસંજ્ઞા, એને તોડવા શીલધર્મ. ત્યાર પછી આહારસંશા પીડે છે. આ જ જોઈએ, આ ન જોઈએ એવી વૃત્તિ આહાર-સંજ્ઞા જ છે. આહાર છોડવો સહેલો છે પણ આહારસંશા છોડવી મુશ્કેલ છે. તેને તોડવા તપ-ધર્મ છે. ચોથી પીડનારી ભયસંજ્ઞા છે. ભયના કારણે આપણું મન સતત ચંચળ રહેતું હોય છે. ચંચળતા ભયની જ નિશાની છે. તેને તોડવા ભાવ-ધર્મ છે. સુદર્શન શેઠ શૂળીએ ચઢવાના છે. એવા સમાચાર મળતાં મનોરમાએ કાયોત્સર્ગ કરેલો. જેને કારણે દેવને શૂળીને સિંહાસન બનાવવાની સ્ફુરણા થઈ. શ્રાવકજીવનનું મૂલ્યાંકન ૨૩ - Page #32 -------------------------------------------------------------------------- ________________ આજે પણ નાના બાળકને પણ આપણે કાયોત્સર્ગ શીખવીએ છીએ. પૂ. ૫. ભંદ્રકર વિ. આ કાયોત્સર્ગ પર બહુ જોર આપતા. કાયોત્સર્ગનાં રહસ્યો સમજીને તેનો પ્રચાર કરવા જેવો છે. પરસ્પરનો આથી સંકલેશ દૂર થશે. મૈત્રીભર્યું વાતાવરણ જામશે. કારણ કે તેમાં દેહાભિમાન છૂટી છે. શ્રાવક તો સામાયિક પૂરું કરી લે પછી કંદાચ સમતામાં ન રહે તો ચાલે, સાધુ સમતામાં ન રહે તે કેમ ચાલે ? “હું આત્મા છું” એટલું સતત યાદ રહે તો જ સમતા સતત ટકી રહે. પણ આશ્ચર્ય છે; બીજું બધું યાદ રાખનારા આપણે આત્માને જ ભૂલી ગયા છીએ. જાનમાં વરરાજા જ ભુલાઈ ગયો છે. પાત્રતા : અહીં લોકથી સમ્યગૃષ્ટિ સંશી જીવો લેવાના છે. દેશનાના કિરણો તેને જ અજવાળે છે, જે સમ્યગુદષ્ટિ સંજ્ઞી જીવો હોય છે. ગાઢ મિથ્યાત્વવાળાનું હૃદય ભગવાન ની અજવાળી શકે. ઘુવડને સૂર્ય કોઈ ન બતાવી શકે. આપણે જો ઘોર મિથ્યાત્વી બનીને પ્રભુ પાસે ગયા હોઈએ તો ભગવાનનાં વચનો આપણને કંઈ જ ન કરી શકે. આપણા હૃદયનું અંધારું અભેદ્ય જ રહે. આપણે દરેક ભવમાં આવું જ કર્યું છે. આ ભવમાં પણ હજુ કદાચ ચાલુ જ છે. હું પણ સાથે છું. આ જન્મમાં આ શાસન મળ્યું છે તો કાર્ય સિદ્ધ કરી લેવું, પાત્રતા પામીને જાવ. શરીર ઇન્દ્રિયાદિ મારું છે, એમ માનીને જીવન પૂરું કરનારા જીવને ભગવાન મારા છે!” એવું કદી લાગ્યું નથી. અનેક ભવોનો આ અભ્યાસ ટળવો સહેલો નથી. વિકથાઓ ઘણી સાંભળવા મળે છે. ભગવાનની વાતો જગતમાં ક્યાંય સાંભળવા મળતી નથી. ભગવાન મારા છે, સારા છે – એવી દુર્લભ વાતો આ લલિત વિસ્તરાગ્રંથમાંથી તમને જાણવા મળશે. આપણે ભાવ ભગવાનની વાતો કરીએ છીએ. પણ ભાવ ભગવાનને કોણ જોઈ શકે છે? સાક્ષાત ભગવાન પણ સામે બેઠા હોય તો પણ તેમનું આત્મદ્રવ્ય થોડું દેખાવાનું શરીર જ દેખાવાનું. ભાવ જીન વિદ્યમાન હોય શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #33 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પણ તેમને કંઈ ઘરમાં કે હૃદયમાં ભવ્યો લઈ જતા નથી. તે વખતે પણ નામ અને સ્થાપના જ આધારભૂત હોય છે. ગુણનું ગુંજન ગુણો આપણામાં પડેલા જ છે. કર્મે એને ઢાંકેલા છે. કર્મનું કામ ગુણને ઢાંકવાનું છે. ગુણ બહુમાનનું કામ ગુણોને પ્રગટ કરવાનું છે. જે જે ગુણોનું બહુમાન થતું જાય, તે તે ગુણ અવશ્ય આપણામાં આવે. કયો ગુણ તમને જોઈએ છે? જીવનમાં શું ખૂટે છે? તે જુઓ. જે ગુણ ખૂટે છે તેની હૃદયપૂર્વક અનુમોદના કરો. તમારામાં એ ગુણ અવશ્ય આવશે. ગુણોની પૂજા કરવી. કઈ રીતે ? મન, વચન અને કાયાથી. મનથી બહુમાન, વચનથી પ્રશંસા અને કાયાથી સેવા કરીને. - ખારા સમુદ્રમાં મીઠું પાણી મળી શકે? શોધનારને મળી શકે. શૃંગી ૬ મસ્ય મીઠું પાણી મેળવી લે છે. આ કલિકાલમાં ઉત્તમ જીવન મળી શકે ? મેળવનારને મળી શકે. ઉત્તમ આચાર્ય, મુનિ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધા જ કળિયુગનાં ખારા સમુદ્રમાંથી ઉત્તમ જીવનરૂપ મીઠું પાણી પીનારા છે. વિષ પણ અમૃત બને તે આને કહેવાય. સજ્જનોની સજ્જનતા છે કે તમારા થોડા પણ ગુણનો ખૂબ ખૂબ વખાણ કરે. તે વખતે તમારે મોં નહિ મલકાવવું, ખભા ઊંચા નહિ કરવા. કેટલાક કામ કઢાવવા, મોટા ભા બનાવે જેમ શિયાળે પૂરી લેવા કાગડાની પ્રશંસા કરેલી. કદાચ એ શુભભાવથી પણ પ્રશંસા કરે. પ્રશંસા કરવી એની ફરજ છે, પણ અભિમાન કરવું તમારી ફરજ નથી. બીજાની પ્રશંસાથી આપણા ગુણો વધે, સ્વપ્રશંસાથી ઘટે, અભિમાન વધે. સદ્ગુણો આવે, આવેલા સુરક્ષિત રહે તે માટે સાવચેત રહેવું જરૂરી છે. સગુણો રત્નો છે. મોહરાજા અભિમાન કરાવી લૂંટાવવા માંગે છે. બુદ્ધિ આદિ શક્તિ ભગવાનના પ્રભાવથી મળી છે. તેની સેવામાં એ વાપરવાની છે. “સારું થાય તે ભગવાનનું, ખરાબ થાય તે આપણી ભૂલનું એમ માનવું. ૭-૮ વર્ષ દક્ષિણમાં M.P. વગેરેમાં અમે રહ્યા. સંતો પ્રત્યેનો લોકોનો અપાર બહુમાન જોયો. પેરિયાર સ્વામી' કહેતાં એ લોકો સાષ્ટાંગ દંડવત કરી લે, સૂઈ જાય, મોટરમાંથી ઊતરી પડે, વંદન કરે, મોટરમાં બેસવાનો શ્રાવકજીવનનું મૂલ્યાંકન ૨૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ આગ્રહ કરે. વાહનમાં નહિ બેસવાની પ્રતિજ્ઞા સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરે. માંસભક્ષી, મદિરાપાયી હોવા છતાં સદ્ગુરુ પ્રત્યે અપાર બહુમાન ! હૃદયના સરળ! સમજાવીએ એટલે તરત માંસાદિ છોડવા તૈયાર થઈ જાય. જે પ્રકારનું વિજ્ઞાન શિષ્યાદિ ગુરુ પાસેથી ગ્રહણ કરે તેનાથી તેમનો મોક્ષમાર્ગ ખુલ્લો થાય. પ્રમાણમાં આગળ વધે. ઉપયોગ ભગવાન સાથે જોડાયો, એટલે પત્યું, એ ઉપયોગ જ તમારું રક્ષણ કરે. છતાં કૃતજ્ઞ કદી એમ ન માને મારા ઉપયોગે રક્ષા કરી, ભગવાનને જ એ રક્ષક માને. લાઈટનું બિલ આવે, સૂર્ય, ચંદ્ર, મેઘ વગેરેએ કદી બિલ આપ્યું? આ ઉપકારી તત્ત્વોથી જ જગત ટકેલું છે. કૃતજ્ઞ અને પરોપકારી સૂર્ય-ચંદ્ર જેવા છે. ઉપકાર કરે છતાં માને નહિ. ઋણમુક્તિ માટે જ પ્રયત્ન કરે. ભગવાન તો કૃતકૃત્ય છે. ઉપકારની જરૂર નથી, માટે એ ગતના જીવો પર નિઃસ્વાર્થ ભાવે ઉપકાર કર્યા કરે. પાત્રતાનાં પાંચ લક્ષણો: (૧) સત-કથાપ્રીતિ (૨) નિંદા-અશ્રવણ (૩) નિંદક પર દયા તે તે યોગ્યવાળી વ્યક્તિઓની કથા સાંભળતાં પ્રેમ જાગે બહુમાન જાગે, તે ઇચ્છાયોગ છે. () ચિત્તનો વિશ્વાસ – ચૈત્યવંદનાદિ જે જે ક્રિયા ચાલતી હોય તે તે વખતે ચિત્ત તેમાં જ હોય. ફોન વખતે મન કેવું એકાગ્ર હોય છે? (૫) પરા જિજ્ઞાસા – પ્રકૃષ્ટ જિજ્ઞાસા. જેનાં કર્મ ક્ષીણ થઈ ગયાં હોય, જેના હૃદયમાં શુદ્ધ આશય હોય, જેનો સંસાર પ્રત્યેનો રાગ મંદ પડી ગયો હોય, તેવા જીવો જ આના શ્રવણ માટે યોગ્ય છે. આટલું નક્કી કરો આ જન્મ હવે એળે નથી જવા દેવો. ભલે ઓછું ભણાય પણ એ ભણેલું ભાવિત થયેલું હશે તો આત્મકલ્યાણ થઈને જ રહેશે. જ્ઞાન બીજાનું કામ આવી શકશે, પણ ભાવિતતા તમારી જ જોઈશે. શ્રદ્ધા તમારી જ જોઈશે. ર૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #35 -------------------------------------------------------------------------- ________________ બોધપરિણતિ, જ્ઞાનપરિણીતિમાં આવ્યા પછી સ્થિરતા જોઈએ. અભિમાન જ્ઞાનને સ્થિર બનવા દેતું નથી. માટે જ સર્વ પ્રથમ જ્ઞાનના અનુત્સકની વાત કરી. જ્ઞાન વધતું જાય તેમ અજ્ઞાનનું ભાન થતું રહેવું જોઈએ. જેમ જેમ ભણતા જઈએ તેમ પોતાનું અજ્ઞાન દેખાતું જાય તો કદી અભિમાન નહિ આવે. જે રીતે જાણેલું હોય તે રીતે જીવવું તે જ જ્ઞાનની તીક્ષ્ણતા, તે જ ચારિત્ર, અહીં ચૈત્યવંદન વિષે તમે શીખો છો. શીખ્યા પછી ચૈત્યવંદન તે મુજબ જ કરો તો તે જ્ઞાન તીક્ષ્ણ બની જાય. જે ભૂમિકા પર રહેલા હોઈએ ત્યાં સ્થિર રહીને આગળની ભૂમિકાને મેળવવા પ્રયત્ન કરવો જ જોઈએ. ન કરીએ તો જ્યાં છીએ ત્યાં પણ સ્થિર ન રહી શકીએ. કોઈ પગથિયામાં વચ્ચે ઊભા રહીને જોઈ લો. ચાલનારા કહેશે, ભાઈ ! તમે વચ્ચે કેમ ઊભા છો ? કાં તો નીચે જાવ. કાં ઉપર, વચ્ચે ન ઊભા રહો. આપણે પણ વચ્ચે ઊભા ન રહી શકીએ. ઉપર જવાનો પ્રયત્ન ન કરીએ ત્યારે પોતાની મેળે નીચે આવી જઈએ. સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં પૂ. દેવચન્દ્રજી કહે છે: પ્રભુ! મારા ગુણો ભલે ક્ષયોપશમના છે, પણ તે ભળ્યા છે, આપના ક્ષાયિક ગુણો સાથે હવે શું બાકી રહે? બિંદુ સિંધુમાં ભળે. પછી અક્ષય બની જાય તેમ આપણું ભુલક જ્ઞાન, ક્ષુલક ગુણો પ્રભુના ગુણોમાં ભેળવી દઈએ તો વિરાટ બની જાય, અખૂટ બની જાય. તથાભવ્યતાના પરિપાક માટે શરણગતિ આદિ ત્રણ છે. ભગવાનની સ્તવના કરી એટલે તેમના ગુણોની અનુમોદના થઈ. પાપની ગહ ન કરો તો તે ગાઢ બને તેમ પુણ્યની અનુમોદના ન કરો તો તે ગાઢ ન બને. પાપનો અનુબંધ તોડવા દુષ્કત ગહ છે. પુણ્યનો અનુબંધ જોડવા સુકત અનુમોદના છે. આપણા અનુષ્ઠાનો જ એવા છે જેમાં ડગલે-પગલે આ ત્રણેય વણાયેલા જ છે. ભલે આપણે જાણીએ કે ન જાણીએ! અજાણતાં પણ ભજન-પાણી કરીએ છીએ તોપણ શક્તિ મળે જ છે ને ? શ્રાવકજીવનનું મૂલ્યાંકન ૨૭. Page #36 -------------------------------------------------------------------------- ________________ બીજાધાનઃ ધર્મ-બીજ અંદર છે એની ખાતરી શી ? જીનવાણીના પાણીથી અંકુશ આદિ ફૂટતા જાય તો સમજવું ઃ અંદર બીજની વાવણી થઈ ચૂકી છે. બીજાધાન કરવું હોય તો પાપ-પ્રતિઘાત કરવો જરૂરી છે. પાપ-પ્રતિઘાત કર્યા વિના બીજાધાન શી રીતે થઈ શકે. પાપના પ્રતિઘાત માટે ભૂમિકા પ્રમાણે ક્રિયાયોગ જરૂરી છે. બીજાધાન થયા પછી જ મોક્ષમાર્ગમાં પ્રવેશ શક્ય છે. શ્રાવકને ઉચિત દર્શન, પૂજન, આવશ્યકાદિ ક્રિયા, અહિંસા અણુવ્રત જેવા શ્રાવકાચારનું પાલન હોય તો જ શ્રાવકપણું ટકે. સામાયિક છ આવશ્યકોમાં પ્રથમ સામાયિક છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર સામાયિક છે. સામાયિક ૫૨ લાખો શ્લોક પ્રમાણ સાહિત્ય છે. સામાયિકની આટલી મહત્તા સમતાની મહત્તા સૂચિત કરે છે. દીક્ષા વખતે માત્ર સામાયિક પાઠ જ ઉચ્ચરાવવામાં આવે છે. સામાયિક એટલે સાવધ યોગો (૧૮ પાપસ્થાનક)ના ત્યાગપૂર્વક નિરવધ યોગો (સામાયિકાદિ)નું સેવન. ત્રણેય યોગામાં સમતા તેનું નામ સામાયિક. કાયા આડીઅવળી ન ચાલવા દઈએ, વચન જેમ તેમ ન બોલીએ, મનમાં દુર્વિકલ્પો પેદા ન થવા દઈએ, તો ત્રણેય યોગોમાં સમતા આવી શકે, તો જ સામાયિક ટકી રહે. રાગ-દ્વેષને માંદા પાડ્યા વિના તમે મૃત્યુ સમયે સમાધિ મેળવી શકો, એ વાતમાં કોઈ માલ નથી. મૃત્યુ સમયે જો કોઈના પ્રત્યે વેરની ગાંઠ હશે, ક્યાંય ગાઢ આસક્તિ હશે તો સમાધિમૃત્યુ પ્રાપ્ત નહિ કરી શકે. બધું કરીને આપણે સામાયિકના ફળરૂપ સમતા મેળવવાની છે. માત્ર મોક્ષનો જાપ કરવાથી મોક્ષ નહિ મળે. મોક્ષ માટે મોક્ષની સાધનારૂપ સામાયિકનો આશ્રય કરવો પડશે. સામાયિકથી સમતા મળશે. સમતા તમને અહીં જ મુક્તિનો આસ્વાદ કરાવશે. સામાયિક શ્રાવક માટે સર્વોત્કૃષ્ટ અનુષ્ઠાન છે. પાપ મુક્તિનું સદૈવ ૨૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #37 -------------------------------------------------------------------------- ________________ કારણ છે. સૂર્યની નજર પડે છે ને સામાન્ય દેખાતું જલબિંદુ મોતી બનીને ચમકવા માંડે છે. કુંભારની નજર પડે છે ને સામાન્ય દેખાતી માટી, કુંભ બનીને મસ્તકે ચડે છે. શિલ્પીની નજર પડે છે ને સામાન્ય દેખાતો પથ્થર પ્રતિમા બનીને મંદિરમાં બિરાજમાન થાય છે. ગુરુની નજર પડે છે ને સામાન્ય દેખાતો શિષ્ય અસામાન્ય બની જાય છે. તમને સુધારવા હોય ત્યારે હું તમને અવિનય વગેરે તમારા દોષો કહું છું, તમારો ઉત્સાહ વધારવા માંગતો હોઉં ત્યારે હું તમને સિદ્ધના સાધર્મિક બંધુ કહું છું. જે વખતે જે જરૂરી લાગે તે કહું. તાંબા કે લોઢા પર સુવર્ણસિદ્ધિનો રસ પડે તો તે સોનું બની જાય, એમ કહેવાય છે. ભગવાનની ભક્તિનો રસ આપણા હૃદયમાં પડે તો આપણો પામર આત્મા ૫૨મ બની જાય. તેમાં શ્રાવકપણાનું મૂલ્ય છે. ભગવાન જીવે કરેલા પાપથી મળતા દુઃખને દૂર નથી કરતાં પણ દુ:ખમાં કેમ જીવવું, સમાધિ કેમ રાખવી ? રોગમાં યોગની પરિણામની દૃઢતાની શક્તિ આપે છે. સદ્વિચારો આપીને સમાધિ ટકાવે છે. હૉટેલમાં જાવ જેટલા પદાર્થો આરોગો. એટલું બીલ ચઢે. જેટલા પુદ્દગલો વાપરો તેટલું બીલ ચઢે. દુઃખ ભોગવવું પડે. ઘણા ગૃહસ્થો પૈસા ચૂકવી શકે તેમ ન હોય તો દેવાળું કાઢે છે તેમ પ્રાયશ્ચિત લેવાનું મન ન થાય તે પાપ નિકાચિત સમજવું. રાજાને પથરો વાગ્યો છોકરાને ઇનામ આપ્યું તેનો ઇરાદો એવો ન હતો. રાજા કહે છે કે વૃક્ષ પથરો મારે તેને ફળ આપે હું રાજા એનાથી ગયોકે સજા આપું. ઇરાદો ખરાબ હોય તેને ન આપું. શ્રાવકજીવનનું મૂલ્યાંકન ૨૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬િ, સાધુજીવનનો મંત્ર અને મર્મ આચાર્યશ્રીની શીખ. મહા પવિત્ર તીર્થ શત્રુંજયમાં આપણે ભેગા થયા છીએ. બધાને મોટી આશા છે. અલગ અલગ સમુદાયના આચાર્ય ભગવંતો શું કરશે? અમારે મૈત્રી કરવાની છે, લડવાનું નથી, લડવાનું છે કર્મ સાથે, ભળવાનું છે પ્રભુમાં, આ જ અમારું કર્તવ્ય છે. સાધુજનોનું કર્તવ્ય છે. ઘરબાર છોડ્યા પછી આટલી આરાધનાઓ કર્યા પછી આપણને જે ગુણઠાણું [છઠ્ઠ મળે તેનું નામ જ્ઞાનીઓએ પ્રમત્ત’ આપ્યું. આવું નામ ગમે? પ્રમાદી કોઈ કહે તે ગમે ? ન ગમે તોય શું થાય? જ્ઞાનીઓએ નામ આપ્યું જ્ઞાનીઓએ બધું બરાબર જોઈને જ કહ્યું છે. એટલે કે અહીં સુધી આવ્યા પછી પણ પ્રમાદની પૂરી સંભાવના છે. માટે જ લખ્યું: “જ્ઞાનિનો જ પ્રમાવિન: I' જ્ઞાની હોવા છતાં પ્રમાદી ! એમનું વિકલ અનુષ્ઠાન તે ઇચ્છાયોગ. તેનાથી ઉપર ચઢે શાસ્ત્રયોગમાં આવે, અપ્રમત્ત ગુણઠાણું આવે પછી યોગ્ય કાળે સામર્થ્ય યોગથી શ્રેણિમાં ચઢે. સૌ પ્રથમ તમે તમારું સ્વરૂપ તો ઓળખો. ગૃહસ્થોને તો ધમધોકાર શીખવાડીએ છીએ, પણ સ્વ-જીવનમાં કદી નજર કરીએ છીએ? સાધુ પણ જ્યાં સુધી સર્વ જીવોને આત્મભૂત ન જુએ ત્યાં સુધી સાધુતામાં પ્રાણ નથી આવતો આત્મતુલ્ય નહિ, પણ સર્વ જીવોને આત્મભૂત માનવા. આ સાધનાની પરાકાષ્ઠા છે. બીજા દ્વારા થતી સ્તુતિ સાંભળતાં મલકાઈ જોઈએ તો પણ સાધના જાય. સ્તુતિ સાંભળતાં નારાજ થાય. નિંદાથી રાજી થાય તે સાચો યોગી, સુખને શ્રી કલાપૂર્ણપ્રબોધ ૩૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ દુઃખ અને દુઃખને સુખરૂપ ગણે તે સાચો મુનિ, એમ યોગસારમાં લખ્યું છે. સૌભાગ્ય કે સુયશ નામકર્મનો ઉદય પણ સુખ છે, તે વખતે મલકાઈએ તો મૂળથી ગયા. આપણે તો અમપ્રમત્ત ગુણઠાણાને સ્પર્શવાનો છે. અને ચોથાનું ઠેકાણું ન હોય તો સાધુપણું શા કામનું? - સાધુજીવનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી કે અશુભ વિચાર આવી શકે. આપણી ખામીના કારણે અશુભ વિચાર આવી જાય તો વાત જુદી છે. શુભ અનુષ્ઠાનોમાં પણ જો આપણું લક્ષ શુદ્ધ અને શુભ ન હોય તો આત્મશુદ્ધિ ન થઈ શકે. મોક્ષ ન મળી શકે. હા, સ્વર્ગાદિનાં સુખો મળી શકે. પણ તેથી સંસારવૃદ્ધિ જ થાય. ત્યાં આયુષ્ય લાંબાકાળનાં છે. દીક્ષાર્થીના ૧૬ ગુણોઃ ૧. આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો હોય. ૨. શુદ્ધ કુળ અને શુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલા હોય. ૩. ક્લિષ્ટ કર્મજાળ જેનું ક્ષીણ થઈ ગયું હોય. ૪. નિર્મળ બુદ્ધિવાળો હોય. ૫. સંસારની નિર્ગુણતાનો જાણ હોય. ૬. સંસારથી વિરક્ત થયેલો હોય. ૭. અલ્ય કષાયી. ૮. અલ્પ હાસ્યવાળો. ૯. કૃતજ્ઞતા અને પરોપકાર વિશ્વના સૌથી મોટા બે ગુણો છે, બીજાના ઉપકારને સ્વીકારવો, માનવો તે કૃતજ્ઞતા. બીજા પર ઉપકાર કરવો તે પરોપકાર. દીક્ષાર્થીને સૌથી મોટો ગુણ વિનય છે. ૧૦. રાજા વગેરે મોટા માણસોને માન્ય પુરુષ દીક્ષા લે તો શાસન પ્રભાવના સુંદર થાય. ૧૧. કોઈનો પણ દ્રોહ ન કરે તે ગુરુનો દ્રોહ થોડો કરે? ગુરુને છોડીને હાલતો ન થાય. • ૧૨. પ્રમત્તાવસ્થામાં પણ શૈલક ગુરુને પંથકે છોડ્યા ન હતા. ૧૩. રૂપવાન, ભદ્રમૂર્તિ ૧૪. શ્રદ્ધાળુ સાધુજીવનનો મંત્ર અને મર્મ ૩૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫. સ્થિરમતિ ૧૬. ગુરુને સમર્પિત હોય. ગુરુના ગુણો: • નિર્મલ બોધ. • વસ્તુતત્ત્વ વેદી, બોધ અલગ છે. સંવેદન અલગ છે. સંવેદન એટલે અનુભૂતિ. • ઉપશાન્તઃ ક્રોધના ફળો જાણવાથી સદા શાંત રહેનાર. સમતાનંદ જાણનારો ક્રોધ શા માટે કરે ? • પ્રવચન વસ્તલ ચતુર્વિધ સંઘ પ્રત્યે ભરપૂર વાત્સલ્ય હોય. તો જ આવનાર શિષ્ય પર વાત્સલ્ય વરસાવી શકે. પૂ. કનક સૂ. મોમાં આ ગુણ અમે જોયો છે. અહીં ગુરુએ માતા-પિતા બંનેની ફરજ બજાવવાની છે. વાત્સલ્ય વિના શિષ્ય ટકી ન શકે. • પુદ્ગલની રતિ નહિ, પણ સર્વના હિતની રતિ તે વિના રહેવાય નહિ. • મૈત્રી આદિ જ જીવનમાં ઉતારવાથી સ્વ-પરનું સાચું હિત સધાય છે. હિતકારી પ્રેરણા વખતે પણ જો તે સામે થાય તો મૌન રહે. • જેમનાં વચન બધા વધાવી લે તેવું પુણ્ય. • અનુવર્તકઃ શિષ્યના ભાવની અનુકૂળતા પ્રમાણે તેનું પાલન કરનાર. આ બધા ગુણોમાં વિચારતાં કાર્ય-કારણ ભાવ પણ સમજાશે. • ગંભીર ઃ વિશાળ ચિત્ત હોય. ગંભીર આલોચના આપે પણ જરાય બહાર ન જાય. સાગરમાંથી જેમ રત્નો બહાર ન આવે. • અવિષાદી: પરલોકનાં કાર્યમાં ખેદ ન કરે. પરિષહોથી ઘેરાયેલા હોય તો પણ છ કાયની હિંસા ન કરે. દોષ ન લગાડે, કોઈપણ કાર્યમાં કંટાળો ન લાવે. કર્મ નિર્જરાના લાભને જ જુએ. ગ્રાહકોની ભીડ વચ્ચે પણ વેપારી જેમ કંટાળે નહિ – સામે નફો દેખાય છે ને? • ઉપશમાદિ લબ્ધિયુક્ત બીજાને પણ શાંત કરવાની શક્તિ. આ લબ્ધિ કહેવાય. પં. ભદ્રંકર વિ. મ. માં આ શક્તિ જોવા મળતી. ગમેતેવા ક્રોધીને શાંત કરી દેતા. • ઉપકરણલબ્ધિ : સામગ્રી સામેથી મળે. તેવું પુણ્ય. શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #41 -------------------------------------------------------------------------- ________________ • સ્થિરલબ્ધિઃ દીક્ષા આપે તે સંયમમાં સ્થિર બની જાય. પૂ. કનકસૂ મ. માં આવી લબ્ધિ જોવા મળેલી. • પ્રવચનાર્થ વક્તા: સૂત્ર-અર્થને કહેનાર. • સ્વગુરુ પ્રદત્તપદઃ ગુરુ ન હોય તો દિગાચાર્ય દ્વારા પદ પામેલા હોય. આવા ગુરુ જ દિક્ષા આપવાના અધિકારી છે. કાળના દોષથી આવા ગુરુ ન મળે તો ૨-૪ ગુણ ધૂન પણ ગુરુ ચાલે. • દિક્ષા લીધા પછી થોડો સમય અપ્રમાદ રહે, પરંતુ વળી પ્રમાદ આવે. ભણવામાં, તપ વગેરેમાં એ પ્રમાદને દૂર કરનારા ગુરુ છે. નિદ્રા સિવાય નિંદા (વિકથા) વિષય-કષાય, મદ્યપાન આદિ પણ પ્રમાદ છે એ પ્રમાદથી બચાવનારા ગુરુ છે. એમ કરનાર જ સફળ ગુરુ કહેવાય. શિષ્યત્વનો મર્મ: વૈરાગ્ય માટે સંસારની નિર્ગુણતા જાણવી પડે. તે માટે આમ વિચારવું. સંયોગનો વિયોગ થવાનો જ છે. મૃત્યુ સામે જ ઊભું છે. વિષયો દુઃખદાયી છે. જો હું જીવનનો સદ્દઉપયોગ નહિ કરું તો ભયંકર પરિણામો ભોગવવાં પડશે. આવી વિચારધારાથી જેણે સંસારની નિર્ગુણતા જાણી છે, તે દીક્ષા માટે યોગ્ય છે. સંસાર તમને સારભૂત લાગે છે. જ્ઞાનીઓને અસાર લાગે છે. સંસાર તમને ગુણપૂર્ણ લાગે છે. જ્ઞાનીઓને નિર્ગુણ લાગે છે. ગુણહીનને દીક્ષા આપતાં સ્વ-પરના બંને ભવ બગડે. વિનીત પુણ્યવાન, અવિનીત પુણ્યહીન હોય. સંપત્તિ હોય તેને ધનવાન કહેવાય. અહીં વિનય આદિ ગુણ એ આંતર સંપત્તિ છે. દીક્ષા આપવી એટલે જીવના કર્મરૂપી રોગની ચિકિત્સા કરવી. ગુરુને વૈદ્ય થવાનું છે. શિષ્યને દર્દી બનવાનું છે. જેને સંસાર રોગો દૂર કરવાની ઈચ્છા હોય તેને જ દીક્ષા આપવી. જે પોતાને દર્દી જ ન માને, તેની ચિકિત્સા કેવી રીતે થઈ શકે ? પ્રભુએ જેને દ્વારા માન્યા, તેને હું પ્રારા માનીને જીવન જીવું એ જ મુનિનું લક્ષ્ય હોય. જો આવું લક્ષ્ય ન હોય તો બધી દ્રવ્ય ક્રિયાઓ ગણાશે પ્રાણ વગરનાં કલેવર જેવી! બીજ વાવ્યા વિના ખેડૂતની મહેનત જેવા. - સૂવા માટે નહિ, સમાધિ માટે સંથારો છે. નિગોદમાં ઊંઘવાનો ધંધો સાધુજીવનનો મંત્ર અને મર્મ Page #42 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ કર્યો છે. અહીં જાગૃતિ માટે ઉદ્યમ કરવાનો છે. આયુષ્ય દર્ભાગ્રસ્થ જળબિંદુ જેવું છે એમ જાણતો મુનિ પ્રમત્ત શી રીતે બને? સાધુ સદા અપ્રમત્તતા માટે જ સ્વાધ્યાયમાં રમમાણ રહે. જેનાથી બાહ્ય અને અત્યંતર રજનું હરણ કરાય તે રજોહરણ કહેવાય. અત્યંતર કર્મજ દૂર કરવાનું ઓઘો કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેને રજોહરણ કહેવાય. આપણી જીવનભરની સમતા – સામાયિક છે. રોજ-રોજ સમતા વધતી જવી જોઈએ. આ મુનિજીવનમાં સમતા નહિ આવે, કષાયો નહિ ઘટે તો ક્યાં ઘટશે? તિર્યંચમાં? નરકમાં? નિગોદમાં? જ્ઞાનની તીક્ષ્ણતા એટલે જ્ઞાનનો તીવ્ર ઉપયોગ. જેવું જાણ્યું તેવું જ પાલન. જાણવું તેવું જીવવું! દા. ત. ક્રોધની કટુતા જાણી જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ત્યારે ક્રોધને વશ નહિ થવું. આ જ્ઞાનની તીક્ષ્ણતા થઈ. જ્યારે જે જ્ઞાનની જરૂર હોય ત્યારે ત્યારે તે જ્ઞાન ઉપસ્થિત થઈ જાય, આચરણમાં આવી જાય તે જ્ઞાનની તીક્ષ્ણતા કહેવાય. કોઈ વસ્તુ લેવી-મૂકવી હોય તો પૂંજીપ્રમાજીને લેવા-મૂકવી તે જ્ઞાનની તીક્ષ્ણતા કહેવાય. આ તીક્ષ્ણતા એ જ ચારિત્ર! ચારિત્ર એટલે આપણે આપણા માલિક છીએ, તેવો અનુભવ કરવો, તેમ જીવવું! ગુણઠાણું તાણવાથી મારી-મચડીને નથી આવતું, વેષ પહેરવાથી નથી આવતું, તે માટે આત્મ-તત્ત્વનું લક્ષણ જાણવું પડે. રિઝર્વ બેન્કની સહી પછી જ રૂપિયો કહેવાય તેમ દીક્ષા-વિધિ પછી “સાધુ કહેવાય. તેના કાર્યથી તેની પરિણતિથી તેનાં પરિણામ જાણી શકાય. તેને સ્વયંને થાય “હું વિધિપૂર્વક સાધુ થયો છું મારાથી હવે અકાર્ય ન જ થાય.” સાધુની પ્રસન્નતા જોઈને તમને કંઈ લાગતું નથી ? મહારાજ કેવા પ્રસન્ન રહે છે! સાચે જ સાચું સુખ અહીં જ છે માટે અહીં જ આવવા જેવું છે ! - સાધુ પાસે સમતા, નિર્ભયતાનું, ચારિત્રનું, ભક્તિનું, મૈત્રીનું, કરુણાનું, જ્ઞાનનું સુખ છે. મૈત્રીની મધુરતા, કરુણાની કોમળતા, પ્રમોદનો પમરાટ, મધ્યસ્થતાની મહાનતા હોય તેવું આ સાધુજીવન પુણ્યહીનને જ ન ગમે. સાધુને પ્રતિકૂળતામાં વધુ સુખ લાગે. સંસારીથી ઊલટું દુઃખ જ્યારે સુખરૂપ લાગે ત્યારે જ સાધનાનો જન્મ થયો ગણાય. ૩૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #43 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનો સાધુ ભિખારી નથી, ચક્રવર્તીનો પણ ચક્રવર્તી છે. તેને મળતાં સુખ દેવેન્દ્ર કે ચક્રવર્તી પણ મેળવી શકે નહિ પણ એ સાધુ-સહન-સાધના અને સહાયતા કરનારા હોવા જોઈએ. જેને મોક્ષ જવાની તૈયારી નથી તેણે નિગોદમાં જવાની તૈયારી રાખવી પડે. બીજે ક્યાંય અનંત કાળ સુધી રહેવાની વ્યવસ્થા જ નથી. ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર જ સાગરોપમ છે. એટલા સમયમાં સ્વસાધ્ય (મોક્ષ) સિદ્ધ ન થાય તો નિગોદ તૈયાર જ છે. સાધુધર્મ ક્યાં છે ? ક્યાંય ઠેકાણું નહિ! રખડવાનુ જ લલાટે લખાયેલું, આમાં ક્યાં ધર્મ થાય? રહેવા, ખાવા-પીવા વગેરેની વ્યવસ્થામાંથી ઊંચા અવાય તો ધર્મધ્યાન થાયને? કપડાં-મકાન તો ઠીક, ઉચિત સમયે ભોજન પણ ન મળે. આવી સ્થિતિ પાપના ઉદય વિના ન જ આવી શકેને? માટે ગૃહસ્થપણામાં રહીને જ પરોપકારનાં કામ થતાં રહે તે જ સાચો ધર્મ” આ છે એક અન્યનો મત. ઉત્તર : તમે “પાપના ઉદયથી દીક્ષા મળે છે” એમ કહો છો, અમે પૂછીએ છીએ “પુણ્ય-પાપ એટલે શું ? “ભોગવતાં સંકલેશ થાય તો પાપ. અને સાતા રહે તે પુણ્ય. એ જ સાચું લક્ષણ છે. પુણ્યાનુબંધુ પુણ્યથી જ ગૃહસ્થત્વનો ત્યાગ થાય. પુષ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તે જ સંસાર છોડી શકે. પુણ્ય-પાપની સંકલેશ – અસંકલેશરૂપ વ્યાખ્યા કરી. હવે વિચારો વધુ સંકલેશ તો ગૃહસ્થપણામાં છે. સાધુને સંકલેશનો અંશ પણ નથી. બહારથી સારા દેખાતા મોટા પૂંજીપતિઓ અંદરથી કેટલા દુખી હોય છે, તે તમે જાણો છો” દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિએ એક પ્રશ્નના જવાબમાં કહેલું: દુનિયામાં સૌથી વધુ દુઃખી હું છું. અહીં સુખ ક્યાં છે? - તત્ત્વથી સાધુ આત્મામાં જ રહે. પરમ સમતામાં મગ્ન રહેવાથી ગમે તેવાં સ્થાનોમાં રાગ-દ્વેષાદિ ન કરે. ધર્મશાળામાં સાધકો, સારા હોય કે ખરાબ, રાગ-દ્વેષ કરતા નથી, તેમ સાધુ પણ ન કરે. સાધુ બીજાના બનાવેલા સ્થાનમાં ઊતરે, સ્વયં ન બનાવે, પોતાના માટે બનાવે તો “આ મારું છે' એમ મમત્વ થાય. સાધુ જે ભૂખતરસ સહે છે, તેમાં સંકલેશ નથી થતો. પરંતુ આનંદ થાય છે. કારણ કે સાધુજીવનનો મંત્ર અને મર્મ ૩૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ જાણે છે કે આનાથી અશાતા વેદનીય કર્મ આદિ ખપે છે. અરે, કેટલીક વાર તો જાણીજોઈને ઉપવાસાદિ કરીને ભૂખ સહે છે. ભગવાનનું છદ્મસ્થજીવન જુઓ. કેટલી ઘોર તપસ્યા! જોકે આ તપ બધા માટે ફરજિયાત નથી. જેવી જેની શક્તિ અને ભાવના ! એક લોચ ફરજિયાત છે ! એ પૈર્ય અને સત્ય વધારવા માટે છે. લોચાદિના કાયકલેશથી સાધુ પાપકર્મની ઉદીરણા કરે છે. ભવિષ્યમાં આવનારાં પાપકર્મોને અત્યારથી જ ઉદયમાં લાવીને ખતમ કરી દેતાં ભાવિનાં તેટલાં પાપકર્મો ખપી જાય છે. તેથી સાધુ આનંદ માને છે. સંયમીનું જીવન એટલે અસલામતીનું જીવન! એને વળી સલામતી શાની? અજ્ઞાત ઘરોમાં જવાનું, શાતને ત્યાં જવાનું તો હમણાં હમણાં થઈ ગયું. અસલામતીમાં રહેવાથી આપણું સાહસ, સત્ત્વ, આત્મવિશ્વાસ આદિ ગુણો વધે છે. સંયમ સારી રીતે પાળવું હોય તો ભક્તિ વિના ઉદ્ધાર જ નથી, મૈત્રી વિના ઉદ્ધાર નથી. મૈત્રી દ્વારા જીવો સાથેનો સંબંધ અને ભક્તિ દ્વારા ભગવાન સાથેનો સંબંધ સુધારવાનો છે. એ વિના ચારિત્રની શુદ્ધિ નથી, પ્રાપ્તિ નથી, એટલું લખી રાખજો. આપણે એમ માની લીધું કે વૈરાગ્ય તો મુમુક્ષુને હોય સાધુને જરૂર નહિ. વૈરાગ્ય વિના ચારિત્ર ટકે શી રીતે ? જ્ઞાન વધે તેમ વૈરાગ્ય વધવો જોઈએ. દોષોની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ કરાવે તે જ સાચું જ્ઞાન ! જ્ઞાનથી જો અભિમાન આદિ વધે તો અજ્ઞાન કોને કહીશું? દીવાથી અંધારું વધે તો દીવો કોને કહીશું? પ્રભુ-ભક્તિ વૈરાગ્યાદિ ગુણો જ્ઞાનથી વધવા જોઈએ. જ્ઞાનભક્તિ-વૈરાગ્ય ત્રણેય સાધનામાં જરૂરી છે. દીક્ષાનું મૂળ રહસ્ય દીક્ષા એટલે ચોરાશી લાખ જીવયોનિના જીવોને અભયદાનનું ઘોષણાપત્રક! દયા-કરુણા વિના દીક્ષા ન ટકે. એ માત્ર મનથી ન ચાલે, વર્તનમાં આવવું જોઈએ. સાધુ અને વર્તનમાં મૂકે છે. ગૃહસ્થો એ ન કરી શકે. આપણને જલદીની પડી છે. જ્ઞાનીઓને જીવની પડી છે. પડિલેહણ જલદી કરવાથી મોક્ષમાર્ગ ધીમે પહોંચાય. આમાં ટાઈમ બગડતો નથી. સફળ શ્રી કલાપૂર્ણપ્રબોધ ૩૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ થાય છે. સ્વાધ્યાય કરીને આખરે શું કરવાનું છે? “જ્ઞાનસ્ય છત્ત વિરતિઃ | સાધુને ગુસ્સો નહિ કરવાની પ્રતિજ્ઞા આપવાનો સવાલ જ નથી. દીક્ષા લીધી ત્યારથી એ પ્રતિજ્ઞા છે જ. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ત્યારે એ પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. સાધુ નામ જ ક્ષમાશ્રમણ છે. ૧૦ પ્રકારના યતિધર્મોમાં પ્રથમ ક્ષમા છે. સામાયિકનો અર્થ સમતા થાય છે. સમતાનો અભ્યાસ વધતો જાય તેમ આનંદ વધતો જાય. લખપતિનું લક્ષ ક્રોડપતિ તરફ, ક્રોડપતિનું લક્ષ અબજપતિ બનવા તરફ હોય છે, તેમ શ્રાવકનું સાધુ તરફ, સાધુનું સિદ્ધિ તરફ લક્ષ હોવું જોઈએ. ન હોય તો સાધક તે સ્થાને પણ રહી ન શકે. શ્રાવકે શ્રાવકપણામાં કે સાધુએ સાધુપણામાં ટકી રહેવું હોય તો પણ આગળનું લક્ષ હોવું જ જોઈએ. સિદ્ધાંતોનો સ્વાધ્યાય વધે તેમ સંયમની શુદ્ધિ અને સ્થિરતા વધે, ભગવાન સાથે અભેદભાવ મિલન થાય. ચારિત્ર એટલે જ પ્રભુનું મિલન. સંતો, યોગીઓ, પ્રભુ સાથે મિલન કરી શકે છે. ગોચરીમાં ફરતા, પસીનાથી રેબઝેબ થયેલા જૈન સાધુને જોઈને એક નિષ્ણાત વૈદ્ય પાછળ પાછળ ચાલતો ઉપાશ્રયમાં આવ્યો. તાત્કાલિક તાપરશે તો મુનિને દોષોનો પ્રકોપ થશે. એમ તે માનતો હતો. પણ સાધુ મહારાજ તો પચ્ચકખાણ પારી, ૧૭ ગાથાનો સ્વાધ્યાય કરીને પછી વાપરવા બેઠા, આથી શરીરનાં ધાતુઓ સમ થઈ ગયા પછી વાપરવા બેઠા તેથી વૈદ્ય સર્વજ્ઞોક્ત વિધાન પર ઝૂકી પડ્યોઃ કેવું સર્વશનું શાસન ! સાધુ સર્પની જેમ સ્વાદ લીધા વિના કોળિયો ઉતારે, પીપરમીંટની જેમ આહાર મુખમાં આમતેમ ફેરવે નહિ. જ્યાં સુધી ઘટમાં અનુભવ પ્રકાશ ન થાય, જ્યાં સુધી શિક્ષા દ્વારા અંદર ગુરુત્વ પેદા ન થાય, ત્યાં સુધી ગુરુની સેવા કરવી જોઈએ. સાધુ સાધુપણામાં રહે તો એટલો સુખી બને, એટલો આનંદ ભોગવે કે દુનિયાનો કોઈ માણસ એની બરાબરી ન કરી શકે, માણસ તો ઠીક અનુત્તર વિમાનવાસી દેવો પણ બરાબરી કરી શકે નહિ. બધા ધોબીઓ તમારી કપડાં ધોવાની કળા પાસે હારી જાય, એટલાં સાધુજીવનનો મંત્ર અને મર્મ ૩૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ સફેદ કપડાં તમે ધોઈને કરી શકો છો. આ કળા હસ્તગત થઈ ગઈ, પણ આત્મા, જે અનાદિકાળથી મલિન છે, તેની શુદ્ધિ કરવાની કળા હસ્તગત કરવા જેવી છે, તેવું કદી લાગ્યું ? કાણાવાળી સ્ટીમરમાં કોઈ ન બેસે. બેસે તેને સ્ટીમર ડુબાડી દે. અતિચારનાં કાણાવાળું સાધુપણું આપણને સંસાર-સાગર શી રીતે કરાવશે? આપણું સાધુપણું મુક્તિ આપે એવું છે, એવું આપણને લાગે છે ? પોતાની જાત સંયમને યોગ્ય બનાવવા સાધુ સતત પ્રયત્નશીલ હોય. મુનિઓ એવા હોય કે લબ્ધિ પ્રગટે તોપણ કહે નહિ, લબ્ધિ દેખાડવાની ઇચ્છા હોય એવાઓને લબ્ધિ પ્રગટે નહિ. અત્યારે પ્રગટતી નથી, કારણ કે એટલી નિઃસ્પૃહતા અત્યારે નથી રહી. શાસન-પ્રભાવનાના બહાના હેઠળ પણ અહંકારની પ્રભાવના જ કરવાની ઇચ્છા છુપાયેલી હોય છે. - જિન વચનામૃત ઘૂંટી-ઘૂંટીને પીનારા સાધુને સ્વ-પરનો ભેદ નથી હોતો. એથી જ તેઓ સ્વ-પરની પીડાનો પરિહાર થાય તેમ વર્તતા હોય છે. સાધુપણાનું સાતત્યઃ દીક્ષા લીધી ત્યારે તો વૈરાગ્ય હતો. અત્યારે છે કે એ ઊભરો શમી ગયો ? સાચો વૈરાગ્ય દિન-પ્રતિદિન વધતો જ રહે. દુકાન ખોલો તે દિવસ કમાણી થાય અને પછી ન થાય તે ચાલે? ગભારામાં જઈને સાધ્વીઓ દર્શન કરે તે ઉચિત નથી. આ આશાતના છે. જધન્યથી નવ અને ઉત્કૃષ્ટથી ૬૦ હાથનો અવગ્રહ રાખવાનો છે. પહેલા હું પણ જતો હતો, પણ પછી મારું જોઈ બીજા પણ આ પરંપરા ચલાવશે એમ વિચારીને મેં બંધ કર્યું. આપણું શરીર એષણાએ અશુદ્ધ હોય તેથી આશાતના થાય મંદિરની જેમ ગુરુ આદિની પણ આશાતના ટાળવી જોઈએ. અત્યારના આપણા ગુણઠાણા માત્ર વ્યવહારથી સમજવા, નાટકમાં નટ રાજા બને કે લડાઈ જીતે, તેથી કાંઈ સાચા અર્થમાં વિજેતા રાજા બની શકતો નથી, તેમ માત્ર વસ્ત્રો પહેરવાથી વાસ્તવિક ગુણઠાણું આવી શકતું નથી. સાકરનો એક દાણો એવો ન હોય, જેમાં મીઠાશ ન હોય. તેમ એક સાધુ એવો ન હોય, જેમાં સમિતિગુપ્તિ ન હોય. સમિતિ-ગુપ્તિ ન હોય તો સમજવું: આપણે સાધુ નથી. મીઠાશ ન હોય તો સમજવું: આ સાકરનો ૩૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #47 -------------------------------------------------------------------------- ________________ દાણો નથી. મીઠાનો દાણો હોઈ શકે. દિક્ષા લીધી ત્યારથી કુટુંબ ભલે છોડ્યું, પણ આખા વિશ્વને કુટુંબ બનાવ્યું. કોઈની સાથે કાંઈ લેવાદેવા નહિ, ‘મારું કરું એવી વૃત્તિ ન ચાલે. સર્વ જીવો સાથે કરુણાપૂર્ણ જીવન જીવવાનું છે. કપડાંદિમાં રંગ-બેરંગી દોરા નાખવા વગેરેમાં સમય શા માટે બગાડવો? તમે બીજા સમુદાયના હો તો પણ મારી ભલામણ છે કે આમાં સમય નહિ બગાડતાં આમાં આપણું સાધુપણું શોભતું નથી. અમદાવાદની હાલત જાણો છો ને? સાધ્વીજીઓને કોઈ પોતાની સોસાયટીમાં રાખવા તૈયાર નથી. ફરિયાદ છે: ગંદવાડ બહુ કરે. એક તો જગ્યા આપીએ ને ઉપરથી ગંદવાડ સહવો? આવો વિચાર સ્વાભાવિક રીતે લોકોને આવી જાય. તમે આ ધર્મશાળાને ગંદી બનાવો તો બીજી વાર ઊતરવા મળે? સંઘોમાં અમને ઘણી વાર અનુભવ થયો છે. એક વખત સંઘને ઊતરવા સ્કૂલ આપ્યા પછી બીજી વાર આપતા નથી. કારણ આ જ છે. આપણે એક ડગલાથી બે ડગલાં આગળ જવા તૈયાર નથી. સામાન્ય માનવીય સભ્યતા પણ શીખ્યા નથી તો લોકોત્તર જેનશાસનની આરાધના શી રીતે કરી શકીશું? આપણા નિમિત્તે જૈનશાસનની અપભ્રાજના થાય, કોઈને સાધુસાધ્વી પ્રત્યે દુર્ગછા જાગે એના જેવું બીજું કોઈ પાપ નથી. આપણાં બધાં જ અનુષ્ઠાનોનો સમાવેશ દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં થઈ જાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં જેનો સમાવેશ ન થાય તે સાધુનો આચાર નથી. એમ પણ કહી શકાય. ખરજ ખણીને પગ મૂકતાં પહેલાં હાથીએ નીચે જોયું. તમે પહેલાં પગ મૂકો કે નજર મૂકો ? ઈર્ષા સમિતિનું પાલન હાથી પણ કરે અને તમે નહિ? ને જોયું તો સસલાનું બચ્ચું? તે ખસેડી શકાય કે નહિ? તમે ટ્રેનમાં બેઠા હો ને પછી સંડાસ ગયા હો ને તમારી જગ્યાએ બીજો કોઈ બેસી જાય તો? ઉઠાડો કે એનો ઉપકાર માનો કે મને લાભ આપ્યો એને ન ઉઠાડવાની સજ્જનતા રાખી શકો? તમારા આસન ઉપર બીજા બેસે ત્યારે તમને શું થાય? આ માનવ-જીવનમાં સંયમજીવન પામીને જ આપણે ઋણમુક્ત બની સાધુજીવનનો મંત્ર અને મર્મ ૩૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ શકીએ. કારણ કે અસંયમ જીવનમાં કોઈ જીવને સતાવવાનો નથી, પીડવાનો નથી. આવું જીવન અહીં જ શક્ય છે. કોઈ દેવાળિયા માણસને કોર્ટ શું સજા ફરમાવે ? આપણે પણ દેવાળિયા છીએ. કર્મસત્તા એનો બદલો લીધા વિના રહેનાર નથી. કાળના પ્રદેશો નથી. ક્ષણ છે પણ બે ક્ષણ કદી એકી સાથે મળી શકતી નથી. એક સમય જાય પછી જ બીજો આવે. અસંખ્ય સમયો એકઠા ન થઈ શકે. જ્યારે જીવો વગેરેના પ્રદેશો સમૂહમાં મળી શકે છે. જીવાસ્તિકાયમાં અનંત જીવોના અનંત આત્મ-પ્રદેશો છે. એમાંથી એક પણ પ્રદેશ ઓછો હોય ત્યાં સુધી જીવસ્તિકાય ન કહેવાય. એક પૈસા પણ ઓછો હોય ત્યાં સુધી રૂપિયો ન જ કહેવાય. ૯૯ પૈસા જ કહેવાય. સમગ્ર જીવસ્તિકાય સાથે કેવો વ્યવહાર કરવો? એ જ સાધુજીવનમાં સમજવાનું છે. નારક વેદનામાં સબડે છે. દેવો સુખમાં મસ્ત છે. નિર્યચો પડામાં કણસે છે. હવે માણસો જ એક માત્ર એવા છે, જે ધર્મ આરાધી શકે. આ જીવન આપણને મળ્યું છે એમાં પણ કેટલાં વર્ષો ગયાં ? હવે કેટલાં રહ્યાં? મારું પોતાનું કહું તો ૭૬ વર્ષ ગયાં. હવે કેટલાં રહ્યાં? કાળરાજા ગમે ત્યારે ત્રાટકી શકે છે. માટે જ રોજ સંથારાપોરસી ભણાવવાની છે. સંથારાપોરસી એટલે મૃત્યુને સત્કારવાની તૈયારી સાધુ ગમે ત્યારે મૃત્યુ માટે તૈયાર હોય. કાલ નહિ, આજે. આજે નહિ અત્યારે પણ મૃત્યુ આવી જાય તો પણ સાધુ ડરે નહિ. ડરે તે સાધુ નહિ. અહો ! અહો ! સાધુજી સમતાનો દરિયો ! સાધુને સમતાના સમુદ્ર કહ્યા છે. સમુદ્ર ન બનો તો કાંઈ નહિ, સરોવર તો બનો, કૂવા તો બનો... એ પણ ન બનો તો ખાબોચિયું તો બનો. સમતાનો છાંટોય ન હોય એવું સાધુપણું શા કામનું? સાધુ પાસે આપવાનું શું છે? અભયદાન જળ - તરસ, દાહ, મલિનતા દૂર કરે. અગ્નિ - ઠંડી દૂર કરે. ૪૦ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #49 -------------------------------------------------------------------------- ________________ પવન ધરતી વૃક્ષ વાદળ સૂરજ ચંદ્ર ચંદન - - — - - - પ્રાણ બને આધાર આપે ખોરાક, મકાન, છાયા, ફળ વગેરે આપે. પાણી આપે પ્રકાશ આપે શીતલતા આપે સુવાસ આપે સાધુ - શું આપે ? અભયદાન જ્ઞાનદાન અન્નદાન કે ધનદાનથી ક્ષણિક તૃપ્તિ થાય, પણ શાનદાન કે અભયાનથી યાવજ્જીવ તૃપ્તિ થાય. સર્વ જીવોને અભયદાન આપનારો સાધુ સમગ્ર બ્રહ્માંડમાં શાંતિની ઉદ્ઘોષણા કરે છે. સાધુ જાહેર કરે છે : હું હવે કોઈને ત્રાસરૂપ નહિ બનું. ગૃહસ્થો રૂપિયા ભેગા કર્યા જ કરે, જરૂર ન હોય તોપણ એકઠા કર્યા જ કરે, તેમ આપણે પણ મળતી ચીજો એકઠા કરતા જ રહેવાનું ? તો ગૃહસ્થ અને સાધુમાં ફરક ક્યાં રહ્યો ? ગૃહસ્થ જીવનમાં દાન-પરોપકાર વગેરે પ્રવૃત્તિ હતી. અહીં આવ્યા પછી દાન-પરોપકાર બંધ થાય અને જીવનકાર્યની સાથે પણ આપણે તાદાત્મ્ય સાધી શક્યા નહિ તો આપણી હાલત ઊભયભ્રષ્ટ બનશે. આથી જ જ્ઞાનીઓની નજરે સુખ દુઃખ છે. દુઃખ સુખ છે. મુનિ જ્યારે દુઃખને સુખ માને, સુખને દુઃખ માને ત્યારે મોક્ષસુંદરી દોડતી દોડતી તેની પાસે આવી પહોંચે. એમ યોગસાર ગ્રંથકાર કહે છે. અનુકરણ નહિ, આજ્ઞાધીનતા તીર્થંકરોની વિભૂતિનું અનુકરણ આપણાથી ન થાય. સોના-ચાંદીની ઠવણી આપીને આડંબર ન રાખી શકાય. રાખવા ગયા તે ગયા. આચાર્ય રત્નાકરસૂરિજીની ચાંદીની ઠવણી જોઈ એક દઢધર્મી વ્યક્તિએ પૂછેલું : ભગવન્ ! ગૌતમસ્વામી સોનાની ઠવણી રાખીને કે ચાંદીની ઠવણી રાખીને વ્યાખ્યાન આપતા ? આચાર્ય અર્થ સમજી ગયા. બીજે દિવસે પરિગ્રહનું વિસર્જન કર્યું. સાધુજીવનનો મંત્ર અને મર્મ ૪૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની વાત જુદી છે. આપણી વાત જુદી છે. સાધુઓ જગતનું કલ્યાણ કરે છે, તેમાં પણ ભગવાનનો જ પ્રભાવ કામ કરી રહ્યો છે. અરિહંતના ધ્યાનમાં રહે તે જ સાધુ કહેવાય. આવા સાધુ, ઉપાધ્યાય કે આચાર્યને કરેલો નમસ્કાર પણ સર્વ પાપનો નાશક બને. સાધુને અપાતા શા માટે ઉદયમાં આવે ? હું કહું છું. સાધુને પણ ઉદયમાં આવે. કારણ કે કર્મસત્તા સમજે છે. આ સાધુ તો જલદી જલદી મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે તો જલદી એનો હિસાબ ચૂક્ત કરી લઈએ. સંયમમાં જરૂર હોય તે ઉપકરણ તેથી વધુ વસ્ત્રાદિ તે અધિકરણ. આ સૂત્ર યાદ રાખશો તો વધુ સંગ્રહ કરવાનું મન ક્યારેક નહિ થાય. મધ્યકાળના સાધુઓને પ્રતિક્રમણ કરવાની જરૂર રહેતી નથી કારણ કે એમનું આખું જીવન જ આવશ્યકમય હોય છે. આપણે રહ્યા વક્ર અને જડ. એટલે જ આવશ્યકમય જીવન જીવવાનું હોવા છતાં આપણે એનાથી દૂર રહીને જ જીવીએ છીએ માટે જ આપણા માટે પ્રતિક્રમણ ફરજિયાત બનાવ્યું. ચાલવા છતાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચતા નથી તેનું કારણ નિશ્ચયવ્યવહારનું સમ્યગ આલંબન નથી લેતા, તે છે. અત્યારે આપણે નિશ્ચય સાવ જ ભૂલી ગયા છીએ. હું શુદ્ધાત્મા છું. એવી વિચારધારામાં આપણને મિથ્યાત્વ દેખાય છે, પણ શરીરમાં જ આત્મબુદ્ધિ છે, તેમાં મિથ્યાત્વ દેખાતું નથી. જ્ઞાનસાર એમને એમ નથી બનાવવામાં આવ્યો. જો કે સામો ખપ્પા' આ શ્લોક એમને એમ નથી બનાવ્યો. સંથારા પોરસીમાં રોજ નિશ્ચય યાદ કરાવવામાં આવે છે, પણ યાદ કરે છે કોણ? - ઊંઘમાં, એકલા-એકલા સંથારા પોરસી ભણાવનારા સાંભળી લે કે સ્વાતંત્ર્ય એ જ મોહનું – પાતંત્ર્ય છે. ગુરુનું પાતંત્ર્ય એ જ સાચું સ્વાતંત્ર્ય છે. કોઈની ભૂલ કદી જાહેરમાં ન કહેવાય, એકાન્તમાં જ કહેવાય. કોઈની ટીકા કરતા પહેલા વિચારજો. જાહેરમાં બોલશો તો પેલાના હૃદયમાં તમારા પ્રત્યે આદર જ નહિ રહે. આદર જ નહિ રહે તો તમારું માનશે શી રીતે? ભૂલ કાઢવાના નામે નિંદામાં સરકી જવું ઘણું સહેલું છે. નિંદા કયા દરવાજેથી આવી જાય, તેની ખબર પણ નહિ પડે. મરી જજો, પણ કોઈની નિંદા નહિ કરતા, નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું. આટલા શ્રી કલાપૂર્ણપ્રબોધ ૪૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ વર્ષો પૂ. પં. ભદ્રંકર વિ. મ. પાસે રહ્યા છીએ, પણ એમના મુખે કદી કોઈની નિંદા સાંભળી નથી. જ્ઞાનીની પરખ ક્રિયાથી થાય છે. જ્ઞાન વધુ તેમ ક્રિયા વધુ! હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ.” – પૂ. ઉપાયશોવિજયજી. જ્ઞાન અમૃત છે. ક્રિયા ફળ છે. એ બંનેથી જ સાચી તૃપ્તિ મળે. જ્ઞાની અલિપ્ત હોય, પણ જ્ઞાની કોણ? ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની છે. એક પણ ગુપ્તિથી ગુપ્ત નથી તે સાચો જ્ઞાની નથી. ત્યાં સુધી આવો અધિકાર નથી. જો કે અભ્યાસ કરવાનો બધાનો અધિકાર છે. ધારીએ તો સમિતિનું પાલન સરળ છે. ચાલતાં નીચે જોઈને ચાલો, તો ઇર્યાસમિતિ આવી જશે. બોલતાં ઉપયોગપૂર્વક હિતનમિત-પથ્થ-પ્રિય જરૂરી બોલો તો ભાષાસમિતિ આવી જશે. ગોચરી કરતા હોઈએ ત્યારે બોલવાની જરૂર કયારે પડે? જરૂર પડે ત્યારે જ બોલો છો ને? બિનજરૂરી નથી બોલતાને? ભાષાસમિતિમાંથી જ વચન-ગુપ્તિમાં જળવાશે. ૪૨ દોષ ટાળીને ગોચરીલઈએ તો એષણાસમિતિ આવશે. એવું ન બની શકતું હોય તો મનમાં દુઃખ તો લાગવું જ જોઈએ. આવો સાધક બીજીવાર સ્વાદિષ્ટ વસ્તુ ન મંગાવે. લેતાં-મૂકતાં જયણા આવી જાય તો એષણાસમિતિ આવશે. લેતાં-મૂકતાં ઉપયોગ ન રાખ્યો તો સ્વ-પરને નુકસાન થશે. બીજો જીવ મરી જશે. વિંછી વગેરે ડંખ મારે તો જાતને પણ નુકસાન. એટલું નક્કી કરો ચાલતાં અને વાપરતાં બોલવું નહિ. તો વચનગુપ્તિનો અભ્યાસ થશે. અત્યારે મૌન રહેશો તો એકઠી થયેલી શક્તિ વ્યાખ્યાન વખતે કામ લાગશે. ગૃહસ્થોકમાણી ગમેતેમ વેડફી નાખતા નથી, આપણાથી બોલબોલ કરીને ઊર્જાનો દુર્વ્યય શી રીતે કરી શકાય? સાધુજીવનનો મંત્ર અને મર્મ ૪૩ 'WWW.jainelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ જ ૭. વિનય મૂલો ધમો | ધર્મનું મૂળ વિનય છે. અવિનીતને વિદ્યા કદાચ મળે ખરી, પણ ફળે નહિ. અવિનીતમાં રહેલા બધા ગુણો દોષો જ ગણાય ને વિનીતના દોષો પણ ગુણોરૂપ ગણાય. શાંતિસમાધિ અને સિદ્ધિ સુધી પહોંચવું હોય તો વિનય શીખો. ગુરુ નહિ, શિષ્ય બનો. શિષ્ય બનવું જ કઠણ છે. એવું આ ગ્રંથમાં ભારપૂર્વક જણાવાયું છે. અવિનયના માર્ગે વિના પ્રેરણાએ ચાલી શકાય, પણ અહીં તો પ્રેરણા પછીય ચાલવું મુશ્કેલ છે. રાધાવેધ સાધવા જેટલું મુશ્કેલ છે. “જ્ઞાન વાંચો એમ ન લખ્યું “જ્ઞાન શીખો' એમ લખ્યું. શા માટે? જાતે વાંચી શકાય, પણ શીખી ન શકાય. ગુરુ વિના શીખી ન શકાય. ગુરુ હોય એટલે વિનય કરવો જ પડે. દુનિયાની બધી જ વિદ્યા કરતાં મોક્ષ વિદ્યા સર્વોત્કૃષ્ટ છે. વ્યાવહારિક જગતમાં પણ વિનયની આટલી જરૂર પડે તો મોક્ષ વિદ્યામાં કેટલી જરૂર પડે? ગૃહસ્થો પુરુષાર્થથી ધનની વૃદ્ધિ કરે તો આપણે વિનયથી વિદ્યા આદિ ગુણોની વૃદ્ધિ નહિ કરવાની? શાસ્ત્રોમાં વિનય ક્યાં છે? એમ નહિ વિનય ક્યાં નથી ? એમ પૂછો. દરેક કાર્ય નવકારપૂર્વક શરૂ કરવાનું હોય છે. નવકાર પરમ વિનયરૂપ છે. ગુણોને તમે આમંત્રણપત્રિકા ભલે ગમે તેટલી લખો, પણ તેઓએ મિટિંગમાં નક્કી કર્યું છે કે વિનય હોય તો જ જવું. અવિનય ઝેર છે, એ દૂર નહિ થાય ત્યાં સુધી આપણા ભાવ-પ્રેરણાનું ક્ષણેક્ષણે થઈ રહેલું મૃત્યુ અટકશે નહિ. શિષ્યમાં બે ગુણ તો હોવી જ જોઈએ : વિનય અને વૈરાગ્ય. વાવવા લાયક ભૂમિ કેવી છે? તેની ખેડૂતને તરત જ ૪૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #53 -------------------------------------------------------------------------- ________________ ખબર પડી જાય છે. વિનયી હોય તો જ આગમશ્રવણમાં સામે દાખવી શકે. સાચો વિનય હોય ત્યાં સરળતા હોય. ખોટો વિનય હોય ત્યાં દંભ અને કપટ હોય. આવો શિષ્ય દેખાવ ખૂબ જ કરે. આથી લખ્યું; આર્જવગુણથી યુક્ત શિષ્ય હોય. આજ સુધી આપણે વિષયોનો, સાંસારિક પદાર્થોનો વિનય કર્યો જ છે. વેપારીઓ કેટલાનો વિનય કરે છે ? ગરજ પડ્યે ગધેડાને પણ બાપ બનાવે ! સેવકના ભવમાં રાજાનો, નોકરના ભવમાં શેઠનો, સૈનિકના ભવમાં સેનાપતિનો ઘણો વિનય સાચવ્યો છે. પણ લોકોત્તર વિનય કદી મેળવ્યો નથી. વિનય જ જ્ઞાન છે અને જ્ઞાન જ વિનય છે. બન્ને અભિન્ન છે. અલગ માનવાની જરૂ૨ નથી. કારણ કે વિનયથી જ જ્ઞાન મળે અને જ્ઞાનથી જ વિનય જણાય. દૂધ અને પાણી હંસ દ્વારા કે ગરમ કરવા દ્વારા હજુ જુદા થઈ શકે, પણ દૂધ અને સાકરને કોઈ રીતે અલગ કરી શકશો ? વિનય અને જ્ઞાનનો સંબંધ દૂધ અને સાકર જેવો છે, જેને તમે અલગ કરી શકો નહિ. જ્ઞાન વિનય અભેદ છે ઘણી વખત એમ થાય, આખો દિવસ વિનય કરતા રહીએ તો ભણવાનું ક્યારે ? અહીં સમાધાન મળે છે. વિનય જ્ઞાનથી અલગ નથી. જ્ઞાન મેળવવું હોય તોપણ વિનય છોડતા નહિ ને જ્ઞાન મળી ગયું હોય તોપણ વિનય છોડતા નહિ. વિનય છોડશો તો જ્ઞાન ગયું જ સમજો. જ્ઞાનનું મહત્ત્વ પહેલા એટલા માટે ન બતાવ્યું કે એથી શિષ્ય સૌ પ્રથમ જ્ઞાન જ ભણવા લાગી જાય. પણ વિધિ વિના જ્ઞાન ગ્રહણ કરવામાં આવે તો ખતરો છે. માટે જ વિનય પ્રથમ બતાવ્યો. વિનય એટલે સમ્યગ્રદર્શન એના વિનાનું જ્ઞાન અજ્ઞાન જ કહેવાય. જેનાથી આત્માનું અહિત થાય તેને જ્ઞાન કહેવાય જ કેમ ? જેનાથી બીજાની નિંદા કરવાનું મન થાય, જેનાથી અભિમાન વધે એ જ્ઞાનને શાન શી રીતે કહેવાય ? જ્ઞાન વગેરે બધું જ છોડીને એકલા વિનયને જ વળગી રહેનારાને જૈનશાસન પાખંડી કહે છે. ૩૬૩ પાખંડીઓમાં વિનયવાદીઓ પણ હતા. તેઓ બધાનો વિનય કરતા હતા, કૂતરા-કાગડા વગેરે દરેકનો વિનય જ્ઞાનને લાવ્યા વિના ન જ રહે. જ્ઞાન ચારિત્ર લાવ્યા વિના ન રહે. વિનય જ આગળ વધીને જ્ઞાન અને જ્ઞાન જ આગળ વધીને ચારિત્ર બની વિનય મૂલો ધમ્મો ૪૫ ૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ જાય છે, એમ કહું તોપણ ખોટું નથી. ભગવાન સ્વયં કહે છેઃ હું અને ગુરુ અલગ નથી. ગુરુનું અપમાન કરનારો મારું અપમાન કરે છે. ગુરુનું સન્માન કરનારો મારું સન્માન કરે છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે : “ગુરુ વિષયો મોરવો ગુરુ – વિનય જ મોક્ષ છે. એક વિનય તમને ક્યાંથી ક્યાં લઈ જાય? વિનય, વિદ્યા, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વીતરાગતા અને વિમુક્તિ – આ ક્રમશ મળતા પદાર્થો છે. પણ પ્રારંભ વિનયથી જ કરવો પડશે. વિનય મૂકી ગયા તો બીજા ગુણો એકડા વગરના મીંડા જ પુરવાર થશે. વિનય ક્યાંથી શરૂ થાય છે વ્યવહારિક જ્ઞાન શીખવા માટે પણ આટલી સેવા કરવી પડે તો આધ્યાત્મિક જ્ઞાન માટે તો કહેવું જ શું? જેણે ગૃહસ્થપણામાં માતા-પિતાની સેવા નથી કરી, તે દીક્ષામાં ગુરુની સેવા કરે, એ વાતમાં માલ નથી. આથી જ જયવિયરાયમાં સૌ પ્રથમ ગુરુનાપૂ૩' (એટલે કે માતા-પિતા આદિ ગુરુજનની પૂજા)ની માંગણી કરવામાં આવી છે. પછી જ ‘સુરંગો તવ્યય-સેવળ મવમવું' કહીને સદ્ગુરુનો યોગ અને તેમના વચનની અખંડ સેવાની માંગણી કરી છે. માતા-પિતાની સેવા પણ સ્વાર્થથી ન થાય માટે, જયવીરાયમાં પછી લખ્યું: “પરત્થર ” મને પરોપકાર ભાવ મળો. આ રીતે માતા-પિતાની ભક્તિ અને પરોપકારનો ભાવ આવ્યા પછી જ સદ્ગુરુનો સંયોગ મળે. માટે જ પછી લખ્યુંઃ “કુરકુનોનો ” ભગવાન પર બહુમાન થશે તો બીજું બધું પોતાની મેળે થઈ પડશે. પ્રથમ માતા-પિતાનું બહુમાન કરો. માતા-પિતાનું બહુમાન ગુરુનું બહુમાન જન્માવશે. ગુરુનું બહુમાન શાસ્ત્ર અને ભગવાનનું બહુમાન જન્માવશે. ભગવાનનું બહુમાન થયું એટલે સમજો, મુક્તિ તરફનું પ્રયાણ શરૂ થયું. ભગવાનનું બહુમાન એટલે અંતતોગત્વા આપણી જ પરમ ચેતનાનું બહુમાન. મોક્ષ તરફ પ્રયાણ એટલે આપણી જ પરમ ચેતના તરફનું પ્રયાણ....! મોક્ષ આત્માથી અલગ નથી સ્વયં શુદ્ધાત્મા જ મોક્ષ સ્વરૂપ છે. દેહમાં રહેલા આત્મપ્રદેશોમાં મોક્ષ પ્રગટ થાય પછી સિદ્ધશિલા પરનું શ્રી ક્લાપૂર્ણપ્રબોધ ४६ Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્થાન પ્રાપ્ત થાય છે. ગુરુજનોની કરુણાને ઓળખો નાનો શિશુમાંથી જુદો પડીને જાત પર જોખમ ઊભું કરે, તેમ ગુરુથી જુદા પડીને જાત પર જોખમ ઊભું થાય છે. ગુરુદેવનું સતત સાનિધ્ય ઊભું થાય છે. ગુરુદેવનું સતત સાનિધ્ય સ્વીકારવા આપણું મન તૈયાર જોઈએ. એકલવ્યે કહ્યું કે, “ગુરુની અપાર ભક્તિનું આ ફળ છે. હૃદય-સિંહાસન પર દ્રોણ ગુરુ પ્રતિષ્ઠિત છે. ભલે એ સ્વીકારે કે ન સ્વીકારે.” આવી ગુરુભક્તિ પેદા થાય ત્યારે શું થાય તે તો અનુભવે તે જ જાણે. ફેમિલી ડૉક્ટર, વકીલ વગેરેની જેમ ફેમિલી ગુરુ પણ હોવા જોઈએ. જ્યાં જઈને રડી શકાય, બધુ કહી શકાય, કલિકાલમાં ભલે ભગવાન નથી, પણ ગુરુ છે. ગુરુમાં ભગવબુદ્ધિ પેદા કરીને ભગવાન જેટલો જ લાભ મેળવી શકીએ. પૂજ્યશ્રીના મુખે ઘણી વાર સાંભળ્યું છે માતા તેને કહેવાય જે સંતાનને પિતા સાથે જોડી આપે. પિતા તેને કહેવાય જે સંતાનને ગુરુ સાથે જોડી આપે. ગુરુ તેને કહેવાય, જે શાસ્ત્ર સાથે જોડી આપે. શાસ્ત્ર તેને કહેવાય જે ભગવાન સાથે જોડી આપે. ભગવાન તેને કહેવાય જે જગતના સર્વ જીવો સાથે જોડી આપે. જે શિષ્યના હૃદયમાં ગુરુ છે, તેને કદી વિયોગ પડતો જ નથી. ગુરુની બધી શક્તિ તેવા શિષ્યમાં સંક્રાંત થઈ જાય. આ જ વાત ભગવાન પર લાગુ પડે. ક્યારેક ગુસ્સો કરતા, ક્યારેક કડવો ઠપકો આપતા, ક્યારેક કઠોર બનતા ગુરુમાં જો તમે માતાનાં દર્શન કરશો તો તેમના હૃદયમાં રહેલી અપાર કરુણા દેખાશે. શિષ્યના દોષોનું પોષણ કરે તે સાચા ગુરુ નથી. તે સત્યને પ્રગટ કરી ન શકે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીના દોષનો પક્ષપાત કર્યો નથી. હે ગૌતમ ! આનંદ શ્રાવકની વાત સાચી છે. ક્ષમા તમારે માંગવાની છે. ગુરુ અને ગૌતમસ્વામીએ કોઈ પણ વિકલ્પ વગર તે કાર્ય કર્યું. આમાં ગુરુ-શિષ્ય બંનેએ સત્યને પ્રગટ કર્યું છે. વિનય મૂલો ધો ૪૭. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૮િ. ભગવાન એ અલૌકિક તત્વ છે ભગવાન ક્યાં છે એમ ન પૂછો, ક્યાં નથી ? એમ પૂછો. ભગવાનની કરુણા ચારે તરફ હોવા છતાં માછલીની જેમ આપણે તરસ્યા રહીએ એ કેવી કરુણતા? તત્ત્વદ્રષ્ટાઓ તો કહે છે. ભગવાન નિષ્કામ કરુણાસાગર છે. વીતરાગ હોવા છતાં જીવો પ્રત્યે વાત્સલ્યની ધારા વહાવી રહ્યા છે. દુનિયાના સન્માનથી તમે તમારું મૂલ્યાંકન નહિ કરતા. જાતનું મૂલ્યાંકન ખૂબ જ કઠોર બનીને તમારી તસ્થ આંખોથી કરજો. બીજાના અભિપ્રાયથી ચાલવા ગયા તો છેતરાઈ જશે. મૂર્તિ, આગમ, મુનિ, મંદિર, ધમનુષ્ઠાનો વગેરેમાં કંઈ પણ જોઈએ તો ધર્મ કે ધર્મનાયક ભગવાન પ્રત્યેનો અહોભાવ જાગે, ધર્મનું બીજ પડી ગયું હશે માટે જ ધર્મ મલ્યો છે. શરીર ઈંદ્રીયાદિ મારું છે. એમ માનીને જીવન પૂરું કરનારા જીવને ભગવાન મારા છે એવું કદી લાગતું નથી. અનેક ભવોનો આ અભ્યાસ ટળવો સહેલો નથી. વિકથાઓ ઘણી સાંભળવા મળે છે. ભગવાનની વાતો જગતમાં ક્યાંય સાંભળવા મળતી નથી. ભગવાન મારા છે, સારા છે, એવી દુર્લભ વાતો તમને આ લલિત વિસ્તરામાંથી જાણવા મળશે. આપણે ભાવ ભગવાનની વાતો કરીએ છીએ, પણ ભાવ ભગવાનને કોણ જોઈ શકે છે? સાક્ષાત ભગવાન સામે બેઠા હોય પણ એનું આત્મદ્રવ્ય થોડું દેખાવાનું? શરીર જ દેખાવાનું. ભાવજીન વિદ્ધમાન હોય ત્યારે પણ તેમને કંઈ ઘરમાં કે હૃદયમાં ભવ્યો લઈ જતાં નથી. તે વખતે પણ નામ અને સ્થાપના જ આધારભૂત હોય છે. ગુણોની પાત્રતાથી બીજાધાન થયેલું હોય તો જ ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ જાગે, ભગવાનને નાથ તરીકે સ્વીકારવાનું મન થાય. ભગવાન તેમના શ્રી કલાપૂર્ણપ્રબોધ ४८ Page #57 -------------------------------------------------------------------------- ________________ જ નાથ બને, સર્વના નહિ. કેસ સોંપ્યા વિના ડૉક્ટર કે વકીલ પણ કેસ હાથમાં ન લે તો ભગવાન શી રીતે લે ? કામ કર્યા વગર શેઠ પણ પગાર ન આપે તો ભગવાન કેમ આપે? વનસ્પતિ આદિ સ્થાવરમાં ચેતના બતાવી ભગવાન લોકોને તેની હિંસાથી બચાવે છે. એકેન્દ્રિય જીવોને પીડાથી બચાવે છે. છેલ્લે એક વાત કહી દઉં : ખોવાયેલા આત્માને શોધવો હોય તો જેમણે આ આત્માને મેળવી લીધો છે, એવા ભગવાનના ખોળામાં બેસી જાવ. ભગવાનને સૌ પ્રથમ પકડો. માટે જ ધ્યાનમાં સર્વપ્રથમ આજ્ઞા વિચય ધ્યાન છે. પ્રભુની આજ્ઞા આવી ત્યાં ભગવાન આવી જ ગયા. ભગવાનનું ધ્યાન તે નિશ્ચયથી આપણું ધ્યાન છે. ભગવાન સંખ્યાથી અનેક છે પણ ગુણથી એક છે. આપણા ગુણો પ્રભુમાં ભળ્યા ને એકતા થઈ ગઈ. પર્યાયથી તુલ્યતા: ભગવાનનો અને આપણો પર્યાય આમ ભિન્ન છે. પ્રશસ્ત ભાવભક્તિઃ ભગવાન અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત છે એવો ભાવ. શુદ્ધ ભાવ ભક્તિઃ ભગવાન ક્ષાયિક ભાવ યુક્ત છે એવો ભાવ. પ્રભુ ભલે અનંત છે. પ્રભુતા એક જ છે એમાં લીન બનતાં તુલ્યતા પ્રગટે છે. શુદ્ધ સ્વભાવમાં લીન બનેલી આપણી ચેતના પરમ રસાસ્વાદ મેળવે ભગવાન ભલે પૂર્ણ બન્યા. પણ પોતાની પૂર્ણતા આપણા આલંબન માટે રાખી ગયા છે. ગુણથી પ્રભુ ત્રિભુવન વ્યાપી છે. ગુણરૂપે ભગવાન સર્વત્ર હાજર છે. केवल ज्ञानेन विश्वव्यापकत्वात् । પૂજ્યશ્રી : એક અહીં (છાતી પર હાથ રાખીને) ભગવાન નથી. અહીં નથી તો ક્યાંય નથી. આપણો વિશુદ્ધિનો પ્રકર્ષ વધતો જાય તેમ તેમ પ્રભુ વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય. આપણી નાની દીવીને કેવળજ્ઞાનની મહાજ્યોતિ સાથે જોડી દઈએ તો ભગવાન એ અલૌકિક તત્ત્વ છે ૪૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ કામ થઈ જાય. ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિક ગુણોમાં જોડી દઈએ તો કામ થઈ જાય. સિદ્ધો આપણા ઉપર સદાકાળ માટે છે. વિહરમાન ભગવાન સદાકાળ માટે છે. માત્ર આપણે અનુસંધાન કરવાની જરૂર છે. - દૂધમાં રહેલું પાણી પોતાને દૂધ સ્વરૂપે જુએ તેમ સ્વરૂપમાં લીન બનેલો આત્મા સ્વને પરમાત્મારૂપે જુએ. સાધના અને પ્રાર્થના હું કોઈ પણ વસ્તુને ચાહું એના કરતાં આત્માને ચૈતન્યમાત્રને વધુ ચાહું, એવું મારું મન બનો, એ શ્રેષ્ઠ સાધના અને પ્રાર્થના છે. આગમના એકેક અક્ષરમાં ભગવાન દેખાતા હોય તો અભ્યાસ છોડી દઈએ? આગમમાં રસ ન પડે ? ફોન નંબર તમે ઘુમાવો તો કદાચ તે વ્યક્તિ સાથે સંપર્ક ન થાય તેવું બને પણ ખરું, પણ આગમના અક્ષરો દ્વારા ભગવાન ન મળે તેવું ન જ બને. શરત માત્ર એટલી; તમારું મન ભગવન્મય બનવું જોઈએ. મારું મન પણ ક્યારેક જ ભગવન્મય બને છે. - વિક્ષિપ્ત અવસ્થામાં જ મન પ્રાયઃ રહેતું હોય છે. આપણે તો આપણા નામની અહંની પડી છે. ભગવાન સાથે શું લેવાદેવા છે આપણને ? પછી ભગવાન શી રીતે હૃદયમાં આવે? સંસારના તાપ, ઉતાપ અને સંતાપ એ ત્રિવિધ દુઃખથી મુક્ત કરાવનાર એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મા તે જ્ઞાન રહિત છે નહિ, પણ જીવને હું આવો સુખસંપન્ન, દુઃખરહિત કોઈ અચિંત્ય પદાર્થ છું તેવું ભાન નથી. ગુરુગમ વડે જિજ્ઞાસુ એ નિધાનને જાણે છે. અને શુદ્ધભાવ વડે તેનો અનુભવ કરે છે. ગુરુ ગમ પ્રાપ્તિનો ઉપાય વિનય છે. મને કોઈ પૂછેઃ શાનું ધ્યાન ધરો છો? હું કહું ભગવાનનું ધ્યાન ધરું છું. જ્યાં ભગવાન ન હોય ત્યાં ધ્યાન ન હોય. આથી કોઈ યોગસારના પ્રથમ પ્રસ્તાવમાં છેલ્લે પ્રભુનાં બે વિશેષણો મૂક્યાં – સંસારને તોડવામાં વજ જેવા – નિગ્રહ ગુણ. પોતાના જેવી પદવી આપનારા – અનુગ્રહ ગુણ. શ્રી કલાપૂર્ણપ્રબોધ ૫O Page #59 -------------------------------------------------------------------------- ________________ નિગ્રહ ગુણથી ભગવાન મનને શૂન્ય બનાવી દે છે. અનુગ્રહ ગુણથી તમને પૂર્ણ બનાવી દે છે. ગુરુ દ્વારા, પુસ્તક દ્વારા, કોઈ ઘટના દ્વારા કે ગમે તે દ્વારા તમારા જીવનમાં ગુણો આવે તે આખરે ભગવાન દ્વારા જ આવે છે, મૂળ એક જ છે. જ્યાં ક્યાંય પણ વેરાયેલું છે તે ભગવાનનું જ છે, એટલે માનતા થઈ જાવ તો કામ થઈ જાય. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિર્વસ્ત્રને વસ્ત્ર, ઘ૨હીનને ઘ૨ આવનાર ઉપકારી ગણાય તો ધર્મ આપનાર ભગવાન કેટલા ઉપકારી ગણાય ? એમના ઉપકારની કોઈ સીમા નથી. પૂ. આ હેમચંદ્રસાગરસૂરિજી – બે ધ્યાનપણે પણ ભગવાનનું નામ લેવાયને ? પૂજ્યશ્રી : તે વખતે ભગવાન નથી યાદ આવતા એમ સમજી લો. ભગવાન સિવાય કશું યાદ ન આવે, માત્ર ભગવાનનું સ્મરણ જ હોય તો ભગવાન આવે જ. આ તો તમે મનમાં ૧૭ ચીજો યાદ રાખીને ભગવાનને યાદ કરો છો. ભગવાન ક્યાંથી યાદ આવે ? ભગવાને આપણને રોકી રાખ્યા છે તે આપણને પરિપક્વ બનાવવા, જુદા ક્ષેત્રમાં રહીએ છીએ, તેથી આપણે કંઈ જુદા નથી. મા પોતાના પુત્રને કમાણી માટે પરદેશ મોકલે તેથી હૃદયની જુદાઈ થોડી થઈ જાય છે ? ભગવાન અનુપમેય છે ગમે તે નામથી, કોઈ પણ ધર્મવાળા, પ્રભુને પોકારે, ભગવાન તો આ જ આવવાના ! સર્વ ગુણસંપન્ન, સર્વ શક્તિસંપન્ન, સર્વ દોષોથી મુક્ત બીજો કોણ છે ? બધી નદી સમુદ્રમાં મળે છે તેમ બધા જ નમસ્કાર અરિહંત પ્રભુને મળે છે. ભગવાન કંઈ કૃષ્ણ કે મહાદેવનાં રૂપમાં નથી આવતા, પણ આનંદરૂપે આવે છે. ભગવાન આનંદમૂર્તિ છે, સચ્ચિદાનંદ છે. જ્યારે જ્યારે તમે આનંદથી ભરાઈ જાવ છો ત્યારે સમજી લેજો, ભગવાને મારામાં પ્રવેશ કર્યો છે. મૂર્તિમાં હજુય આપણે ભગવાન માનીએ છીએ, પણ આગમોમાં, અક્ષરોમાં ભગવાન છે, એવું હજુ શિક્ષણ લીધું નથી. અન્ય દર્શીમાં આ અંગે ભગવાન એ અલૌકિક તત્ત્વ છે ૫૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ ઘણું છે. દેરાસર બંધ હોય કે રાત્રી હોય તો હજુ ત્યાં ન જવાય, પણ ભગવાનનું નામ ન લેવાય એવું કોઈ ક્ષેત્ર કે એવો કોઈ કાળ નથી. એવી શ્રદ્ધા ઘટ્ટ બને કે ભગવાનના નામમાં પણ ભગવાનનાં દર્શન થાય, ભગવાનનાં આગમોમાં પણ ભગવાનનાં દર્શન થાય, તો કામ થઈ જાય. ભગવાન ભલે મોક્ષમાં છે, પણ ગુણ-ચાંદની સમગ્ર પૃથ્વી પર પથરાયેલી છે. આંધળાને સૂર્ય શું? ને ચંદ્ર શું? એની પાસે ચાંદનીનો પ્રકાશ ન પહોંચે. હૃદયનાં દ્વાર બંધ છે. તેની પાસે ભગવાનની કરુણાના કિરણો નથી પહોંચી શકતાં. પ્રભુની ગુણ-સુવાસ સર્વત્ર છે. નાક જોઈએ. પ્રભુની ગુણ-ચાંદની સર્વત્ર છે તેના માટે આંખ જોઈએ. પ્રતિમા અનક્ષર બોધ આપે છે. માત્ર ઇશારાથી સમજાવે છે. આગમ અક્ષરબોધ આપે છે. પ્રતિમાના ઇશારા, પ્રતિમાનો સંકેત, આપણે સમજી શકીશું? તેઓની મુદ્રા કહે છે: મારી જેમ પવાસન લગાવી સ્વમાં એકાગ્ર બનો. ઉપયોગવંત બનો. ક્રિયામાં ઉપયોગ ભળશે અને તરત જ અમૃતનો રસાસ્વાદ મળશે. જેટલા ગુણો ભગવાનના છે, તે આપણને આપવા માટે છે. મુંબઈથી તમે અહીં આવ્યા તો તમારી પેઢી બંધ કરીને આવ્યા? તમારા નામથી ત્યાં પેઢી ચાલે છે ને? ભગવાન મોક્ષમાં ગયા પણ તેમની પેઢી અહીં ચાલે છે. એમના નામથી ચાલે છે. તમારા નામથી પેઢી ચાલે તો ભગવાનના નામથી ન ચાલે ? નામ અને મૂર્તિ એ ભગવાન જ છે. દેરાસરમાં આપણે કઈ મૂર્તિ છે? તેમ નથી પૂછતા કયા ભગવાન છે એમ પૂછીએ છીએ. હા. જયપુરના મૂર્તિમહોલ્લામાં મૂર્તિનું પૂછીએ ખરા. પણ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં તો સાક્ષાત્ પ્રભુનું જ દર્શન આપણે કરીએ છીએ. કોની પ્રાર્થનાથી થાય છે ? સૂર્ય કોની પ્રાર્થનાથી ઊગે છે? ફૂલ કોની પ્રાર્થનાથી ખીલે છે ? પાણી કોની પ્રાર્થનાથી તરસ છિપાવે છે? વાયુ કોની પ્રાર્થનાથી વહે છે? પર શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #61 -------------------------------------------------------------------------- ________________ વાદળ કોની પ્રાર્થનાથી વરસે છે ? કોયલ કોની પ્રાર્થનાથી ટહુકે છે? એ તેમનો સ્વભાવ છે. ભગવાનનો પણ પરોપકાર કરવાનો સ્વભાવ છે. પ્રાર્થના વિના પણ, ચંડ કૌશિકે કદી કહ્યું ન હતું કે મારું હૃદય પરિવર્તન કરજો. ઘણા પૂછે છે; ચંડકૌશિક સાથે પૂર્વભવને કોઈ સંબંધ હતો? ચંદના સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો? સંબંધ હોય કે ન હોય હેમચન્દ્રસૂરિ વીતરાગ સ્તોત્રમાં કહે છે : “સંવધ વાવા: ભગવાન આપણને સૂચવે છે, તમે કદી પરોપકારમાં સંબંધ જોશો નહીં. પ્રભુને અલગ રાખીને તમે આત્મા મેળવવા માંગતા હો તો એ કોઈ કાળે નહિ બની શકે. ભગવાનને કાઢીને માત્ર આત્મા રાખવા ગયા તો માત્ર અહંકાર જ રહેશે. જેને તમે આત્મા માનવાની ભૂલ કરતા રહેશો. ભગવાન આપણને પ્રત્યક્ષ નથી, પણ આપણે ભગવાન માટે પ્રત્યક્ષ છીએ. એમના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત છીએ. કારણ કે ભગવાન સર્વજ્ઞસર્વદર્શી છે. આ હોલ આપણને પ્રત્યક્ષ છે તેમ પ્રભુને આખું વિશ્વ પ્રત્યક્ષ મને તો વિશ્વાસ છે કે ભગવાન મારું બધું સંભાળી લેશે. એ જ બધું બોલાવશે. બાકી મારે પુસ્તક જોવાનો ક્યાં સમય છે ? જ્યાં પાંચ મિનિટ મળે કે માણસો હાજર. અહીં મળનારાઓને હું શી રીતે નારાજ કરી શકું? મૈત્રીની વાતો કરનારો હું અહીં મૈત્રી ન રાખું? ખાલી બોલું જ? આ વીતરાગ જિનેશ્વર દેવને તમે બ્રહ્મા, વિષ્ણુ મહેશ, બુધ વગેરે સર્વનામે પોકારી શકો. તે તે નામોની વ્યાખ્યા ભગવાનમાં ઘટી શકે. ભગવાન બ્રહ્મા છે, કારણકે તેઓ પરબ્રહ્મ સ્વરૂપી છે. ભગવાન વિષ્ણુ છે, કારણ કે કેવળજ્ઞાનરૂપે વિશ્વવ્યાપી છે. ભગવાન શંકર છે, કારણ કે સૌને સુખ આપનારા છે. ભગવાનબુદ્ધ છે, કારણ કે કેવળજ્ઞાનરૂપી બોધને પામેલા છે. ભગવાન કૃષ્ણ છે કારણ કે કર્મોનું કર્ષણ કરે છે. ભગવાન રામ છે કારણ કે આત્મસ્વરૂપમાં સતત રમણ કરે છે. ભગવાન અનુપમેય છે. ભગવાન સાથે એકતા પરમાત્મા અને હું એક છીએ, તો એમનું સુખ પણ મારામાં પડેલું ભગવાન એ અલૌકિક તત્ત્વ છે ૫૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ જ છે.” એમ સાધકને વિશ્વાસ જન્મે છે – વિશ્વાસ જન્મતાં જ તે તરફથી રુચિ જાગે છે. એક શાશ્વત નિયમ છે, જે તરફ આપણી રુચિ થઈ, તે તરફ આપણી ઊર્જા ગતિમાન થઈ, ઊર્જા હંમેશાં રુચિને અનુસરે છે. ભગવાન વિના આત્માનું સ્વરૂપ ન જણાય. અરીસા વિના શરીરનું સ્વરૂપ ન જણાય. ભગવાનને તમે સમર્પિત બનો તો બાકીનું ભગવાન સંભાળી લે. સમર્પિત બનવું જ કઠણ છે. બધું પાસે રાખીને માત્ર “જીન તેરે ચરણ કી શરણ ગ્રહું” એમ બોલવાથી સમર્પણ ન આવે. સમર્પણ માટે પૌદ્ગલિક ભાવોનું અહમનું વિસર્જન કરવું પડે. અહંનું વિસર્જન જ સૌથી કઠણ છે. અહંના વિસર્જનપૂર્વક જે ભક્ત ભગવાનના શરણે જાય, તેનું ભગવાન બધું જ સંભાળી લે. આ આહંતી કરૂણા અમુક કાળે નહિ સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે વરસી રહી છે. એ જો ન વરસતી હોય તો વિશ્વમાં અંધાધૂંધી ફેલાઈ જાય. સમગ્ર વિશ્વનો મૂલાધાર ભગવાનની કરુણા જ છે. અરિહંત વ્યક્તિરૂપે બદલાતા રહે છે. પણ આઈજ્ય શાશ્વત છે. માટે જ આહંતી કરુણા પણ શાશ્વત છે. માટે જ સિદ્ધર્ષિએ ઉપમિતિમાં સંસારને નગર બનાવી સુસ્થિત (ભગવાન)ને મહારાજા તરીકે બતાવ્યા છે. આ સંસારનગરના મહારાજા ભગવાન છે, તે સમજાય છે? એ સમજવા જ આપણે આ ગ્રંથનો અભ્યાસ કરીએ છીએ. ભગવાન આવા તત્ત્વચિંતનનું દાન કરીને રાગ-દ્વેષમય સંસારમાં તમને શરણ આપે છે. ભક્તની ભાવના ભગવાન જ અભયઆદિ આપે અહીં ભગવાનનું સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય, પણ ભક્ત માટે ભગવાનનું કર્તુત્વ જ મુખ્ય છે. ભોજન તરફથી સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય. કારણ કે ભોજન બનાવવાની, ચાવવાની, પચાવવાની બધી જ ક્રિયા આપણે જ કરી છે. ભોજન પોતાના તરફથી સંપૂર્ણ નિષ્ક્રિય છે. છતાં ભોજને જ તૃપ્તિ આપી એવું આપણે નથી માનતા ? પાણીએ જ તરસ છિપાવી એવું નથી માનતા? ભોજન અને પાણી વગેરેમાં નિમિત્તની શ્રી કલાપૂર્ણપ્રબોધ ૫૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ મહત્તા સ્વીકારીએ છીએ. માત્ર ભગવાનમાં આ વાત સ્વીકારતા નથી. ભગવાન ભલે સ્વયં તરફથી નિષ્ક્રિય છે, છતાં આપણા માટે એ જ મુખ્ય છે. ભોજન સિવાય તમે પથ્થર વગેરેથી ભૂખ ન ભાંગી શકો. પાણી સિવાય તમે પેટ્રોલ વગેરેથી તરસ ન છિપાવી શકો. ભગવાન સિવાય તમે અન્યથી અભય આદિ ન પામી શકો. જેમ જેમ ભક્ત ભગવાનનું શરણ સ્વીકારતો જાય, તેમ તેમ તે ભગવાનની શક્તિનો અનુભવ કરતો જાય. પોતાની અંદર રાગાદિને મંદ થતો જોતો જાય, ચિત્તમાં પ્રસન્નતા વધી રહી છે, તેમ પણ તેને પ્રતીતિ થતી જાય. ચિત્તમાં પ્રસન્નતાનો સંબંધ રાગાદિની મંદતા સાથે છે. રાગાદિની મંદતાનો સંબંધ શરણાગતિ સાથે છે. શરણાગતિનો અર્થ આઃ ભગવાન મારા પર કરુણા વૃષ્ટિ કરી રહ્યા છે, એવી અનુભૂતિ થાય. શરણાગતના હૃદયમાં મૈત્રીની મધુરતા હોય, કરુણાની કોમળતા હોય, પ્રમોદનો પરમાનંદ હોય, માધ્યસ્થની મહેક હોય. ભગવાનને તમે સંપૂર્ણ સમર્પિત બનો તે જ ક્ષણે પ્રભુ તમને પોતાનું સંપૂર્ણ સ્વરૂપ સમર્પિત કરી દે છે. કોઠીમાં રહેલા બીમાં વૃક્ષ ન પ્રગટી શકે. અશરણાગત આત્મામાં પ્રભુ કદી પ્રગટી ન શકે. ગોશાળો આમ જ કહેતો હતોને? મહાવીરને હું પહેલેથી જ ઓળખું છું. હું જ્યારે સાથે હતો ત્યારે એ સાચા સાધક હતા. હવે તો વાતાવરણ તદ્દન બદલાઈ ગયું છે. ન સાધના રહી છે, ન તપશ્ચર્યા ! હવે તો દેવાંગનાઓ નાચે છે, ચામરો વીંઝાય છે! સિંહાસન પર બેસે છે! વીતરાગીને આવો ઠઠારો શાનો? ભગવાન મલ્યા પછી પણ ભગવાનને ઓળખનારી આંખ પાસે નહિ હોય તો કશું વળવાનું નથી. પ્રજન્મ વખતે કોને, શા માટે આનંદ? પ્રભુ વીરના જન્મ વખતે આનંદનું કારણ બતાવતાં સૌએ કહ્યું. ઋજુવાલિકા નદી: માર કિનારે કેવળજ્ઞાન થશે. ભગવાન એ અલૌકિક તત્ત્વ છે ૫૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષો કમળો. .: મારા પર પ્રભુનાં પગલાં પડશે. મેરુ પર્વત : મને પ્રભુના ચરણનો સ્પર્શ થશે. : અમને નમસ્કાર કરવા મળશે. વાયું : અમે અનુકૂળ બનીશું. પંખી : અમે પ્રદક્ષિણા આપીશું. સૂર્ય-ચંદ્ર : અમે મૂળ વિમાને પ્રભુનાં દર્શન કરવા આવીશું. સૌધર્મેન્દ્ર : હું પાંચ રૂપ કરી તથા ઋષભ બની પ્રભુનો અભિષેક કરીશ. અમરેન્દ્ર : મચ્છર બનીને પ્રભુ-ચરણનું શરણું સ્વીકારીશ. પૃથ્વી : અમારામાં વર્ષોથી દટાયેલાં નિધાનોનો દાન માટે સદુપયોગ થશે. માનવો : ધર્મતીર્થની સ્થાપના થશે. પશુ-પંખીઓ : અમે પણ ધર્મદેશના સાંભળી શકીશું. સમજી શકીશું. ભગવાન યોગક્ષમંકર છે ત્રિપદીના શ્રવણ માત્રથી દ્વાદ્ધશાંગીની રચનાની શક્તિ ગણધરોમાં ક્યાંથી પ્રગટી? ભગવાનના પરમ વિનયથી ભગવાનને તેમણે મનુષ્યરૂપે નહિ, ભગવાનરૂપે જોયા. ભગવાન યોગક્ષેમંકર નાથ છે. જગતના જ નહિ, આપણા પણ નાથ છે. કારણ કે આપણે જગતની બહાર નથી. ગુણોની જરૂર હોય, આવેલા ગુણોના રક્ષણની ચિંતા હોય તો ભગવાનને પકડી લો. કારણ કે અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણોની સુરક્ષા જગમાંથી ભગવાન જ કરી આપે છે. પ્રભુના ધ્યાનથી મોક્ષ મળે એ ખરું, પણ ધ્યાન માટેની પાત્રતા પણ જોઈએ ને? એ પાત્રતા વિનયથી જ આવે છે. માટી પોતાની મેળે ઘડો ન બની શકે, પથ્થર પોતાની મેળે મૂર્તિ ન બની શકે. પથ્થર ખાણમાં રહેલો હતો. તેમ આપણે નિગોદમાં રહેલા હતા. ૫૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #65 -------------------------------------------------------------------------- ________________ એક હજાર વર્ષ સુધી હતા તો ભગવાન એક સંબંધ ખાણમાંથી બહાર નીકળવાથી માંડીને પથ્થર પર શિલ્પી દ્વારા અનેક પ્રક્રિયા થઈ ત્યારે તે મૂર્તિરૂપ બન્યો. તેમ આપણે પણ નિગોદમાંથી બહાર આવ્યા અને ઠેઠ માનવ-ભવ સુધી પહોંચ્યા તેમાં ભગવાન દ્વારા થયેલી કૃપારૂપી પ્રક્રિયા જ કારણ છે. મરુદેવી માતા પોતાની મેળે કેવળજ્ઞાન પામી ગયાં, એમ નહિ માનતા. જો એમ હોત તો પહેલાં જ કેવળજ્ઞાન મળી જવું જોઈતું હતું. પણ ભગવાન મળ્યા પછી જ કેવળજ્ઞાન થયું. એક હજાર વર્ષ સુધી ઋષભ... ઋષભ જાપ જપતાં રહ્યાં. (ભલેને એ પુત્રરૂપે જપતાં રહ્યાં... પણ આખરે હતા તો ભગવાન જ ને?) એથી પણ નિર્જરા થઈ હશે ને? વિરહની વેદના સહી હતી. પ્રભુ સાથે પ્રત્યેક સંબંધ જોડી શકાય. પુત્રનો સંબંધ પણ જોડી શકાય. ૧૪ સ્વપ્નના દર્શનથી, મેરુ પર અભિષેકથી મરુદેવીને એટલી તો ખબર હતી જ કે મારો ઋષભ ભગવાન થવાનો છે. પુત્ર પ્રભુને ખોળામાં લઈ બેઠેલાં માતા સ્નેહદષ્ટિપૂર્વક અવલોકન કરે છે તેવું જે ધ્યાનવિચારમાં માતૃવલયનું ધ્યાન આવે છે તેમાં આ જ વાત સૂચિત થાય છે. તીર્થકર ભગવંતોએ પૂર્વ જન્મમાં આત્માને શાસનથી એવો ભાવિત કરેલો હોય છે, એના કારણે તીર્થકરના જન્મમાં આવો પ્રભાવ દેખાય છે. બીજા જીવો પણ ભાવિત થાય છે, પણ તીર્થંકરની કક્ષાએ ન પહોંચી શકે. રત્નો તો બીજાં પણ હોય, પણ ચિંતામણિની તોલે ન આવી શકે. ખાણમાં પડેલા ચિંતામણિને સામાન્ય જન ન ઓળખી શકે, પણ ઝવેરી ઓળખી શકે. તે વખતે પણ તેમાં ચિંતામણિપણું રહેલું જ હોય છે. તેમ ભગવાનમાં પણ હંમેશ માટે પરાર્થતા – પરાર્થ વ્યસનિતા રહેલી જ હોય છે. “મજામેતે પરાર્થ વ્યસનિન: ” નિગોદમાંથી બહાર નીકળતાં જ તીર્થંકરનો આત્મા પથ્થર બને તો ચિંતામણિ બને, વનસ્પતિ બને તો પુંડરિક કમળ બને, કલ્પવૃક્ષ બને, જ્યાંથી સહજભાવે પરોપકાર થતો જ રહે. નવપદનું માહાસ્ય નવપદની શાશ્વતી ઓળીનો આજે પ્રથમ દિવસ છે. ગળથુંથીથી જ ભગવાન એ અલૌકિક તત્ત્વ છે પ૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ આપણને આવાં અનુષ્ઠાનો પ્રતિ પ્રેમ હોય છે. આત્મા નવપદમય ન બને ત્યાં સુધી પુનઃ પુનઃ આ ઓળી કરતા રહેવાનું છે. માટે જ આ ઓળી, દર છ મહિને આવતી જાય છે ને કહેતી જાય છે : હું આવી ગઈ છું. હજુ તમે નવપદમય બન્યા નથી. નવપદમાં મુખ્ય અરિહંત પદ છે. બાકીનાં આઠેય પદો અરિહંતને જ આભારી છે. કોઈપણ યંત્ર-મંત્રાદિમાં અરિહંત જ કેન્દ્રસ્થાને હોય છે. શા માટે ? અરિહંતમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યનો ખજાનો પણ છે. જેનાથી ઘણા લોકો આકર્ષિત થઈ ધર્મના રાગી બને છે. અષ્ટ પ્રાતિહાર્યાદિની સમૃદ્ધિ સાધનાનું ફળ છે, કારણ કે ભગવાનની આ ઋદ્ધિ પણ પ્રસિદ્ધિઆદિ માટે નહિ, પણ વિશ્વોપકાર માટે જ હોય છે. હીન કાળ છે. હીન કાળના કા૨ણે જીવોનું પુણ્ય પણ હીન છે ! પુણ્યહીન જીવોને સગરનો સમાગમ પણ ખૂબ જ દુર્લભ છે. સદ્ગુરુના નામે બિચારા ક્યારેક દાદા ભગવાનને રજનીશને કે બીજા કોઈને પકડી બેસે છે. કુગુરુમાં સુગુરુની બુદ્ધિ કરી બેસે છે. ‘આંગી સારી છે.’ એમ તમે કહો છો, પણ ભગવાન સારા છે.’ એમ લાગે છે. આંગીના દર્શનાર્થે જાવ છો કે ભગવાનના દર્શનાર્થે ? જોકે આંગીનું દર્શન પણ અંતે તો ભગવાનના દર્શન તરફ જ લઈ જાય છે કારણ કે આંગી પણ આખરે કોની ? ભગવાનની જ ને ? છ કાય જીવ એટલે ભગવાનનો પરિવાર ! ભગવાન કહે છે : મેં આ બધાને પોતાનો પરિવાર માન્યો છે, તેમ તમારે પણ માનવાનો છે. એનો દેહ બીજો છે, એટલામાત્રથી એને પારકા ન માની શકાય. આવી શિક્ષા આપનારા અરિહંતોએ બીજાને પણ છ જીવનિકાયના પ્રેમી બનાવ્યા. ભગવાનની વાણીમાં જેને વિશ્વાસ હોય તેને તો આનંદ આવે જ, પણ જેને વિશ્વાસ ન હોય તેને પણ આનંદ આવે એટલી મધુર હોય, સાંભળનાર ભૂખ-થાક-તરસ બધું જ ભૂલી જાય. જગતમાં જેટલી ચીજો આનંદ આપનારી છે, તે સૌમાં નવપદ સૌથી શ્રેષ્ઠ છે. ૫૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભગવાન હાજર નથી.” એવી આપણી માન્યતા જડમૂળથી કાઢવી પડશે. ભગવાન ભલે અહીં નથી પણ ભગવાનની શક્તિ તો જગતમાં કામ કરી જ રહી છે. સૂર્ય ભલે આકાશમાં છે, પ્રકાશ તો અહીં જ છે ને ? સિદ્ધો ભલે ઉપર છે, પણ એમની કૃપા તો અહીં વરસે છે જ, માત્ર તે અનુભવમાં આવવી જોઈએ. આપણે માનીએ છીએ : હું એટલે શરીર. ભગવાન માને છે જગતના સર્વ જીવોમાં હું છું. ભગવાનની વિરાટ ચેતના છે. આપણી વામન. જો આપણી વામન ચેતના વિરાટમાં ભળી જાય તો ? પાણીનું ટીપું સાગરમાં ભળે તો ટીપું સ્વયં સમુદ્ર બની જાય. આપણો અહં ઓગળી જાય છે. જ્યારે આપણે પ્રભુમાં એકાકાર બની જઈએ છીએ. પછી આપણું અસ્તિત્વ રહેતું જ નથી. પ્રભુ પર પ્રેમ છે કે નહિ? એની નિશાની કઈ ? બીજા (શરીર, શિષ્ય, ઉપાધિ, મકાન વગેરે) પદાર્થો પર પ્રેમ વધુ કે પ્રભુ પર પ્રેમ વધુ? એમ મનને પૂછી લેજો. આત્મા કોણ? આપણી અંદર રહેલા જ્ઞાન, શ્રદ્ધા ક્રિયા વગેરે ગુણો એ જ આત્મા છે. આત્મા ગુણો દ્વારા જણાય. - સાપને જો ઘરમાં ન રખાય તો આત્મામાં દોષો શી રીતે રખાય? સાપ તો એક જન્મના જ પ્રાણ લે. પાપ તો ભવ-ભવના પ્રાણ લઈ લે. આવા પાપો ભલે અનાદિકાળના હોય. એને કાવ્યે જ છૂટકો! એના માટે “શરણાગત વત્સલ” ન બનાય? કોઈ રાજા-મહારાજા કહે: ‘તમે મારા જેવા જ છો. બેસી જાવ મારી સાથે સિંહાસનમાં !” તો આપણને કેટલો આનંદ થાય ! ભગવાન આપણને એમ જ કહે છે. તમે મારા જેવા જ છો. આવી જાવ મારી સાથે.” જૈનેતર સંત સુરદાસ ખાડામાં પડ્યા. કોઈ ઉગારવા આવ્યું. સુરદાસ સમજેલા કે એ ભગવાન જ છે. તેથી એમનો હાથ જોરથી પકડી રાખેલો. પણ ભગવાન તો ભાગી ગયા. સુરદાસ બોલી ઊઠ્યા: બાંહ છુડા કે જાત હો નિર્બળ જાને મોહિ હૃદય છુડા કે જાવ તો મર્દ બખાનું તો હિ.” ભક્તની આ શક્તિ છે કે એ ભગવાનને હૃદયમાં પકડી શકે છે. હૃદયમાં ભગવાન એ અલૌકિક તત્ત્વ છે ૫૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ વિષય-કષાય ભરેલા હોય ત્યાં સુધી સંકલેશ હોય છે. ભગવાન હોય ત્યાં સુધી પ્રસન્નતા હોય છે. જો ભગવાન આવે તો: * બુદ્ધિમાં ભગવાન આવે તો સમ્યગુજ્ઞાન મળે. હૃદયમાં ભગવાન આવે તો સમ્યગ્ગદર્શન મળે. હાથમાં (કાયામાં) ભગવાન આવે તો સમ્યફચારિત્ર મળે. અત્યારે આપણી હાલત કેવી છે? સંસારના ગલમાં ભૂલો પડેલા છીએ. રાગ-દ્વેષના લૂંટારાઓએ લૂંટી લીધા છે. આંખે જ્ઞાનવરણીય કર્મનો પાટો બાંધ્યો છે. ભગવાન આવીને આપણને બચાવે છે. ભગવાન સૌ પ્રથમ અભય આપે છે. ૩૧મયા I ત્યાર પછી આંખો પરના પાટા હટાવે છે. વરવવુદયાળ | પછી માર્ગ બતાવે છે: માયા ! પછી શરણું આપે છે : સરળતયાળ પછી બોધ આપે છે: વોહિયાળા આવા ભગવાન મળ્યાનો આનંદ કેટલો હોય? આવા ભગવાન મળ્યા પછી પણ જો પ્રમાદ કર્યો તો આપણા જેવા દયનીય બીજા કોઈ નહિ હોય. દૂધનો રંગ પાણીએ મેળવવો હોય તો દૂધમાં ભળવું પડે. ભગવાનનું ઐશ્વર્ય પામવું હોય તો ભક્ત ભગવાનમાં ભળવું પડે. જે ક્ષણે આપણો આત્મા પરમાત્મા સાથે ભળી જશે તે જ ક્ષણે આનંદનું અવતરણ થશે. અસીમ આનંદનો પળ-પળે અનુભવ એ જ ભગવાનમાં ભળ્યાની નિશાની છે. યા તો ભગવાનમાં ભળો યા તો સંસારમાં ભળો. ભગવાનમાં નથી ભળતા ત્યારે તમે સંસારમાં ભળો જ છો, ભળેલા જ છો, એ ભૂલતા નહિ. દેહ સાથેનો અભેદભાવ છૂટે તો પ્રભુ સાથેનો ભેદભાવ તૂટે. અથવા તો પ્રભુ સાથેનો ભેદભાવ છૂટે તો દેહ સાથેનો ભેદભાવ તૂટે. એમ પણ કહી શકાય. શાસ્ત્ર ના કહે છે મોક્ષમાં ગયેલા ભગવાન પાછા આવતા નથી. ભક્ત કહે છે : ભગવાન આવે છે. બન્ને વાત સાચી છે. આત્મદ્રવ્યરૂપે ભગવાન ભલે નથી આવતા, પણ ઉપયોગરૂપે જરૂર આવે છે. आज्ञा तु निर्मलं चिंत વર્તવ્ય ઋટિોપમન્ ! – યોગસાર શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચિત્તને સ્ફટિક જેવું ઊજળું બનાવવું એ જ ભગવાનની આજ્ઞા. ભગવાન ન મળે ત્યારે શું ચમત્કાર સર્જાય ? તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઇન્દ્રભૂતિ ગૌતમ છે. એક પણ શુભ વિચાર કરવાની તમારી તાકાત નથી, જો તમારા ૫૨ ભગવાનની કૃપા ન હોય ! મનમાં શુભ વિચારોની ધારા ચાલી રહી હોય ત્યારે ચોક્કસ માનજો. મારા પર પ્રભુ-કૃપા વરસી રહી છે. ભગવાનનું નામ બહુમાનપૂર્વક લેવાનું શરૂ કરી એટલે પાપો પોતાનાં બિસ્ત્રા-પોટલાં લઈને ભાગે જ. સૂર્યના કિરણથી અંધકાર ભાગે. પ્રભુના નામથી પાપ ભાગે.... ભગવાન વીતરાગ છે છતાં રાગીના હૃદયમાં વસે છે, સંસારનો રાગ ખરાબ છે, ધર્મ-રાગ, ભક્તિ-રાગ તો ખૂબ જ શ્રેષ્ઠ છે. ભગવાન અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરી આપનાર અને પ્રાપ્ત ગુણોની રક્ષા કરી આપનારા હોવા છતાં આપણામાં ગુણો નથી આવ્યા કે નથી આવતા. કારણ કે આપણે પ્રભુ પાસે યાચના જ કરી નથી. અહં અળગો મૂકીને દીનહીન ભાવે કદી યાચના કરી નથી. અદૃશ્ય શક્તિ શું છે બધા જીવો જાય, પછી જ હું મોક્ષમાં જઈશ. જગતના બધા જ જીવોનાં પાપો મારામાં સંક્રાન્ત થઈ જાવ.' બુદ્ધની આવી કરુણાની વાતોથી જ સિદ્ધર્ષિ ગણિ અંજાઈ ગયેલા. તેમને થયું હશે : “આપણા ભગવાન તો વીતરાગ છે. આપણને સંસારમાં રખડતા છોડી પોતે મોક્ષમાં ચાલ્યા ગયા. કરુણા તો ખરેખર બુદ્ધની જ !'' આ રીતે વિચારી-વિચારીને એકવીસ વખત બૌદ્ધ ભિક્ષુક બનવાની ઇચ્છા ધરાવનાર સિદ્ધર્ષિગણિનું માથું ઠેકાણે લાવનાર લલિત વિસ્તરા ગ્રંથ છે. આ લલિત વિસ્તા અત્યારે વાચનામાં ચાલે છે. જૈનદર્શન માળા છે, જેમાં સર્વ ધર્માં મણકારૂપે ગોઠવાયેલા છે. પણ યાદ રહે કે સાગરમાં નદી છે, નદીમાં સાગર નથી. માળામાં મણકા છે. મણકામાં મળા નથી. જૈનદર્શનમાં સર્વ ધર્મો છે. સર્વ ધર્મોમાં જૈનદર્શન નથી. ભગવાન એ અલૌકિક તત્ત્વ છે ૬૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ વજના અક્ષરે હૃદયની તકતી પર એક પંક્તિ લખી રાખો, જે હું વારંવાર કહું છું: પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તજા; અળગા અંગ ન સાજા રે” જે ગુફામાં સિંહ હોય ત્યાં બીજા ક્ષુદ્ર પ્રાણી આવી શકે ? જ્યાં ભગવાન બિરાજમાન હોય ત્યાં મોહાદિ આવી શકે ? ભગવાન મોક્ષે ગયા એટલે એમના અતિશયો વગેરે પણ ગયા, તેમ નહિ માનતા. એમની શક્તિઓ આજે પણ કામ કરે છે. નામરૂપે, તીર્થરૂપે સ્થાપનારૂપે, ભાવરૂપે, એમ અનેક રીતે કામ કરે છે. આપણા સમર્પણથી તે શક્તિઓ કાર્યકારી થાય છે. ભગવાનને તમે સમર્પિત બનો તો બાકીનું બધું ભગવાન સંભાળી લે. સમર્પિત બનવું જ કઠણ છે. બધું પાસે રાખીને માત્ર “જીન તેરે ચરણ કી શરણ ગ્રહું એમ બોલવાથી સમર્પણ ન આવે. સમર્પણ માટે બધાંનું વિસર્જન કરવું પડે. અહંનું વિસર્જન જ સૌથી કઠણ છે. અહંના વિસર્જનપૂર્વક જે ભક્ત ભગવાનના શરણે જાય તેનું ભગવાન બધું જ સંભાળી લે. દંડથી ઘડો બનાવી પણ શકાય ને ફોડી પણ શકાય. આ જીવનથી રાગ દ્વેષ જીતી પણ શકાય, અને વધારી પણ શકાય. હું મોક્ષમાર્ગ તરફ ચાલી રહ્યો છું” એવી પ્રતીતિ ન થાય તો આ જીવન શા કામનું? ભગવાન પર બહુમાન આવ્યું એટલે ભગવાન તમારા હૃદયમાં આવી જ ગયા. જ્યાં બહુમાન છે ત્યાં ભગવાન છે. એટલે જ ભક્તને કદી ભગવાનનો વિરહ પડતો જ નથી. આજ વાત ગુરુમાં પણ લાગુ પડે છે. સાચા શિષ્યને કદી ગુરુનો વિરહ નડતો જ નથી. કારણ હૃદયમાં ગુરુ પર બહુમાન સતત રહેલું જ છે. જીવનભર સમતા રહેવી જોઈએ. સમતા આપણો શ્વાસ બનવો જોઈએ. શ્વાસ વિના ન ચાલે તો સમતા વિના શી રીતે ચાલે ? આજ મુનિ-જીવનનો પ્રાણ છે. મોહ તમને શીખવે છેજીવો પર દ્વેષ કરો. ભગવાન તમને શીખવે છે: જીવો પર પ્રેમ કરો. આપણે કોની વાત માનીએ છીએ ? શ્રી કલાપૂર્ણપ્રબોધ ૬૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી પોતાના જીવન દ્વારા આપણને સૌને આવું કહી રહ્યા છે. હું તો અભિમાનથી ધૂંઆપૂંઆ થતો એક પામર કીટ હતો. મને વિનામૂર્તિ બનાવનાર, મને અત્તમુહૂર્તમાં દ્વાદશાંગી રચવાનું બળ આપનાર ભગવાન છે. મારા ભગવાન છે, માટે વખાણ નથી કરતો, પણ વાસ્તવિકતા જ હું તમને જણાવું છું. મૃત્યુ પછી તો ઘણાય મહાન બની જતા હોય છે કે દંતકથારૂપ બની જતા હોય છે, પણ કેટલીક વ્યક્તિઓ તો જીવતે જીવ જ દંતકથારૂપ બની જતી હોય છે, જગ બત્રીસીએ ગવાતી હોય છે. માનવજાત એટલી અભિમાની છે કે તે કોઈ વિદ્યમાન વ્યક્તિના ગુણો જોઈ શકતી નથી. કદાચ ગુણ જોવાઈ જાય તો કદર કરી શકતી નથી. હા, મૃત્યુ પછી જરૂર કદર કરશે, ગુણાનુવાદ પણ જરૂર કરશે, પણ જીવિત વ્યક્તિની નહિ. માણસના બે કામ છે: જીવિતની નિંદા કરવાની ને મૃતની પ્રશંસા કરવાની. “પત્તિને વૈરાણિ” (વેર મૃત્યુ સુધી જ રહે છે. એટલે જ કહેવાયું હશે! પણ, આમાં અપવાદ છે: અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ જેઓ સ્વવિદ્યમાનતામાં જ દંતકથારૂપ બની ગયા છે, લોકો દ્વારા અપૂર્વ પૂજયતા પામેલા છે. - પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રી માટે સુરત-નવસારી વગેરે સ્થળોએ કહેલું આજે પણ મનમાં ગુંજ્યા કરે છે: પૂજ્યશ્રીમાં પાત્રતા-વૈભવ, પુણ્ય વૈભવ અને પ્રજ્ઞા વૈભવ આ ત્રણેયનો ઉત્કૃષ્ટરૂપે સુભગ સમન્વય થયેલો છે, જે ક્યારેક જ કોઈક જ વ્યક્તિમાં જોવા મળતી વિરલ ઘટના છે. ભગવાન એ અલૌકિક તત્ત્વ છે Page #72 -------------------------------------------------------------------------- ________________ તમાર્ગના વિવિધ અંગો આત્મા જો વિભુ વ્યાપક હોય તો કર્મબંધ શાનો? વળી કર્મબંધ ન હોય તો મોક્ષ કોનો? મોક્ષ ન હોય તો આ કડાકૂટ શાની? આવો પ્રશ્ન એક ગણધરને જાગેલો. ભગવાને કહ્યું: આત્મા વિભુ જરૂર છે, પણ કેવળજ્ઞાન રૂપે ? કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોક-અલોકને જાણે છે. જ્ઞાનથી તેઓ સર્વત્ર વ્યાપક છે. આ દષ્ટિ નજર સમક્ષ રાખીશું તો સર્વત્ર વ્યાપીને રહેલા પરમાત્મા સદાકાળ દેખાશે. “સમગ્ર શાસ્ત્રનો સાર મેળવ્યો મેં મથી-મથી, પરમાનંદની પ્રાપ્તિ થાય છે પ્રભુભક્તિથી. ભગવાન સાંભળી લે ખરા, પણ બોલે નહિ એ વાક્ય હું હમણાં બોલી ગયો તે તમે સાચું માનો છો ? ભગવાન સાંભળે છે, આપણાં સ્તવનો, આપણી સંવેદનાઓ. આપણી પ્રાર્થનાઓ તે સાંભળે છે, એમ તમે માનો છો? કે માત્ર ઉપચાર લાગે છે. યાદ રાખજો કે જ્યાં સુધી તમે “સાક્ષાત ભગવાન સાંભળી રહ્યા છે.” એવું નહિ માનો ત્યાં સુધી ભક્તિ કરી નહિ શકો. ભગવાને આપણને કદી જુદા માન્યા નથી, આપણે જરૂર માન્યા છે. ભગવાને જુદા માન્યા હોય તો તેઓ ભગવાન બની જ શક્યા ન હોત. અત્યારે પણ પ્રભુ આપણને, સંપૂર્ણ જગતને સત્-ચિત્ અને આનંદથી પરિપૂર્ણ માને છે. પોતાના જેવું સ્થાન બીજાને આપવું, એ રીતે જોવું એ પ્રેમની નિશાની નથી? પોતાના જેવું જ ભોજન અપાય, તો એના પર પ્રેમની જ નિશાની થઈને? ભગવાન આપણા સર્વ પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે. આપણા મોટામાં મોટા દોષો (વિષયોની આસક્તિ, કષાયોનો વળગાડ વગેરે) પ્રભુ-ભક્તિથી ટળે છે. ક્યારેક આત્મનિરીક્ષણ કરજો. મારામાં માયા શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #73 -------------------------------------------------------------------------- ________________ કેટલી ? લોભ કેટલો? વાસના કેટલી? આ બધાનું ઉન્મેલન ભક્તિ વિના શક્ય નથી. પ્રભુભક્તિ ભક્તિ એટલે ૭ રાજલોક દૂર રહેલા ભગવાનને હૃદયમાં બોલાવવાની કળા', યશો વિના મનમાં પેઠા તો આપણા હૃદયમાં ન પ્રવેશી શકે ? ભગવાનના પ્રવેશ વિના તો “પેઠા” શબ્દ નહિ જ વાપર્યો હોય. દૂર રહેલા ભગવાનને નજીક લાવી આપે તે ભક્તિ. ભક્તિ લોહચુંબક છે જે ભગવાનને ખેંચી લાવે છે. “તુમ પણ અલગા રહ્ય કિમ સરશે? ભક્તિ ભલી આકર્ષી લેશે...” “ગગને ઊડે દૂર પડાઈ, દોરી બળે હાથે રહી આઈ” - માનવિજય. પતંગ ભલે દૂર છે, દોરી હાથમાં છે. ભગવાન ભલે દૂર છે, ભક્તિ હાથમાં છે. દોરી હાથમાં છે તો પતંગ ક્યાં જવાનો ? ભક્તિ હૃદયમાં છે તો ભગવાન ક્યાં જવાના છે? ભક્તિઃ ચૈત્યવંદન ભક્તિયોગ છે. સ્વાધ્યાય જ્ઞાનયોગ છે. પાલન કરવું છે ચારિત્રયોગનું તો ભક્તિ અને જ્ઞાનયોગ કેમ? આ બંને ચારિત્રને પુષ્ટ બનાવનારા છે માટે. જો તમે ભક્તિ અને જ્ઞાન છોડી દો તો ચારિત્ર રિસાઈને ચાલ્યું જશે. એ કહેશે: એ બંને વગર હું તમારે ત્યાં રહી શકું તેમ નથી. ગુરુભક્તિ ભક્તહૃદયના ઉદ્દગાર કેવા હોય ? ગૌતમસ્વામી આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એમણે ભક્તિ ખાતર કેવલજ્ઞાન જતું કરેલું. શી જરૂર છે કેવળજ્ઞાનની ? ભગવાનનું કેવળજ્ઞાન મારું જ કેવળજ્ઞાન છે ને? આવો ઉચ્ચ સમર્પણ ભાવ એમનો હતો. આથી જ તેઓ ઉચ્ચ ગુરુ બની શક્યા. પોતાનામાં ન હોવા છતાં સર્વ શિષ્યોને કેવળજ્ઞાન આપી શક્યા. ગૌતમસ્વામીને કેવળજ્ઞાનથી ગુરુભક્તિ વિશેષ પ્રિય લાગી હતી. કદાચ પાંચમા આરાના જીવોને ગુરુભક્તિ સમજાવવા જ એમણે આમ કર્યું હોય ! ભક્તિમાર્ગનાં વિવિધ અંગો ૬૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ કદાચ ન કર્યું હોય તો પણ આપણને તો એ આદર્શરૂપ છે જ. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” આ પંક્તિનો વિરોધ કરશો ? જેમ ગૌતમસ્વામીનો ભક્તિ-રાગ હોવા છતાં ભગવાનનો રાગ પણ હતો જ, મનમાં ખબર જ છે કે આ ભગવાન છે. આથી જ એમનો શોક વિરાગમાં પલટાઈ શક્યો. ભગવતા યાદ આવીને કેવળજ્ઞાન થયું. સમર્પણતા ગુરુનું જ્યારે આપણે નથી માનતા, ત્યારે ભગવાનને નાથ તરીકે નથી સ્વીકારતા. કારણ કે ગુરુ સ્વયં તરફથી નહિ, ભગવાન તરફથી બોલે છે. સમર્પિત શિષ્ય સર્પને પકડવાની આજ્ઞા પણ સ્વીકારવા તૈયાર થઈ જાય. એમની આજ્ઞા જ મારે પાળવાની છે. એનું રહસ્ય ગુરુ જ જાણે. - સાયેરિયા પર્વવા નાતિા સર્પ પકડવા જતાં લાગેલા ઝાટકાથી તેમની ખૂંધ દૂર પણ થઈ જાય. પ્રભુને ગુરુને દૂર રાખીને ગુણો નહિ મેળવી શકાય. માત્ર જ્ઞાનથી અભિમાન આવેશ વધશે. વધતા અભિમાન અને આવેશ દોષોની વૃદ્ધિને જ સૂચવે છે. પ્રભુ મળતાં જ સ્થિરતા મળે છે. - હંસ જ્યારે સરોવરને છોડીને ચાલ્યા જાય છે. ત્યારે હંસને તો કોઈ ખોટ પડતી નથી. કારણ કે જ્યાં રાજહંસ હશે ત્યાં સરોવરનું નિર્માણ થઈ જ રહેશે. પણ સરોવર જરૂર સૂનું બનશે. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં જ જુઓને! નવ જણ તીર્થકર પદ માટે યોગ્ય ઘોષિત થયા. જે ગુરુ મળ્યા છે તેની સેવા કરી. એમની યોગ્યતા જોવા પ્રયત્ન ન કરો. એ તમારું કામ નથી. કદાચ યોગ્યતા ઓછી હશે, જ્ઞાન ઓછું હશે; તો પણ તમને વાંધો નહિ આવે. તમે એમનાથી વધુ જ્ઞાની અને વધુ યોગ્ય બની શકશો. ઉપા. યશોવિજયજી આનું ઉત્તમ ઉદાહરણ છે. ગુરુત્વ વિનિશ્ચયમાં તો મહાનિશીથનો પાઠ આપીને સ્પષ્ટ લખ્યું; ભગવાનના વિરહમાં ગુરુ જ ભગવાન છે. ગુરુ જ સર્વસ્વ છે. જોયું? ચોપડી હાથમાંથી પડી ગઈ. જરા ધ્યાન ન રાખીએ તો આ ચોપડી કેવી પડી ગઈ ? આપણા ભાવો આવા છે. માટે જ સતત સાવધાનીની શ્રી ક્લાપૂર્ણપ્રબોધ Page #75 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે. પ્રારંભમાં ગુરુ તમને પ્રેરણા આપે. પછી મળેલો ગુરુ વિવેક તમને સતત પ્રેરણા આપતો જ રહે. તમારી અંદર પેદા થયેલો વિવેક જ તમારો ગુરુ બની શકે. ગુરુ તો જિન છે, કેવળી છે, ભગવાન છે.' એમ મહાનિશિથમાં વાંચ્યું ત્યારે હું નાચી ઊઠ્યો. ગુરુતત્ત્વનું કેટલું સન્માન ! ગુરુ માત્ર નેત્ર ઉઘાડનારા નથી, નેત્ર આપનારા પણ છે. બે આંખ છે, પણ ત્રીજી વિવેકની – જ્ઞાનની આંખ આપણી પાસે નથી તે ગુરુ આપે છે. આવા ગુરુની સેવા કેમ કરવી? દર્દી ડૉક્ટરને સમર્પિત રહે તો જ આરોગ્ય પ્રાપ્ત કરી શકે. શિષ્ય ગુરુને સમર્પિત રહે તો જ ભાવ આરોગ્ય પ્રાપ્ત કરી શકે. અહીં બલ્બ પ્રકાશે છે પણ એનો પ્રકાશ પાવર હાઉસમાંથી આવે છે. ગુરુમાં જ્ઞાન-પ્રકાશ પણ ભગવાનમાંથી આવે છે. આવા ગુરુની જેણે અમૃતવાણી પીધી તેઓ અમર બની ગયા. પાણી વિના જીવી ન શકાય. ગામના વસવાટ પહેલાં પાણીની સગવડ જોવાય. આધ્યાત્મિક જીવન પણ જિનવાણી વિના ન ચાલી શકે. એ જિનવાણી સંભળાવનાર ગુરુ છે. જિનવાણી એટલે જ્ઞાનનું અમૃત, ગુરુકૃપા વિના આત્માનુભૂતિનું વિકટ કાર્ય પૂરું નહિ થાય. દરેક જન્મમાં બધું મળ્યું છે, પણ આત્માનુભૂતિ નથી મળી. ગુરુકૃપા વિના એ ન જ મળે. ગુરુ દેવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર.” અંધારી ગુફામાં ધાતુવાદીઓ પેઠા હોય ને ત્યાં દીવો બુઝાઈ જાય તો શી હાલત થાય? આવી જ હાલત ગુરુને છોડી દેતાં આપણી થાય. ભવ-ભવ ભટક્યા એનું કારણ આ જ છે. ગુરુ મલ્યા હશે, પણ આપણે સમર્પિત નહિ થયા હોઈએ. ગુરુ એક તત્ત્વ છે, વ્યક્તિ નહિ. ગુરુની સેવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. ૧૫00 તાપસીનાં પારણાં માટે ગૌતમસ્વામી માત્ર એક પાત્રી ખીર લાવ્યા, પણ કોઈને એ વિચાર ન આવ્યો. આટલી ખીરથી તો બધાને તિલક પણ નહિ થઈ શકે, તો પેટ શી રીતે ભરાશે ? ૬૭ ભક્તિમાર્ગના વિવિધ અંગો Page #76 -------------------------------------------------------------------------- ________________ બધા એટલા સમર્પિત હતા કે કોઈને આવો વિચાર આવ્યો નહિ. આ સમર્પણના જ પ્રભાવથી ૫૦૦ તાપસો તો ખી૨ વાપરતાં વાપરતાં જ કેવળી બની ગયા આને કહેવાય : ‘‘ગુરુ – વહુમાળો મોવો |’’ સંઘભક્તિ ગુરુની ભક્તિમાં પણ સંઘની જ ભક્તિ છે. ૪૮ ગુણોવાળો આ સંઘ છે. ૨૭ સાધુના તથા ૨૧ શ્રાવકના કુલ ૪૮ ગુણો થયા ને ! સંઘ પ્રત્યે ભક્તિ ન હોય તો ક્રોડો રૂપિયા કોણ ખર્ચી શકે ? હમણાં જ લાકડિયાથી ધનજીભાઈએ સિદ્ધાચલનો સંઘ કાઢ્યો. તેમાં બે ક્રોડથી વધુ ખર્ચ્યા. અહીં આવીને વળી તેમણે ૨૧ લાખ જીવદયામાં લખાવ્યા. આ સંઘની ભક્તિ તેઓ (શ્રાવક શ્રાવિકા) દ્રવ્યથી કરે, આપણે ભાવથી ક૨વાની છે એટલે જ શાસ્ત્રાભ્યાસ કરવાનો છે માટે જ ચતુર્વિધ સંઘની જેમ દ્વાદશાંગી પણ તીર્થ છે. દ્વાદશાંગીનો અભ્યાસ એ તીર્થની જ ભક્તિ છે. તમે તમારું જ્ઞાન બીજાને ન આપો તો ગુનેગાર છો. ભગવાને સ્થાપેલો આ સંઘ દીર્ઘ કાળ સુધી જગતનું મંગળ કરે, તેવી શક્તિ ભગવાને સ્થાપેલી છે. આવા આગેવાનો હતા ત્યારે મોટા સમ્રાટો પણ શ્રી સંઘના કાર્યો કરી આપતા. આજની હાલત બદલી ગઈ છે. નાના ઓફિસર પણ જૈન સંઘને દબાવી શકે છે. આણંદજી કલ્યાણજી જેવી મોટી પેઢીને નાનો પાલિતાણાનો મેયર પણ દબાવી શકે છે. આનું કારણ સંઘ કરતાં વ્યક્તિ પોતાને મોટી ગણે છે, તે છે. તે ખોટું છે. પૂજાભક્તિ ૧૩ સરાગ-સંયમરૂપ સર્વવિરતિને બે પ્રકારની (સ્તોત્ર અને પ્રતિપત્તિ) પૂજા હોય છે. ૧૧-૧૨ અને ૧૨મા ગુણોઠાણે માત્ર પ્રતિપતિ પૂજા હોય છે. પ્રતિપતિ એટલે સંપૂર્ણ આજ્ઞાનું પાલન, આજ્ઞાનું જેટલું પાલન ઓછું કરીએ તેટલી ૬૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપતિ પૂજામાં ખામી સમજવી. પૂ. દેવચંદ્રજીએ બારમા ભગવાનના સ્તવનમાં કહ્યું છે : પ્રશસ્ત અને શુદ્ધ એમ બે પ્રકારે ભાવપૂજા પ્રતિપતિ પૂજા) છે. (૧) પ્રશસ્તપૂજામાં પ્રભુ-ગુણાગાન હોય છે. પ્રભુ પ્રત્યેનો વિશિષ્ટ અનુરાગ ભક્તને તેમના ગુણગાન કરવા પ્રેરે છે. પ્રશસ્ત ભાવપૂજાના આરાધનથી વિશુદ્ધ ભાવપૂજાનું સામર્થ્ય પ્રગટે છે. (૨) શુદ્ધ ભાવપૂજા - સ્વભાવમાં સંપૂર્ણ રમણતા વખતે મુનિને શુદ્ધ ભાવ પૂજા હોય છે. આ દશામાં શુદ્ધ ભાવપૂજા હોય છે. નવકારભક્તિ જ્ઞાનદશા જે આકરી, તે મરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો મારો’ નવકારના જાપમાં એકાગ્રતા સાધવા માટે અક્ષરોને મનની કલમથી લખો. એકેક અક્ષ૨ ૫૨ સ્થિર બનો. નવકા૨ના જાપના અનુષ્ઠાનમાં નવકાર લેખનનો પણ કાર્યક્રમ હશે. હીરાની ચમકની શાહીથી લખવું. કલ્પના શા માટે ઓછી કરવી ? લખાઈ ગયા પછી એને ચમકતા જુઓ અને પંચો : ન...મો...........હું............. અચક્ષુ દર્શનથી વાંચવાનું છે. ચામડાની આંખથી નહિ. મનને સ્થિર કરવાની આ કળા છે. રોજ બાર નવકાર આ રીતે લખો. ભલે ૧૦-૧૨ મિનિટ લાગી જાય. આ વર્ણયોગ છે. મૃત્યુંજ્યથી જય છે : નવકાર મહામંત્ર... નવકાર મંત્રનું નામ છેઃ મૃત્યુંજયી મંત્ર. મૃત્યુ નહીં આવે એમ નહીં. નવકા૨થી મૃત્યુમાં અસમાધિ નહિ થાય. સમાધિથી મરવું એટલે મૃત્યુને જીતી જવું. નવકાર સૌ પ્રથમ અહંકાર પર કુઠારાઘાત કરે છે. મોહની ઇમારત અહં અને મન પર ઊભેલી છે: નવકાર આ પાયામાં જ સુરંગ ફોડે છે. મન પણ અહંના કારણે જ છે. ‘અહં’ એટલે શું ? મમ્' એટલે મારું ! હું જ નથી તો મારું ક્યાંથી થવાનું નવકારમંત્ર શીખવે છે ઃ ન ‘અહં’ ન મમ’ એટલે મારો હું જ નથી તો મારું ક્યાંથી થવાનું. નવકારમંત્ર શીખવે છે : ન ‘અહં’ ભક્તિમાર્ગનાં વિવિધ અંગો ૬૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ ન “મમ' આ પ્રતિમંત્ર જપો. મોહરાજા કાંઈ નહીં કરી શકે. હું શરીર નહિ, પણ આત્મા. હું એટલે અરિહંતનો સેવક. અરિહંતનો પરિવાર ગુણ-સમૃદ્ધિ) તે મારા. નવકાર આત્મસાત્ કરવાથી કરુણા વધવાની. ગુણો વધવાના, દેવ-ગુરુ ભક્તિ વધવાની. નવકારમાં છ વાર નમો આવે છે, ૧૦૮ નવકારમાં ૬૪૮ વાર નમો આવે છે. તમે કેટલી માળા ગણી? હવે નમ્રતા કેટલી વધી ? નવકાર ગણ્યા પછી નમ્રતા વધવી જોઈએ. દ્રવ્ય.... ગુણસમુદાય. ક્ષેત્ર સ્વઅવગાહના કાળ.... વર્તના લક્ષણરૂપ. ભાવ.... ગુણ પર્યાયનું પ્રવર્તન. આ વિચારધારાથી મૃત્યુ, આદિના સંકટસમયે પણ સમાધિ રહે. મારી પાસે મારું છે જ શું? જે નષ્ટ થવાનું છે તે મારું નથી. ભગવાન પ્રત્યે પ્રેમભાવ જાગ્યો તો બધા જ પૈસા વસૂલ! બાકી જેનો કાંઈ ગાંડા નથી કે કરોડો રૂપિયા મંદિરમાં લગાવે. જેનો સમૃદ્ધ છે તેનું કારણ પણ જિન-ભક્તિ અને જીવદયા છે. ભક્તિનું પ્રાધાન્ય આપણે બધાં ભણવાની પાછળ પડી ગયા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે મંડી પડ્યા. પણ માત્ર એટલાથી શું થશે? મોહનીય કર્મ પર ફટકો નહિ પડે ત્યાં સુધી કાંઈ નહિ વળે. હું ભક્તિ પર એટલે જ જોર આપું છું. ભક્તિ જ એવું જ છે, જેથી મોહનો પર્વત ચૂર ચૂર થઈ જાય. ભક્તિથી તમે ‘સદાગમ'ના ઉપાસક બનો છો. સદાગમના ઉપાસકોને મોહ કાંઈ ન કરી શકે. દિગંબર અને શ્વેતાંબરોમાં અહીં જ તફાવત છે, દિગંબરોમાં પ્રથમ તત્વાર્થ ભણાવવામાં આવે છે. ત્યાં પંડિતો તૈયાર થાય છે. જ્યારે શ્વેતાંબરોમાં નવકાર આવશ્યક સૂત્રો વગેરે ભણાવવામાં આવે છે. આથી અહીં શ્રદ્ધાળુ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાવુકો તૈયાર થાય છે. શ્રદ્ધાવાન જ ધર્મનો સાચો અધિકારી છે. મેધાવાન નહિ. પહેલાં શ્રદ્ધાવાન જોઈએ. માટે જ સU – મેરાલખ્યું છે. મેઢા – સદ્ધા, એમ નથી લખ્યું. તપસ્વી બનવા શરીરની શક્તિ અપેક્ષિત છે. જ્ઞાની બનવા બુદ્ધિની શક્તિ અપેક્ષિત છે. દાની બનવા ધનની શક્તિ અપેક્ષિત છે. પણ ભક્ત બનવા નિરપેક્ષ બનવું અપેક્ષિત છે. કોઈપણ શક્તિ પર મગદૂર બનેલો માણસ કદી પણ “ભક્ત બની શકતો નથી. નરસૈયા હોય કે મીરા હોય કે ગમે તે હોય, જે નામે પણ પ્રભુને પ્રેમપૂર્વક ચાહતા હોય તેમને આખરે પ્રભુદર્શન થવાના જ. બધી જ નદીઓ આખરે સમુદ્રને મળે છે, તેમ બધા જ પ્રભુના નમસ્કારો વીતરાગ પ્રભુ તરફ લઈ જાય છે. આપણે પ્રભુની પૂજા કરીએ છીએ એટલે પરમની પૂજા કરીએ છીએ અને એ પરમ આપણામાં જ છૂપાયેલું છે. એમના જેવા ન બનીએ ત્યાં સુધી પ્રભુની પૂજા કરતા રહેવાનું છે. શરૂઆતમાં જીવો બાહ્ય આડંબર જોઈએ જ આકર્ષિત થતા હોય છે. ભગવાનના અષ્ટ પ્રાતિહાર્યો આટલા માટે જ હોય છે એ જોઈને અનેક જીવો તરી જતા હોય છે નહિ તો અપરિગ્રહી અને વીતરાગને આ અષ્ટ પ્રતિહાર્યો અને ૩૪ આતિશયોને ઠાઠ શા માટે ? ભક્તને હમેશા લાગે કે બોધિ અને સમાધિ સૌને મળો કારણ કે મારા ભગવાનનો આવો મનોરથ હતો. ભગવાનનો મનોરથ સિદ્ધ થાય, એવું કયો ભક્ત ન ઈચ્છે. ભગવાન વીર ગયા ત્યારે ગૌતમ સ્વામી રડ્યા. આદિનાથ ગયા ત્યારે ભરત રડ્યા. આ આંસુ તેમને કેવળજ્ઞાનના માર્ગે લઈ ગયા. આ આંસુઓના એકેક ટીપાંમાં પ્રભુના પ્રેમનો સિંધુ છલકાતો હતો. પાણી જેવા મૃદુ હૃદયમાં જ ભક્તિનો જન્મ થશે. ભક્તિનો જન્મ થશે તો જ ધર્મ પ્રાણવાન બનશે. પ્રભુ-દર્શન ન થાય ત્યાં સુધી ચેનથી બેસો નહિ, પ્રભુને પોકાર્યા જ કરો, પ્રાર્થના કરતા જ રહો. ભક્તિમાર્ગનાં વિવિધ અંગો ૭૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧) સમ્યકત્વ સમ્યકત્વ એટલે કેદમાંથી છૂટવાની ઝંખના. સમ્યત્વમાં પણ અપૂર્વ આનંદ આવતો હોય તો મોક્ષમાં કેટલો આનંદ આવતો હશે? સમ્યક્ત્વાદિની પ્રભાવના કરીને ભગવાન સૌને આનંદની પ્રભાવના કરી રહ્યા છે. બીજાનું સમ્યકત્વ બોધિ કહેવાય તીર્થકરનું સમ્યત્વ વરબોધિ કહેવાય. શું કારણ? કદાચ ભગવાનનું ક્ષાયોપથમિક હોય તોય વરબોધિ કહેવાય. બીજાનું ક્ષાયિક હોય તોય બોધિ જ કહેવાય. એનો અર્થ એ થયો કે તીર્થંકરના સમ્યગ્દર્શનમાં કશુંક વિશેષ હશે ! સર્વ જીવોમાં સ્વનું રૂપ જોતા હશે ! બીજાની પીડાને સૂક્ષ્મપણે સ્વમાં સંવેદતા હશે ? બાર કષાયનાં ક્ષય-ઉપશમથી જ આ ચરિત્ર આવે છે. સંવલનકષાયને ભલે છોડી દઈએ પણ બારકષાયનો ક્ષયોપશમ તો કરવો જ પડશે. અનંતાનુબંધીનો ઉદય હોય ત્યાં બીજા કષાયોનો ક્ષયોપશમ ન હોય, ન હોઈ શકે. અનંતાનુબંધીનો હોય ત્યાં મિથ્યાત્વ હોય જ. મિથ્યાત્વ નથી ગયું ને અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષય) કરેલી હોય, તોપણ તે સ્થિતિ અન્તર્મુહૂર્તથી વધુ નહિ રહે. કારણ કે તેનું બીજ મિથ્યાત્વપડ્યું છે. અપુનબંધક એટલે ધર્મનો આદિ સાધક આદિ ધાર્મિક, જે કદી હવે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી. અંતરનિરીક્ષણ • રત્નત્રયીની આરાધનામાં જેટલી મંદતા, મોક્ષ તેટલો દૂર ! જેટલી શ્રી કલાપૂર્ણપ્રબોધ ૭ર Page #81 -------------------------------------------------------------------------- ________________ તીવ્રતા મોક્ષ તેટલો નજીક. • અહિંસાઃ સમ્યગુદર્શન • સંયમઃ સમ્યગૃજ્ઞાન • તપ: સમ્યગુચારિત્ર • બીજાનું દુઃખ પોતાનું લાગે ત્યારે સમજવું સમ્યગુદર્શન આવ્યું છે. • ચોથું ગુણઠાણું આપણને સ્પર્યું છે કે નહિ ? તેનું આત્મનિરીક્ષણ કિરવું ઘટે. તાવ વગેરે ગયો છે કે નહિ તે આરોગ્યનાં ચિહ્નોથી જણાય તેમ અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વ આદિ ગયા છે કે નહિ તે સમ્યકત્વનાં લક્ષણોથી જણાય. • મોક્ષમાં જલદી જવું હોય તો તેના ઉપાયોમાં તન્મય બની જવું જોઈએ. રત્નત્રયી તેનો ઉપાય છે. ઉપાયમાં શીઘ્રતા કરીશું તો ઉપેય શીઘ્ર મળશે. • શ્રદ્ધાની ખામી હોય તો સમ્યગુદર્શન મળે. જિજ્ઞાસાની ખામી હોય તો જ્ઞાન ન મળે. સ્થિરતાની ખામી હોય તો સમ્યગુચારિત્ર ન મળે. અનાસક્તિની ખામી હોય તો સમ્યકતપ ન મળે. ઉલ્લાસની ખામી હોય તો વીર્ય ન મળે. વર્યાચાર ન હોય તો એકેય આચાર પાળી શકાય નહિ. વીર્ય બધે જ અનુસ્મૃત છે માટે જ બીજા ચાર આચારનાં ભેદો જ વીર્યાચારનાં ભેદો મનાયા સમ્યકત્વ મોહનીયના પુદ્ગલના પ્રભાવે પ્રભુદર્શનના નિમિત્તે અંદર આનંદ થતો હોય છે. આઠેય કર્મોનો ઉદય દ્રવ્ય ક્ષેત્રાદિને આશ્રયીને થાય છે. દા.ત. બાહ્મી ઔષધિથી જ્ઞાનની વૃદ્ધિ થાય. ભેંસનું દહીં વગેરેથી બુદ્ધિ બુઠ્ઠી બને. શુભ પુદ્ગલો પણ જ્ઞાનાવરણીય કર્મ તોડવામાં સહાયક બને છે. તેમ સમ્યકત્વ મોહનીયના પુદ્ગલો પ્રભુદર્શનમાં થતા આનંદમાં સહાયક બને. સમ્યક્દૃષ્ટિને જેવો ભાવ થાય તેવો મિથ્યાદષ્ટિને ન થાય. તેનું કારણ મિથ્યાત્વના પુદ્ગલો છે. તે ઘટાડવા પુરુષાર્થ કરવાનો છે. સેવં નતે સેવં યંત્રે ભગવતીના દરેક શતકના અંતે આવતો આ પાઠ સમ્યક્ત્વ – અમૂલ્ય તત્ત્વ ૭૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ ભીતર સમ્યક્દર્શનની સૂચના કરે છે. સમ્યક્ત્વ સાચું જીવન સમ્યક્ત્વ પહેલાંનું જીવન, જીવન જ ન કહેવાય. સમ્યક્ત્વ પછીનું જીવન જ ખરું જીવન છે. એની પહેલાં માત્ર સમય પસાર થાય છે એટલું જ. દર્શન મોહનીયના ક્ષયોપશમથી સમ્યક્ત્વ મળે, પણ આત્માનંદની રમણતા તો ચિરત્ર મોહનીયના ક્ષયોપશમથી જ અનુભવાય. સમ્યક્ત્વ બે પ્રકારે : વ્યવહાર અને નિશ્ચય. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા – આ લક્ષણો દ્વારા અંદર રહેલું સમ્યક્ત્વ જણાય. એની ખામી તો સમ્યક્ત્વની ખામી સમજજો. આ પાંચ લક્ષણો હોય તો સમજી લેજો સમ્યક્ત્વ આવી ગયું છે. આ વ્યવહાર સમકિત છે. - દેહાધ્યાસ તૂટે આત્માનુભવ થાય તે નિશ્ચય સમિકિત છે. અત્યારે દ્રવ્યસમ્યક્ત્વાદિનો આરોપ કરીને તે આપવામાં આવે છે. ગીતાર્થો જાણે છે આ શાહુકાર છે. ભવિષ્યમાં આપી દેશે. અત્યારે સમકિત ભલે નથી. ભવિષ્યમાં ઉત્પન્ન કરી લેશે. સમ્યક્ત્વને કે જ્ઞાનને કે ચારિત્રને તમે નમો છો, ત્યારે તમે તેના ધારકોને પણ નમો છો કારણ કે ગુણી વિના ગુણ ક્યાંય રહેતા નથી. ગુણને નમસ્કાર એટલે ગુણીને નમસ્કાર. સમ્યક્ત્વ એટલે નવ તત્ત્વની રુચિ. નવ તત્ત્વની રુચિ એટલે શું ? નવ તત્ત્વમાં પ્રથમ તત્ત્વ છે જીવ. એ જીવને જાણવો એટલે શું ? જીવનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ અનુભવવાની રૂચિ જાગે તો જ તમે સાચા અર્થમાં જીવતત્ત્વ જાણ્યું, એમ કહી શકાય. જીવતત્ત્વની પરની આવી રુચિ ન જાણવાથી જ સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન આવતાં જ અનાદિકાળની ભ્રમણાઓ તૂટી જાય છે. સમ્યગ્દર્શન આવતાં જ વ્યવહારથી કુદેવાદિનો ત્યાગ કર્યો પણ આખો લૌકિક ભાવ ત્યાગ કરવાનો છે. સમિકત આવ્યું પછી દેહમાં આત્મબુદ્ધિ ટળે, આત્મામાં આત્મબુદ્ધિ જાગે, તો લોકોત્તર સકિત મળે. સકિત આપતી વખતે દ્રવ્ય સમ્યકૃતત્વનો આરોપ કરીને આપવામાં આવે છે. એમ સમજીને કે ભવિષ્યમાં સમકિત મેળવી લેશે. શાહુકારને એ ૭૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #83 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસથી જ લોન અપાય છે ને? આટલા ઓધા કર્યા તોય ઠેકાણું ન પડવું તેનું કારણ શું? મેં કહ્યુંઃ સમ્યગદર્શનનો સ્પર્શ નથી થયો માટે જિન-ભક્તિ અને જીવમૈત્રી જીવનમાં ન આવી. સમ્યગુષ્ટિ જીવ સંસારમાં રહે ખરો, પણ મનમાં સંસાર ના રહે તપેલા લોખંડના ગોળા પર પગ મૂકવા પડે તો માણસ કેવી રીતે મૂકે? તે રીતે સમ્યગુદૃષ્ટિ સંસારની પ્રવૃત્તિઓ કરતો હોય છે. સમાધિ ૧૪ સમાધિનું પાર્સલ મળી શકતું નથી. તે અંદરથી ઉત્પન કરવી પડે છે. વિહારમાં બીજા પાસે રહેલો પાણીનો ઘડો આપણને કામ લાગી શકે ? આપણી પાસે હોય તો જ ઘડો કામ લાગે, તેમ આપણી અંદર જ સમાધિના સંસ્કારો પડ્યા હોય તો કામ લાગે. વિહારમાં બીજાનો ઘડો પણ કદાચ કામ લાગી શકે, પણ સમાધિ બીજાની કામ ન લાગે. એ તો જાતે જ ઊભી કરવી પડે. સતત અપ્રમત્ત રહેવું એ જ સાધનાનો સાર છે. જીવનમાં સતત અપ્રમત્ત રહેનારો જ મૃત્યુ સમયે અપ્રમત્ત રહી શકે છે. અપ્રમત્ત અવસ્થા એટલે જાગૃતિમય અવસ્થા ! મૃત્યુ સમયે સંપૂર્ણ જાગૃતિ હોય તો જ મૃત્યુ જીતી શકાય, મૃત્યુમાં સમાધિ રાખી શકાય. જો મૃત્યુની ક્ષણ ચૂક્યા તો બધું જ ચૂક્યા! મૃત્યુની ક્ષણે સમાધિ રાખવાની કળા રાધાવેધની કળા કરતાં પણ મુશ્કેલ છે, એ ભૂલશો નહિ. આ એક ભવ સુધરી જાય, એકવાર માત્ર સમાધિમૃત્યુ મળી જાય તો ભવોભવ સુધરી જાય. શર્ટમાં પહેલું એક બટન બરાબર નખાઈ જાય તો બાકીનાં બટન બરાબર જ આવવાનાં. એક બટન આડુંઅવળું નખાઈ ગયું તો બધાં જ બટન આડા-અવળાં જ નખાઈ જવાનાં. આ એક ભવ બરાબર તો ભવોભવ બરાબર. આ એક ભવ ખરાબ તો ભવોભવ ખરાબ. સમાધિ સૌને મળો કારણ કે મારા ભગવાનનો મનોરથ સિદ્ધ થાય, એવું કયો ભક્ત ન ઇચ્છે ? સમ્યકત્વ – અમૂલ્ય તત્ત્વ ૭૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ હાજર ૧૧. નિશ્ચય-વ્યવહારઉભયમ શ્વેતાંબર સંઘ વ્યવહાર પ્રધાન છે. નિશ્ચય બતાવવાની ચીજ નથી. સ્વયં પ્રગટ થનારી છે. માટે શ્વેતાંબર પાસે ધ્યાન નથી એમ નહીં માનતા, ચારિત્ર હોય ત્યાં ધ્યાન હોય જ. દેશવિરતિને અલ્પમાત્રામાં હોય. વ્યવહાર વિના આપણે નિશ્ચય પામી શકતા નથી. વ્યવહાર કારણ છે નિશ્ચય કાર્ય છે. એક વાત સમજી લો. ભક્તની ભાષા અલગ હોય છે, તાર્કિકોની ભાષા અલગ હોય છે. તાર્કિકો કહેશે : ભગવાન કંઈ કરતા નથી. દેવ-ગુરુ પસાય વ્યવહારથી તમે બોલો છો, પણ હૈયાથી બોલો છો? મહાન નૈયાયિક યશોવિજયજી સ્તવનોમાં કેવા પરમ ભક્તરૂપે દેખાય છે? છે ક્યાંય તર્કની ગંધ? છે ક્યાંય તર્કનાં તોફાન? મારો હાથ પકડીને ઠેઠ મોક્ષનગરે ભગવાન મૂકે છે. આવા ઉદ્ગારો ભક્ત સિવાય કોણ કાઢી શકે ? બિલાડી જેમ બચ્ચાને સુરક્ષિત સ્થાને મૂકે છે, તેમ ભગવાન ભક્તને મોક્ષમાં મૂકે છે, એવો ભક્તનો ગાઢ વિશ્વાસ હોય છે. ભગવાન ભલે વિતરાગ છે, પણ સાથે પતિતને પાવન કરનારા, શરણાગતની રક્ષા કરનારા છે, એ ભૂલવાનું નથી. નિશ્ચયથી સમ્યકત્વ નહીં મળે ત્યાં સુધી દેહાધ્યાસ નહિ ટળે, શરીરમાં આત્મબુદ્ધિ નહીં ટળે, અત્યારે તો આપણે શરીરમાંથી ઊંચા નથી આવતા. આત્માની તો વાત જ ક્યાં કરવી? આવું નિશ્ચય સમ્યકત્વ આવ્યા પછી સર્વવિરતિનો ભાવ સતત રહે, ન રહે તો શ્રાવકપણું તો ઠીક, સમ્યકત્વ પણ ન ટકે. વ્યવહારની શ્રદ્ધા વ્યવહારમાં કામ લાગે. નિશ્ચયની શ્રદ્ધા નિશ્ચયમાં કામ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #85 -------------------------------------------------------------------------- ________________ લાગે, વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં જવું જોઈએ. તળાવમાં તરી કરીને નિષ્ણાત બન્યા પછી જ દરિયામાં કૂદવું જોઈએ. સીધા જ નિશ્ચયમાં છલાંગ નિશ્ચયાભાસ બની રહે, પ્રમાદ પોષક બની રહે એવા ઘણાં દાખલા જોયા છે. સમ્યકત્વ અને જ્ઞાન ભવાંતરમાં સાથે આવે છે. ચારિત્ર નહીં, માટે જ સમ્યકત્વ અને જ્ઞાનને એવા દઢ બનાવીએ કે ભવાંતરમાં પણ સાથે આવે. જો તમે જિનમતને ઇચ્છતા હો તો વ્યવહારનિશ્ચય બંનેમાંથી એકેયનો ત્યાગ નહિ કરતા. વ્યવહારથી શુભ પરિણામ જાગે, જ્ઞાનાવરણીય આદિનો ક્ષયોપશમ થાય. ચૈત્યવંદનાદિ વિધિ ચારિત્રમાં પરિણામ પેદા કરનારી છે. વિધિ દ્વારા જ હું સાધુ થયો છું એવો ભાવ જાગે. વ્યવહારના પાલનથી ભાવ છે તે નિશ્ચય રૂપ છે, ઉત્પન્ન થાય છે. વ્યવહાર છોડો તો તીર્થ જાય. નિશ્ચય છોડો તો તત્ત્વ જાય. તીર્થ કલેવર છે; તત્ત્વ પ્રાણ છે. પ્રાણહીન કલેવરની કિંમત નથી તેમ કલેવર વિના પ્રાણો રહી શકતા નથી. વ્યવહાર જ નિશ્ચયને પ્રાપ્ત કરાવે છે. નિશ્ચયનું કારણ બને તે જ વ્યવહાર. વ્યવહારની સાપેક્ષતા જાળવી રાખે તે જ નિશ્ચય. કોઈએ મને ગૃહસ્થપણામાં ખેરાગઢમાં) કાનજીનું પુસ્તક આપીને કહ્યું: આમાં ખરું અધ્યાત્મ છે વાંચજો. પુસ્તક ખોલતાં જ અંદર જોવા મળ્યું: ઉપાદાન જ મુખ્ય છે. નિમિત્ત અર્કિંચિકર વ્યર્થ છે. મેં તરત જ મૂકી દીધું ને પેલાને કહ્યું: આ અધ્યાત્મ નથી. હું બધા સાધુ સાધ્વીજીને જણાવવા માંગુ છું; જ્યાં દેવગુરુની ભક્તિ ન હોય તેવા કોઈ અનુષ્ઠનમાં સાચું અધ્યાત્મ છે, એમ માનશો નહિ. બીજે વૃક્ષ અનતતારે, પ્રસરે ભૂ-જવયોગ.” પૂ. દેવચંદ્રજી તેમ આપણે પણ ભગવાનનો સંયોગ પામીને અનંત બની શકીએ. નિશ્ચય-વ્યવહાર-ઉભયમ Page #86 -------------------------------------------------------------------------- ________________ બીજને જમીન-પાણી વગેરે ન મળે તો પોતાની મેળે વૃક્ષ ન બની શકે તેમ જીવ એકલો જ શિવ ન બની શકે. પૂ. પં. ભદ્રંકર વિ. જ્ઞાનસારની પહેલાં યોગશાસ્ત્રનાં ૪ પ્રકાશ કરાવતા. સાધના હંમેશાં ક્રમશઃ જ થઈ શકે. યોગશાસ્ત્રના ૪ પ્રકાશ વ્યવહારપ્રધાન છે. જ્ઞાનસાર નિશ્ચયપ્રધાન છે. વ્યવહાપ્રધાન બન્યા પછી જ નિશ્ચયપ્રધાન બની શકાય. તળાવમાં તર્યા પછી જ દરિયામાં તરવા કૂદી શકાય. તળાવ વ્યવહાર છે, સમુદ્ર નિશ્ચય છે. નિશ્ચયષ્ટિ . “ો મે સાલો અપ્પા !” આ શુદ્ધ નિશ્ચય નયનું જ્ઞાન મોહનું મૂળ કાપે છે. આવી ભાવનાથી આપણું આત્મત્વ જાગી ઊઠે છે. બકરીની જેમ બેં બેં કરતો સિંહ હવે ગર્જી ઊઠે છે, એને થાય છે : હું એટલે પરમ, પામર નહિ, હું એટલે સિંહ, બકરી નહિ. એવી ગર્જના સાંભળતાં જ સૌ પ્રથમ ભરવાડ [મોહ] ભાગે. પછી બકરીઓ [બીજી કર્મ-પ્રકૃતિઓ] પણ ભાગે. છતાં નિશ્ચય આવતાં વ્યવહાર છોડી દેવાની ભૂલ ઘણા લોકો કરતા હોય છે. આ બહુ જ લપસણો માર્ગ છે માટે જ ઉપા. યશોવિજયજી મહારાજે ઠેર ઠેર એની સામે લાલ બત્તી ધરીને પોતાની ઉત્કૃષ્ટ ગીતાર્થના સિદ્ધ કરી છે. એક બાજુ ૧૪ પૂર્વી છે. ને બીજી બાજુ એક આત્માને જણનારો છે. આત્માને જણનારો, ૧૪ પૂર્વી જેટલી જ કર્મ-નિર્જરા કરી શકે. બન્ને શ્રુતકેવળી ગણાય. ૧૪ પૂર્વી ભેદ નયથી ને આત્મજ્ઞાની અભેદ નયથી શ્રુતકેવળી ગણાય. સમયસારના આ પદાર્થો ખોટા નથી, પણ એના અધિકારી અપ્રમત્ત મુનિ છે. બાહ્યતપની મારે કોઈ જરૂર નથી. મને આત્મા મળી ગયો છે એવું વિચારી વ્યવહાર કદી છોડતા નહિ. નહિ તો ઉભય ભ્રષ્ટ બની જવાશે. નિશ્ચય મળશે નહિ ને વ્યવહાર ચાલ્યો જશે. વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં પ્રવેશ ક૨વાનો છે. તળાવ તરવામાં નિષ્ણાત બન્યા પછી જ દરિયો તરી શકાય. સીધા જ નિશ્ચયપ્રધાન ગ્રંથો વાંચવા લાગશો તો ઉન્માર્ગે ચાલ્યા જશો. નિશ્ચયનય પ્રમાદીને બહુ ७८ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #87 -------------------------------------------------------------------------- ________________ જ ગમે. આવા માણસો નિશ્ચયનય દ્વારા પ્રમાદનું પોષણ જ કરશે. તપ વગેરેથી દૂર જ રહેશે. જોકે આ નિશ્ચયનયની વાતો છે. વ્યવહારનો ક્રિયાકાંડ એ નિશ્ચયનયને જ પોષનારો છે. પણ મુશ્કેલી એ છે કે આપણે નિશ્ચયને સાવ જ ભૂલી ગયા છીએ. એટલે જ સંથારા પોરસીમાં રોજ શુદ્ધ આત્મદ્રવ્યને યાદ કરવાનું જ્ઞાનીઓનું ફરમાન છે. વુિવાનંદ માત્મા ફૂગ मुझे परद्रव्य से कोई लेना-देना नहीं । परभाव का मैं कर्ता-भोक्ता नहीं ટૂં” આમ બોલ-બોલ કરે, પણ જીવનમાં કાંઈ નહિ! શુષ્કતા – જેવો આવો કોરો નિશ્ચય તારી ન શકે. એ માત્ર તમારા પ્રમાદને પોષી શકે. પ્રમાદ-પોષક નિશ્ચયથી હંમેશાં સાવધાન રહેજો. નહિ તો અન્યના અનુષ્ઠાનનો અપલોડ કરશો. મારવાડમાં એક માજી સામાયિક કરતાં'તાં. બારણાં ખુલ્લાં હોવાથી કૂતરો અંદર આવ્યો. આંગણે મૂકેલી ગોળની ભિલી ખાવા લાગ્યો. માજીની નજર ગઈ. ન રહેવાયું. પણ સામાયિકમાં બોલાય શી રીતે ? છતાં બોલી ઊઠ્યાં “સામાયિકમાં સમતાભાવ, ગુડ કી ભેલી કુત્તા ખાય; જો બોલું તો સામાયિક જાય, નહિ બોલું તો કુત્તા ખાય...” આવી રીતે ઘણા સામાયિક આદિ ક્રિયાકાંડની ઠેકડી ઉડાડતા હોય છે, પણ તેઓ જાણતા નથી કે આવા સામાયિકો પણ ધીરેધીરે આગળ વધારનારા બની શકે છે. “પરની અપેક્ષા રહેશે ત્યાં સુધી દુઃખ રહેવાનું.” આવું હું જ્યારે કહું ત્યારે તમારા મનમાં કદાચ એમ પણ થાય; ભગવાનની અપેક્ષા પણ પરની જ અપેક્ષા છે ને? પણ યાદ રહે; અહીં પરથી પર-પુદ્ગલ લેવાના છે, પ્રભુને નહિ, કારણ કે પ્રભુ પર નથી, આપણી જ પરમ ચેતનાનો આવિષ્કાર છે. સત્યદૃષ્ટિ : નિશ્ચયદષ્ટિએ પોતાની પૂર્ણતા પર વિશ્વાસ ન કરવો તે મિથ્યાત છે. પોતાને અપૂર્ણ માનવું તે મિથ્યાત્વ છે. આપણે સ્વયંને અપૂર્ણ માનીને દીન બનીએ છીએ. પૂર્ણતા તરફ નજર જાય તો દીનતા શાની રહે? નિશ્ચયથી સ્વયંને પૂર્ણ જુઓ. વ્યવહારથી સ્વયંને અપૂર્ણ જુઓ. સ્વયંને અપૂર્ણ જોશો, કર્મોથી ઘેરાયેલા જોશો તો જ કર્મો હાવવા પ્રયત્નો શરૂ થશે. નિશ્ચય-વ્યવહાર-ઉભયમ અપૂર્ણ જોશો, કોઈક જુઓ. વ્યવહનતા શાની રહે Page #88 -------------------------------------------------------------------------- ________________ પહેલેથી જ પૂર્ણરૂપે સ્વયંને જોશો તો કર્મો હઠાવવાનો પુરુષાર્થ શી રીતે થઈ શકશે? એટલે જ પહેલાં વ્યવહારમાં નિષ્ણાત બનીને પછી નિશ્ચયમાં જવાનું આપણી છે કારકશક્તિઓ સદાકાળથી અનાવૃત્ત છે. જ્યાં સુધી આપણે તેને મુક્તિ માર્ગે વાળતા નથી ત્યાં સુધી તે સંસાર-માર્ગે વળતી જ રહે છે. એનો અર્થ એ થયો કે આપણી જ શક્તિઓથી આપણા દુઃખમય સંસારનું સર્જન થઈ રહ્યું છે. હવે જો આપણે જાગી જઈએ તો એ જ શક્તિઓ દ્વારા સુખમય મુક્તિ તરફ પ્રયાણ કરી શકીએ. આ તત્ત્વ આજના જીવો સમજતા નથી. સમજાવવા બેસીએ તો પણ સમજવા તૈયાર નથી હોતા. બધું હવામાં ઊડી જતું હોય તેમ લાગે છે છતાં હું નિરાશ નથી થતો, કારણ કે મને તો એકાન્ત લાભ જ છે. મારો સ્વાધ્યાય થાય છે. સાચો ઉપાય: જે ઉપાય બહુવિધની રચના, જોગમાયા તે જાણી રે ! શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય દયાને, શિવ દીયે પ્રભુ સપરણી રે.” મહો. યશોવિજયજી મ. કહે છે : ઘણી લાંબીપહોળી યોગની જંજાળ રહેવા દો. ક્યાંક એમાં અટવાઈ જશો. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી પ્રભુનું અભેદ ધ્યાન ધરો ભગવાન તમને પરાણે મોક્ષ આપશે. અરે.. તમારી અંદર જ મોક્ષ પ્રગટ થશે. ગૃહસ્થજીવનમાં મારી પણ એક વખત ભ્રમણા હતી. અહીં જ ધ્યાન લાગી જાય છે. પછી દિક્ષાની જરૂર શી? પણ જ્યારે જાણવા મળ્યુંઃ આપણા નિમિત્તે જ્યાં સુધી છ કાયના જીવોનાં જીવન-મરણો થતાં રહે ત્યાં સુધી આપણાં જન્મ-મરણો નહિ અટકે. નિશ્ચય અંદર પ્રગટ થતી ચીજ છે. વ્યવહાર બહાર પ્રગટ થતી ચીજ છે. શુદ્ધ વ્યવહારથી અંદરનો નિશ્ચય જણાય છે. કોઈ માત્ર નિશ્ચયની વાતો કરે, પણ વ્યવહારમાં કાર્ય દ્વારા કોઈ પ્રગટ ન દેખાતું હોય તો એ વાતો માત્ર જ કહેવાશે. નિમિત્ત શું છે? જીવ પર દ્રવ્ય, ક્ષેત્રાદિની અસર પડે છે. જીવની પુદ્ગલો પર ને પુદ્ગલોની જીવ પર અસર પડતી જ હોય છે. આ વિશ્વનો નિયમ છે. દ્રવ્ય, શી વાપૂબોધ o Page #89 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રયીને જ કર્મો ઉદયમાં આવે છે. અત્યારે બધાને ઉધરસ આવી રહી છે. તેનું કારણ મરચાના પુદ્ગલો છે. ભલે એ દેખાતા નથી, પણ ઉધરસાદિથી એ જણાય છે. આપણામાં તરવાની શક્તિ છે, તેમ અરિહંતમાં તારવાની શક્તિ છે તેમ માનો છો? અરિહંત વિના તમે બીજા કોઈના આલંબને તરી શકો? પથ્થર ખાઈને પેટ ભરી શકાય તો પ્રભુ વિના તરી શકાય. પથ્થર ખાઈને તો હજુ પણ પેટ કદાચ ભરી શકાય, પણ પ્રભુ વિના તરી ન જ શકાય. આજ સુધી કોઈ તરી શક્યું નથી. _| આપણું કોઈ પણ કાર્ય ભગવાનની કૃપાથી જ સિદ્ધ થશે, એટલું સદા માટે તમે નોંધી રાખશો. તેમાં નિશ્ચય – વ્યવહાર બને છે. ભગવાનની કૃપાએ વ્યવહાર છે, સિદ્ધ થવું એ નિશ્ચય છે. એકલા વ્યવહારથી કે એકલા નિશ્ચયથી મુક્તિમાર્ગે ન ચાલી શકાય. આ વાત પગના અકસ્માત પછી મને સારી રીતે સમજાઈ. જમણો પગ તૈયાર હતો, પણ ડાબો પગ તૈયાર ન થાય ત્યાં સુધી ચાલવું શી રીતે ? બન્ને પગ બરાબર હોય તો જ ચલાય, નિશ્ચય-વ્યવહાર બને હોય તો જ મુક્તિમાર્ગે ચલાય, એમ મને બરાબર સમજાવવા જ જાણે આ ઘટના આવી પડી ! ભગવાનના દરેક ગુણો શક્તિરૂપે આપણી અંદર પણ પડેલા જ છે. ભગવાનમાં એ વ્યક્તિરૂપે છે. શક્તિરૂપે રહેલા ગુણો વ્યક્તિરૂપે કરવા એ જ સાધનાનો સાર છે. એકની રકમ રોકડ છે. બીજાની રકમ ઉધારીમાં છે. સિદ્ધોનું ઐશ્વર્યા રોકડું છે. આપણું ઉધારીમાં ફસાઈ ગયેલું છે. કર્મસત્તા એ ઐશ્વર્ય દબાવી દીધું છે. પાંચ ઇન્દ્રિયોના સુખ ખાતર આપણે આત્માનું સંપૂર્ણ સુખ મોહરાજાને ત્યાં ગીરવે મૂકી દીધું છે. એક દિવસના આનંદ માટે અનંતગણું દુઃખ સ્વીકારી લીધું ! “ી હિન રૂઢ I કિર હરરોગ સૌના ” નયસાક્ષેપ સ્વરૂપ સંગ્રહનવથી આપણે સિદ્ધ છીએ એ વાત ખરી, પણ વ્યવહારમાં આ ન ચાલે. છાસમાં ઘી છે, એ વાત ખરી, પણ છાસને કાપો કે બાળો તો ઘી મળે ખરું? એટલે જ આ કક્ષામાં તમે તમારી જાતને સિદ્ધ માની લો ને સોÉની સાધના પકડીને ભગવાનને છોડી દો તો ચાલે? સાધનાના પ્રારંભ માટે સૌ પ્રથમ ભગવાન જોઈએ. “સોડ નહિ, “દાસોડહંની સાધના જોઈએ. નિશ્ચય-વ્યવહાર-ઉભયમ ૮૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ આપણી તપાસ આપણે જાતે કરવાની છે. કોઈ ઉત્તમ ચીજનો રસ એવો ખરો કે મને એના વગર ન ચાલે ? એવું આત્માને કદી પૂછ્યું છે, પ્રભુ ભક્તિનો રસ છે ? આગમનો રસ છે ? આટલી કક્ષાએ પહોંચ્યા પછી બીજો હીન રસ રાખીએ તો દુર્ગતિમાં જવું પડે. આપણે ઉપકાર કરીએ તોપણ ગર્વિત નથી થવાનું ! ઉપકાર કરીએ તો જ ઋણમુક્ત બની શકીએ. આ સિવાય અનંત ઋણમાંથી મુક્ત થવાનો અન્ય કોઈ જ માર્ગ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશાસ્તિકાયનો આત્મા સાથેનો સંબંધ બાધક નથી. પરંતુ ઉપકારક છે. સિદ્ધોને પણ આકાશાદિનો સંબંધ છે. પણ પુદ્ગલનો સંબંધ વિચિત્ર છે. તે સાધક પણ બને, બાધક પણ બને. માટે જ પુગલોના સંબંધોથી ચેતવાનું છે. “હવે આત્મા પર ધ્યાન કેન્દ્રિત કરો. શરીરસંબંધી વિચાર છોડી આત્માને લક્ષ બનાવો.” હું કાંઈ આરાધના કરી શકતો નથી. એ નિરાશાજનક વાત ભૂલી ઉત્સાહ પ્રગટાવો...'' આત્મા સ્વયં જાગૃત લક્ષણયુક્ત છે. * ૮૨ માચ સાત અજ્ઞાન (૧) હું સર્વોપરિ ચૈતન્યનો અંશ છું. તે હું જાણતો નથી. (૨) હું અહંમાં પુરાયેલ છું, તે હું જાણતો નથી. (૩) મને નામ-રૂપ ખૂબ ગમે છે, પણ વસ્તુતઃ તે જ દુ:ખદાયી છે, તે હું જાણતો નથી. (૪) દૃશ્યમાન જગત જ મને સાચું લાગે છે. (૫) અદૃશ્યમાન વિશ્વ કેવું હશે ? તેનો હું કદી વિચાર કરતો નથી. ? (૬) હું શરીર છું એ જ ખ્યાલમાં હું રાચતો રહું છું. (૭) જગતના જીવોની સાથે મારો સંબંધ હું જુદો માનું છું. - શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ જૈનદર્શનની મૌલિકતા - સર્વજ્ઞ પરમાત્માની પરાર્થતા એ મૌલિક છે. પરોપકારની પરાકાષ્ઠા હોવાને કારણે જ ભગવાનને તેવી શક્તિ મળે છે. “દર્શ ભાવના વચ્ચે સિદ્ધિર્મવતિ તાદશી” એ બધાંને યાદ છે જ. જેવી ભાવના હોય તેવું કાર્ય સિદ્ધ થાય છે. ખરાબ ભાવનાવાળાને પ્રકૃતિ પણ મદદ નથી કરતી, પણ શુભ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ કરે છે. ખરાબ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ કરે તો જગત નરકાગાર બની જાય. આવા વિશિષ્ટ કોટીના પુણ્યનો સંચય ભગવાને શી રીતે કર્યો? એવા પ્રશ્નનો જવાબ એની પરોપકારની પરાકાષ્ઠામાં રહેલો છે. વ્યક્તિગત ભગવાનનો અનુગ્રહ ભલે તેમના તીર્થ સુધી ચાલે પણ આહત્ય તો સર્વ ક્ષેત્રમાં સર્વકાળમાં સર્વદા ઉપકાર કરી જ રહ્યું છે. – ચૈત્યનો અર્થ પ્રતિમા કઈ રીતે કર્યો છે? તે સમજવા જેવું છે. જુઓ : ચૈત્યનિ પ્રતિમા નક્ષને મર્યચેત્યનિ ! આના રચયિતા હરિભદ્રસૂરિજી આગમ પુરુષ છે. એમની વાત તમે અન્યથા ન કરી શકો. ચૈત્ય શબ્દ કેમ બન્યો છે ? તે પણ તેમણે ખોલ્યું છે. “ચૈત્ય એટલે ચિત્ત. તેનો ભાવ અથવા કર્મ તે ચૈત્ય. ‘વદ્રકન્વેિ: ” પાણિનિ ૫-૧-૧૨૩ સૂત્રથી થનું પ્રત્યય લાગતાં ચિત્તનું “ચૈત્ય” બન્યું છે. એટલે કે અરિહંત પરમાત્માની પ્રતિમા ચિત્તની પ્રશસ્ત સમાધિ ઉત્પન કરનારી છે. જે લોકો “ચૈત્ય"નો અર્થ જ્ઞાન, વૃક્ષ કે સાધુ કરે છે, તેઓ પાસે ન કોઈ આધાર છે, ન કોઈ પરંપરા છે ! માત્ર પોતાના મતની સિદ્ધિ માટે જ ચૈત્યના ચિત્રવિચિત્ર અર્થે તેઓ દ્વારા કરવામાં આવે છે. જૈનદર્શનની મૌલિકતા ૮૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ યોગ્યતા આવ્યા પછી ધર્મ આવતાં વાર નથી લાગતી. ગુરુ ગમે ત્યાંથી આવી જ જાય. ન આવે તો દેવો પણ વેષ આપી દે. રણસંગ્રામમાં અજિતસેન રાજાને વૈરાગ્ય થયો તો દેવઓએ વેષ આપેલો. જોકે તોપણ પૂર્વજન્મમાં ગુરુ ભગવાન વગેરે કારણ ખરા જ. વનસ્પતિમાં જીવતો હમણાં જગદીશચંદ્ર બોઝે કહ્યું ત્યારે વિજ્ઞાને માન્યું. પણ વિજ્ઞાન હજી ક્યાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં જીવ માને છે ? એ માટેના જગદીશચંદ્ર બોઝો થવાના હજી બાકી છે ? તે કહેશે ત્યારે વિજ્ઞાન માનશે. પણ આપણે એટલી વાટ જોવાની જરૂર નથી. આપણે તો સર્વજ્ઞ ભગવાન વૈજ્ઞાનિક છે જ. એમણે કહેલું આપણે સત્ય માનીને ચાલીએ, એ આપણા માટે હિતકર છે. શાસ્ત્રાનુસારી અનુયોગઃ શ્રુત-અનુસાર નવિ ચાલી શકીએ સુગુરુ તથાવિધ નવિ મળે રે, ક્રિયા કરી નવિ સાધી શકીએ એ વિખવાદ ચિત્ત સઘળે રે... આમ સ્વયં પૂર્વ મહાપુરુષો બોલતા હોય ત્યારે હું જ શાસ્ત્રાનુસારી બીજા મિથ્યાત્વી', એમ તો કોઈ મૂઢ જ બોલી શકે. પૂર્વકાળમાં લખવાની જરૂર નહોતી પડતી. ગુરુદ્વારા બોલાયેલું શિષ્યને યાદ રહી જતું. લખવાની જરૂર તો બુદ્ધિ ઘટી ત્યારથી જ પડી. વધુ પુસ્તકો એ ઘટી ગયેલી બુદ્ધિની નિશાની છે. અનુયોગ (૧) દ્રવ્યાનુયોગ સમ્યગુદર્શન નિર્મળ કરે. દ્રવ્ય-ગુણ પર્યાય જાણવાથી આત્માદિ પદાર્થો વિષે નિઃશંક અને સ્થિર બનાય છે. આત્માદિ પદાર્થો જણાવવા માટે કે કીર્તિ માટે શીખ્યા, પણ પોતા માટે જરાય ન શીખ્યા. આ દીપક સમ્યકત્વ કહેવાય. અભણ જેવા રહ્યા આપણે. ભેદજ્ઞાન પામવા માટે આ તત્ત્વજ્ઞાન શીખવાનું છે. જીવોનું સ્વરૂપ જાણવાથી સ્વધર્મ જણાય છે ને તેથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે. આ ૮૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #93 -------------------------------------------------------------------------- ________________ માટે જ જીવવિચાર આદિ ભણવાના છે. જીવોનાં ભેદ, કર્મ, ગતિ કે જાતિનાં કારણે પડે છે. ચેતનાની અપેક્ષાએ કોઈ ભેદ નથી. એટલે પહેલા જીવોની એકતા પણ (અભેદ) મનમાં હોવી જ જોઈએ. હિન્દ મહાસાગર, અરબીસાગર કે બંગાળનો અખાત વગેરે સાગરના ભેદો જાણતી વખતે એ વસ્તુ ખ્યાલમાં રહેવી જોઈએ કે સાગરરૂપે બધા એક છે. માત્ર ભૌગોલિક સ્થિતિના કારણે નામ અલગ છે. (૨) ગણિતાનુયોગ જ્ઞાન માટે; એકાગ્રતાથી જ્ઞાન વધે (૩) ચરણકરણાનુયોગ ચારિત્ર માટે (જી કથાનુયોગ ત્રણેયનું ફળ છે. આથી જીવ વિરાધનાથી બચે. આરાધનામાં આગળ વધે. જેનો પર થતા આક્ષેપો સાંભળીને શ્રદ્ધાળુ બેસી ન રહે, પ્રતિસાદ કરે. આજે કોઈ કહે: “જૈનદર્શનમાં ધ્યાનયોગ નથી.” તો આપણે સાંભળીને બેસી રહીએ ને એથીએ આગળ વધીને આપણામાંના કેટલાક ટોળે વળીને એમની શિબિરોમાં પણ જાય. પણ હરિભદ્રસૂરિજી આવી શિથિલ શ્રદ્ધાવાળા નહોતા. એમણે એકેક આક્ષેપકારીની બરાબર ખબર લઈ નાખી છે. જૈનદર્શન પ્રત્યેની એમની શ્રદ્ધા ખૂબ જ અગાધ હતી. ચિન્તન ઉપયોગી ક્યારે બને? સતુશાસ્ત્રોમાં તત્ત્વનું નિરૂપણ હોય છે. ગુરુગમ વડે તે રહસ્યો ખૂલે છે. તેનું ચિંતન જીવને ઉપયોગી છે. ક્યારે? જો તે સાધક એકાંતમાં છે તો આત્મભાવમાં સ્થિર થાય છે અને વ્યવહારમાં છે તો મનના વિચારને, વાણીના વ્યાપારને શારીરિક ક્રિયાને તત્ત્વમય રાખે છે, અર્થાત્ અશુભ હો કે શુભ તેને નથી શોક કે હર્ષ. તે તો આત્મામાં સંતુષ્ટ છે. જો આ યોગોમાં તે જાગૃત નથી તો તેની તત્ત્વદૃષ્ટિ શુષ્ક છે. જે ભવસાગર તરવામાં પ્રયોજનભૂત બનતી નથી. વરસાદ સરખો જ પડે છે. તમારા મટકા પ્રમાણે જ તમે પાણી ભરી શકો. વરસાદ સરખો જ પડે છે. તમે ખેતરમાં જે વાવો તેને ઉગાડે. ઘઉં હોય કે બાજરી ! બાવળ હોય કે આંબા ! પાણીને કોઈ પક્ષપાત નથી. ભગવાનની વાણીને પણ કોઈ પક્ષપાત નથી. તમારી યોગ્યતા પ્રમાણે તે જૈનદર્શનની મૌલિકતા Page #94 -------------------------------------------------------------------------- ________________ પરિણમે. ભોજન તરફથી સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય. કારણ કે ભોજન બનાવવાની, ચાવવાની, પચાવવાની બધી જ ક્રિયા આપણે જ કરી છે. ભોજન પોતાના તરફથી સંપૂર્ણ નિષ્ક્રિય છે છતાં ભોજને જ તૃપ્તિ આપી એવું આપણે નથી માનતા? ભોજન અને પાણી વગેરેમાં નિમિત્તની મહત્તા સ્વીકારીએ છીએ, માત્ર ભગવાનમાં આ વાત સ્વીકારતા નથી. ભગવાન ભલે સ્વયં તરફથી નિષ્ક્રિય છે, છતાં આપણા માટે એ જ મુખ્ય છે. ભોજન સિવાય તમે પથ્થર વગેરેથી ભૂખ ન ભાંગી શકો. પાણી સિવાય તમે પેટ્રોલ વગેરેથી તરસ ન છિપાવી શકો. ભગવાન વિના તમે અન્યથી અભય આદિ ન પામી શકો. ૧૬ એક સમર્થ મહાપુરુષમાં જેટલી શક્તિ પ્રગટ થઈ છે. તેટલી શક્તિ સામાન્ય મનુષ્યમાં પણ હોય છે. પરંતુ એ સમર્થ પુરુષોએ ભૌતિક જગતના પ્રલોભનોમાં વેડફાઈ જતી શક્તિઓને અટકાવી આત્મ-ફુરણા વડે પરમ તત્ત્વમાં જોડી અને તેને પ્રગટ કરી. જ્યારે સામાન્ય મનુષ્યની શક્તિઓ જમીનમાં બીજ રોપ્યા પછી જળસિંચન કે ખાતર નહિ આપેલા અસંકુરિત બીજ જેવી થઈ જાય છે. વીખરાયેલાં ફૂલો સાચવી શકાતાં નથી, વીખરાઈ જાય છે. વીખરાયેલાં ફૂલોને સાચવવાં હોય તો માળા બનાવવી પડે. પુષ્પમાળાને તમે સુખપૂર્વક કંઠમાં ધારણ કરી શકો. ભગવાનનાં વેરાયેલાં વચનપુષ્પોની ગણધર ભગવાનોએ માળા બનાવી છે, જેને આજે આપણે આગમ કહીએ છીએ. આગમ એટલે તીર્થકરોએ વેરેલાં વચન-પુષ્પોમાંથી ગણધરોએ બનાવેલી માળા ! તમે મુશ્કેલીથી ગોચરી લાવો ને મંગાવનાર વાપરે નહિ તો તમને કેટલું દુઃખ થાય? ગણધરોએ આટલા પરિશ્રમથી આગમો ગૂંથ્યા, પૂર્વાચાર્યોએ ટૂંકાવ્યા, ગુરુદેવોએ ઉપદેશ્યા ને આપણે એ પ્રમાણે જીવીએ નહિ, જીવવા પ્રયત્ન કરીએ નહિ, પ્રયત્ન કરવાનું દુઃખ પણ રાખીએ નહિ તો તે મહાપુરુષોને કેટલું દુઃખ થતું હશે ? સર્વ જીવના હિતની ચિંતનભાવના આશ્રવથી દૂર થાઓ. ૮૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #95 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં અનાસક્ત થાઓ. આ જ એક માત્ર પ્રભુની મુખ્ય આજ્ઞા છે. સમ્યગદર્શન આવતાં જ વિચારોમાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે ને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તે વિચારે છે. આ મારા ભગવાનની આજ્ઞા છે? આજ્ઞામાં છું કે આજ્ઞાથી બહાર છું? જિનાગમ અમૃત છે. એનું પાન કરે તે અમર બની જાય. આ કાળમાં આત્મ-કલ્યાણ કરવું હોય તો આગમ અભ્યાસ કરવો જ રહ્યો. આગમના અભ્યાસથી વિષયનું વિષ નહિ ચડે. અમૃત પીનારને વિષનો ભય કેવો? ચંડકોરિયાના વિષની ભગવાનને ક્યાં અસર થઈ હતી? ભગવાન પ્રેમ-અમૃતના સાગર હતા. જિનાગમ તમે ભગવાન ભગવાન કહો છો; આગમ, આગમની વાતો કરો છો, પણ આ જ ભગવાન છે, આ જ એમના આગમો છે એની ખાતરી શી? એવા સવાલો ઘણા બુદ્ધિશાળીઓ ઉઠાવતા હોય છે. તેઓ કહે છે : આ આગમો તો ભગવાન પછી 1000 વર્ષે લખાયા. આમાં ભગવાનનું શું રહ્યું? પણ તેમને ખબર નથી કે આગમ લખનારા મહાપુરુષો અત્યંત ભવભીરુ હતા. એક અક્ષર પણ આઘોપાછો નહિ કરનારા હતા. ક્યાંક અલગ પાઠ જોવા મળે તો લખે : જ્ઞતિ પાઠાન્તરમ્ | પૂજ્યશ્રી, પૂ.પં. ભદ્રંકરવિજયજીને પૂછતા : સદ્દગુરુ કઈ રીતે ઓળખવા? તેઓ કહેતા : જે સદ્ગુરુનાં નામ સાંભળતાં સ્વયં ગગદ થઈ જાય તે સ્વયં સદ્દગુરુ જાણવા. તે સદ્ગુરુ બધું જ આપી શકે છે. ગ્રહણ કરનારે પોતાની માન્યતાઓથી ખાલી થવાની જરૂર છે. ગ્રહણ કરનારની કંઈ પણ અપેક્ષા હશે તો ગુરુની સહજ પ્રદાનશક્તિની ધારો અટકી જશે. એક પણ જીવ ન હોઈ શકે કે જેને સદ્ગુરુ વગર માર્ગ મળ્યો હોય. મોહ હટાવવા ગુરુ કૃપા જોઈએ. જૈનદર્શનની મૌલિકતા. 19 Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ઉપદેશનું અમૃતપાન જાણો છો પહેલાં ક્યાં હતા! બે હજાર સાગરોપમ પહેલાં આપણે નિયમા એકેન્દ્રિયમાં જ હતા. આ આપણો ઇતિહાસ છે. અનંતકાળ પહેલાં નિયમા અનંતકાયમાં હતા. બાદર વનસ્પતિમાં વધુ વખત રહી શકીએ તેમ નથી. પૃથ્વી વગેરે એકેન્દ્રિયને અસંખ્ય અવસર્પિણી, ઉત્સર્પિણી જ રાખી શકે, વધારે નહિ. અનંતકાળની સુવિધામાત્ર નિગોદમાં જ છે. “અમે તો એવી આશામાં હતા કે તમે મોક્ષમાં જશો ને અમને કાઢશો. પણ તમે તો પાછા અહીંના અહીં આવી ગયા.” આમ નિગોદના આપણા જૂના સાથીદારો આપણી અવ્યક્તરીતે મજાક કરશે. જ્યારે ફરી નિગોદમાં આપણે જઈશું ત્યારે ૧૫ દુર્લભ પદાર્થો. ૧. ત્રપણું ૨. પંચેન્દ્રિયત્ન ૩. મનુષ્યત્વ ૪. આદિશ. ૫. ઉત્તમકૂળ ૬. ઉત્તમજાતિ ૭. રૂપસમૃદ્ધિ – પંચેન્દ્રિય પૂર્ણતા ૮. બળ-સામર્થ્ય. ૯. જીવનઆયુષ્ય ૧૦. વિજ્ઞાન-વિશિષ્ટ બુદ્ધિ ૧૧. સમ્યકત્વ ૧૨. શાસ્ત્રો ૧૩. ક્ષાયિકભાવ ૧૪. કેવળજ્ઞાન ૧૫. મોક્ષ. આ દુર્લભ ૧૫ પદાર્થો. અત્યારે આપણને માત્ર ત્રણ જ ખૂટે છે. ૧. ક્ષાયિક ભાવ ૨. કેવળજ્ઞાન ૩. મોક્ષ. સમયનું વહેણ અવિરત છેઃ રસ્તામાં તમે વધુ વખત રોકાઈ ન શકો યા તો ઉપર જાવ યા તો નીચે. સર્વત્રનિગોદ છે ઉપર મોક્ષ છે. બંને સ્થળે અનંતકાળ સુધી રહેવાની સગવડ છે. મનુષ્યાદિના જન્મો રસ્તા પરનાં સ્ટેશનો છે. સ્ટેશન પર ઘર બાંધવાની ભૂલ કરતા નહિ. ८८ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #97 -------------------------------------------------------------------------- ________________ ગુણોની પ્રાપ્તિ અને સુરક્ષા ભગવાનના પ્રભાવથી જ થાય છે. ભગવાનની સંપૂર્ણ આજ્ઞા ગૃહસ્થાવાસમાં પળાતી નથી. હિંસા સતત ચાલુ રહે છે. આથી ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. માટે ચારિત્ર જરૂરી છે. જે ભોગવતાં સંકલેશ થાય તે પાપ, સંક્લેશ ન થાય તે પુણ્ય, ગૃહસ્થને તો પળે પળે સંકલેશ છે. સૌ પ્રથમ ગૃહસ્થને પૈસા જોઈએ પૈસાની કોઈ ખાણ નથી. વેપાર, ખેતી કે મજૂરી બધે જ સખત મહેનત કરવી પડે છે. અહીં સંકલેશ નથી થતો ? પૈસા કમાતાં સંકલેશ ન થતો હોય, અશાંતિ ન જ થતી હોય, એવું કોઈ કહી શકશે ! સંકલેશ હોય ત્યાં દુઃખ એમ તમે જ કહ્યું તો ગૃહસ્થને પાપનો ઉદય ખરો કે નહિ ? ન પૂ. ભદ્રંકર વિજયજી પંન્યાસજીએ કહેલું : કોઈ બાબત માટે ચિંતા નહિ કરવી. કેવળીએ જોયું છે તે જ થઈ રહ્યું છે. આપણે કેવળીથી પણ મોટા છીએ ? એમનાથી અન્યથા થવું જોઈએ, એવું વિચારનારા આપણે કોણ ? સંસારનું સુખ આરોપિત છે. કોઈ પણ વસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના અવિદ્યાજન્ય છે. ખરેખર કોઈ પણ વસ્તુ સુખ કે દુઃખ આપનાર નથી. આપણી અવિદ્યા ત્યાં સુખ કે દુઃખનું આરોપણ કરે છે. આને આરોપિત સુખ કહેવાય. આ રીતે સાતાવેદનીય જન્ય સુખ પણ જ્ઞાનીની નજરે સુખ નથી, પણ દુઃખનું જ બીજું સ્વરૂપ છે. જે તમને અવ્યાબાધ આત્મિક સુખથી અટકાવે તે સુખને (વેદનીયજન્ય સુખને) સારું કઈ રીતે ગણી શકાય ? તમારા ક્રોડ રૂપિયા દબાવીને કોઈ માત્ર ૫-૧૦ રૂપિયા આપીને તમને રાજી કરવા મથે તો તમે રાજી થાવ ? અહીં આપણે વેદનીય કર્મે આપેલા સુખથી રાજી થઈ રહ્યા છીએ ! જ્ઞાનીઓની નજરે આપણે ઘણાં દયનીય છીએ. પ્રમાદ મીઠો લાગે છે, બહુ જ મીઠો ! જે મીઠો લાગે તેને દૂર કરવો મુશ્કેલ હોય છે. સુગરકોટેડ ઝેર છે આ પ્રમાદ ! ચિત્રનું મહોરું પહેરીને આવનારો શત્રુ છે આ પ્રમાદ. એને ઓળખવામાં ચૌદપૂર્વી પણ થાપ ખાઈ ગયા છે. શત્રુ હોવા છતાં પ્રમાદ એટલો મીઠો લાગે કે ગુરુ પણ એની પાસે કડવા લાગે, એટલે સમજી લેવાનું કે અહિત ખૂબ જ નજીક છે. ઉપદેશનું અમૃતપાન ૮૯ Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદની ભયંકરતાને જાણો પુરુષાર્થમાં રૂકાવટ કરનાર પ્રમાદ છે. તમને કોના પર વિશ્વાસ? પ્રમાદ પર કે પુરુષાર્થ પર ? શત્રુ હોવા છતાં પ્રમાદને ખૂબ પંપાળ્યો. મિત્ર હોવા છતાં ધર્મ-પુરુષાર્થની કાયમ ઉપેક્ષા જ કરી છે. ૨૪ કલાકમાં પ્રમાદ કેટલો? પુરુષાર્થ કેટલો? પુરુષાર્થ હોય તોપણ એ કઈ બાબત અંગે હોય? અવળી દિશાનો પુરુષાર્થ તો ઘણો કર્યો. ક્ષણે ક્ષણે ૭ કર્મો તો આપણે બાંધીએ જ છીએ. તે શુભ બાંધવા છે કે અશુભ ? હમણાં જ ભગવતીસૂત્રમાં આવ્યું. પ્રમાદ ક્યાંથી આવ્યો ? મન-વચન-કાયાથી. યોગ ક્યાંથી? શરીરથી. શરીર ક્યાંથી? જીવના અજ્ઞાનથી આવ્યું. આ જીવ જ સર્વનો મૂળાધાર છે. એની શક્તિને જગવો. એ સૂતેલો સિંહ છે. જાગ્યા પછી કોઈ એની સામે ના ટકી શકે. “આ કરવું, આ નહિ, ઈત્યાદિ ઝીણી ઝીણી વાતોનો ઉપદેશ એટલે આપ્યો છે કે આપણે વક્ર અને જડ છીએ. નટનો નિષેધ કર્યો હોય તો નટીનું નાટક જોનારા અને વળી પાછા પ્રેરક ગુરુને તોડનારા આપણે છીએ! જેટલી વક્રતા, જડતા વધુ તેટલો વિધિનિષેધનો ઉપદેશ વધુ. માણસ જેટલો જંગલી અને અસભ્ય, કાયદા-કાનૂન તેટલા જ વધુ. વધતા જતા કાયદા, માણસની વધતી જતી અસભ્યતાને બતાવે છે. વિકાસને નહિ શરીરમાં કોઈ પણ ભાગમાં વાગે, દર્દ આપણને થાય, સમગ્રરૂપે થાય. કારણકે આખું શરીર એક છે, તેમ જીવાસ્તિકાયરૂપે આપણે એક છીએ. આત્મા અસંખ્ય પ્રદેશી છે, તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશ છે. જીવાસ્તિકાય સર્વ જીવોનો સંગ્રહ છે. એક પણ જીવ બાકાત રહે ત્યાં સુધી જીવાસ્તિકાય ન જ કહેવાય, વળી એક જીવનો એક પ્રદેશ બાકી રહે ત્યાં સુધી જીવાસ્તિકાય પણ ન કહેવાય, આ જીવાસ્તિકાય એક છે. જીવાસ્તિકાયનું સ્વરૂપઃ દ્રવ્યથી અનંત જીવદ્રવ્ય, ક્ષેત્રથી લોકાકાશ વ્યાપી, કાળથી – નિત્ય-અનાદિ અનંત, ભાવથી - અરૂપી વર્ણાદિરહિત જીવાસ્તિકાયનું લક્ષણ : ઉપયોગ. ઉપયોગ, ચેતના લક્ષણથી જીવ એક જ છે, શ્રી ક્લાપૂર્ણપ્રબોધ Page #99 -------------------------------------------------------------------------- ________________ આ ભણ્યા વગર પડિલેહણ, જયણા વગેરે સાચા અર્થમાં ન આવે. જ્યાં સુધી જીવાસ્તિકાયનાં આ પદાર્થને આત્મસાત્ ન કરીએ ત્યાં સુધી સંયમ નહિ પાળી શકાય. એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવાસ્તિકાય ન કહેવાય, તો આપણે એક પણ જીવને આપણી મૈત્રીમાંથી બાકાત રાખીશું તો મોક્ષ શી રીતે મળશે? જીવરૂપે આપણે વ્યક્તિચેતના છીએ. જીવાસ્તિકાય રૂપે આપણે સમષ્ટિચેતના છીએ. આથી જ આપણે કોઈ પણ જીવને સુખી કે દુઃખી બનાવવાના પ્રયત્નથી આપણે સુખી કે દુઃખી બનીએ છીએ. દેહનો ત્યાગ એટલો જ મોક્ષનો અર્થ નથી. કેવળજ્ઞાનીઓનો પણ દેહ છૂટે છે. દેહ છૂટવાની સાથે કર્મ છોડી દેવાં તે મોક્ષ છે. દેહ છૂટવાની સાથે વિષય-કષાયના સંસ્કાર સાથે લઈ જવા તે મરણ છે. અભિગ્રહો ધારવાથી સસ્ત વધે છે. સુધાદિ પરિષહો સહવાની શક્તિ આવે છે. અહંકાર, મોહમમત્વ આદિ દોષો ટળે છે. ડગલેને પગલે શરીરમાંથી અશુચિ નીકળે છે. શરીરની શુદ્ધિ પાણીથી થઈ શકે. આત્મા પણ ડગલેને પગલે, ગમેતેટલી કાળજી રાખવા છતાં અશુદ્ધિથી ખરડાતો રહે છે. માટે જ ઈરિયાવહિયં દરેક અનુષ્ઠાન પૂર્વે જરૂરી છે. વિજ્ઞાન અણુબોમ્બ આદિથી મારવાનું શીખવે છે. ધર્મ અને ધર્માચાર્ય જીવવાનું અને જિવાડવાનું શીખવે છે. આજનો જમાનો વિચિત્ર છેઃ માણસ સ્વયે જીવવા માંગતો નથી, બીજાને જિવાડવા માંગતો નથી. બીજાને મારવાના પ્રયોગો આપણા જ મૃત્યુને નોતરે છે. આજ ભવમાં પણ, મચ્છર, કીડી વગેરે મારવાની દવા ? દવા તો જિવાડે, દવા મારે? દવા મારે તો જિવાડશે કોણ ? કીડી વગેરેને મારવાના ચોક વગેરેનો કદી ભૂલમાં પણ પ્રયોગ નહિ કરતા. સૂક્ષ્મ જંતુને જે. નુકસાન કરે તે કંઈક અંશે માનવીને પણ નુકસાન કરે જ. આત્મવિશ્વાસ - જે વિશ્વાસ ભગવાન, ગુરુ પર મૂકવો જોઈએ તે વિશ્વાસ આપણે પ્રમાદ ઉપદેશનું અમૃતપાન Page #100 -------------------------------------------------------------------------- ________________ પર મૂકી દીધો છે. “આત્મ સાક્ષાત્કાર કર્યા વિના નથી મરવું.” આવો દઢ નિશ્ચય કરો. જેમ શ્રાવકનો મનોરથ દીક્ષા વિના મરવું નહિ હોય તેમ સાધુનો મનોરથ આત્મસાક્ષાત્કારનો હોય. આત્મસાક્ષાત્કાર એટલે પરમાત્માનો સાક્ષાત્કાર! જે ક્ષણે પરમાત્મા દેખાશે તે જ ક્ષણે આત્મા દેખાશે. મારા ભાગ્યમાં ક્યાં ચારિત્ર છે?” તેમ કહેનારો “મારા ભાગ્યમાં ક્યાં ભોજન છે?” તેમ કદી કેમ નથી કહેતો? માથું ફરી ગયું હોય તે જ આગમમાં ફેરફાર કરે, કે ફેરફાર કરવાની ઇચ્છા કરે. તમારી સામે તો માત્ર ફોનનું ભૂંગળું છે, છતાં તમે વ્યક્તિની સાથે વાતો કરો છો, લોગસ્સ નવકાર, મૂર્તિ વગેરે પણ ભૂંગળાં છે, જે પ્રભુની સાથે આપણને જોડી આપે છે, એકમાં યંત્રની શક્તિ છે, એકમાં મંત્રની શક્તિ. આપણને ગત કેવું દેખાય છે. તે જગત કેવું છે? તે નહિ, પણ આપણે કેવા છીએ તે જણાવે છે. જગત દુષ્ટ જણાતું હોય તો ચોક્કસ આપણે દુષ્ટ છીએ. જગત અવ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે અવ્યવસ્થિત છીએ. ગત વ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે વ્યવસ્થિત છીએ. જગત ગુણી જણાતું હોય તો ચોક્કસ આપણે ગુણી છીએ. “દષ્ટિ એવી સૃષ્ટિ એમને એમ નથી કહેવાયું. જે વાણીથી તમે પ્રભુ-ગુણ ગાયા, સ્તોત્રો બોલ્યા, નવકાર બોલ્યા એ વાણીથી તમે કડવું બોલશો? ગાળો બોલશો ? જોજો. મા શારદા રિસાઈ ન જાય! શારદાનો ગમે તેટલો જાપ કરો, પણ વાણીની કડવાશ નહિ છોડો તો શારદા નહીં રીઝે. અપમાન થતું હોય ત્યાં કોણ આવે? માતા રૂપે શું શું છે? વર્ણમાતા: જ્ઞાનની જનની. (વર્ગ = અક્ષર) નવકારમાતા: પુણ્યની જનની અપ્રવચનમાતાઃ ધર્મની જનની ત્રિપદીમાતા: ધ્યાનની જનની છે. (ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય) ચારેય માતા મળીને આપણને પરમાત્માના ખોળામાં મૂકી દે. માતાએ શ્રી કલાપ્રબોધ Page #101 -------------------------------------------------------------------------- ________________ તૈયાર કરીને તમને પિતાને સોંપ્યા, પિતાએ શિક્ષકને સોંપ્યા, પછી ગુરુને સોંપ્યા, ગુરુએ ભગવાનને ને ભગવાને સર્વ જીવોને સોંપ્યા. આમ તમે અખિલ બ્રહ્માંડ સાથે જોડાયા, તેનાં મૂળમાં માતા છે. વેપારી જે દિવસ કમાણી ન થાય તે દિવસ વાંઝિયો ગણે, તેમ જે દિવસે શુભ ભાવની | ગુણની કમાણી ન થાય તે દિવસને વાંઝિયો ગણજો. લોકનો સાર ચારિત્ર છે. એને પ્રાપ્ત કરાવનાર સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન છે. એની શુદ્ધિ વધે તેટલો મોક્ષ નજીક આવે, અશુદ્ધિ વધે તેમ સંસાર વધે. દેવ-ગુરુની કૃપાથી જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય, જે આપણામાં જ પડ્યા હતા. ઘરમાં દટાયેલો ખજાનો જેમ કોઈ જાણકારના કહેવાથી મળી આવે, તેમ દેવગુરુ દ્વારા આપણી અંદર રહેલો ખજાનો મળી આવે છે. આપણે બાહ્ય ખજાના માટે ફાંફા મારીએ છીએ, પણ એ પરિશ્રમ નકામો જવાનો છે. કારણ કે વિષયોમાં, સત્તામાં કે સંપત્તિમાં ક્યાંય સુખ કે આનંદ નથી જ. ખરો આનંદ આપણી અંદર જ છે. ત્યાંથી જ એ મળી શકશે. શરીર પણ જ્યાં છૂટી જવાનું છે, ત્યાં પૈસા વગેરેની તો વાત જ શી કરવી? પૈસા વગેરેમાંથી સુખ શી રીતે મળી શકે ? અંદરનાં ગુણો જ ખરું ધન છે. એ જ ખરો ખજાનો છે. એ મળી ન જાય માટે મોહરાજા આપણને ઈન્દ્રિયોના પાશથી બાંધી મૂકે છે. કષાયોથી દૂર રહો: પ્રબળ કષાયનો અભાવ તે જ ધર્મનું લક્ષણ છે. કોઈની સાથે કટુતાની ગાંઠ બાંધી લેવી તે ઉત્કટ કષાયોની નિશાની છે. પાપભીરુ અને ધર્મપ્રિય, આ બે ધર્મનાં ખાસ લક્ષણો છે. કાંય ચૂભે ને પીડા થાય તેમ કષાયોથી પીડા થવી જોઈએ. આપણને કાંટા ચૂમે છે, પણ કષાયો ક્યાં ચૂભે છે ? કોઈને તમે એક જ વાર મારો અને તમારું અનંત મરણો નિશ્ચિત કરો છો. કારણ કે તમે બંને એક જ છો. બીજાને મારો છો ત્યારે તમે તમારા જ પગમાં કુહાડો મારો છો. મારાથી જેમ મારો પગ જુદો નથી, તેમ જગતના જીવો પણ આપણાથી જુદા નથી જીવારિકાથરૂપે આપણે એક છીએઆત્મા. અસંખ્ય પ્રદેશી છે, તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશ છે. ચાલવાથી કદી પગ ટૂંકા થયા? આજ સુધી કેટલા કિલોમીટર ચાલ્યા? ઉપદેશનું અમૃતપાન Page #102 -------------------------------------------------------------------------- ________________ પગ ટૂંકા થયા? આંખથી કેટલું જોયું? આંખ ટૂંકી થઈ? ગમે તેટલું કરો, શક્તિ ઘટશે નહિ. પ્રત્યુત વધશે, પણ કામ નહિ કરો તો શક્તિ ઘટશે. ફૂલો ચૂંટવાનું બંધ કરો. કૂવામાંથી પાણી લેવાનું બંધ કરો.... ગાય દોહવાનું બંધ કરો... શું થશે ? એ આપવાનું બંધ કરી દેશે.. કામ કરવાનું બંધ કરો, તમે કટાઈ જશો. બીજ કદી સીધું નથી મળતું, પ્રથમ અંકુર ફૂટે પછી ક્રમશ: થડ, ડાળ, ફૂલ, ફળ, બીજ આવે. યોગશાસ્ત્ર અણંગ યોગનાં ક્રમથી જ રચાયો છે. જુઓ માગનુસારિતા, સમ્યકત્વ, બાર વ્રતો આદિ યમનિયમમાં સમાવ્યા છે. શરીર પર એટલો મોહ છે કે એ માટે કરેલો પ્રમાદ, પ્રમાદ લાગતો જ નથી. જરૂરી લાગે છે. પ્રમાદ અનેક રૂપે આપણને ઘેરી લે છે. ક્યારેક નિવૃત્તિરૂપે તો ક્યારેક પ્રવૃત્તિરૂપે પણ આવી ચડે છે. નિવૃત્તિ (ઊંઘ વગેરે)ને તો બધા જ પ્રમાદ માને, પણ જૈનદર્શન તો પ્રવૃત્તિ(અલબત્ત પાપમય)ને પણ પ્રમાદ માને છે. વિષય-કષાય યુક્ત કોઈ પણ પ્રવૃત્તિ પ્રમાદ છે. દુનિયા ભલે એને ઉદ્યમશીલ કહેતી હોય, અપ્રમત્ત કહેતી હોય કે કર્મવીર કહેતી હોય, પરંતુ જૈનદર્શનની નજરે વિષય-કષાયથી કરાતી કોઈ પણ પ્રવૃત્તિ પ્રમાદ જ સંસાર જેલ લાગે છે? મોક્ષ એટલે છુટકારો. સંસાર એટલે જેલ. એ જેલમાંથી છોડાવવા તીર્થકરો તીર્થની સ્થાપના કરે છે. જેલમાંથી છોડાવી આપનાર કરતાં પણ સંસારની જેલમાંથી છોડાવનાર મહાન ઉપકારી છે. એવું સમજાય તો તીર્થકર ભગવાન પર અનન્ય ભક્તિ જાગે. કરુણતા એ છે; આપણને સંસાર જેલ નથી લાગતો. મહેલ લાગે છે. પોતાની જાત કેદી નથી લાગતી ! જેલ જેલ ન લાગે તો તેમાંથી છુટવાનો પ્રયત્ન શી રીતે થાય? ભગવાન આપણને ધીરેધીરે સમજાવે છે. તમે કેદી છો, કેદમાં રહેલા છો. આટલું પહેલાં સમજાય, પછી કેદમાંથી છૂટવા કેદી પ્રયત્ન કરે. આ કેદમાંથી છૂટેલા તો ધન્ય છે જ, છૂટવા પ્રયત્ન કરનાર પણ ધન્ય છે. મૈત્રી હશે ત્યાં ક્રોધ નહિ રહી શકે. પ્રમોદ હશે ત્યાં માન નહિ રહી શકે. કરુણા હશે ત્યાં માયા નહિ રહી શકે, માધ્યચ્ય ભાવના હશે ત્યાં લોભ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #103 -------------------------------------------------------------------------- ________________ નહિ રહી શકે. એક સાધકે બ્રહ્માને કહ્યું: “સુખ મળે તેવું કંઈ આપો.” બ્રહ્માએ કહ્યું: આ બે પોટલાં લે. એકમાં તારા જીવનનાં પાપો છે. બીજામાં તારા પાડોશીનાં છે. તારું આગળ અને પાડોશીનું પોટલું પાછળ રાખજે.” ...પણ નીચે ઊતરતાં પોટલાં આગળ-પાછળ થઈ ગયાં. આ રૂપક પરનું ચિંતન કેટલું પ્રેરક છે? માણસને હંમેશાં પાડોશીનાં જ પાપો દેખાયા કરે છે. પોતાનાં કદી નથી દેખાતાં. પાડોશીનું પોટલું આગળ ને પોતાનું પાછળ થઈ ગયું છે ને? કામનાઓ સમાપ્ત થાય તો જ પોતાના નામ અને રૂપનું પ્રભુમાં વિસર્જન થઈ શકે તો જ અહંનું અહમાં વિલોપન થઈ શકે. શુદ્ધ સત્ત્વોએ આચરેલાને અપવાદ ન કહેવાય. નાનકડા ઘાસના તણખલા કે પાંદડાને તરતું જોઈને એના આલંબને તમે તરી શકો નહિ, તેમ આવા શુદ્ર અપવાદથી તમે ટકી શકો નહિ. અત્યારનું જ્ઞાન માત્ર પરલક્ષી છે એવું મને સતત લાગે છે. વ્યાખ્યાન આદિમાં ઉપયોગી બનશે, એવું માનીને ભણીએ છીએ. આત્મલક્ષથી ભણનારા કેટલા? પૂ. જંબૂવિજયનું મને પૂછી જોજો. ન્યાયમાં ખૂબ ઊંડા ઊતર્યા. એમના ગુરુમહારાજ વારંવાર કહેતાઃ “ઘટ – પટ ને ગધેડો-માં જ સમય ન કાઢ. સાધનામાં આગળ વધ. કાગળમાં શું લખે છે? કાળજામાં લખ. ચતુર્વિધ સંઘના હૃદયમાં કાંઈક ઉતાર.” એમની વાણીથી તેઓ ભક્તિમાર્ગમાં આગળ વધ્યા. ૧ / અતિચાર એટલે ખર્ચ ખાતુંઃ સમજદાર માણસ ખર્ચ ઓછો કરે. કોઈ કરતો હોય તો પણ ન કરવા સમજાવે. કારણ આવક ઓછી ને ખર્ચ વધુ છે. બે-ત્રણ ટકા વ્યાજથી પૈસા લીધેલા છે. અહીં પણ આપણો ખર્ચ અતિચાર) વધુ છે. આવક [આરાધના ઓછી છે. પરિણામ શું આવે? તે તમે સમજી શકો છો. - તૃપ્તિ ન થાય ત્યાં સુધી ભોજન કરીએ છીએ. પણ પ્રસન્નતા ન મળે ત્યાં સુધી ધમનુષ્ઠાન કરીએ છીએ ખરા? ઊંચી ભૂમિકામાં ગયા પછી નીચી ભૂમિકાના ગુણો લુપ્ત નથી થતા, ઉપદેશનું અમૃતપાન Page #104 -------------------------------------------------------------------------- ________________ એ જ પુષ્ટ બનતા હોય છે. માર્ગાનુસારી, શ્રાવક વગેરેના ગુણો વધુ ને વધુ પુષ્ટ થતા રહે છે. લાખ રૂપિયા થયા, એટલે પહેલાના દસ હજાર ગયા, તેમ નહિ. પણ તે દસગણા થયા. વનસ્પતિમાં પરોપજીવી નામની એક માત્ર ર-૩ ઇંચની વનસ્પતિ છે. પેદા થયા પછી ઘણું જીવવાની તેને તમન્ના હોય છે પણ તાકાત નથી. કરવું શું? જીવનને અલ્પજીવી નથી બનાવવું. દીર્ઘજીવી બનીને ધન્ય બનવું છે. તો ઉપર પહોંચી શકું તેમ નથી. તે પોતાની આસપાસ નજર કરે છે. આંખ નથી હોતી. આ તો માત્ર આપણી કલ્પનાની વાત છે. ને નજીક રહેલા તોતિંગ વૃક્ષના મૂળમાં લપેટાઈ જાય છે. મૂળમાંથી બધું ચૂસ્યા કરતી રહે છે. મોટા વૃક્ષના બધા લાભો એને મળતા રહે છે. આ વૃક્ષનું દૃષ્યત આપણામાં ઘટિત કરવાનું છે. (૧) સાનિધ્ય: એ ન જ છોડે. છોડે તો મૃત્યુ. (૨) સમીપતાઃ નિકટતા અભેદભાવ સઘન કરે છે. (૩) સમગ્રતા આખું પોતાનું શરીર મૂળ સાથે એકમેક કરી નાખે છે. આ ત્રણ મુખ્ય નિયમો છે. આત્યંતર તપના લક્ષ વગરનું બાહ્ય તપ સફળ નથી બનતું. કોઈ પતિ રંજન અતિધણું તપ કરે રે.” એ રીતે તપ નથી કરવાનું, ઈર્ષ્યા કે હરીફાઈથી પણ તપ નહીં કરવાનું. યુવાનીના જોસથી થઈ જાય, પણ પછી પરિણામ સારાં નથી આવતાં. આ વાત એટલા માટે યાદ આવી કે, આજે એક સાધ્વીજી પૂછવા આવ્યાં-૫૧ ઉપવાસ થઈ ગયા છે. આગળ કરું? પૂજ્ય : શરીર એ ઘોડો છે. એને બાહ્ય તપથી તાલીમ આપવાની છે. પણ કચડી નાખવાનો નથી. શક્તિથી વધુ કરીને કચડી નાખવાનો નથી. ભગવાનના પ્રેમ સિવાય બીજો કોઈ જ યોગનો માર્ગ નથી. ભગવાનનો પ્રેમ ન જાગ્યો હોય તો સમજવું હજુ સંસારનો પ્રેમ બેઠો છે, બીજો કોઈ ઉદ્દેશ બેઠો છે. પ્રભુપ્રેમની ગેરહાજરી એ જ બતાવે છે. હજુ બીજી બીજી આકાંક્ષાઓ અંદર બેઠી છે. આ બધાં ખૂબ જ ખતરનાક ભયસ્થાનો છે. શ્રી કલાપૂર્ણપ્રબોધ ૯૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ જીવ વિચાર આદિ બધું ભણીએ. બધું જાણીએ, પણ સ્વમાં કાંઈ ન ઘટાવીએ, બધું બીજામાં જ ઘટાવીએ. આપણે કોરા જ રહીએ એનો શો અર્થ ? પ્રભુની જે સંપતિ પ્રગટ છે, આપણી તે તિરોહિત છે. એટલો જ પ્રભુ અને આપણી વચ્ચે ફરક છે. પરિસ્થિતિ પલટાવવાની સલાહ આપે તે મિત્ર ! મનઃસ્થિતિ પલટાવવાની સલાહ આપે તે કલ્યાણ મિત્ર ! કલ્યાણમિત્રને દરેક ઘટનાઓના કેન્દ્રસ્થાને રાખીએ તો ક્યારેય અકલ્યાણ ન થાય. ધર્મરુચિ અણગારને યાદ કરો. કીડીઓને બચાવવા ઝેરી શાક ખાઈ જ ગયા. ચોક ઘસીને હજારો કીડીઓને મારી નાખનારાઓ આ વાત સાંભળશે ? યૂહોળો વીંટીઓ જો માને હ્રી વવાર્ફ ।' આવું વાંચતાં પહેલી વાર ખબર પડી મારવાની પણ દવા હોય છે. હું તો સમજતો હતો કે દવા તો માત્ર જિવાડે જ. આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં મારવાની પણ દવા મળે છે ! આવા કાળમાં પણ બીજાના મરણમાં પોતાનું મરણ જોનારા ભગવાન આપણને મળ્યા છે, એ કેવું સદ્ભાગ્ય છે આપણું ? પોતાનાં અનેક મૃત્યુ નિશ્ચિત કરવાં હોય તો જ કોઈના મૃત્યુમાં નિમિત્ત બનજો. એવું કહેનારા ભગવાન આપણને મળ્યા છે. બધાં દ્રવ્યો સહાયક બને છે. કદાચ એક માત્ર આપણે સહાયક નથી બનતા. આ વિશ્વમાં અસ્તિત્વ ટકાવવું હોય તો બીજાને સહાયક બનવું જ પડશે. એ વિના અસ્તિત્વ ટકે જ નહિ. સમજીને સહાયતા કરીએ તો લાભ છે, નહિ તો વિશ્વવ્યવસ્થા પ્રમાણે અનિચ્છાએ પણ સહાયતા કરવી જ પડશે. જીવનનું કર્તવ્ય રાગ દ્વેષને જીતનારા જિન કહેવાય. જીતવા પ્રયત્ન કરનારા જૈન કહેવાય. સમતા વિના રાગદ્વેષ જીતી શકાતા નથી. આપણને સામયિક (સર્વ વિરતિ) મળ્યું છે. તેનાથી રાગ-દ્વેષ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? યાદ રહે. દંડથી ઘડો બનાવી પણ શકાય ને ફોડી પણ શકાય. આ જીવનથી રાગદ્વેષ જીતી પણ શકાય. અને વધારી પણ શકાય. “હું મોક્ષ-માર્ગ તરફ ચાલી રહ્યો છું” ઉપદેશનું અમૃતપાન ૯૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ એવી પ્રતીતિ ન થાય તો આ જીવન શું કામનું? બીજું સાથે શું આવવાનું? ભક્તો, ચેલાઓ, પુસ્તકો કે ઉપાશ્રય વગેરે સાથે નહિ આવે. આ ભક્તિના સંસ્કારો જ સાથે આવશે. ગૃહસ્થોને ધન, પરિવાર, મકાન આદિની અનિત્યતા સમજાવનારા આપણે એટલું પણ નહિ સમજી શકીએ? સાનુબંધ ક્ષયોપશમથી મળેલો પ્રશમભાવ ટકી શકે, નહિ તો જતો પણ રહે. સાનુબંધમાં ચેતના નિરંતર ઊધ્વરોહણના માર્ગે હોય છે. નિરનુબંધમાં ચેતના અટકી જાય છે, અટકી જાય ત્યારે ઊધ્વરોહણ પામતી ચેતના નીચે જાય. આ નિયમ છે. પાક્કો વાણિયો લાખ રૂપિયા કમાય. પછી એને ઓછા ન કરે. એમાં વધારો જ કરતો રહે. વાણિયાની આ કળા આ અર્થમાં આપણે શીખવા જેવી છે. જે દોષ માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત ન થાય તે દોષ – સાનુબંધ બને. જે ગુણ માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત થાય તે ગુણ-સાનુબંધ ન બને. - તત્ત્વદ્રષ્ટા કદી રાગના પ્રસંગમાં રાગી કે દ્વેષના પ્રસંગમાં ૮ષી ન બને, ગમે તેવી ઘટનામાં તે આત્મસ્વભાવથી ચલિત ન જ થાય. મલિનતાને કારણે ચિત્ત ચંચળ રહે છે. મલિનતા મોહના કારણે આવે છે. મલિન ચિત્ત ભગવાનના શરણથી જ નિર્મળ બને. નિર્મળતા આવતાં જ ચિત્ત સ્થિર બનવા માંડે. સ્થિરતાનો સંબંધ નિર્મળતા સાથે છે. ચંચળતાનો સંબંધ મલિનતા સાથે છે. સૈનિકો લડતા હોય ત્યારે સરકારની જવાબદારી હોય છે ખૂટતી વસ્તુ પૂરી કરવાની. આપણે મોહ સામે લડતા હોઈએ ને નિર્બળ બનીએ ત્યારે બળ પૂરવાની ભગવાનની જવાબદારી છે. જરૂર છે માત્ર ભગવાન સાથે અનુસંધાનની. સૈનિક પાસે એટલી જ અપેક્ષા છે એ દેશને વફાદાર રહે. ભક્ત પાસે એટલી જ અપેક્ષા છે, એ ભગવાનને સમર્પિત રહે. ક્રોધની જેમ વિષયની લગની પણ આગ છે. ક્રોધ દેખાય છે, વિષયની આગ દેખાતી નથી. એટલો ફરક. વિષયની આગ વિજળીના શોર્ટ જેવી છે. દેખાય નહિ પણ અંદરથી બાળી નાખે. મહાપૂજા વગેરેની અંદર પણ વિવેક અને ઔચિત્ય રાખવા જરૂરી છે, જેથી અન્ય લોકો અધમ ન પામે. આખા દેરાસરને શણગારવા વગેરે અંગે ૯૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #107 -------------------------------------------------------------------------- ________________ પણ વિવેક જરૂરી છે. સરોવરમાં જ ગમે તેટલો કચરો હોય પણ એક ઓવો મણિ આવે છે જે નાખતાં જ બધો કચરો તળિયે બેસી જાય, સરોવરનું પાણી એકદમ નિર્મળ બની જાય. મનના સરોવરમાં શ્રદ્ધાના મણી મૂકો તો તે નિર્મળ બન્યા વગર નહિ રહે. આપણે ઇચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ. પણ જ્ઞાનીઓ કહે છે “ઇચ્છાઓને નષ્ટ કરો” એમાં તમારે કશું જ ગુમાવવાનું નથી. સિવાય કે તમારું દુઃખ ! મૈત્રી આદિ ચારથી દ્વેષનો જય થાય પણ રાગનો જય કરવો હોય તો રાગ જ જોઈએ. કાંટાથી કાંટો નીકળે તેમ વીતરાગના રાગથી જ રાગ કાઢી શકાય. મન હતાશ થાય ત્યારે વિચારવું. પુદ્દગલો તો ગમે તેટલો સંગ કર્યો છતાં જીવ પુદ્ગલ નથી જ. પુદ્ગલના આધારે ટકેલો નથી જ. વસ્તુતઃ તેનો રંગી (અનુરાગી) પણ નથી, પુગલનો માલિક પણ પુદ્ગલથી શરીર, ધન, મકાન વગેરે બધું જ આવી ગયું) જીવનું એશ્વર્ય પુદ્ગલાધારિત નથી. આટલો વિચાર આપણને કેટલા ઉત્સાહથી ભરી દે? શું હતું ને શું ચાલ્યું ગયું ? શું મારું છે ? તે ચાલ્યું જશે ? શા માટે ચિંતાતુર થવું ? કોઈ પણ પ્રકારના સંયોગોમાં આવી વિચારણા આપણી હતાશાને ખંખેરી નાખવા પર્યાપ્ત છે. ઉપયોગ આત્માનો સ્વાભાવ છે. વિચાર, મનનો સ્વભાવ છે. માટે ઉપયોગ શુદ્ધ રાખો. મારા પ્રભુએ કહ્યું શું અને મેં કર્યું શું? સંસારમાં રાચતો અત્યારે એ મારો પાપી આત્મા નથી. અત્યારે તો હું ભગવાનનો સાધુ છું. થઈ ગયેલા પાપોની નિંદા કરું છું. જે વખતે તેની સ્મૃતિ થઈ જાય તે જ ઘડીએ નિંદા કરવાની છે. કાંઈ જ જોઈતું નથી. કોઈ જ વસ્તુનો ખપ નથી. વસ્તુ ભલે ગમે તેટલી આકર્ષક હોય પણ મારે નથી જોઈતી. આનાથી તમારું સત્ત્વ ખૂબ જ વધશે. ભગવાને જેને છોડ્યા તેને આપણે પકડી લીધા છે. ભગવાને જેને છોડ્યા ઉપદેશનું અમૃતપાન ૯૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ તેનો હવે આપણે સંગ્રહ કરીએ ? જ્યારે કોઈ વસ્તુ લેવાનું મન થાય ત્યારે વિચારજો મારા પ્રભુએ આ વસ્તુ લીધી હતી? જ્યારે ક્રોધ આવવાનો હોય ત્યારે વિચારો, મારા પ્રભુએ ક્રોધનો સ્વીકાર કર્યો છે કે ત્યાગ કર્યો છે? જ્ઞાની મુનિએ એક ખેડૂતને પ્રતિજ્ઞા આપી, “મન કહે તેમ નહિ કરવાનું તેને ભૂખ, તરસ, તડકો લાગવા મંડ્યો છતાં તેણે ખાધું પીધું નહિ કે તે છાંયડામાં ગયો નહિ. કારણ કે મન કહે તેમ કરવાનું નથી. ઊભો હતો છતાં બેઠો નહિ. કારણ કે મન કહે તેમ કરવાનું નથી. આમ તેને ધ્યાન લાગી ગયું. મનનું નહિ માનવાનો દઢ સંકલ્પ તેને મનની પેલે પાર લઈ ગયો. થોડી વારમાં તેને કેવળજ્ઞાન થઈ ગયું. ભગવાને કહ્યું છે તેમ મારે કરવાનું. આટલો સંકલ્પ આપણે કરી લઈએ તો બેડો પાર થઈ જાય. ક્રોધ વખતે તમે ફોટો નહિ પડાવતા. નહિ તો લોકો સમજશે આ માણસ નહિ, ભૂત છે. ક્રોધ વખતે આરીસામાં જોજો. ભૂત જેવું મુખ તમને નહિ જ ગમે. એટલે તમે શાંત થઈ જશો. - ડાયાબિટીસના દર્દીને મિષ્ટાન ઈષ્ટ છે, પણ હિતકર નથી, તેમ ઇન્દ્રિયોના વિષયો ઈષ્ટ હોવા છતાં હિતકર નથી, એમ જ માનીને જ્ઞાનના અંકુશથી ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે, તે જ કષાયો પર નિયંત્રણ કરી શકે આપણને તરવાનું મન નથી થતું તેનું કારણ સહજમળ છે. તમને સમજાય તેવી ભાષામાં કહું તો સ્વાર્થવૃત્તિ છે. સ્વાર્થવૃત્તિને ઘસનારા દયા, પરોપકાર, ધનાદિ ગુણો ન આવે ત્યાં સુધી ધર્મનો પ્રવેશ થઈ શકતો નથી. બીજાના મૃત્યુમાં સ્વ-મૃત્યુનું નિરંતર દર્શન કરો. મારી જ આ ભાવિ ઘટના છે, એમ જુઓ તો તમારો વૈરાગ્યાદિન-પ્રતિદિન વૃદ્ધિગત બનતો રહેશે. હમણાં જ આપણને કોઈ કહે: આ ધર્મશાળા ખાલી કરો. તો આપણે ક્યાં જઈશું? ચિંતા થાયને? તેમ કર્મસત્તા આજે જ કહે, આ ભાડાનું ઘર - આ શરીર હમણાં જ ખાલી કરો. તો આપણે ક્યાં જઈશું? કદી વિચાર્યું? ગમે ત્યારે કર્મસત્તાનો હુકમ આવી જાય; “આ શરીર ખાલી કરો. તો પણ આપણને સદ્ગતિનો વિશ્વાસ હોવો જોઈએ. અહીંથી મરીને હું સદ્દગતિમાં શ્રી કલાપૂર્ણપ્રબોધ ૧ ૧૦૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ જ જઈશ, માટે ગમે ત્યારે મરું એવી પ્રતીતિ કરાવે તેવું આપણું જીવન હોવું જોઈએ. સાકરમાં મીઠાશ, વસ્ત્રમાં સફેદાઈ અભેદભાવે છે, તેમ આત્મામાં ગુણો અભેદભાવે રહેલા છે. જ્ઞાન, આનંદ વગેરે ગુણો આપણી અંદર જ અભેદભાવે છે, છતાં આપણે એને પારકા માનીએ છીએ ને પારકા વર્ણ, ગંધ, આદિને પોતાના માનીએ છીએ. આ જ મોહ છે. આ જ અવિદ્યા છે. ઘણા કહેતા હોય છે માળા ગણું ને મન ભાગવા માંડે છે. એટલે હું તો માળા ગણતો જ નથી ! ભણવા માંડીએ ને ઊંઘ આવે એટલે આપણે તો ભણતા જ નથી. પૂજા કરવા માંડીએ ને મન ચક્કર-ચક્કર ફરે. એટલે આપણે તો પૂજા કરતા જ નથી. આવા માણસો પાછા હોશિયારી મારતા કહેતા હોય છે; આપણે દેખાવ માટે કાંઈ કરતાં જ નથી. મન લાગે તો જ કરવું. આ જ આપણો સિદ્ધાંત? આવા માણસોને કહેવાનું; માળા ગણવાથી મન ચપળ નથી થયું. મન ચપળ તો હતું જ, પણ માળા ગણતાં તમને ખબર પડી કે મન ચપળ છે. પ્રમાદ તો અંદર હતો જ. પૂજા કરતાં એની ખબર પડી... તો હવે કરવું શું? પહેલાં ગુણ નથી આવતા, ગુણની પ્રશંસા આવે છે. પહેલાં ધર્મ નથી આવતો, ધર્મની પ્રશંસા આવે છે. ખેતરમાં પાક પહેલાં નથી આવતો, પહેલાં બી વાવવાં પડે છે. યોગ ધર્મ તે સાધનાનું અંતિમ ફળ છે. પણ જેની યોગસાધના જોઈ આપણે આનંદ પામીએ તે તેનું બીજ છે. - ભૂલ કાઢવાના નામે નિંદામાં સરકી જવું ઘણું સહેલું છે. નિંદા કયા દરવાજેથી આવી જાય, તેની ખબર પણ નહિ પડે. મરી જજો, પણ કોઈની નિંદા નહિ કરતા, નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું. આટલા વર્ષો પૂ. પં. ભદ્રંકર વિ. મ. પાસે રહ્યા છીએ, પણ એમના મુખે કદી કોઈની નિંદા સાંભળી નથી. લેયા લેયાઓ જેમ જેમ વિશુદ્ધ થતી જાય તેમ તેમ જીવનમાં મધુરતા. ઘણા સાધકો કહે છે; મને આજે મીઠાશનો અનુભવ થયો. આ મીઠાશ તે વેશ્યાના પુદ્ગલોથી થયેલી સમજવી. ઉત્તરાધ્યયનમાં જગતના ઉત્તમ મીઠા પદાર્થો જેવી ઉપદેશનું અમૃતપાન ૧૦૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ મધુરતા શુભ લેગ્યાઓની કહી છે તે વધતી જાય. જેમ જેમ વેશ્યાઓ અશુદ્ધ બને તેમ તેમ જીવનમાં કડવાશ વધતી જાય. મોટા ભાગના લોકોની માનસિકતા આવી હોય છે. એના આવા વિચારમાં જ આખી જિંદગી પૂરી થઈ જાય છે. શુભ વિચાર કદી ભૂલતવી ન રાખો. અશુભ વિચારોને હંમેશાં મૂલતવી રાખો. ક્રોધ અભિમાનના કારણે આવે છે. માટે ક્રોધ પછી માન છે અંદર ખાલીખમ હોવા છતાં માન-મોભો જોઈતો હોય તો માયા – પ્રપંચ કરીને ખોટી ધારણા ઊભી કરવી પડે, માટે ત્રીજો કષાય માયા માયા કરીને માણસ પૈસાનો સંગ્રહ કરતો રહે છે. લોભ વધારતો રહે છે. માટે ચોથો કષાય છે: લોભ. સૂતેલાને જગાડી શકાય, પણ જાગેલાને કઈ રીતે જગાડાય ? અજ્ઞાનીને જગાડી શકાય, પણ જાણકારને કેમ જગાડી શકાય? જાણકારની સભામાં વ્યાખ્યાન આપવું આ દૃષ્ટિએ ઘણું કઠણ છે. અગ્નિમાં ઠંડક મળે તો ગૃહસ્થ જીવનમાં શાંતિ મળે. રાગદ્વેષથી ભરેલા ગૃહસ્થ જીવનમાં શાંતિ મળે તે વાતમાં કોઈ માલ નથી. આપણું આત્મવીર્ય એટલું નબળું છે કે મન-વચન-કાયા પાસે આપણું કશું ચાલતું નથી. આત્મા લાચાર બનીને તોફાને ચડેલા ત્રણેય યોગોને જોઈ રહ્યો છે. ઘોડા આમતેમ ભટકી રહ્યા છે. ઘોડેસવાર લાચાર છે. કર્મ કર્મ પુદ્ગલોમાં શક્તિ હોય છે, તેમ આપણે માનીએ છીએ, પણ તીર્થમાં શક્તિ છે, તેમ માનીએ છીએ ખરા? તીર્થ હોય છે ત્યાં સુધી તીર્થંકરની શક્તિ તીર્થમાં કામ કરતી હોય છે. તીર્થ દ્વારા હજુ ભગવાન મહાવીર દેવની શક્તિ સાડા અઢાર હજાર વર્ષ સુધી કામ કરશે. કર્મની શક્તિ કામ કરે છે, તેમ કર્મ મુક્ત આત્માઓની શક્તિ પણ કામ કરે છે, એ વાત હજુ આપણે સમજ્યા નથી. કર્મગ્રંથ દ્વારા કર્મોની શક્તિ સમજાઈ, પણ હજુ ભક્તિ-શાસ્ત્ર દ્વારા પરમ આત્માની શક્તિ સમજાઈ નથી. શુભ વિચારોથી શુભ કર્મોની તાકાત વધે, એટલી તાકાત વધે કે અશુભ કર્મો પણ શુભમાં બદલાઈ જાય. અશુભ વિચારો કરવાથી ઊલટું બને. શુભ કર્મો પણ અશુભમાં બદલાઈ જાય. ૧૦૨ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #111 -------------------------------------------------------------------------- ________________ નવકાર નવકારને ભાવિત બનાવ્યો હશે તો જ અંત સમયે યાદ આવશે. વારંવાર ભાવપૂર્વક રટવાથી જ નવકાર ભાવિત બને છે. માટે જ હું નવકારવાળીની બાધા આપતો રહું છું. સળગતા ઘરમાંથી વાણિયો રત્નની પોટલી લઈને જલદી નીકળી જાય, તેમ મૃત્યુના સમયે સળગતા શરીરમાંથી નવકારરૂપી રત્નની પોટલી લઈ આપણે નીકળી જવાનું છે. શરીર જો છૂટી પડશે તો પણ ચિંતા શાની? મોક્ષ નહિ મળે ત્યાં સુધી શરીર તો ફરી ફરી મળવાનું છે. બસ, એટલી જ અપેક્ષા રહે છે. આ શરીર છૂટતું હોય ત્યારે હૃદયમાં પ્રભુનું સ્મરણ હોય, નવકારનું રટણ હોય. ઘણા કહે છે જેનો આટલા શ્રીમંત કેમ? તેઓ જાણી લે કે જેનો ભગવાનની પૂજા છોડતા નથી. પૂજા ન છૂટે ત્યાંથી લક્ષ્મી પણ ન છૂટે. પૂજા પુણ્યનું પરમ કારણ છે. લક્ષ્મી પુણ્યથી બંધાયેલી છે. નબળું પુણ્ય લઈને આપણે આકાશ જેટલી ઇચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ. ઇચ્છાઓ પૂરી ન થતાં નિરાશ થઈ જઈએ છીએ. પોતાનું પુણ્ય કે પોતાની યોગ્યતા તરફ નથી જોતા. આથી દુઃખી દુઃખી થઈ જઈએ છીએ. પુણ્ય વધારવાને બદલે બીજું બીજું જ કાંઈ કરવા મંડી પડીએ છીએ. ક્રિયાની આવશ્યકતા જ્ઞાન વિના ક્રિયા કે ક્રિયા વિના જ્ઞાન વ્યર્થ છે. ક્રિયાવાન જ્ઞાની જ આ સંસાર-સમુદ્ર તરી શકે. દરિયામાં તરવાની ક્રિયા જાણનારો મોટો તરવૈયો પણ દરિયામાં હાથ-પગ ન હલાવે તો ડૂબી મરે. મોટો જ્ઞાની પણ ક્રિયાને તદ્દન છોડી દે તો તરી ન શકે. પ્રતિક્રમણનો આ સાર છે. અતિક્રમણ કરનારી ચેતનાને પ્રતિક્રમણ દ્વારા સ્વ-ઘરમાં પ્રતિષ્ઠિત કરવાની છે. ચૈત્યવંદનાદિ ક્રિયા પરમાત્મા પર બહુ માનની જ ક્રિયા છે. આપણે એને દૈનિક ક્રિયામાં જ ખપાવી દીધી, તેને માત્ર યાંત્રિક બનાવી દીધી. એમાં મારી જ પરમ ચેતનાને વિકસિત કરનારાં પરિબળો છુપાયેલાં છે. જોવાનું ભૂલી ગયા. ઉપદેશનું અમૃતપાન ૧૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ આ દૃષ્ટિ ખૂલી જાય તો ચૈત્યવંદનાદિ તમામ ક્રિયા યાંત્રિક ન લાગે, જડ રૂઢિ ન લાગે, પણ દરેક ક્રિયામાં જીવંતતા આવે, ડગલે ને પગલે ક્રિયા કરતાં આનંદ આવે. ભગવાનનું બહુમાન હૃદયમાં ગોઠાઈ ગયું એટલે સમજી લો. આપણાં બધા જ શુષ્ક અનુષ્ઠાનો નવપલ્લવિત બની ઊડ્યાં, આપણી પાનખર વસંતમાં બદલાઈ, આપણું રણ વૃંદાવન બની ગયું! કોઈ પણ શુદ્ધ ક્રિયા અનુબંધવાળી ન બને તો મોક્ષપ્રદ ન બની શકે. અપુનબંધક ભાવ આવ્યા પછી સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. અનુબંધ વગરના અત્યારના સંયમાદિ ગુણો ભવાંતરમાં સાથે નહિ આવે. અમૃત આસ્વાદ કરી, વિષ ક્ષય કરી આ સાનુબંધની વૃદ્ધિ હોય છે. એ ભોગ-રસમાં લેવાય નહિ. ભોગો ભોગવે છતાંય. ચાખ્યો રે જેણે અમી-લવલેશ, બીજો રે રસ તેને મન નવિ ગમેજી.” મુક્તિ “મોક્ષ મેળવવો એ જેમ ધ્યેય રાખ્યો છે, તેમ કષાયાદિ ભાવોથી મુક્ત બનવું, એ પણ ધ્યેય હોવો જોઈએ. કષાયથી મુક્તિ થશે, પછી જ પેલી મુક્તિ મળશે ને ? ‘પાય - વિત: તિ મુવિત – રેવ ” કષાય મુક્તિ થતાં, ઉપરનો મોક્ષ તો મળશે ત્યારે મળશે, પણ તમને અહીં જ મોક્ષનું સુખ મળશે. મોક્ષમાર્ગમાં વેગ વધારવાની વાત જવા દઈએ. સૌ પ્રથમ આપણે એ વિચારવાનું છે કે મોક્ષમાર્ગમાં પ્રવેશ તો થઈ ગયો છે ને? પ્રવેશ જ ન થયો. હોય તો વેગ શી રીતે આવે? ખોટે માર્ગે હોઈએ ને વેગ વધી જાય તો પણ શો ફાયદો ? આચાર્યાદિ કોઈ પદ મળવાથી મુક્તિમાર્ગ નિશ્ચિત નથી થતો, તેના માટે ગુણો મેળવવા પડે છે. લાંચ આપીને તમે ડોક્ટરી સર્ટિફિકેટ મેળવી શકો, પણ મરતા દર્દીને બચાવી નહિ શકો. ગુણ વિનાની તમારી પદવીઓ મોક્ષ નહિ આપી શકે. મીઠાના પ્રત્યેક કણમાં ખારાશ છે, તેમ સંસારની પ્રત્યેક ઘટનામાં દુઃખ છે. સાકરમાં પ્રત્યેક કણમાં મીઠાશ છે, તેમ મુક્તિની પ્રત્યેક સાધનામાં સુખ ૧૦૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #113 -------------------------------------------------------------------------- ________________ છે. મુક્તિમાં તો સુખ છે જ, પણ મુક્તિની સાધનામાં પણ સુખ છે એ સમજાય છે? આપણી તકલીફ આ છે. ચગદ્વેષની ગ્રંથિ તોડો પ્રશ્ન: વધારે ખતરનાક કોણ? રોગ કે દ્વેષ? ઉત્તર : અપેક્ષાએ દ્વેષ ખતરનાક છે. રાગને પ્રભુના પ્રેમમાં વાળી નાખો. તો કામ થઈ જાય. દ્વેષમાં એવું ન થઈ શકે, વળી દ્વેષ વિધ્વંસક છે. રાગને વીતરાગના રાગમાં રૂપાંતરિત કરીએ તો તે મુક્તિનો માર્ગ બની શકે, પણ દ્વેષનું રૂપાંતર કરીને તેને મુક્તિ માર્ગ બનાવી શકાય નહિ. રાગ પ્રભુ તરફ રાખી શકાય, વાવસર્વ જીવો પર રાખી શકાય, પણ દ્વેષ તો કોઈના પર પણ ન રાખી શકાય. રાગનો વ્યાપ વધારીને તેને પ્રશસ્ત બનાવી શકાય. દ્વેષમાં આ શક્ય નથી. પ્રભુનો રાગ મોક્ષ આપી શકે, પણ કોના પરનો દ્વેષ મોક્ષ આપી શકે ? પ્રભુ પર રાગ થાય તો જ તેમની સાથે એકતા આવી શકે પણ રાગ જ ન થાય તો? રાગને જીતવા અનિત્યાદિ ૧૨ ભાવનાઓ છે. દ્વેષને જીતવા મૈત્રી આદિ ૪ ભાવનાઓ છે. - જે પાપની આલોચના કરવાનું મન ન થાય તે પાપ નિકાચિત થયેલું સમજવું. નિકાચિત એટલે એવું પાપ કે જે ફળ આવ્યા વિના જાય જ નહિ. ગુણ જેમ ગુણના અનુબંધવાળા બને તેમ દોષ, દોષના અનુબંધવાળા બને. મૃત્યુ પહેલાં અંદર પડેલા શલ્યો કાઢવા જ પડશે. એ વિના સમાધિમૃત્યુ મળે, એવી આશામાં રહેતા નહિ તમારી વાત જો તમે કોઈ કારણસર ગુરુને ન કહી શકાય તો ભગવાનને " કહો, વનદેવતાને કહો. એ સીમંધર સ્વામીને પહોંચાડે તેમ પ્રાર્થો, પણ મનમાં રાખીને સશલ્ય જીવન ન જીવો. કષાયોની મંદતાથી લેયાઓ વિશુદ્ધ થતી જાય, ગુણો પ્રગટ થતા જાય, દોષો દૂર થતા જાય. ગુણો જ આપણા કાયમી સાથી છે. ઉપદેશનું અમૃતપાન ૧૦૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ આપણને હંમેશાં ગમતું જ મળ્યું છે. વિષય-કષાયો ગમશે તો વિષયકષાય મળશે. વિષય-કષાયોથી રહિત અવસ્થા ગમશે તો તે મળશે. ગમે તે મળે, મોક્ષ નથી મળ્યો કારણ કે એ કદી ગમ્યો નથી. સંસાર મળતો રહ્યો છે. કારણ કે એ જ ગમતો રહ્યો છે. મોહરાજા નિદ્રાદેવીને આવાં સ્થાનોમાં જ મોકલે. મોહરાજાને ખબર છે; આ સભા એટલે મને ખતમ કરવાની છાવણી! એ છાવણી પર હુમલો કરવો જ રહ્યો. નિદ્રાદેવીને મોકલીને એ હુમલો કરે છે. મોહરાજાની આ ચાલ સમજી લેજો. આપણે કેટલા વિચિત્ર છીએ? આગળની ગ્યાએ બેસવા પડાપડી કરીએ છીએ, પણ બેઠા પછી ઊંઘ આવી જાય તેની પરવા કરતા નથી. મોક્ષે જવું છે પણ મોક્ષમાર્ગે એક ડગલુંય ચાલવું નથી. સિદ્ધિ જોઈએ છે, પણ સાધના કરવી નથી. શિખરે પહોંચવું છે, પણ તળેટી છોડવી નથી. ક્ષમા મેળવવી છે, પણ ક્રોધ છોડવો નથી. મુક્તિ મેળવવી છે પણ સંસાર છોડવો નથી. જ્ઞાની પુરુષોનો પ્રશ્ન છે, તમને સાચા અર્થમાં મુક્તિની રુચિ જાગી છે? “મોક્ષમાં જવું છે.” એનો અર્થ શું? તે તમે જાણો છો ? મોક્ષે જવું એટલે ભગવાન સાથે એકમેક બની જવું. આપણે મોક્ષ-મોક્ષ કરતા રહ્યા, પણ ભગવાનને સાવ જ ભૂલી ગયા. આપણા મનમાં બન્નેની લડાઈ ચાલે છે, શુભ કે અશુભ બને વિચારો અંદર ઉત્પન્ન થયા કરે છે. જ્યાં આપણી શક્તિ જોડાય તેની જીત થાય છે. મોટા ભાગે આપણે અશુભને જ શક્તિ આપી છે. પેલા કુરુક્ષેત્રમાં કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા હતા. આપણા મનના કુરુક્ષેત્રમાં કૌરવો અશુભ વિચારો] જીતી રહ્યા છે ને પાંડવો [શુભ વિચારો] હારી રહ્યા છે. અશુભ વિચારોથી ત્રિપુષ્ઠના ભવમાં કરેલા કર્મો ઠેઠ મહાવીરસ્વામીના ભવમાં પણ ભોગવવા પડતા હોય, કર્મો જ ભગવાનને પણ ન છોડતા હોય તો એ કર્મોથી અત્યારથી જ આપણે સાવચેત શા માટે ન રહેવું? એક પણ મરણ-શલ્ય સહિત થાય તો ફરી ફરી જન્મ-મરણ ચાલુ જ રહે. માટે જ ૧૦૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #115 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા શલ્યનું વિસર્જન કરવાનું શાસ્ત્રીય વિધાન છે. મોક્ષમાં તો જવું છે, પણ અત્યારે નહિ... દીક્ષા તો લેવી છે, પણ... અત્યારે નહિ. આપણું ભાવિ કેવું છે ? પરભવમાં આપણે કેવા બનવાનું છે ? તેની ઝલક આ ભવમાં આપણને મળે છે. કાળિયો કસાઈ નરકમાં જવાનો હતો એટલે તેને અંત સમયમાં વિષ્ઠાનો લેપ, કાંટાની શય્યા વગેરે જ ગમવા માંડેલું. નરકની આછેરી આ ઝલક હતી. આપણા આગામી ભવની ઝલક અહીં કેવી દેખાય છે ? કઈ સંજ્ઞા વધુ જોર કરે છે ? કર્યો કષાય વધુ છે ? આહારસંશા વધુ રહેતી હોય તો તિર્યંચગતિની ઝલક સમજવી. મૈથુનસંજ્ઞા માનવીની, ભયસંજ્ઞા નરકની, પરિગ્રહસંજ્ઞા દેવગતિની ઝલક કહે છે. પણ એની પાછળ રૌદ્રધ્યાન જોડાઈ જાય તો ગતિ બદલાઈ જાય, પરિગ્રહસંશામાં આસક્ત મમ્મણ અને મૈથુનસંજ્ઞામાં આસકૃત બ્રહ્મદત્ત ૭મી નરકે ગયા છે. ગુણાપ્તિ પ્રભુમાં મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ આ ચારેય ભવનાઓ ચિંતનાત્મક નથી રહી, પણ સ્વાભાવિક બની ગઈ છે. ચિંતન કરનારું મન તો વિલીન બની ગયું. હવે મન ક્યાં છે ? પ્રભુ તો મનની પેલે પાર પહોંચી ગયા છે. ગુણોની પ્રાપ્તિ માટેનો મુખ્ય રાજમાર્ગ પ્રભુ-કૃપા છે. પ્રભુ ગુણોના ભંડાર છે. એમના શરણે જ્વાથી ગુણો આવે જ. બધા ગુણો જોઈતા હોય તો એક ભગવાનને પકડી લો. ભગવાન આવશે તો કોઈ દોષ ઊભો નહિ રહે. બધા જ ગુણો આવી મળશે. પ્રભુ આપણા બન્યા એટલે પ્રભુના ગુણો આપણા જ બન્યા. બીજાને કરેલી સહાયતામાંથી પેદા થનારો આનંદ એક વાર ચાખશો તો જીવનમાં કદી ભૂલશો નહિ. સ્વાર્થનો આનંદ ઘણો ચાખ્યો, ખરેખર તો સ્વાર્થમાં કોઈ આનંદ હોતો જ નથી, માત્ર આનંદની ભ્રમણા જ હોય છે. બ્રહ્મચારીની પ્રશંસા દેવલોકમાં પણ થાય. સીતાજીની અગ્નિપરીક્ષા વખતે ઉપદેશનું અમૃતપાન ૧૦૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ દેવો પણ જોવા આવેલા. અગ્નિની શી તાકાત કે એ મહાસતીને સળગાવી શકે ? જ્ઞાનના અધિષ્ઠાયક દેવ છે, તેમ બ્રહ્મચર્યના પણ અધિષ્ઠાયક દેવ હોય છે. તમારા બ્રહ્માચર્યના ગુણથી પ્રસન્ન થઈને તેઓ તમારું રક્ષણ કરે. ગુણરૂપી દોરડાં બહુ જ વિચિત્ર છે. આપણા ગુણરૂપી દોરડાં બીજા પકડે તો તેઓ કૂવામાંથી બહાર નીકળે પણ આપણે જ પકડી લઈએ તો ડૂબી મરીએ ! જે ગુણને જોઈને તમે રાજી થાવ છો, એ ગુણને આવવા માટે તમે તમારા હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકો છો, બીજા શબ્દોમાં કહું તો ગુણોને જોઈને રાજી થવું એટલે તેમને આમંત્રણપત્રિકા લખવી. વ્યક્તિગત રાગ કહેવાય. રાગ દોષ છે. સમાષ્ટિગત પ્રેમ કહેવાય. પ્રેમ ગુણ છે. ખાબોચિયાનું પાણી ગંદું હોય. વ્યક્તિગત રાગ મલિન હોય. વિશાળ સમુદ્ર નિર્મળ હોય. પ્રેમ નિર્મળ હોય. છ દ્રવ્યોમાં જીવ-અજીવ બે દ્રવ્ય ગતિશીલ છે. છઠ્ઠું કાળ દ્રવ્ય વિશિષ્ટ રીતે ગતિશીલ છે. કોઈ એને રોકી શકતું નથી. પાણીના પ્રવાહ રોકી શકાય પણ સમયનો પ્રવાહ રોકી શકાતો નથી. સમયથી ૫૨ બની શકાય, પણ સમય થંભાવી ન શકાય. સૂર્યોદયથી કલાકનો સમય પસાર થઈ ગયો છે, એવો વિચાર કદાચ આવતો હશે, પણ જીવનનો કેટલો સમય પસાર થઈ ગયો છે, તેનો વિચાર નથી આવતો. ગુણ, પૈસા, પદાર્થનો સંગ્રહ થાય છે, પણ સમયનો સંગ્રહ નથી કરી શકાતો. આ ગ્રંથ એમ સમજાવે છે. જ્ઞાન શીખવાનું નથી, વિનય શીખવાનો છે. આપણે વિનય દ્વારા જ્ઞાન શીખવા માંગીએ છીએ, પણ આ ગ્રંથકાર કહે છે; વિનય માત્ર સાધન નથી, સ્વયં સાધ્ય પણ છે. આજ સુધી દુઃખો ઘણાં સહન કર્યાં છે. પણ ૨ડી-૨ડીને કર્યાં છે. હસતાં હસતાં કદી સહન નથી કર્યાં જો એમ કર્યું હોત તો કર્મ મૂળથી ઊખડી જાત. શારીરિક સહનશક્તિ તો કદાચ આપણે કેળવી લઈએ, પરંતુ માનસિક સહનશક્તિ કેળવવી કઠણ છે. પોતાની નિંદા વખતે પણ આપણે રાજી થઈએ. સ્વ-પ્રશંસા થતી હોય ત્યારે નારાજ થઈએ. એવી માનસિક સ્થિતિ આપણી પ્રગટે ત્યારે સમજવું. હવે માનસિક શક્તિ પુષ્ટ બની છે. મારું કોઈ ન માને તો હું આવું વિચારું છું. આ રીતે વિચારવાથી મન સમતામાં રમમાણ રહે શ્રી કલાપૂર્ણપ્રબોધ ૧૦૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ છે. બીજું કાંઈ યાદ ન રહે તો “નવા જમવાસ’ એ યાદ કરી લેવું. મારી વાતથી બધા જ વિનીત બની જશે. આજ્ઞાંકિત બની જશે એવી જો મારી અપેક્ષા હોય તો તે વધુ પડતી છે. સંભવ છે; મારી વાત કોઈ જ ન સ્વીકારે. આમ છતાં મારો સમતાભાવ અખંડિત રહે તે દૃષ્ટિકોણ મારે અપનાવવો રહ્યો. - * (૧) ટેકનોલોજીથી કુદરતને નાથી શકાશે. (૨) માણસને પશુ જ ગણો, જેથી તેના ભૌતિક આનંદની અમર્યાદ ઝંખના સંતોષવામાં કોઈ બાધા નહિ. (૩) માણસ પશુ છે માટે તંત્ર છે (અલબત્ત જીવતું યંત્ર) માણસમાં કામવૃત્તિ જ મુખ્ય છે, એટલે તેને સંતોષવી એ જ મુખ્ય કાર્ય છે – ફ્રોઈડ. (૫) પ્રકૃતિને ગુલામ કરી તેનો ગમે તેટલો ઉપભોગ કરી શકાય. (૬) હવે માણસ ટેકનોલોજીની આડપેદાશ છે. માટે તેને વળી તત્ત્વજ્ઞાન કેવું? આ છે ભૌતિકવિજ્ઞાનની વિનાશકારી ટેક્નોલોજી. શું ભગવાન મરી પરવાર્યો છે. ફાવે તેમ જીવો. કર્મ સાથે મળી જવાની શક્તિ હોય તો પ્રભુની સાથે મળી જવાની શક્તિ ન હોય તેમ શી રીતે બની શકે ? કર્મ સાથે મળવાની શક્તિ તે સહજ મળ છે. પ્રભુ સાથે મળવાની શક્તિ તે ધ્યાન છે. આપણે સિદ્ધિ માંગીએ છીએ, પણ સાધના નથી માંગતા. સાધના વિના સિદ્ધિ શી રીતે મળે? તૃપ્તિ માંગીએ પણ ભોજન ન માંગીએ તો ? ભોજન વિના તૃપ્તિ થવાની ? જેનું અપમાન થઈ રહ્યું છે, તે હું નથી. હું આત્મા છું. અનામી છું. મારા નામને કોઈ ગાળો આપે તો મને શું ? આ નામ તો મારાં ફઈબાએ કે ગુરુદેવે સોંપેલું છે. એની સાથે મારે શો સંબંધ? આવી વિચારણાથી આપણે કેટલા સંકલેશથી બચી જઈએ? જીવનભર પણ તમે ક્ષમા રાખી હોય તોપણ એ ભરોસામાં નહિ રહેતા કે આ ક્ષમા હવે જવાની જ નથી. થોડીક જ તક મળી ને આપણે ગાફેલ રહ્યા તો ક્રોધ ભભૂકી ઊઠવાની પૂરી સંભાવના છે. કારણ કે આપણા ગુણો ઉપદેશનું અમૃતપાન ૧૦૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયિક નથી, ક્ષાયોપશમિક છે. ક્ષાયોપશમિક ગુણો એટલે કાચની બરણી ? કાચની બરણીને સાચવો નહિ તો તૂટતાં વાર શી? આપણો જન્મ મહાવિદેહમાં કેમ ન થયો ? પણ જો આ જ પરિણતિમાં આપણો મહાવિદેહમાં જન્મ થયો હોત તો સાક્ષાત્ ભગવાનની ઘોર આશાતના ફરત. ને આશાતનામાં મહાભયંકર પાપ બાંધત. માટે જ આપણો જન્મ આ ભરતમાં થયો છે. ભરતમાં જન્મ થયો એ ભગવાન દ્વારા આપણી પરીક્ષા છે; મા વિરહમાં તે ભક્તિ કરે છે કે નહિ ! ૧૧૦ આપણી કમનસીબી છે કે વિદ્યમાન વ્યક્તિની આપણે કદર કરી શકતા નથી. સમકાલીન વ્યક્તિની કદર બહુ જ ઓછી જોવા મળતી હોય છે. ઉત્કૃષ્ટ શુદ્ધિ અને ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી આવા મહાપુરુષ આપણી વચ્ચે બેઠા છે, તે આપણું અહોભાગ્ય છે.’ પ્રવચન-પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિહેમરત્નસૂરીશ્વરજી મહારાજે થાણા, મુલુન્ડ વગેરે સ્થળોએ કહેલું : વક્તૃત્વ, વિદ્વત્તા આદિ શક્તિના કારણે માનવ-મેદની એકઠી થતી હોય, એવી વ્યક્તિઓ ઘણી જોઈ, પણ વિશિષ્ટ પ્રકારની વક્તૃત્વ શક્તિ વિના એક માત્ર પ્રભુભક્તિના પ્રભાવથી લોકોમાં છવાઈ જનાર આ જ વિભૂતિ જોવા મળી. જેમના દર્શન માટે લોકો ત્રણ-ત્રણ, ચાર-ચાર કલાક સુધી લાઇનમાં ઊભા રહે એવું પહેલીવાર જોવા મળ્યું.’ શ્રી. કલાપૂર્ણપ્રબોધ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૪ જેતી માં યોગઉપયોગ ધ્યાનયોગી આપણાં ચાલતાં અનુષ્ઠાનો મહાન યોગ છે, કારણ કે એ મોક્ષ સાથે જોડી આપે છે. “મોક્ષની સાથે જોડી આપે તે યોગ” આવી યોગની વ્યાખ્યાથી. જૈનેતરો પણ ચકિત થઈ જાય. આ વ્યાખ્યાનો કોણ ઇન્કાર કરી શકે? પતંજલિની વ્યાખ્યા ‘પોશ્ચતવૃતિનિરોધ:3માં શુભવૃત્તિનો પણ નિરોધ થઈ ગયો છે. માટે દોષ છે. ઇચ્છાયોગ પાયો છે. શાસ્ત્રયોગ મધ્યભાગ છે. સામર્થ્ય યોગ શિખર છે. અનાદિકાળથી જે પ્રભુનો વિયોગ છે, એ પ્રભુનો જે સંયોગ કરી આપે તે યોગ છે. જે સ્વામી પર પ્રેમ હોય તેની વાત પર, તેની આજ્ઞા પાલન પર પણ પ્રેમ હોય જ તે જ વચનયોગ છે. પ્રભુનો પ્રેમ પ્રીતિયોગ, અનન્ય નિષ્ઠા તે ભક્તિયોગ. પ્રભુ સાથે તન્મયતા તે અસંગયોગ છે. પ્રીતિયોગ પ્રારંભ છે, અસંગયોગ પરાકાષ્ઠા છે. એક વખત કોઈપણ યોગમાં સ્થિરતા આવી, સ્થિરતા અન્ય આનંદ આવ્યો તો એ અનુષ્ઠાન કદી નહિ ભૂલો. એ આનંદને વારંવાર મેળવવા લલચાશો. ભવના રાગીને વિષય-કષાય વિના ચેન ન પડે. તેમ ભગવાનના રાગીને ભગવાન વિના ચેન ન પડે. આ જ પ્રીતિ યોગ છે. જેના પર પ્રેમ થયો હોય તેને સમર્પિત થવું જ પડે. વફાદાર રહેવું જ પડે, આ ભક્તિયોગ છે, જેને જૈનદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ ૧૧૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ સમર્પિત હોઈએ તેની વાત સ્વીકારવી પડે. “સ્વીકારવી પડે એમ કહેવા કરતાં જ્યાં પ્રેમ-સમર્પણ હોય, સહજ રીતે જ તેમની વાત સ્વીકારાઈ જાય છે. આ જવચનયોગ છે. જેની વાત સ્વીકારી તેની સાથે એકમેક થવાના જ આ અસંગ યોગ છે. - કાયા શાણી છે, વાણી પણ શાણી છે. આપણે કહીએ તે તરત જ માની જાય પણ સવાલ છે મનનો. આપણે કહીએ ને મન માની જાય, એ વાતમાં માલ નહિ, માની જાય એ મન નહિ કાયા માની જાય એટલે સ્થાનયોગ સધાય, વચન માની જાય એટલે વયોગ સધાય. પણ મન જો માની જાય તો જ અર્થયોગ અને આલંબન સધાય. મન ચપળ છે એટલે એકીસાથે ઘણા કામ કરી શકે. અહીં મનને બે કામ સોંપવામાં આવ્યાં છે અર્થ અને આલંબનનાં. કાયા અને વાણીથી અનેક ગણી કર્મ નિર્જરા મન કરાવી આપે છે અને કર્મબંધન પણ એટલું જ કરાવી આપે. પ્રીતિયોગ અસંગ અનુષ્ઠાનનો યોગી અરૂપીનો. આરાધક છે. એના જેટલી નિર્જરી પ્રીતિયોગવાળો ન કરી શકે તે સ્વાભાવિક છે. પણ પ્રારંભ તો પ્રીતિયોગથી જ થશે. પ્રીતિ પછી જ ભક્તિ આવે. જેને તમે ચાહો (પ્રીતિ) તેને જ તમે સમર્પિત (ભક્તિ) થઈ શકો જેને સમર્પિત થઈ શકો તેની જ વાત (વચન) તમે માની શકો. જેની વાત તમારા માટે હંમેશાં શિર સાવદ્ય છે, તેની સાથે જ તમે એકમેક (અસંગ) થઈ શકવાના. પ્રીતિ અને ભક્તિમાં પત્ની અને માતાના પ્રેમ જેવો તફાવત છે. ભક્તિમાં પ્રીતિ છે જ. વચનમાં પ્રગતિ અને ભક્તિ બને છે. અસંગમાં પ્રીતિ, ભક્તિ અને વચન ત્રણેય છે. ૧,000 રૂપિયામાં ૧૦૦; ૧૦000માં ૧૦૦ અને ૧,૦૦,૦૦૦માં ૧૦૦૦૦ રૂ. સમાઈ ગયા છે તેમ ખરેખર તો હજાર રૂપિયા જ વધતાં વધતાં લાખ રૂ. બન્યા છે. એ જ રીતે પ્રીતિ આગળ જતાં અસંગ રૂપે બને છે. યોગશાસ્ત્રમાં મનની ચાર અવસ્થાઓનો વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ શ્રી કલાપૂર્વપ્રબોધ ૧૧૨ Page #121 -------------------------------------------------------------------------- ________________ અને સુલીન સમાવેશ આ ચારમાં થઈ જાય છે. વિક્ષિપ્તઃ વિરુદ્ધ કાર્યોમાં ડૂબી જાય. વાતાયાતઃ બહિર્મુખમન. સુખમાં રાજી અને દુઃખમાં નારાજ. ત્રીજી અવસ્થામાં સત્ત્વ ગુણની અધિકતા છે. આ ત્રણ દશાથી જે ઉપર ઊઠે છે તે એકાગ્ર અવસ્થા સુધી પહોંચે છે. સુલીનઃ પવન રહિત સ્થાનમાં દીવાની જ્યોત સ્થિર હોય છે, તેમ અહીં ચિત્ત સ્થિર થઈ જાય છે. નિરુધ્ધઃ સંકલ્પ-વિકલ્પોનો સંપૂર્ણ ત્યાગ. આત્મસ્વરૂપમાં લીન બનેલા મુનિઓને આવું મન હોય છે. પ્રથમ ત્રણ મન આરાધનામાં ઉપયોગી નથી. યોગક્ષેમ યોગ એટલે મન-વચન આદિ નહિ. પણ “પ્રાપ્તિનામ – નક્ષ-યો:” જે ન મળ્યું હોય તેની પ્રાપ્તિ થવી તે યોગ. માની લો કે કોઈ ગુણ (ક્ષમા આદિ) તમારામાં ખૂટે છે, ભગવાન પાસે તમે માંગો છો. ભગવાન તે મેળવી આપે છે તે યોગ કહેવાય. મેળવી આવ્યા પછી તેની સુરક્ષા કરી આવે તે ક્ષેમ' કહેવાય. તમે નક્કી કર્યું “હું ક્રોધ નહિ કરું, ક્ષમા રાખીશ, પણ પછી એવા પ્રસંગો આવે છે કે ક્રોધ થવો સહજ બની જાય છે. છતાં હૃદયમાં પ્રભુનું સ્મરણ રહે તો તમે ક્રોધના હુમલાથી બચી શકો. તો આ યોગક્ષેમ કહેવાય. પરલોકની અપેક્ષાએ ભગવાન આત્માને નરકાદિ દુર્ગતિથી પણ બચાવીને ક્ષેમ કરતાં રહે છે. આવા યોગક્ષેમ કરનારા નાથ મળવા છતાં તેમને હૃદયથી ન સ્વીકારીએ તો આપણા દુગ્યની પરાકાષ્ઠા કહેવાશે. ઉપયોગ મતિ જ્ઞાનમાં મનનો પ્રયોગ છે, તેમ ચક્ષુ-દર્શન સિવાય અચક્ષુ-દર્શનમાં પણ મનનો પ્રયોગ છે. તે વખતે નિર્વિકલ્પ દશામાં) અચલું દર્શન હોય છે. આત્મા ઉપયોગ લક્ષણ કદી ન છોડે. અગ્નિ બાળવાનું ન છોડે, તેમ આત્મા ઉપયોગ કદી ન છોડે. વિકલ્પો તો કર્મ ચેતનાના છે, ઉપયોગ શાન-ચેતનાનો છે. જીવનું લક્ષણ જ ઉપયોગ છે. ઉપયોગ શુદ્ધિ તે મુક્તિ છે. ગ્રંથીનો ભેદ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ પદાર્થો સમજાય નહિ. તમને જનદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ ૧૧૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ અહીંના પદાર્થો ન સમજાતા હોય તો સમજવું. હજી ગ્રંથીનો ભેદ થયો નથી. ઉપયોગ રહે, વિચારો ન રહે તેવી સ્થિતિ આપણને સમજાતી નથી. કારણ કે તેવી અનુભૂતિ નથી. ઉપયોગમાં શુદ્ધિ નથી. ઉપયોગ અને ધ્યાન એકાર્થક છે. ઉપયોગ એટલે જ ધ્યાન. ધ્યાન એટલે ઉપયોગ ઉપયોગ નથી રહેતો માટે જ આપણી ક્રિયાઓ ધ્યાન નથી બનતી. ઉપયોગ વગરની ક્રિયા. દ્રવ્ય ક્રિયા ગણાય. સ્વાધ્યાયમાં વાચના, પૃચ્છના, પરાવર્તના સુધી હજુ દ્રવ્ય ક્રિયા હોઈ શકે પણ અનુપ્રેક્ષા ઉપયોગ વિના ના જ થઈ શકે માટે અનુપ્રેક્ષા ધ્યાન છે. માત્ર ઉપયોગને સિદ્ધ કરી લઈએ તો બધું ધ્યાનરૂપ બની જાય. જૈનદર્શન માત્ર માનસિક પ્લાન જ નથી માનતું, વાચિક કાયિક પણ ધ્યાન માને છે. વળી તે પ્રવૃત્તિને નિવૃત્તિરૂપ પણ હોય છે. આ મનને સીધું શૂન્ય નથી બનાવવાનું નિર્વિકલ્પની અત્યારની વાતો ખતરનાક છે. પહેલા અશુભ વિચારો રોકો. મન તો બહુ સુંદર સાધન છે. અને શૂન્ય નથી બનાવવાનું એનો સુંદર ઉપયોગ કરવાનો છે. શૂન્ય મનથી જે પાપ ખપે તેના કરતાં શુભ વિચારથી પૂર્ણ બને તેનાથી વધુ પાપો ખપે. પ્રારંભમાં આ રીતે જ સાધના કરવાની છે. હા, આગળની ભૂમિકા મળતાં મન પોતે જ ખસી જશે. આપણે ખસેડવું નહિ પડે. ઉપર જતાં પગથિયાં નીચે જ જાય છે ને ? પગથિયાંને સંપૂર્ણ છોડવાનાં નથી. નિંદવાનાં પણ નથી. ધ્યાન દશામાંથી પાછા નીચે તો આવવું જ પડશે. ત્યારે મન જોઈશે જ ને? અત્યારે લલિતવિસ્તરામાં સામર્થ્યયોગ ચાલી રહ્યો છે, તેના તાત્ત્વિકઅતાત્ત્વિક બે ભેદ છે. સાધુજનોથી સૌને અતાત્ત્વિક સામર્થ્યયોગ મળી જ ગયો છે કારણ કે ઘર આદિનો ત્યાગ કર્યો છે. ગૃહસ્થ જીવનમાં નિશ્ચલ ધ્યાન ન થઈ શકે કારણ કે તેવું વાતાવરણ ઘરમાં જામે જ નહિ. મને આવી પ્રેરણા ન મળી હોત તો હું ઘરમાં જ રહ્યો હોત. અહીં બાહ્ય વાતાવરણ, બાહ્ય તપ વગેરે કેટલા સહાયક બને છે? જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મનો છેહ પૂર્વકોડી વરસો લગે, અજ્ઞાનની કરે તેહ.” ૧૧૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #123 -------------------------------------------------------------------------- ________________ વીર્યોલ્લાસપૂર્વક ક્રિયા કરવાથી જ ધ્યાનનો અગ્નિ પ્રગટે ને ત્યાર પછી જ “જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં” એ વાત લાગુ પડે. ન્યાય-કાવ્યાદિક ગ્રંથો વાંચવાથી જ વીર્યોલ્લાસ વધી જશે એ ભ્રમણા છે. માતા અને પુત્રનો પ્રેમ માતૃવલયમાં વ્યક્ત થયેલો છે. પુત્રનો પ્રેમ અને માતાનું વાત્સલ્ય બન્ને આપણામાં પેદા થાય માટે તેવું ધ્યાન કરવાનો ઉલ્લેખ છે. ૨૪ વલયમાંનું આ એક વલય છે. અહીં સામર્થ્ય યોગની વાત આવી છે. કર્મોને મૂળથી ઉખેડવાની તાકાત સામર્થ્યયોગથી જ આવે છે. ન • ધ્યાન ઃ જૈનદર્શનમાં ધ્યાનના અનેક પ્રકાર બતાવ્યા છે. તે આત્મલક્ષી છે. જે ધ્યાન આત્માની શુદ્ધતાને પ્રગટ ન કરે તેવા પ્રકારો ધ્યાન નથી. કદાચ તેમાં આંશિક માનસિક શાંતિ મળે. પણ આધ્યાત્મિક વિકાસ ન હોય. યદ્યપિ જૈનદર્શનમાં ધ્યાનયોગની ગૌણતા થઈ રહી છે તેને હવે સતેજ કરવાની જરૂર છે. ક્રિયા વ્યર્થ નથી, સાર્થ છે પ્રતિક્રમણ આદિ વિહિત ક્રિયા છે. મનને સ્થિર કરવાના એમાં ઉપાયો છે. એમાં રસ કેળવી જુઓ. ખૂબ જ આનંદ આવશે. તમે પ્રતિક્રમણમાં વેઠ વાળો છો. તમારી ક્રિયાને જોઈને લોકોને પણ થયું. શું પડ્યું છે પ્રતિક્રમણમાં ? ચડાવો અભરાઈ પર. આપણી આનંદભરી ક્રિયાઓ જોઈ બીજાને સ્વયંભૂ પ્રેરણા મળવી જોઈએ. પ્રતિક્રમણ – ચૈત્યવંદન તો મહાન યોગ છે. એ વખતે વાતો તો કરાય જ શી રીતે ? યોગક્રિયાનું આ કેટલું અપમાન છે ? વાતો તો ઠીક, ઉપયોગ પણ બીજે ન જવો જોઈએ. બેઠાબેઠા પ્રતિક્રમણ કર્યું, વાતો કરી. ઉપયોગ ન રાખ્યો. તો આપણે કર્યું શું ? આ યોગ પણ શુદ્ધતાથી ન થાય તો બીજા યોગ શું કરવાના આપણે ? શશીકાન્તભાઈને આ વખતે પ્રતિક્રમણની આ મહત્તા સમજાવી. ગણધરો માટે પણ જે ફરજિયાત છે, તે તમારા માટે જરૂરી નહિ ? પ્રતિક્રમણ છોડીને તમે બીજા કોઈ ધ્યાનયોગ કરી શકો નહિ. બીજા સમયે ભલે કરો, પણ આ ટાઇમ તો પ્રતિક્રમણ માટેનો જ છે. એને ગૌણ બનાવી શકાય નહિ, અવશ્ય પ્રતિક્રમણ કરજો. જૈનદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ ૧૧૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ધ્યાન કરવાની ચીજ નથી. ધ્યાન માટેની ભૂમિકા ઉત્પન્ન કરવાની છે, ભૂમિકા તૈયાર થઈ જશે તો ધ્યાન સહજ રીતે પેદા થઈ જશે. ધ્યાન માટે અલગ પ્રયત્ન કરવાની બહુ જરૂર નથી. માત્ર તમે ભૂમિકા બનાવો, ચિત્તને અરીસા જેવું બનાવો. પ્રભુ-ચન્દ્ર સ્વયં ચમકશે. મન સ્થિર નહિ રહેવાથી કદાચ ધ્યાન ન થઈ શકે, પણ ભાવના તો ભાવી શકીએને? જોકે ધ્યાન પણ ધ્યાવવાની ચીજ છે. માટે જ અતિચારમાં આપણે બોલીએ છીએ. “આર્ત-રૌદ્ર ધ્યાન ધ્યાયા. ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયા નહિ” પદસ્થ ધ્યાનમાં પ્રભુ નામ રૂપસ્થ ધ્યાનમાં પ્રભુ મૂર્તિ, પિંડસ્થ ધ્યાનમાં પ્રભુની અવસ્થાઓ રૂપાતીત ધ્યાનમાં પ્રભુની સિદ્ધાવસ્થા ધ્યાવવાની છે. આગળની ભૂમિકા આવતાં તો અર્થ ચિંતનપૂર્વકનો એક લોગસ્સ પણ કાફી છે. પછી ત્યાં સંખ્યાનો આગ્રહ નથી રહેતો. એ રીતે ઘણો જાપ થયા પછી [અંદર અનાહત નાદ પેદા થયા પછી એક નવકાર બસ છે. ત્યાં સંખ્યાનો આગ્રહ નથી રહેતો. મવયસ પ નાત્કિ | અશબ્દ આત્માને શબ્દથી પકડી શકાતો નથી. પણ આ વાત પકડીને હમણાંથી જ જાપ છોડી નહિ દેતા. જ્ઞાનથી ધ્યાન અલગ નથી, બન્નેનો અભેદ છે. જ્ઞાન જ તીક્ષ્ણ બનીને ધ્યાન બની જાય છે. જ્ઞાનની વિશાળતા થતી જાય તેમ તેમ ધ્યાનની વિશાળતા વધતી જાય. લોકો કહે છે : જૈનદર્શનમાં ધ્યાન નથી, પણ હું કહું છું કે અહીં ધ્યાન છે તે બીજે ક્યાંય નથી. એક વાત સમજી લો કે ધ્યાન એટલે માત્ર એકાગ્રતા નથી, નિર્મળતાપૂર્વકની એકાગ્રતા ધ્યાન છે. શુક્લધ્યાનનો પૂર્વાર્ધ કેવળજ્ઞાન આપે છે ને ઉત્તરાર્ધ અયોગી ગુણઠાણે લઈ જઈ મોક્ષ આપે છે. કેવળજ્ઞાન અને મોક્ષ પણ ધ્યાન વગર ન મળી શકતા હોય તો બીજા ૪િ-૫-૬ વગેરે ગુણઠાણા. ૧૧૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #125 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિના શી રીતે મળી શકે? રાણકપુરના શિલ્પમાં ધ્યાન-વિચારના પ્રાયઃ બધાં જ ધ્યાનો કંડારાયેલાં છે. ચોવીસ માતાઓ સાથે રહેલા બાળક તીર્થંકરની પરસ્પર માતા અને પુત્ર] દૃષ્ટિ મળી રહેલી છે, તેવાં શિલ્પો રાણકપુર | શંખેશ્વર વગેરેમાં છે. ધ્યાનવિચારમાં આ ધ્યાનનું પણ વર્ણન છે. સતત શુભધ્યાન કદાચ આપણે ન રાખી શકીએ, પણ સતત શુભ લેગ્યા જરૂર રાખી શકીએ. ધ્યાન તો અન્તર્મુહૂર્ત સુધી જ રહે, પણ લેયા સતત રહે. ધ્યાન ચાર જ છે. જ્યારે વેશ્યા છ છે. અશુભધ્યાનથી અશુભ લેશ્યા પ્રબળ બને. શુભધ્યાનથી શુભ લેશ્યા પ્રબળ બને. શુભ ધ્યાનથી શુભ લેયા પ્રબળ બને. ધ્યાન દ્વારા શુભ લેશ્યાને પ્રબળ બનાવવાની છે. શુભ ધ્યાન અને શુભ લેક્ષામાં પ્રયત્ન નહિ કરીએ તો અશુભ ધ્યાન અને અશુભ લેયા તો ચાલુ જ છે. આવાં સમાધિસૂત્રો જેમાં રહેલાં હોય, એ પ્રતિક્રમણની ઉપેક્ષા કરીને તમે બીજા કયા ધ્યાનની શોધમાં છો. એ જ મને સમજાતું નથી. જગતના બધા જ ધ્યાનગ્રંથોથી ચડી જાય એવો ગ્રંથ [ધ્યાનવિચાર) આપણી પાસે હોવા છતાં મોટા ભાગના લોકોનું એ તરફ ધ્યાન ગયું જ નથી એ મોટી કરુણતા છે. ધ્યાન-વિચાર ગ્રંથ બહાર પડી ગયો છે. પણ ખોલે જ કોણ? કોઈ મુનિ વ્યાકરણમાં, કોઈ કાવ્યમાં, કોઈ ન્યાયમાં કે કોઈ આગમમાં અટકી જાય છે, પણ ધ્યાન સુધી પહોંચનારા વિરલ હોય છે. ધ્યાન વિના આત્મા સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. આત્મા સુધી ન પહોંચાય ત્યાં સુધી બધું અધૂરું છે. સિદ્ધનું ધ્યાન સિદ્ધોને મળવાના બે ઉપાય. (૧) આઠ કર્મથી મુક્ત થઈને સિદ્ધ બનવું. (૨) ધ્યાનમાં ધ્યેયરૂપે સિદ્ધ લાવવા. આ પણ ન બને તો ત્રીજો ઉપાય જેઓ સિદ્ધોને ધ્યેયરૂપે બનાવીને ધ્યાન ધરે છે તેમનું શરણું પકડી લેવું. નદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ ૧૧૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવ બીજી ગતિમાં જાય છે ત્યારે કાર્મણ – તૈજસ શરીર સાથે હોય છે. કેદીને બીજી કેદમાં લઈ જવામાં આવે ત્યારે સાથે મજબૂત ચોકીદાર હોય ને ! તેમ અહીં પણ કાર્મણ – તૈજસ ચોકીદાર છે. જીવ ક્યાંક છટકે નહિ ! પણ જીવ જ્યારે મોક્ષમાં જાય ત્યારે સાથે કાર્પણ-તૈજસ વગેરે કાંઈ જ હોતું નથી. શુદ્ધ આત્મા મોક્ષે પહોંચી જાય છે. સંસારની કેદમાંથી ત્યારે છુટકારો થાય. બ્રહ્મચારી આત્માનું વસ્ત્ર ઓઢવા મળી જાય તો એની દૃઢતા, પવિત્રતા આપણને મળે એવી આપણને શ્રદ્ધા છે, અનુભવ છે; કારણ કે, એમના પવિત્ર ૫૨માણુઓનો એમાં સંચય થયેલો હોય છે. તેમ સિદ્ધ ભગવંતોએ પોતાના આત્મા દ્વારા પવિત્ર બનાવેલા કર્મ-પુદ્ગલો ક્યાં ગયા ? એ પવિત્ર પુગલો જોકે સર્વત્ર ફેલાઈ જાય, પણ જે ભૂમિ પર નિર્વાણ થાય ત્યાં તો એકદમ ઘટ્ટ થઈને રહે. માટે જ સિદ્ધાચલની આ ભૂમિ પવિત્ર ગણાઈ છે. * ૧૧૮ ઈસુ ઈ.સ.ના ૨૦૦૦ વર્ષ પૂરાં હવે મહાવીરનાં વર્ષો શરૂ થવા જોઈએ. અર્થાત્ લડાઈનાં વર્ષો પૂરાં થયાં હવે મૈત્રીવર્ષોનો પ્રારંભ થવો જોઈએ. બાગમાં ખીલેલાં પુષ્પો જોઈને માનવને વિકલ્પ થયો કે ઓહ ! આવું સુંદર પુષ્પ સાંજે તો કરમાઈ જશે ? પુષ્પ : હે માનવ હું કરમાઈશ ચગદાઈશ પણ સુવાસ ફેલાવીને જઈશ. શું તું એક દિવસ મરવાનો નથી ? પણ શું ફેલાવીને જઈશ ? તમે જૂઠ ન બોલો તો તમારામાં વચનસિદ્ધિની લબ્ધિ પ્રગટ થશે. તમે કોઈને પીડા થાય તેવું મનવચન કાયાથી ન કરો તો ઉપશમની લબ્ધિ પ્રગટ થશે. તમે સંયમનું સુંદર પાલન કરો તો અન્ય લબ્ધિઓ ઉત્પન્ન થશે. પણ સાંભળો આ લબ્ધિ તમારી છે તેમ ન માનશો. તે પ્રભુનો અનુગ્રહ છે, પ્રભાવ છે. શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #127 -------------------------------------------------------------------------- ________________ િ૧૫, કેટલાક જીવંત દેણંત આવા પંચમકાળમાં પણ શાસનના ચાર સ્તંભ થયા. ઉ. ૧. મંદિર – જીર્ણોદ્ધાર કરનાર પૂ. નેમિસૂરિજી ૨. આગમ – જીર્ણોદ્ધાર કરનાર પૂ. સાગરજી મ. ૩. દીક્ષા – જીર્ણોદ્ધાર કરનાર પૂ. પ્રેમસૂરિજી તથા પૂ. રામચન્દ્રસૂરિજી ૪. શ્રાવક – જીર્ણોદ્ધાર કરનાર પૂ. વલ્લભરત્નસૂરિજી. આ ચાર શાસનતંભોએ બહુ જ કામ કર્યું છે. પાછળના વારસદારો માત્ર સંભાળે એટલી જ અપેક્ષા નથી, એને આગળ પણ વધારે. ૧. ભિખારી અને ઉદ્યોગપતિ બન્ને મંદિરમાં ગયા. બન્નેએ એકસરખી પ્રાર્થના કરી: “પ્રભુ! હવે તો કામ કરવું જ પડશે. પંદર દિવસથી પ્રાર્થના કરું છું. મંદિરમાંથી નીકળ્યા પછી ભિખારીએ ભીખ માંગવાનું શરૂ કર્યું ને પેલો ગાડીમાં રવાના થયો. ભિખારીને પચાસ રૂપિયાની નોટ મળતાં તે રાજીનારેડ થઈ ગયો. ખરેખર ભગવાને મારી વાત સાંભળી. પેલા ઉદ્યોગપતિનો માલ જે કોઈ લેતું નહોતું, તેને લેનારા મળી ગયા. રૂપિયા પાંચ લાખનો નફો થયો. બન્નેની સમાન પ્રાર્થના છતાં એકને ૫૦ રૂ. અને બીજાને પાંચ લાખ મળ્યા. ભેદ ભગવાનનો નથી, પણ ભક્તના મનનો છે. ૨. એક કુંભાર ભગવાનની પૂજારી બની ગયો, કાંઈ આવડે નહિ, છતાં મહાવરાથી સુંદર આંગી બનાવતાં શીખી ગયો. નામ રામજી. શંખેશ્વરનો પૂજારી. તે રોજ મારી પાસે આવે. તેણે એક વખત કહ્યું: પત્નીને ગળામાં ગાંઠો થઈ. મહિને હજાર રૂપિયાની દવા. ક્યાંથી લાવવા રૂપિયા? ૭૦૦ રૂપિયાનો જ પગાર. મેં શંખેશ્વર પાર્શ્વનાથજીને પત્ર લખ્યો. પ્રભુ! આપના પર આધાર છે. આપને જે કરવું હોય તે કરજો. બીજે જ દિવસે ગાંઠો ગાયબ ! કેટલાંક જીવંત દચંતા ૧૧૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ આજે પણ એ રામજી પૂજારી પત્ની, બાળકો વગેરે વિદ્યમાન છે. આ પ્રત્યક્ષ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાનના જાપમાં કોઈ કચાશ રાખશો નહિ. ૧૩. વૃદ્ધાવસ્થામાં સંગમાચાર્ય સ્થિરવાસ રહેલા. એક વખતે તેમનો કોઈ પ્રશિષ્ટ ગોચરી નહિ મળતાં કંટાળેલો જોઈ આચાર્ય તેની સમાધિ માટે એક ઘરે રડતી છોકરીને ચપટી વગાડીને શાંત કરી. આથી ખુશ થયેલા ગૃહસ્થ પાસેથી ગોચરી અપાવી. શિષ્ય ઊલટી ખોપરીનો હતો. તેણે વિચાર્યું : જોયું ? આટલી વાર મને ફેરવી કરીને હવે ગોચરી અપાવી. ત્યાં ગોચરી ન લેતા પોતે સારી ગોચરી લેવા સ્થાપિત ઘરોમાં ઊપડી ગયો. પેલો શિષ્ય આખો દિવસ દોષો જ જોયા કરતો. આવા દોષવાળા, એકલવિહારી ગુરુ સાથે ન રહેવાય એમ માનીને અલગ ઓરડામાં રહ્યો. રાત્રે શાસનદેવીએ ઘોર અંધારું કરતાં પેલો ડર્યો ને આચાર્ય ભગવંતને પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે આચાર્ય ભગવંતે આંગળી ઊંચી કરતાં લબ્ધિથી પ્રકાશ રેલાયો. ૩૧ ત્યારે પેલાએ વિચાર્યું : અરે ! આ આચાર્ય તો અગ્નિકાયનું પણ સેવન કરે છે. હવે હદ થઈ ગઈ. શાસનદેવીથી ન રહેવાયું. પેલા શિષ્યની જોરદાર તર્જના કરી. છતાં ગુરુ તો ગુરુ જ હતા. તમે જ્યારે તમારા આત્મધર્મમાં સંપૂર્ણ બનો છો ત્યારે આસપાસના દેવો તમારી રક્ષા કરવા આવશે જ. ૪. “ગુરુ દરેક માટે નિશ્ચિત છે. યોગ્ય સમયે મળે છે, જંગલમાં અમુક વૃક્ષની ડાળ નીચે તને મળશે.” આ સાંભળતાં શિષ્ય દોડ્યો. પાંચ વર્ષ સુધી જંગલમાં રખડ્યો. પણ ક્યાંય પત્તો ન લાગ્યો. ગુરુ છે તો વૃક્ષ નથી, વૃક્ષ છે તો ગુરુ નથી. ક્યાંક મારી સમજમાં ભૂલ તો નથી ? પછી યાદ આવ્યું; એ જ ગુરુ વૃક્ષ નીચે હતા. ફરી પાંચ વર્ષે એ જ ગુરુ વૃક્ષ નીચે મળ્યા. તે વખતે પણ તેઓ તે જ વૃક્ષ નીચે ઊભા હતા. શિષ્યે પોતાની વેદના ઠાલવી; મને તો ખ્યાલ નહોતો ને ? જરા કહેવું તો હતું. પાંચ-પાંચ વર્ષ સુધી મારા ટાંટિયાની કઢી કરી નાખી.” માારે પાંચ વર્ષ સુધી તારા માટે એક ઠેકાણે ચોંટી રહેવું પડ્યું તેનું શું ? તારા શિષ્યત્વની પરિપક્વતા તે વખતે નહોતી. એ વિના સદ્દગુરુયોગ શ્રી કલાપૂર્ણપ્રબોધ ૧૨૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે નહિ.” ગુરુએ કહ્યું. ૫. ઝાંઝણ મંત્રી મોટો સંઘ લઈને કર્ણાવતી આજનું અમદાવાદ આવ્યો. વિરધવલનો વંશજ સારંગદેવ રાજા હતો. મંત્રીને કહ્યું તમે જમવા આવજો. સાથે કેટલાક સારા માણસોને લાવજો. ઝાંઝણઃ “અહીં બધા જ સારા માણસો છે. એકને પણ મૂકીને ન આવી શકું. બધાને જમાડવાની તૈયારી હોય તો જ હું આવી શકું.” રાજા: “મારી આ તાકાત નથી.” ઝંઝણઃ “આખા ગુજરાતને હું જમાડું, તમે પધારજો.” ૧૦ દિવસ સુધી ઝાંઝણે ગુજરાતને જમાડ્યું. ત્યાર પછી પણ મીઠાઈઓના ભંડાર ભરેલા હતા. આ જ પ્રમાણે તેજપાલ, વસ્તુપાલ, કુમારપાલ જેવા નરરત્નો આ ધરતી પર થયા છે. તેમની નિસ્પૃહતા આદરણીય છે. ૬. એક અજૈન છોકરો વારંવાર નાળિયેર લેવા આવતો હતો. ટ્રસ્ટીઓની ચકોર નજરથી આ છાનું ન રહ્યું. ટ્રસ્ટીઓએ એ છોકરાને પકડ્યો, ધમકાવ્યો, અને ૧૫-૨૦ પ્રભાવનાનાં નાળિયેર કઢાવ્યાં. પૂજ્ય શ્રી આ દશ્ય જોઈ રહ્યા હતા. તેમણે પેલા જૈનેતર છોકરાને બોલાવ્યો. ધમકાવતા ટ્રસ્ટીઓને અટકાવ્યા. ૧૫-૨૦ નાળિયેર છોકરાને પાછાં અપાવ્યાં અને કહ્યું, રોજ તું મારી પાસે આવજે. - શિવપા નામનો આ લિંગયાતી બ્રાહ્મણશિશુ રોજ પૂજ્યશ્રી પાસે આવવા લાગ્યો. થોડા સમયમાં પાંચ પ્રતિક્રમણ શીખી ગયો. પૂજ્યશ્રીના અપાર વાત્સલ્યથી મુગ્ધ થયેલો તે દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. આ બાળક ને પૂજ્ય આચાર્યશ્રી વિજય ગુણાનંદસૂરિજી મહારાજ. જેમની પાસે પૂ. ચંદ્રશેખર વિ, પૂ. રત્નસુંદર વિ. જેવા અનેક પ્રભાવક ભણી ચૂક્યા અનાર્ય દેશના આર્દ્રકુમારે અભયકુમાર સાથે સંબંધ બાંધ્યો એટલે આદ્રકુમારનું કામ થઈ ગયું. મયણાનો સંબંધ થયો ને કુષ્ઠી શ્રીપાળ મહાન શ્રીપાળ બન્યો. મયણાને માતાનો, ગુરુ મુનિચંદ્ર સૂરિજીનો સંબંધ થયો ને તે સમ્યકત્વી બની. કેટલાંક જીવંત દર્ગત ૧૨૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને પામેલાનો સંબંધ થાય ને તેનું કલ્યાણ ન થાય એવું બને જ નહિ. ૭. જયપુરમાં વિ.સં. ૨૦૪૨] એક ભાઈ આવ્યો. મેં નવકારની બાધાની વાત કરી તો કહેવા લાગ્યો : મહીસાન..! નવકાર ગિનને તે વયા પાયા ? રોટીસોટી...વોતને હૈ क्या पेट भर जायेगा ? अरिहंत .....अरिहंत बोलनेसे क्या मोक्ष हो जायेगा ? मुझे बात नहीं बैठती। મેં એને અર્ધો કલાક સુધી સમજાવ્યો પણ પેલો માનવા તૈયાર જ ન થયો. મેં છેવટે કહ્યું: “રીઢા ૩પછી નૈસી પરની કાપો સ મિ7ો.... मैं तो प्रभु से यही प्रार्थना करूँगा । लो, यह वासक्षेप ।" પેલો ભાઈ વાસક્ષેપ લઈને ચાલતો થયો. મને થયું; આ બિચારો નવકારની નિંદા કરીને કેટલાં કર્મ બાંધશે ? બજારમાં જઈને પેલો સાંજે પાછો ફર્યો ને કહેવા લાગ્યો : “ગુરુવ...! પ્રતિજ્ઞા લે તો / મેરી 17 થી વિના માવાન #ા નામ लिये किसी का आत्मकल्याण नहीं हो सकता ।'' તેણે એક માળાની બાધા સામે ચડીને લીધી. મને સંતોષ થયો. ૮. રાજાએ નૈમિતિકને ભવિષ્ય પૂછતાં તેણે કહ્યું: “આ વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે.” રાજા વગેરે સ્તબ્ધ થઈ ગયા. શેઠિયાઓએ તરત જ અનાજ આદિ સંઘરવાનું શરૂ કર્યું. પણ અષાઢ મહિનો આવતાં જ મેઘ તો મુશળધાર વરસી પડ્યો. દુકાળની વાત ખોટી પડી. જોષીને પૂછતાં તેણે કહ્યું: ગ્રહોના આધારે હજુ પણ હું કહું છું દુકાળ જ પડવો જોઈએ. પણ વરસાદ કેમ પડ્યો? તે મને સમજાતું નથી. કોઈ જ્ઞાનીને પૂછીએ તો ખબર પડે. કેવળજ્ઞાનીને પૂછતાં તેમણે કહ્યું: જોષી પોતાના બોધ પ્રમાણે ખોટો નથી. પણ જ્યોતિષથી ધર્મનો પ્રભાવ ખૂબ જ ઉચ્ચ છે, જે જ્ઞાની સિવાય કોઈ સમજી શકે નહિ. તમારા નગરમાં શેઠને ત્યાં જે પુણ્યવાન બાળકનો 2 કલાપૂર્ણપ્રબોધ ૧૨૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ જન્મ થયો છે, તેના પ્રભાવે દેશમાંથી દુકાળ સુકાળમાં પલટાઈ ગયો છે. એ જીવે પૂર્વ જન્મમાં ખૂબ જ જીવદયા પાળેલી તેના પ્રભાવે આમ થયેલું છે. એક માણસનું પુણ્ય શું કામ કરે છે? પરોપકાર શું કામ કરે છે? તેનું આ જ્વલંત ઉદાહરણ છે. આપણે મોઢેથી શરણાગતિ બોલીએ છીએ પણ બધું આપણી પાસે રાખીને. મારાં ઘર, ધન-માલ-મિલકત, મારા શિષ્યો, સમુદાય, માન્યતા વગેરે સમર્પણ માત્ર મન-વચન કાયાનું જ નહીં. આત્માનું પણ સમર્પણ કરવાનું છે. ઇન્દ્રભૂતિ ગૌતમે એ કર્યું અને પામી ગયા. એક બાબાજી ચોરોથી પ્રભાવિત થઈ એવા વશ થયેલા કે ચોરો તમામ સંપત્તિ લૂંટીને ભાગી ગયા તોય ખબર ન પડી. સગાંવહાલાંઓએ ચેતવ્યા પણ ન સાંભળ્યું તેમ આપણા આત્માની દશા આવી છે. મોદાદિ ચોરોથી પ્રભાવિત થયા છીએ. તે બધું તૂટી જાય છે તો પણ ખબર નથી પડતી. સદ્દગુરુ સમજાવે પણ જીવ માનતો નથી. બીમાર વ્યક્તિને આહાર ગ્રહણની ઈચ્છા થતી નથી, જો થાય તો રોગ ગયો સમજવો. તેમ સંસાર રાગ-ભવ રોગની તીવ્રતામાં ધર્મની ઇચ્છા થતી નથી. વિષયાભિલાષાનો અતિરેક ધર્મની ઇચ્છા થવા ન દે, જો તીવ્ર ઇચ્છા થાય તો સમજવું કે રોગ ગયો. સસ્તામાં લીધેલું સોનું આજે મૂલ્યવાન થઈ ગયું તેમ નાનપણમાં મળેલા સંસ્કારજ્ઞાન આજે મૂલ્યવાન થઈ જાય. કેટલાંક જીવંત દચંત ૧૨૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિ૬ પછીની સ્વાનુભૂતિની ઝલક | સિદ્ધર્ષિ ગણિ બૌદ્ધ દર્શનનો અભ્યાસ કરવા ગયેલા ત્યાં જઈ ચલચિત્તવાળા બન્યા. આજે પણ આવું બને છે ને ? વિપશ્યનાની ૧૧ દિવસની શિબિર કરીને આત્માનુભૂતિ થઈ ગયાનો દાવો કરનારા ઓછા નથી. આવા ઘણા લોકો આત્માનુભૂતિના ભ્રમમાં પૂજાદિ સર્વ છોડી માર્ગભ્રષ્ટ બનતા હોય છે. એક દાખલો બતાવું. રાજનાંદગાંવમાં મેં ચતુર્થ વ્રત બ્રહ્મચર્ય લીધું એટલે લોકોએ અફવા ઉડાવી. આ અક્ષયરાજજી તો દીક્ષા લેવાનો છે. ત્યારે મારા મનમાંય નહોતું. દીક્ષાની કોઈ વાત જ નહોતી. સંયોગ પણ ન હતા. પણ બે જ વર્ષ પછી દીક્ષાના ભાવ જાગ્યા. હું તે વખતે કહેતો : ‘તમારી વાત સાચી પડો.” નાનપણમાં પૂજામાં “સંયમ કબહી મિલે સસનેહી પ્યારા.” બોલતાં લાગતું કે હું ક્યારે સંયમ સ્વીકારીશ? બચપણની આપણી ભાવના જ મોટી ઉંમરે સાકાર બને છે. તમને શું? મને પણ જીવલેણ વ્યાધિ આવી છે તે વખતે ભગવાનના તત્ત્વજ્ઞાને જ મને દુર્ગાનથી બચાવ્યો છે. નહિ તો તે વખતે ગુસ્સો પણ આવી જાય. કોઈ સેવા કરતું નથી વગેરે. પણ એક આંગળીની પીડા બીજી આંગળી લઈ શકતી નથી તો આપણી પીડા બીજા કેમ લઈ શકે? મને પોતાને પણ આવો અનુભવ થાય છે. જે ભક્ત ભગવાનને સમર્પિત થઈ ગયો તેની બધી અધૂરાશ પૂરી કરવા ભગવાન બંધાયેલા છે, એમ મને તો સતત લાગી રહ્યું છે. હું બહુ ભક્તિ વગેરે કરતો. દીક્ષા લેવાના કોઈ જ મારા ભાવ નહોતા, ૧૨૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #133 -------------------------------------------------------------------------- ________________ છતાં લોકોમાં ત્યારે એવી વાતો ચાલતી. અક્ષય દીક્ષા લેવાનો છે. હું ત્યારે વિચારતો : લોકોના ભાવ સફળ થાય અને મને ખરેખર દીક્ષા મળી. હું દીક્ષા લેવા તૈયાર થયો ત્યારે ઘરનાં અમુક વડીલો કહેતા : અક્ષય ! તમે તો મહાન શ્રાવક આનંદ અને કામદેવથી પણ વધ્યા. તેમણે પણ દીક્ષા નહોતી લીધી. તમે લેવા તૈયાર થયા છો. એવા તમે કયા મોટા ? ઘેર રહી સાધના નથી થતી ? શાસ્ત્રીય વાતનો પણ માણસ કેવો દુરુપયોગ કરે છે ? શાસ્ત્રમાંથી પણ પોતાને અનુકૂળ તર્ક માણસ કઈ રીતે શોધી કાઢે છે ? તેનો આ નમૂનો છે. 1 જ્ઞાન, દર્શન, ચારિત્રનો જેનાથી લાભ થાય તે બધી જ ચીજોને સામાયિક કહેવાય. એક તાળાની છ ચાવી છે. છએ છ ચાવી લગાવો તો જ તાળું ખૂલે. પાંચ લગાવો ને એક સામાયિક (સમતા)ની ચાવી ન લગાવો તો આત્મમંદિરનાં દરવાજા નહિ ખૂલે એ મારો અનુભવ છે. ન મારી પોતાની મદ્રાસમાં એવી સ્થિતિ થઈ ગયેલી કે મુહપત્તીના બોલ યાદ ન આવે પટ્ટ વખતે મોટી શાંતિ ભૂલી જાઉં. આજન્મમાં પણ શરીર આવો દો આપી શકે તો આગામી જન્મોમાં તો શું થશે ? તેની કલ્પના તો કરો. મેં ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી પહેલેથી અધ્યાત્મની રુચિ આમા રામઃ રામૌ રામાઃ” ભણવું ક્યાં ગમે ? પણ દૃઢ સંકલ્પ હતો : અનુવાદ માત્ર વાસી માલ છે. કર્તાનો સીધો આશય જાણવો હોય તો સંસ્કૃત શીખવું જ જોઈએ. ૮-૧૦ વર્ષે શીખી ગયો. ક્યાંય કંટાળો ન આવે, જ્ઞાન પોતે જ કંટાળો દૂર કરનારું છે. ત્યાં કંટાળાને સવાલ જ ક્યાં છે ? રુચિપૂર્વક ભણીને જુઓ. એમાં રસ કેળવો, કંટાળો ક્યાંય ભાગી જશે. હું તો મારા અનુભવથી કહું છું : બાહ્ય-આંતર આપત્તિઓમાં ભગવાન રક્ષણ કરે જ છે. જીવનમાં ખૂટતી આધ્યાત્મિક શક્તિઓને પૂરતી કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે યા તો વ્યક્તિ મળે યા પંક્તિ મળી જાય. નવકાર ગણીને હું પુસ્તક ખોલું, જે નીકળે તેમાં ભગવાનનો આદેશ સમજી હું અમલ કરું અને સરળતા મળે. અત્યારે ભગવાન સિવાય મને કોનો આધાર છે ? અનુભવથી કહું છું ભગવાન સતત યોગક્ષેમ કરતાં જ રહે છે. ઠેઠ મોક્ષ પૂજ્યશ્રીની સ્વાનુભૂતિની ઝલક ૯ ૧૨૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ સુધી સતત યોગક્ષેમ કરતાં જ રહે છે. વળી પ્રભુકૃપા અનુભવું કે એવો મેં જાતઅનુભવ અનેક વાર કર્યો છે. અનેક અનેક પ્રસંગોમાં કર્યો છે. દા.ત. તમે કોઈ પ્રશ્ન કર્યો ને મેં તરત જ જવાબ આપ્યો, ત્યાં હું ભગવાનની કૃપા જોઉં છું. ક્યારેક એકાદ કલાક પછી ભગવાન આવીને જવાબ કહી જાય છે. ભગવાનનું જ છે. ભગવાને જો અપાવવા ઇચ્છતા હશે તો અપાવશે. જવાબદારી એમની છે. ક્યારેક તબિયત અસ્વસ્થ હોય છતાં ભગવાનને યાદ કરીને વાચના માટે ઝુકાવી દઉં. યોગક્ષેમ કરનારા ભગવાન બેઠા છે પછી ચિંતા શી? મારી જ વાત કરું. ક્ષણ વાર પ્રભુનાં વાક્યો ભુલાઈ જાય તો હું આકુળવ્યાકુળ થઈ જાઉં. આનંદઘનજીની ભાષામાં કહું તો – મનડુ કિમહી ન બાજે કુંથુજીન” હે કુંથુંજીન મારું મન ઠેકાણે નથી રહેતું. અધ્યાત્મ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે.” મેં જે પણ પુસ્તકાદિ લખેલાં છે, તે બધામાં તમે શાસ્ત્ર-પાઠો જોઈ શકશો. હવે તો એવો આત્મવિશ્વાસ થઈ ગયો છે કે જે પણ હું બોલું તે શાસ્ત્ર-સાપેક્ષ જ હોય. કદાચ અત્યારે શાસ્ત્ર-પાઠ ન મળે તો પછી પણ મળી જ આવે. મને પોતાને ગૃહસ્થપણામાં બે-ચાર વર્ષ સુધી આવો અનુભવ થયેલો. સંસારમાં રહું ખરો, પણ વેદના પારાવાર છ કાયની હિંસા ક્યાં સુધી કરવાની? મનમાં સતત વેદના રહેતી. જે આત્મા પૂજાથી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચારિત્ર ભગવાનની પૂજાભક્તિના પ્રભાવથી જ મળ્યું છે, એમ હું માનું છું. અમે દક્ષિણ વગેરેમાં ગયા તે કાંઈ ફરવા કે પ્રસિદ્ધિ માટે નથી ગયા. એ વાત હવે પૂરી થઈ ગઈ. વધુ પ્રસિદ્ધિ એ મારા માટે તો સાધનાનું મોટું પલિમંથ વિબ) મેલ બની ગયું છે. અમારા કલોદીમાં વીંછી ઘણા, એમાં અમારું ઘર વીંછીનું ઘર. રોજ ૧૨૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #135 -------------------------------------------------------------------------- ________________ પિતાજી ૧૫/૨૦ વીંછી એકઠા કરીને જંગલમાં મૂકી આવે. એક વખત બનિયન પહેરતાં કાંટા જેવું લાગ્યું. જોયું તો મોટો વીંછી. સંભાળને બહાર મૂક્યો ૨૯ વર્ષમાં મને વીંછી કરડ્યો નથી હું માનું છું આ જીવદયાનો પ્રભાવ છે. આપણું અંત:કરણ જીવદયાથી ભરેલું હોય તો કોણ શું કરી શકે? એક નવકારના કાઉસ્સગ્નમાં પણ એ તાકાત છે કે તમને સમાધિ આપી દે. ભલે એક નવકાર ખૂબ જ નાની ક્રિયા હોય પણ, તેની ઊર્જા ઘણી છે. પૂ. પંન્યાસજીની આ અખંડ શિખ છે. મેં તેમનામાં આ દર્શન કર્યું છે. મારો પણ આ જ અનુભવ છે, મને તેમાંથી જ અધ્યાત્મ પ્રગટ થયું છે. - જ્ઞાનસાર જેવા ગ્રંથ તો મારો પ્રાણ છે. ધર્મસભામાં મારે બેસવાનું હોય. મારું ચિત્ત એ ગ્રંથની નોંધમાં ચટેલ રહે. તેથી કહું છું આ ગ્રંથ સી હૈયામાં ધારણ કરો. એ મુક્તિદાતા બની શકે તેવા રહસ્યો તેમાં છે. પ્રભુભક્તિમાં મેં તો સાક્ષાત મુક્તિના દર્શન કર્યા છે. એથી તો પ્રભુને છોડતો જ નથી. આત્મા પ્રભુમય બની ગયો છે પછી ક્યાં છૂટે! આમ આત્મા પરમાત્માનું ઐક્ય કરાવનાર સાચા હૃદયની ભક્તિ છે. હું તો પરમાત્માની ભક્તિ કરું અને આત્માના એક એક પ્રદેશે સ્વરૂપાનંદ પ્રગટે. આ મારો અનુભવ છે. સમયનું ભાન ન રહે. ન દેહનું ભાન રહે. શિષ્યો કંઈ સંકેત કરે ત્યારે ઉપયોગ બહાર આવે. છતાં કંઈ ભક્તિની મસ્તી જાય નહિ એ તો નિરંતર શ્વાસની જેમ રહ્યા કરે. જેને ભક્તિ દ્વારા મુક્તિ પામી શકાય છે તેવી શ્રદ્ધા નથી. આવી ખાટલે જ ખોટ હોય ત્યાં પ્રભુની શક્તિ – યોગબળ તેમને શું સહાય કરે ? મારો જ અનુભવ કહું મને તો ભક્તિમાં સાક્ષાત પરમાત્માની કૃપાનો અનુભવ થાય છે. ત્યારે મારા આત્મા અને પરમાત્માનો ભેદ જ ભૂંસાઈ જાય છે. એવા અનુભવમાં જતાં પહેલાં સંસારનો ભાવ છૂટવો જોઈએ જેને સંસાર સાચવીને ભક્તિ કરવી છે તેને આત્મા પરમાત્માનું દર્શન શક્ય નથી. તેવા ભ્રમિત મનવાળા લોકો ઘણા છે તેમની વાત સાચી ન માનશો. ખોટનો ધંધો છે, ભગવાન છે જ (હાથ લાંબો કરીને) આ રહ્યા એ જોવા અનોખી આંખ જોઈએ. પૂજ્યશ્રીની સ્વાનુભૂતિની ઝલક ૧૨૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પત્રશ્રીના સુભાષિત પ્રભુને નમે તે નમનીય બને. પ્રભુને પૂજે તે પૂજનીય બને. પ્રભુને સ્તવે તે સ્તવનીય બને આ ભગવાન એવા જ છે: પોતાનું પદ આપનારા છે. સૂર્યમુખી દિન મેં ખીલતા હૈ પર રાતમેં નહીં. ચન્દ્રમુખી રાતમેં ખીલતા હૈ, પર પ્રભાતમેં નહીં અન્તર્મુખી હર પલ ખીલતા હી રહતા હૈ, ક્યોંકિ ઉસકી પ્રસન્નતા કિસીકે હાથમેં નહીં.' “એવું જ્ઞાન આપો, જેથી નિરંતર અજ્ઞાનનું ભાન થતું રહે. એવો વૈરાગ્ય આપો, જેમાં અમારી આસક્તિ ઓગળતી જાય. એવી ભક્તિ આપો, જેમાં અહંકારનો પર્વત ચૂરચૂર થઈ જાય.” બધા દોષોને પેદા કરનાર અહંકાર છે. બધા ગુણોને પેદા કરનાર નમસ્કાર છે. અહંકાર સંસારનું બીજ છે; નમસ્કાર મુક્તિનું બીજ છે. આપણે ક્યાં રહેવું છે? મુક્તિમાં કે સંસારમાં? અહંકાર ન છોડીએ તો મુક્તિની સાધના શી રીતે શરૂ થાય? દૂધની ઘનતા માપવા લેક્ટોમીટર, વીજળીનું દબાણ માપવા વોલ્ટમીટર, હવાનું દબાણ માટે બેરોમીટર, ગરમી માપવા માટે થર્મોમીટર તેમ પ્રભુ-ભક્તિ માપવા માટે ચિત્ત પ્રસન્નતા. જંગલમાં જતા કોઈ માણસને ચાર સ્ત્રીઓ મળી. એમનાં નામો હતા; બુદ્ધિ, લજ્જા, હિમ્મત અને તંદુરસ્તી માણસે પૂછ્યું તમે ક્યાં રહો છો? અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.” ૧૨૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #137 -------------------------------------------------------------------------- ________________ જવાબ સાંભળીને તે આગળ ચાલ્યો ત્યારે તેને ચાર પુરુષ મળ્યા. તેમનાં નામ હતાં; ક્રોધ, લોભ, ભય અને રોગ. પૂછ્યું તમે ક્યાં રહો છો? “અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.’” “અરે ! ત્યાં તો પેલી સ્ત્રીઓ રહે છે !” ‘“તમારી વાત ખરી... પણ અમારું આગમન થતાં જ તેઓ ઘર છોડીને ભાગી જાય છે.’” ક્રોધથી બુદ્ધિ, લોભથી લજ્જા, ભયથી હિંમત અને રોગથી તંદુરસ્તી નષ્ટ થાય છે. છાસમાં માખણ હોય તો વાંધો નહિ, પણ માખણમાં છાસ ન જોઈએ. કોલસામાં હીરો આવી જાય તો વાંધો નહિ, પણ હીરા લેતાં કોલસો ન આવવો જોઈએ. સિગારેટ પીતાંપીતાં પ્રભુને ભજવામાં વાંધો નહિ. પણ પ્રભુ-ભજન કરતાં કરતાં સિગારેટ ન જ જોઈએ. ઝેરમાં ભેળસેળ હોય તો વાંધો નહિ. પણ મીઠાઈમાં ઝેરની ભેળસેળ ન જ જોઈએ. પાણી ૫૨ હોડી હોય તો વાંધો નહિ. પણ હોડીમાં પાણી ન જોઈએ. સંસારમાં પ્રભુ યાદ આવે તો વાંધો નહિ. પ્રભુ-ભક્તિમાં સંસાર યાદ ન આવવો જોઈએ. નિર્વિકલ્પ દશા. આત્માનું (ઘરનું) ઘર [શુક્લ ધ્યાન] શુભ વિકલ્પ : મિત્રનું ઘ૨ [ધર્મધ્યાન] અશુભ વિકલ્પ : શત્રુનું ઘ૨ [આર્તધ્યાન] દુષ્ટ વિચાર : શેતાનનું ઘર [રૌદ્ર ધ્યાન] તપ તો જ સફ્ળ બને, જો સાથે ક્ષમા હોય. નિયમ તો જ સફ્ળ બને, જો સાથે વિનય હોય. ગુણ તો જ પ્રશંસા પામશે, જો વિનય હોય. (૧) પ્રત્યાખ્યાન એટલે મારું નથી તેનો ત્યાગ. પચ્ચક્ખાણ ત્યારે જ લેવાય, જ્યારે શેષ બચી રહેલી વસ્તુ (આત્મા)ની શ્રદ્ધા હોય. (૨) આત્મા નિત્ય છે. કાર્યોત્સર્ગ : કાયાના ઉત્સર્ગ (ત્યાગ) પછી બચે છે તે નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. પ્રતિક્રમણ : પાપથી પાછા હટવું. પોતે કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે. માટે પ્રતિક્રમણ દ્વારા પાપથી પાછા પોતાને જ પૂજ્યશ્રીના સુભાષિત ૧૨૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ ફરવું પડે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. ગુરુવંદન જેમ ગુરુ ભગવંત પોતાના સ્વરૂપના ભોક્તા છે તેમ તે જ વંદન, વંદન કરનારને સ્વરૂપનું ભોક્તાપણું આપે. અથવા ગુરુવંદન કર્મના ભોગવટામાંથી છૂટકારો આપે. - (૫) મોક્ષ છે : ચતુર્વિંશતિસ્તવ (લોગસ્સ) સિદ્ધા સિધ્ધિ મમ દિસંતુ સિદ્ધો મને મોક્ષ આપે. સિદ્ધને નમસ્કાર તો જ થઈ શકે જો મોક્ષ હોય. (૬) મોક્ષનો ઉપાય છે : સમાયિક = સમતા – સમતાથી કર્મનો ક્ષય, કર્મક્ષયથી નિર્જરા નિર્જરાથી મોક્ષ, સમતા એ મોક્ષનો ઉપાય છે. અરિહંત : ક્રોધને છોડી ક્ષમાશીલ બનો. જુઓ મેં મારા જીવનમાં દુશ્મનો તરફ પણ ક્રોધ કર્યો નથી. સિદ્ધ : માન છોડી નમ્ર બનો. નાનાને પણ બહુમાન ભાવથી જુઓ. હું નિગોદના જીવને પણ મારો સાધર્મિક બંધુ ગણું છું. સાધુ ઃ માયા છોડી સરળ બનો. સરળ હોય છે તે જ સાધુ બને છે ને તેની જ શુદ્ધિ થાય છે. = ધર્મ : લોભ છોડી સંતોષી બનો. હું જ પરલોકમાં ચાલનાર વાસ્તવિક ધન છું. મને જે અપનાવશે તે સંતોષી બનશે. ભગવાન ક્યાં છે તે ન પૂછો. તમે ક્યાં છો તે પૂછો. બોલાવ્યે શાન્ત થાય કો ક્ષમાવાન થાય પ્રસંગે ધૈર્યવાન થાય જરૂરિયાતે વિશાળ થાય ભૂમિકાએ સંયમી થાય વિચાર્યે સંસ્કારી થાય. માનવ જો..... ઔચિત્યે સાત્વિક થાય અધિકારે પ્રૌઢ થાય ચારિત્ર્યબળે સૌનો વિશ્વાસુ થાય. ૧૩૦ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #139 -------------------------------------------------------------------------- ________________ તો જીવન નંદનવન બને. જે રીતે કર્મ બાંધીએ તે રીતે ઉદયમાં આવે. ખાવામાં અંતરાય કરો તો ખાવાનું ન મળે. તપમાં અંતરાય કરો તો તપ ન કરી શકો. ધનમાં અંતરાય કરો તો દાન ન કરી શકો. ચાર કથા ચાર સંજ્ઞા વધારે. સ્ત્રીકથા : મૈથુનસંજ્ઞાન વધારે. ભક્તકથા : આહારસંજ્ઞા વધારે. દેશકથા : ભયસંજ્ઞા વધારે પાડોશી દેશોના લશ્કરની વાત સાંભળતાં યુદ્ધાદિનો ભય લાગે) રાજકથાઃ પરિગ્રસંશા વધારે (રાજાઓના વૈભવનું વર્ણન સાંભળીને તેવી તેવી ચીજો લાવવાની ઇચ્છા થાય) તળેટીએ અરૂપ પરમાત્મા મંદિરોમાં રૂપ પરમાત્મા. ઉપાશ્રયોમાં વેષ પરમાત્મા વ્યાખ્યાનાદિમાં શબ્દ પરમાત્મા. સર્વના હૃદયમાં શ્રદ્ધા પરમાત્મા. સુવાક્ય દેવ પાસેથી દર્શન, ગુરુ પાસેથી જ્ઞાન ધર્મ પાસેથી ચારિત્ર મળે. આહારના જ્ઞાનમાત્રથી ભૂખ ન ભાંગે. દવાની જાણકારી માત્રથી આરોગ્ય ન મળે. ચૈત્યવંદનાની જાણકારી માત્રથી સફળતા ન મળે. નદી ભલે ભયંકર હોય, પુલ પર ચાલનારને ભય નથી. મજબૂત નાવડી પર બેસનારને ભય નથી. સંસાર ભલે ભયંકર હોય, પણ એના શાસનમાં બેસનારને ભય નથી. ગુલાબને કહેવું નથી પડતું: ભમરાઓ! તમે આવજો. ક પાસેથી નથી " ન મળ પૂજ્યશ્રીના સુભાષિત ૧૩૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ તળાવને કહેવું નથી પડતું: માછલીઓ તમે આવજો. યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર મળી જ રહે છે. જેના ક્રોધાદિ સાજા તેનો આત્મા માંદો. જેના ક્રોધાદિ માંદા તેનો આત્મા સાજો. વિષય-કષાયને સોંપેલું મન સંસાર બનાવી આપે, ભગવાનને સોંપેલું મન ભગવાન મેળવી આપે. દેવને જાણવા ચૈત્યવંદન ભાષ્ય, ગુરુને જાણવા ગુરુવંદન ભાષ્ય, ધર્મ (લય)ને જાણવા પચ્ચખ્ખાણ ભાષ્ય. મન શાંત થાય છે ત્યારે આત્માનો સહજ શાંત પ્રકાશ પ્રગટે છે, અવિદ્યા ભસ્મિભૂત થઈ જાય છે. મોહનું અંધારું ટળી જાય છે. શરીર હું છું – બહિરાત્મા. આત્મા હું છું – અંતરાત્મા. પરમ ચૈતન્ય હું છું (કર્મો જતા રહ્યા છે.) પરમાત્મા. જેટલા અંશે પરસ્પૃહા તેટલા અંશે દુઃખ ! ધન, માન, પદ, પ્રતિષ્ઠા વગેરેની સ્પૃહા વધુ ને વધુ દુઃખી બનાવનારી છે, એ નોંધી લેવું જોઈએ. આ બધાથી નિઃસ્પૃહતા વધતી જાય તેમ તેમ આનંદ વધતો જાય. આ જ જીવનમાં આનો અનુભવ કરી શકાય. નિઃસ્પૃહતા એટલે સમતા, સમતામાં સુખ સ્પૃહા એટલે મમતા, મમતામાં દુઃખ. બીજાને જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત, બીજાને ધન આપીએ તો આપણું ધન સુરક્ષિત. બીજાને સુખ આપીએ તો આપણું સુખ સુરક્ષિત, બીજાને જીવન આપીએ તો આપણું જીવન સુરક્ષિત. તમારી પ્રશંસા થાય તો તમારું નામ યશકર્મ ખપે. જતું રહે. તમારી નિંદા થાય તો તમારું અપયશ નામકર્મ ખપે. હવે કહો : શું સારું? જ્ઞાન મેળવવું અલગ વાત છે, એને ક્રિયાન્વિત કરવું અલગ વાત છે. યોગ આપણને જ્ઞાનને ક્રિયાન્વિત કરવાનું કહે છે, પ્રદર્શક નહિ. પ્રવર્તક જ્ઞાન મેળવી લેવાનું કહે છે. પ્રવર્તક જ્ઞાન આવતાં જ જીવનમાં પરિવર્તન શરૂ થઈ જાય છે. આ જ એની નિશાની છે. ૧૩૨ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #141 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : સંક્ષિપ્ત ગ્રંથપરિચય ' ૧. સર્વજ્ઞ કથિત પરમ સામાયિકધર્મ સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવે સૌ પ્રથમ ઉપદેશ સામાયિક ધર્મનો આપ્યો છે. અર્થાત્ સમભાવ) તે સામાયિક શું છે તે જાણી તેને શ્રદ્ધા / આદરપૂર્વક જીવનમાં જીવવું એ જ માનવભવની સફર સફળ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ભૌતિક સુખ સામગ્રીથી સમૃદ્ધ બનેલો માનવી ભલે પોતાની જાતને મહાન મનાવવા પ્રયત્ન કરતો રહે, પણ હકીકતમાં તે મહાન નહીં પણ આંતર શત્રુઓથી “મહાત થાય છે. આ શત્રુગણ પર જીત મેળવવી સામાયિકધર્મથી શક્ય છે. જગતના જીવમાત્રને આત્મતુલ્ય માનવા, તેમાં ઉત્તરોઉત્તર વિકાસ સાધવો. જે પ્રેમ (સ્થૂલ) કુટુંબ પરિજનમાં મર્યાદિત છે તેને સમસ્ત પ્રાણીમાત્રમાં વિસ્તારવો, નિરવધિ વિશ્વવ્યાપી બનાવવો તે સામાયિક ધર્મની સાધના છે. આત્મભિનતત્ત્વો – પદાર્થો પ્રત્યે વિરક્તિ અને ચૈતન્યતત્ત્વ પ્રત્યે મૈત્રી એ મોક્ષનો માર્ગ છે. જીવનમાં આવું સામાયિક – સમભાવ આવતાંની સાથે પ્રસનતા, પવિત્રતા પ્રસરવા માંડે છે. શાંતિ અને સમતાનો અનુભવ થાય સામાયિક મોક્ષનું પ્રધાન કારણ શા માટે? સામાયિકનો સાક્ષાત્કાર વાસી ચંદનકલ્પ મહાત્માઓને હોય છે. મુનિ મહાત્માઓને કોઈ વાંસલા વડે દ્વેષભાવથી છેદે, નિંદા કરે, પ્રહાર કરે, અન્ય પ્રકારનો ઉપદ્રવ કરે તો તે નાખુશ ન થાય, અને કોઈ ચંદનથી શરીરે લેપ કરે, ભક્તિ કરે, ગુણગાન કરે, સત્કાર સન્માન કરે તો તે ખુશ ન થાય. વળી ચંદન પોતાના ઉપર પ્રહાર કરનારને સુવાસ આપે છે તેમ મુનિ મહાત્માઓ પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૩૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ અપકાર કરનાર પર પણ ઉપકાર કરે છે. આ (ચંદનકલ્પ) | સર્વાત્મભૂત બનેલો મુનિ સમ્યગરીતે જીવોના સ્વરૂપને જોતો સર્વ આસવોને રોકતો પાપકર્મોને બાંધતો નથી. મારા આત્માને જેમ સુખ પ્રિય છે તેમ સર્વ આત્મને સુખ પ્રિય છે તેવું જ્ઞાન થયા પછી સાચી દયા પાળી. શકાય છે. પઢમં નાણો તઓ દયા સામાયિક શું છે? જીવ છે, દ્રવ્ય છે કે ગુણ છે ? S9 શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે આત્મા જ સામાયિક છે. દ્રવ્યદૃષ્ટિથી વિચારતાં સામાયિક દ્રવ્ય છે. પર્યાયદષ્ટિએ સામાયિક ગુણ છે. ગુણ કદી ગુણીથી જુદો ન પડે તેથી સામાયિક આત્મામાં રહેલો ગુણ છે. આત્મા સામાયિક હોય તો શું વિશ્વના તમામ આત્મા સામાયિક કહેવાશે નહિ. જે સાવદ્ય પાપક્રિયાનો ત્યાગ કરી અને નિરવદ્ય ધર્મવ્યવહારમાં સદા ઉપયુક્ત હોય એવા આત્માને સામાયિક કહેવાય છે. સંસારી અવસ્થામાં રહેલો આત્મા જ્ઞાનાવરણાદિ કર્મોથી આવૃત્ત હોય છે. અજ્ઞાનતા અને રાગદ્વેષની પરવશતાને કારણે વિભાવદશાવાળો હોવાથી તે અજ્ઞાની, રાગી, દ્વેષી કહેવાય છે. પરંતુ જે આત્મા સાવદ્યયોગના પરિહાર અને અહિંસાદિ ધર્મના આસેવન દ્વારા વિભાવથી વિરમે છે ત્યારે તેનામાં સમ્યગૂજ્ઞાન-દર્શન ચારિત્રાદિ ગુણો પ્રગટે છે તેથી એવા આત્માને સામાયિક કહેવાય છે. આવા સામાયિકના ત્રણ પ્રકાર છે. (૧) શ્રત સામાયિકઃ ગીતાર્થ સદ્ગુરુઓ પાસે વિનય બહુમાનપૂર્વક સૂત્ર-શાસ્ત્રનું અધ્યયન કરવું. તે શાસ્ત્રાભ્યાસ સૂત્ર-અર્થ ઉભય એમ ત્રણ રીતે થઈ શકે છે. વિસ્તારથી અનેક ભેદ છે. (૨) સમ્યકત્વ સામાયિકઃ જિનભાષિત તત્ત્વો પર દઢ શ્રદ્ધા કે સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધાભક્તિ એ સમ્યફ સામાયિક છે. આ સામાયિક નિસર્ગથી એટલે પૂર્વના આરાધક જીવોને ગુદિના ઉપદેશ વિના સ્વાભાવિક ફુરણાથી થાય છે. અધિગમથી ઘણા જીવોને સદ્ગુરુ ૧૩૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #143 -------------------------------------------------------------------------- ________________ પાસે ધર્મશ્રવણ કરવાથી થાય છે. આ સમ્યકત્વ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણો યુક્ત છે. (૩) ચારિત્ર સામાયિકઃ વિરતિસ્વરૂપ મુખ્ય બે ભેદ છે. દેશવિરતિ ચારિત્રઃ સાવદ્ય પાપ – વ્યાપારનો અંશતઃ ત્યાગ તેના અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત બાઅતની અપેક્ષાએ અનેક પ્રકાર છે. સર્વવિરતિ ચારિત્ર – સર્વ સાવદ્ય પાપ-વ્યાપારોનો સર્વથા ત્યાગ તેના ઘણા ભેદ છે. સંપૂર્ણ સામાયિક સ્વીકારવા અસમર્થ હોય એવા શ્રાવકો – સાધકો પણ બે ઘડીના સામાયિક દ્વારા અશુભ યોગથી નિવૃત્ત બની અપૂર્વ કર્મ નિર્જરા આરાધી શકે છે. સામાયિકમાં રહેતો શ્રાવક તેટલો સમય સાધુ જેવો છે. સામાયિક એ મહાન તત્ત્વ-પદાર્થ છે. જેમાં જૈનદર્શન સંપૂર્ણ પ્રગટ થાય છે, તેમાં ઘણાં સાધનો સમાય છે. તેથી તે સર્વતોમુખી આરાધના છે. જે આત્મા સંયમ, નિયમ તપાદિમાં તત્પર બન્યો છે, તથા જે સર્વ જીવોને આત્મતુલ્ય માની રક્ષણ કરે છે, તેને સર્વજ્ઞ કથિત વાસ્તવિક “સામાયિક હોય છે. એવા સામાયિકના ઘણા ભેદો પૈકી અત્રે મુખ્ય ત્રણ પ્રકારો કહે છે. - (૧) સામ, (૨) સમ, (૩) સમ્મ (સમ્યફ) (૧) સામઃ આ સામાયિકમાં જીવનાં પરિણામ મધુર હોય છે. મૈત્રી, અહિંસા, કરુણા, અભય, મૃદુતા, ક્ષમા, ભક્તિ આદિ ભાવોથી ભાવિત બનેલા આત્માનાં પરિણામ નિર્મળ બને છે, ત્યારે કોઈ અપૂર્વ માધુર્યનો અનુભવ થાય છે. મૈત્રીઆદિ શ્રેષ્ઠ ભાવો નિરંતર વહેતા જ હોય છે. મૈત્રીભાવથી ષની ક્રૂર લાગણીઓ નષ્ટ થઈ જાય છે. ' કરુણાથી હૈયું કોમળ બને છે. મૃદુતાથી માન/અભિમાનની કઠોર વૃત્તિઓ નષ્ટ થાય છે. ક્ષમાથી ક્રોધાગ્નિ શાંત થઈ જાય છે. અભય આત્માર્થીને અભયની પ્રાપ્તિ થાય છે. ભક્તિ વડે પૂજ્યો પ્રત્યે સમર્પણભાવ પ્રગટે છે. સામ’ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવરૂપ સમતા, “આય” એટલે લાભ તે પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૩૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ જ સામાયિક, તે સાવદ્ય પાપવ્યાપારના ત્યાગરૂપ અને નિરવદ્યયોગના ધર્મવ્યાપારના આસેવનરૂપ આત્માનાં પરિણામ છે. અહિંસાના પરિપૂર્ણ પાલનમાં નયસાપેક્ષ “ષટજીવનિકાય'નું જ્ઞાન અત્યંત આવશ્યક છે. આગમાનુસારી જીવન જીવનાર મુનિ જ અહિંસાનું પરિપૂર્ણ પાલન કરી શકે છે. જ્ઞાનદાન હોય કે અભયદાન હોય પણ તે ક્ષમા અને વિરતિથી યુક્ત હોવાં જોઈએ. ધનાદિ સામગ્રી વિના સુપાત્રદાન કરી શકાતું નથી, તેમ મૈત્રી ક્ષમા, વિરતિ વિના વાસ્તવિક અભયદાન દઈ શકાતું નથી. મૈત્રી આદિ ભાવોથી સંયમ ઉત્કૃષ્ટ બને છે. તેથી આર્ત-રૌદ્રધ્યાનનો સર્વથા ત્યાગ થતાં ધર્મધ્યાન સધાય છે. પછી શુક્લધ્યાનમાં સાધક લીન બને છે. અનુક્રમે મોક્ષ પ્રાપ્ત થાય છે. સામ સામાયિકમાં મૈત્રીઆદિ ભાવા-ગુણોનું ચિંતન સુસાધ્ય થાય છે તેને “અધ્યાત્મયોગ’ કહે છે. તે શુભભાવનાનો સતત અભ્યાસ તે ભાવનાયોગ છે. તેના ફળસ્વરૂપે ચિત્તની વિશુદ્ધિ થતાં ધ્યાન યોગનો પ્રારંભ થાય છે. (સમભાવ) મૈત્રી સહિત સંયમનું પાલન અધ્યાત્મયોગ. મૈત્રી આદિ ભાવનાઓનું ભાવન ભાવનાયોગ. આર્ત-રૌદ્રધ્યાનનો પરિત્યાગ તે ધ્યાનયોગ. આ ત્રણે યોગોની ફળશ્રુતિ સમતાયોગ છે જેમાં મુનિઓ સાક્ષાત મોક્ષનો – સ્વરૂપનો અનુભવ કરે છે. સમ સામાયિક = તુલ્ય પરિણામ (સ્થિર). શમ, પ્રશમ, ઉપશમ, સમતા, શાંતિ વગેરે પર્યાયવાચી નામો છે. તેની પ્રાપ્તિ માટે સતશાસ્ત્રોનો અભ્યાસ આવશ્યક છે. કર્માધીન સંસારી જીવને નિમિત્તાધીન રાગદ્વેષની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે પરંતુ શાસ્ત્રોના અધ્યયન, મનન અને પરિશીલનથી ચિત્ત વાસિત થાય તો જડ ચેતન પદાર્થોના વિવિધ સ્વરૂપનું વિભાવનું, ઈષ્ટ અનિષ્ટ પદાર્થોનું કે સંયોગ વિયોગની પરિસ્થિતિમાં ચિત્તની સમતુલા જળવાઈ શકે છે. મધ્યસ્થભાવ ટકે છે. સંયમ સ્વીકારનાર મુનિએ સદ્ગુરુની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ કરવો ૧૩૬ ' શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #145 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. ગુરુકુલવાસમાં સમતાપૂર્વક વસવું જોઈએ. તત્ત્વની સૂક્ષ્મ વિચારણાથી તીવ્ર સંવેગવિરાગ્ય પ્રગટે છે. સમ સામાયિકમાં શાસ્ત્રયોગ – (વચન અનુષ્ઠાન)ની પ્રધાનતા છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી સૂક્ષ્મ દૃષ્ટિ પ્રાપ્ત થતાં વર્મધ્યાન – શુક્લધ્યાનનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. કરણાનુયોગ – કર્મવાદના અભ્યાસથી જીવો પ્રત્યે તુલ્ય સમભાવ પેદા થાય છે. રાગદ્વેષના પ્રસંગમાં મધ્યસ્થ રહેવાથી સમ્યગદર્શનાદિ ગુણોનો લાભ થાય છે. તે સમ સામાયિક છે. - શ્રુતજ્ઞાનના અભ્યાસથી ચિત્તવૃત્તિઓ જ્યારે નિર્મળ અને સ્થિર બને છે ત્યારે ધ્યાનનો પ્રારંભ થાય છે. ચિત્ત સ્વાધીન બને છે. અશુભ વિચારો અટકી જાય છે. તેથી અશુભ કર્મબંધ અટકી જાય છે. ત્યારે અનેક પ્રકારની લબ્ધિઓ. અને રિદ્ધિઓ પ્રગટ થાય છે. સમતા ગુણોનો શિરતાજ છે. સમતા રહિત જ્ઞાન, ધ્યાન, તપ, શીલ સમ્યક્ત્વ આદિ ગુણો ફળવાન થતા નથી. સર્વ જીવો પ્રત્યે (ત્રસ – સ્થાવર) સમપરિણામવાળા સાધકોને જ સર્વજ્ઞકથિત સામાયિક હોય છે. સમ્મસમ્યક સામાયિકનું સ્વરૂપઃ એકીકરણ પરિણામે. સમ્યકપરિણામરૂપ. આ સામાયિકમાં સમ્યત્વ, જ્ઞાન અને ચારિત્રનું પરસ્પર સંમિલન થાય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ આત્મામાં રત્નત્રયીનું " પરસ્પર એકીકરણ થવું તે “સમ્મ સામાયિક છે. તેમાં શાંતિ અને સમતાનો અસ્તુલિત પ્રવાહ વહેવા માંડે છે. જે મુનિને “મારો આત્મા પણ અનંત જ્ઞાનાદિ ગુણ-પર્યાયથી યુક્ત છે એવી સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન સાથે આત્મસ્વભાવમાં સ્થિરતા, રમણતા અને તન્મયતા પ્રાપ્ત થઈ હોય તેમને જ આત્મસ્વભાવની અનુભૂતિ થાય છે તે “સમ્મ સામાયિક હોય છે. 51 ધ્યાનની પરમ પ્રીતિ, તત્ત્વપ્રતિપત્તિ, શમ, સમાધિનિષ્ઠા, અસંગઅનુષ્ઠાન, અસંગાદિ દોષોનો અભાવ, નિરતિચારિતા જેવા ગુણો પણ આ ભૂમિકામાં અવશ્ય હોય છે. સર્વ દ્રવ્યો સ્વ-સ્વ પરિણામોના કર્તા છે પણ પર પરિણામના કર્તા નથી, પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૩૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ આ ભાવ વડે સર્વભાવોનું કર્તુત્વ હટાવી સાક્ષીભાવનો પુષ્ટ અભ્યાસ થાય છે. તેમના આત્મિક સુખની કોઈ ઉપમા આપી શકાતી નથી. સમતારસનો દરિયો જોઈ લો. આ પ્રમાણે સામ, સમ, અને સમ્મ પરિણામરૂપ સામાયિકમાં અનુક્રમે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી સમાયેલી છે. “સમગ્ર મોક્ષમાર્ગ સામાયિકરૂપ છે તેમાં સર્વ પ્રકારની યોગસાધનાઓ, અધ્યાત્મસાધનાઓ કે મંત્ર, ધ્યાનાદિ વિવિધ અનુષ્ઠાનોનો તેમાં અંતરભાવ થયેલો છે. તીર્થકર ભગવંતો તેના વિશુદ્ધ પાલન દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પોતે સામાયિક ધર્મનો ઉપદેશ આપે છે. સામાયિકમાં છ આવશ્યકો સમાય છે. અથવા પછીના પાંચ આવશ્યકો સામાયિકને પુષ્ટ કરવા માટે છે. સામાયિકના માત્ર કરેમિ ભંતે સૂત્રમાં કરેમિ ભંતે સામાઈયું, આ શબ્દો સામાયિક અને ચકવીસત્યોના સૂચક છે. તસ્મભંતે વંદનને સૂચક, પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ આ પદો પ્રતિક્રમણના બોધક છે. આપણું વોસિરામિ આ પદ કાયોત્સર્ગને સૂચવે છે. સામાયિક જેવા અનુષ્ઠાનમાં આગમિક દૃષ્ટિએ કેવા પદાર્થો જણાવ્યા છે, એ જીવો જાણતા નથી. એ પદાથોચિત્ત વિશુદ્ધિ માટે ઉપયોગી છે. સામાયિકનું સ્વરૂપ દર્શાવતા એકાર્થક નામો. (૧) આવક: ચતુર્વિધ સંઘને દિવસ અને રાત્રિએ અવશ્ય કરવા યોગ્ય. (૨) અવશ્વકરણીયઃ મુમુક્ષુ આત્માને પાપથી મુક્ત થવા જે નિયમિત આચરવા યોગ્ય. (૩) ધ્રુવ: આ સામાયિક (આત્મસ્વરૂપ-ગુણ હોવાથી) અર્થથી અનાદિ અનંત છે, શાશ્વત છે. જી નિગ્રહઃ જેનાથી ઇન્દ્રિયો અને કષાયાદિ ભાવશત્રુઓનો નિગ્રહદમન કરાય છે. સામાયિક-સમતાભાવ દ્વારા જ વિષય કષાયોના આવેશ પર સંયમ મેળવી શકાય છે. ૫) વિશુદ્ધ કર્મથી મલિન બનેલા આત્માને વિશુદ્ધ નિર્મળ બનાવે છે. (૬) અધ્યયનષકઃ જે સામાયિક આદિ છ અધ્યયનાત્મક છે. ૧૩૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #147 -------------------------------------------------------------------------- ________________ (૭) વર્ગ : જેના રાગ દ્વેષાદિ દોષોના સમૂહનો પરિહાર થાય છે. અથવા છ અધ્યયનનો એક વર્ગ-સમૂહ છે. (૮) ન્યાયઃ જે ઇષ્ટ અર્થને સિદ્ધ કરી આપનાર છે, જે સાધ્યમોક્ષનો અમોઘ ઉપાય છે. જેના દ્વારા આત્માને કર્મશત્રુઓ દ્વારા છીનવી લીધેલી પોતાની ગુણ સંપત્તિ ફરી પ્રાપ્ત થાય છે. ૯) આરાધના: મોક્ષપ્રાપ્તિના હેતુથી કદાચ તે આરાધના, સામાયિક આદિ મોક્ષનાં અનન્ય સાધનો છે તેથી તે આરાધના છે. (૧) માર્ગ: મોક્ષને પ્રાપ્ત કરવા ઇચ્છતા આત્મા માટે આ સામાયિક વગેરે ધોરી રાજમાર્ગ છે. સામાયિક – સમભાવ – સમતા રહિત આત્મા આત્મલક્ષી સાધનાની કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકતો નથી. કેમકે રત્નત્રય સિવાય કોઈ ગુણ ચઢિયાતો નથી. તે રત્નત્રયીસ્વરૂપ સામાયિકમાં સમાઈ જાય છે. સંયમ, નિયમ અને તપ દ્વારા સામાયિક આત્મસાત થાય છે. સંયમઃ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયોનો ઉપશમ. અહિંસાદિ પાંચ વ્રત મનાદિ ત્રણ યોગની ગુપ્તિ. સત્તર પ્રકાર છે. નિયમઃ અષ્ટ પ્રવચનમાતાને ખોળે જીવન સમર્પિત, નમ્રતા, સરળતા આદિ ગુણો. તપ: અનશનાદિ બાર તપ દ્વારા કાયાને કસવી જેથી ગમે તેવા ઉપસર્ગો કે ઉપદ્રવમાં સમતા ટકી શકે, દેહભાવ ઘટે. સામાયિક શબ્દનો નૈશિયિક અર્થ “શુદ્ધ આત્મા છે. અને શુદ્ધ આત્મસ્વભાવમાં થતી રમણતા છે. તેના અધિકારી મુનિમહાત્માઓ છે. સર્વવિરતિ સામાયિક મોક્ષનું પ્રધાન સાધન હોવા છતાં તેની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. કોઈ વિરલ પુણ્યશાળી આત્મા જ આવા સાવયોગના સંગનો સર્વથા ત્યાગ કરવા ઉજમાળ બની શકે છે, તેવા પ્રકારના પુણ્ય સામર્થના અભાવે સમ્યકત્વ સામાયિક એમ દેશવિરતિ સામાયિકનું વિધિપૂર્વક આદરબહુમાન સાથે આરાધના કરવામાં આવે તો અનુક્રમે પ્રબળ ચારિત્રમોહનીય કર્મ ક્ષીણ થતાં આ જન્મમાં કે આવતા આગામી જન્મમાં સંપૂર્ણ સામાયિક પ્રાપ્ત કરવાનું પ્રચંડ બળ પ્રગટી શકે છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૩૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરતિ સામાયિક પ્રાપ્તિના ઉપાયઃ સર્વ વિરતિ સામાયિકના અભિલાષી આત્માએ પોતાના જીવનની તમામ પ્રવૃત્તિને મોક્ષમાર્ગને અનુકૂળ બનાવવી જોઈએ. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલાં તત્ત્વો પર અખંડ શ્રદ્ધા પ્રગટાવવી. સદ્દગુરુની ધર્મવાણી સાંભળી તે મુજબ જીવન જીવવું. ગુણી પુરુષો પ્રત્યે હૈયામાં સદ્ભાવ અને બહુમાન રાખવું. પોતાની શક્તિ મુજબ ધર્મકાર્યોમાં સદા ઉદ્યમશીલ રહેવું. દેહાદિ જડ પદાર્થોની આસક્તિના ત્યાગ દ્વારા આત્મિક ઉત્થાનની પ્રતિપળ ચિંતા રાખવી. દેશવિરતિ સામાયિક પ્રાપ્તિના ઉપાય: સ્વભૂમિકાનુસાર શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોનું વિધિપૂર્વક પાલન કરવું. નમસ્કાર મહામંત્રનું સદાસ્મરણ, મનન, ચિંતન કરવું. જિનેશ્વર પ્રભુની ત્રણે કાળ સ્વદ્રવ્યથી વિધિપૂર્વક પૂજા કરવી. ગુરુવંદન, સેવા, ભક્તિ ધર્મશ્રવણ કરવું. શુદ્ધાશયથી યથાશક્તિ દાન દેવું. શ્રાવકધર્મને બાધા ન આવે એ રીતે મહા આરંભ સમારંભવાળા કર્માદાન વગેરેનો ત્યાગ કરી ન્યાય નીતિપૂર્વક આજીવિકા ચલાવવી. પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓ કરવી. જીવાદિ તત્ત્વોનું અધ્યયન – મનન કરવું. ભાવનાઓનું ભાન કરવું. શ્રત અને સમ્યકત્વ સામાયિકના ઉપાયઃ તત્ત્વશ્રવણની તીવ્ર તાલાવેલી ગાવવી. જિનવચનની દઢ શ્રદ્ધા રાખવી. દેવાધિદેવ, ગુરુ ભગવંતની સેવાભક્તિ કરવી. ધર્મ પ્રત્યે અતિ પ્રીતિ કરવી. અપરાધીને પણ ક્ષમા આપવી. તેનું ભૂંડું ન ચિંતવવું. વિષયો પ્રત્યે વિરક્તિ કરવી. આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને અનુભવવા ઉત્કંઠા રાખવી. દુઃખી જીવોનાં દુઃખો દૂર કરવા પ્રયત્ન કરવા. આ ગુણોથી સાધકમાં સમ્યકત્વ સામાયિક પ્રગટે છે. ૧૪૦ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રુત સામાયિક એ સમ્યક્ત્વ સામાયિકનો સહચારી છે. સમ્યક્ત્વની પૂર્વભૂમિકા અપુનર્બંધક અવસ્થા છે આ અવસ્થામાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય તેવો જીવ હળુકર્મી બને છે. તે તીવ્ર સંકલેશ ભાવથી હિંસાદિ કાર્યો ન કરે. સંસારના કહેવાતા સુખો પ્રત્યે ગાઢ આસક્તિ ન રાખે. ધર્માદિ કાર્યોમાં ઉચિતતા જાળવે. કાલજ્ઞ સમયને ઓળખીને ઔચિત્યનું પાલન કરે. સામાયિકની દુર્લભતા અચિન્હ મહિમાશાલી સિદ્ધિસુખદાયક સામાયિક ધર્મની પ્રાપ્તિ થવી કંઈ આસાન વાત નથી. (સામાન્યરીતે જનસમૂહ સામાયિક કરે છે તે તદ્દન પ્રાથમિક ભૂમિકા છે) આગળ જણાવ્યા તે તે પ્રકારના સામાયિક (ભાવ) પ્રાપ્ત કરવાનું દુર્લભાતિદુર્લભ છે, તે મેળવવાનું મહાભાગ્ય માત્ર માનવને મળ્યું છે. અરે ! પ્રથમ તો આ માનવ જન્મ દશ દૃષ્ટાંતે દોહિલો કહ્યો છે. મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, કુળ, રૂપ, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સદ્ગુદ્ધિ, સદ્ધર્મમાં અવધારણ અને શ્રદ્ધા. આ દસ પ્રકારો દુર્લભતાથી, પૂર્વની આરાધનાથી મળે છે. તેમાં પણ જિનાજ્ઞાયુક્ત સામાયિક ધર્મરૂપે પરિણમવું તે દુર્લભતર છે. તેમાં શી નવાઈ ? નમસ્કારમંત્ર ગળથૂથીમાંથી મળ્યો છે, પરંતુ માહાત્મ્ય આવે તો ફળે. પ્રથમ પદનું જ માહાત્મ્ય જાણો છો ? ‘નમો' પદના સ્મરણથી ચિત્તની નિર્મળતા થાય છે. ‘અરિહં” પદના સ્મરણથી ચિત્તની સ્થિરતા થાય છે. તાણં’ પદના સ્મરણથી ચિત્તની તન્મયતા થાય છે. પૂરા નમસ્કારમંત્રનો મહિમા અત્યંત વિશદ છે. તેથી સામાયિકસૂત્ર (કરેમિભંતે) પહેલા નમસ્કારમંત્રનો પ્રથમ નિર્દેશ છે. કરેમિભંતેના સૂત્રમાં બાર (તેર) પદાર્થો સમાય છે. હું સામાયિક કરવા ઇચ્છું છું. હું સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ કરું છું. પરિશિષ્ટ : સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૪૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ કાળનો નિર્ણય, શ્રાવક/સાધુને ન કરું. ન કરાવું, ન અનુમોદન) ત્રણ કરણ મન, વચન, કાયા, ચાર પ્રતિજ્ઞા પ્રાયશ્ચિત્ત, નિંદું છું. ગહું છું પાપયુક્ત આત્માને મુક્ત કરું છું. સર્વજ્ઞકથિત પરમ સામાયિક વિજ્ઞાનના ગ્રંથમાં સૂક્ષ્મ તત્ત્વનું, અનેક રહસ્યોનું નિરૂપણ છે. અત્રે ગ્રંથ વિસ્તાર ન કરતાં સંક્ષેપમાં અને સાધકને પ્રારંભમાં જિજ્ઞાસાવૃત્તિ જાગે તે હેતુથી વિગતો જણાવી છે. તત્ત્વના સૂક્ષ્મ અભ્યાસીએ આ ગ્રંથનું અવશ્ય અવલોકન કરવું જેમાં આ પ્રમાણેના વિષયો જાણવા મળશે. એક સામાયિક આવશ્યકમાં છ આવશ્યકની સમાલોચના. સામાયિકની વિશાળતામાં ક્ષેત્રથી, દિશાથી, કાળથી ૩૬ દ્વારોની વિચારણા આપી છે. જે ખૂબ વિશદ છે. જેમાં ધ્યાન અને ઉપયોગ જેવા વિષયોનું સ્પષ્ટીકરણ છે. દરેક પ્રકારના સામાયિકના પર્યાયવાચી વિવિધ નામે જે સામાન્યરીતે આપણે જાણતા નથી તેથી સંકુચિત અર્થમાં આપણે અટકી જઈએ છીએ. સામાયિકમાં નમસ્કાર મંત્રનું મહાભ્ય. સામાયિકનું મૂળ સૂત્ર કરેમિભંતે સૂત્રનો વિશેષ અર્થ. આત્માની ત્રણ અવસ્થાઓ બહિરાત્મદશા, અંતરાત્મદશા, પરમાત્મદશા વિષે સમજ આપી છે. આત્મઅનુભવદશાની ઝલક આપી છે. જિનાજ્ઞા અનુરૂપ સામાયિકનું સ્વરૂપ. સમાપત્તિ – નિર્મળ ચિત્તના ધ્યેયમાં સ્થિરતા, તન્મયતા થતાં સમાપત્તિ સિદ્ધ થાય છે, તે સમાપત્તિની અદ્દભુતતા વિશદ રીતે જણાવી છે તે સાધના માટે ઉપયોગી છે. મહઅંશે જે આપણે જાણતા નથી. સમાપત્તિ સાથે સામાયિકનું માર્મિક રહસ્ય પ્રગટ કર્યું છે. કાયોત્સર્ગ આત્માનંદની અનુભૂતિનું કારણ કેવી રીતે છે તે જાણવાથી સાચો કાયોત્સર્ગ થઈ શકે છે. ૧૪૨ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨. યોગાર આત્માના અનંત ગુણો સત્તામાં રહેલા છે, તેને પ્રગટ કરવાના ઉપાયોને યોગ કહે છે. યોગ અસંખ્ય પ્રકારના છે. તેમાં મુખ્ય જ્ઞાનયોગ, ભક્તિયોગ, અને ચારિત્રયોગ પ્રધાન છે. અર્થાત્ રત્નત્રયી છે. તેની પ્રાપ્તિ સુદેવ, સુગુરુ, સુધર્મરૂપી તત્ત્વત્રયીની ઉપાસનાથી થાય છે. આથી યોગસારના ગ્રંથકારે પ્રથમ પ્રકાશમાં સુદેવનું યથાવસ્થિત સ્વરૂપ બતાવ્યું છે. જૈનદર્શનમાં આત્મામાં રાગદ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય તેને જ સર્વજ્ઞ વીતરાગ કહે છે. જેનામાં અનંત જ્ઞાન-દર્શનચારિત્ર અને શક્તિ-વીયદિ) પ્રગટ થાય છે તે પરમાત્મા પૂજનીય છે. તેમાં શ્રદ્ધા કરવી તે ઉપાસના છે. તેમાં જિનાજ્ઞાની વિશેષતા છે. ગ્રંથકારે આજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું છે તે ધ્યાન યોગ વડે સર્વોત્કૃષ્ટ આજ્ઞાનું આરાધન થાય છે. તેની પૂર્વભૂમિકામાં ગૃહસ્થ સાધકોએ ઉત્તમ દ્રવ્યોથી પ્રભુપૂજા કરવી, તે દ્રવ્યપૂજા. ભાવવાહી સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદનાદિ ભાવપૂજા તથા દેશ અને સર્વથી ચારિત્રનું વિશુદ્ધ પાલન કરવું. આ ત્રણેના આલંબનથી ધ્યાનયોગની સિદ્ધિ થાય છે. જિનાજ્ઞાના પાલનથી ચિત્તની અત્યંત નિર્મળતા થાય છે. વળી સર્વધર્મોનો સાર સમતા કહીને તેની પ્રાપ્તિ માટે સાધકે મૈત્રીભાવ = સમભાવ, પ્રમોદભાવ – ગુણ અનુમોદન, કરુણાભાવ, દુઃખી જીવો પ્રત્યે અત્યંત કરુણા. માધ્યસ્થભાવ અવિનીત પ્રત્યે ઉપેક્ષા. આ ચારે ભાવ સાધક સાધુ સૌને ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ કહ્યું છે. તેનું ચિંતન કરી ચિત્તને ભાવના વડે ભાવિત કરવું. અને પછી આચરણમાં મૂકવી. જેથી જીવન વિશુદ્ધ બને. ગ્રંથકાર લખે છે કે આ ચાર ભાવનાથી રહિત સાધકને ધર્મ પામવો. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૪૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ છે. ધર્મ સમતારૂપ છે અને સમતાની પ્રાપ્તિનો ઉપાય મૈત્યાદિ ભાવનાઓ છે. આજે કાળના પ્રભાવથી જીવો ધર્મ કરે છે છતાં પ્રાયે લોકો દષ્ટિ રાગથી વિમુખ બનેલા મૈત્રાદિ ભાવનાઓથી અભાવિત હોવાથી સ્વયં ધર્મથી વિમુખ બને છે અને બીજા મુગ્ધ જીવોને ધર્મવિમુખ બનાવે છે. વળી ક્ષમાદિ દશયતિ ધર્મ સર્વધર્મોમાં ગુણોમાં) શિરોમણી છે, તે પણ મૈત્રાદિ ભાવનાથી ભાવિત બનેલા સમતાના સાગર એવા સુસાધુ ભગવંતોને જ હોય છે. કારણ કે વાસ્તવમાં સમતા એ જ આત્મા છે. આવું સમતાનું સુખ દુર્લભ છે, કારણ કે સર્વસંગ પરિત્યાગ વગર આ સુખની પ્રાપ્તિ સુલભ નથી. વિષય કષાયો એ વિષમ છે. તે સદા દુઃખદાયક છે. સમતા જ આત્મસ્વભાવમાં રમણતા રૂપ ચારિત્રનું રક્ષણ કરનારી હોવાથી તેનો જ સતત અભ્યાસ કરવો. જીવે રાજસ અને તામસ વૃત્તિ ત્યજી સાત્ત્વિક ભાવમાં ચિત્તને સ્થિર બનાવવું. સત્ત્વહીન પ્રાણીને ધર્મનો અધિકાર નથી. સત્ત્વહીન ધર્મમાર્ગમાં જરૂરી નિયમો પ્રતિજ્ઞા પાળી શકતો નથી. વિષય કષાયોના સમૂહ તરફ દોડતા અતિ દુર્જઈ એવા પોતાના એક મનને જે જીતે છે તે વીરોમાં તિલક સમાન સત્ત્વશાળી છે. સત્ત્વગુણના વિકાસથી સાધકમાં ધીરતા, વીરતા, ગંભીરતા, નિશ્ચલતા, વધે છે, તેના પ્રભાવે સાધક વિષય કષાયો તરફ દોડતા અતિ દુર્જય એવા મનને પણ જીતે છે. પરમાત્માના ધ્યાનમાં નિશ્ચલ મનને સ્થિર કરી આત્મસ્વભાવમાં લીન થઈ પરમાનંદને અનુભવે છે. આ સંસારમાં પ્રાણીઓ ભૌતિક સુખ મેળવવા ધન, સંપત્તિ સ્ત્રીનો સંગ્રહ કરે છે. અને ધનાદિ માટે હિંસાદિ પાપો કરી આલોક પરલોકમાં અનેક દુઃખ, શોક, સંતાપ, યાતનાઓ ભોગવે છે. છેવટે સુખ મળતું નથી. સાચો સાધક ગતના આવા દુઃખનું વાસ્તવિક સ્વરૂપ જોઈ વિશુદ્ધ ભાવવાળો વિશેષ વૈરાગ્ય પામે છે. ૧૪ - શ્રી ક્લાપૂર્ણપ્રબોધ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૩. મિલે મન ભીતર ભગવાન આત્માના ભવભ્રમણનું મૂળ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ છે. અનાદિ કાલીન આ ભ્રાંતિનું નિવારણ શ્રી પરમાત્માની નિષ્કામ ભક્તિ દ્વારા બહુ જ સરળતાથી થઈ શકે છે. ભૂમિકા સાધુજીવનની હોય કે સંસારી જીવનની હોય ભક્તિયોગ સૌ માટે આદરણિય છે. ઈચ્છાઓ આભ જેવી અનંત છે, કોઈ માનવી મન અને ઈચ્છાઓ ઉપર કાબુ મેળવ્યા વિના સાચું સુખ કે સાચી શાંતિ અનુભવી શકતો નથી. ભૌતિક સુખની વિપુલ સામગ્રી એકત્રિત કરીને તેના ભોગ – ઉપભોગ દ્વારા માનવી પોતાની જાતને સુખી અને સમૃદ્ધ બનાવવા ઇચ્છે છે, પણ તે શક્ય નથી. કારણ કે તે સામગ્રીમાં ચૈતન્યધર્મનો અંશ નથી કે જેમાં સાચું સુખ રહેલું છે તેવું સુખ ભૌતિક પદાર્થોમાંથી કેમ સંભવે! સુખ આત્મામાં રહે છે પુદ્ગલમાં નહિ રાગી ઉપરનો રાગ એ આસક્તિ છે, તે સંસારનો માર્ગ છે. વીતરાગી ઉપરનો રાગ ભક્તિ છે, તે મોક્ષનો માર્ગ છે. મોક્ષરૂપ કાર્યનું ઉપાદાન કારણ આત્મા પોતે જ છે, પરંતુ તે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિના યોગે એને અંકુરારૂપે સમ્યગ્ગદર્શન ગુણની પ્રાપ્તિ થાય છે, પણ ક્રમશઃ મોક્ષરૂપ ફળ પ્રગટ થાય છે. સર્વ ગુણ પ્રકર્ષવાન પરમાત્માને ધ્યેય બનાવીને જ ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની શકે છે એ નિયમ ત્રિકાલાબાધિત છે. પરંતુ બહિરાત્માને આ જગતમાં શું શું બનવાના કોડ જાગે છે. જો એક વાર પરમાત્મા બનવાના કોડ જાગે તો અંદરમાં રહેલો પરમાત્મા પ્રગટ થાય. કર્મસત્તાની વિચિત્રતા કેવી છે? એક વાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૌદ્ગલિક પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૪૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો આપી આત્માને સુખનો ભાસ ઊભો કરે છે. બીજી વખત બીભત્સ વિકૃત પદાર્થો આપી તે પદાર્થો ભોગવવાની ફરજ પાડે છે (નરકમાં) આ કેવી ક્રૂર મશ્કરી છે. એક જગાએ તલસાવે છે, એક જગાએ તફડાવે છે. છતાં અજ્ઞાની જીવની પૌલિક વાસના છૂટતી નથી. પરમાત્માના પ્રેમમાં એક એવી તાકાત છે કે તે તેના ભક્ત/પ્રેમીને ચિત્તની ચંચળ પરિણામોથી, પૌદ્ગલિક વાસનાઓથી મુક્ત કરી સ્થિર પરિણામી બનાવે છે. પૌદ્ભૂગલિક પદાર્થો દુઃખની પરંપરા સર્જી ચાલ્યા જવાના એ સત્યને પચાવીને જીવ સ્વભાવરમણતાનો સહજ આનંદ માણે છે. એ આનંદ આત્માનો ઘરનો હોવાથી, આત્મા અમર અછેદ્ય અખંડ અવિનાશી છે. તેથી ક્રૂર કર્મ કે કાળ કાળ, તેને કંઈ કરી શકતો નથી. સદ્ગુરુ જ્યારે જ્ઞાનાંજનથી સાધકભક્તની દૃષ્ટિ ખોલે છે ત્યારે તે આત્માનું સુખ બહાર શોધવાનું છોડીને અંતર્મુખ બને છે. અંતરાત્મામાં પરમાત્મદર્શન કરીને અપૂર્વ આનંદ અનુભવે છે. અસંગદશા, નિર્વિકલ્પદશા, સામર્થ્યયોગ, એ દશામાં જ્યારે તાત્ત્વિક રીતે આત્મતત્ત્વનો નિર્ણય થાય છે ત્યારે જ તાત્ત્વિક રીતે પરમાત્મતત્ત્વનો નિર્ણય થઈ શકે છે. અને જ્યારે તાત્ત્વિક રીતે આત્મા અને પરમાત્માનો નિર્ણય થઈ જાય છે, ત્યારે અન્ય સઘળાં તત્ત્વોનો તાત્ત્વિક નિર્ણય થાય છે, ત્યારે કરાતાં સઘળાં અનુષ્ઠાનો તાત્ત્વિક બને છે, જે શીઘ્રપણે શાશ્વત સુખદાયી બને છે. જે જે મહાપુરુષોએ મુક્તિ મેળવી છે, મેળવે છે કે મેળવશે તે આ સર્વ અસંગઅનુષ્ઠાનોના સેવન દ્વારા જ છે તે નિઃશંક છે. આત્મસ્વભાવમાં મગ્ન સાધકનું ચિત્ત અડોલ અને મેરૂ પર્વતવત્ નિસ્ત્રકંપ હોય છે. દેહભાવ વિલીન થયો હોય છે. આત્મભાવનું અખંડ સામ્રાજ્ય વર્તે છે. આથી તો મુનિરાજો દેહ સળગી જાય તોપણ આત્મભાવમાં જ મસ્ત હોય છે. ૧૪૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪. સહજ સમાધિ સમાધિ એટલે શું? સમાધિ એટલે આત્માની સહજ સ્વસ્થતા. સમાધિ એટલે આત્માની સહજ સ્થિરતા. સમાધિ એટલે આત્મિક આનંદની અનુભૂતિ. સમાધિ એ કંઈ મૃત્યુ સમયે જ મેળવવાની કે અનુભવવાની નથી, પરંતુ જીવનની પ્રત્યેક પળોમાં અનુપમ આત્મિક આનંદની અનુભૂતિ કરવાની ભવ્યાતિભવ્ય કળા છે. આવી સમાધિ મેળવવી દુર્લભ છે, તે દશાને પ્રાપ્ત કરવા ભગીરથ પુરુષાર્થ કરવો જોઈએ. સમાધિનાં સાધનો : (૧) પૌદ્ગલિક સુખો ઉપરની આસક્તિ ઘટાડવી, વૈરાગ્યભાવ કેળવવો. (૨) કષાયના આવેશો પર કાબૂ મેળવવો, ક્ષમાદિ ગુણો વિકસાવવા.. (૩) સહુના કલ્યાણની ભાવના રાખવી. (૪) પરમાત્માના નામ, સ્મરણ, જાપ, ગુણ, ચિંતન અને ધ્યાનાદિનો અભ્યાસ કરવો. (૫) શરણાગતિ, દુષ્કતગૃહ, સુકૃતઅનુમોદના પ્રતિદિન ત્રિસંધ્યાએ મનની એકાગ્રતાપૂર્વક સેવન કરવું. જીવન સમાધિમય હોય તો જ મરણ સમાધિમય બને શરણાગતિઃ અપેક્ષા રહિત સમર્પણભાવ. અરિહંત પરમાત્મા સિદ્ધ ભગવંત સાધુ – ભગવંત, કેવલી પ્રણીત ધર્મ એ સર્વોત્તમ શરણ છે. સાચા શરણાર્થીને આખું વિશ્વ (ધન માન સગા સ્વજન હોવા છતાં) અશરણ્યરૂપ ભાસે છે. તેને માટે અરિહંતાદિ સર્વ શ્રેષ્ઠ છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૪૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ દુષ્કૃતગીં : શરણાગતિના ભાવથી ભાવિત થયેલો આત્માને પોતાના દોષો વીંછીના ડંખોની જેમ ડંખે છે. પુનઃ એવાં પાપ ન થાય, તેવી રિચ ન થાય, આમ શરણાગત પામેલો આત્મા સદા જાગૃત રહે છે. નિષ્પાપ અને નિર્મલ જીવન માટે સતત ઉદ્યમવંત હોય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ‘વીતરાગ સ્તવ’ની કૃતિમાં સાધકના મનની દશા જણાવે છે. “હે ત્રિભુવનપતિ ! મોહાદિને આધીન બની હું ક્ષણ વારમાં બાહ્ય ભાવોમાં આસક્ત બની જાઉં છું. વળી કોઈ ક્ષણમાં વિરક્ત પણ બનું છું. પ્રતિકૂળ સંજોગો સર્જાતાં પળ વારમાં હું ક્રોધાદિને વશ થાઉં છું તો વળી અનુકૂળ સંજોગોમાં ક્ષમામૂર્તિ બની જાઉં છું. હે પ્રાણાધાર ! આપ જેવા રક્ષક મળવા છતાં મોહાદિ ચોરોથી મારું જ્ઞાનાદિગુણરત્નો લૂંટાઈ જાય છે. માટે હે કૃપા સિન્ધુ ! કૃપા કરી મને એવી શક્તિ આપો જેથી હું ભક્તિનિષ્ઠ બની આત્મશ્રેય સાધું. સુકૃત્ય અનુમોદન કેવો સરળ ઉપાય જાણે છાંયે છાંયે સંતપ્ત સંસારને તરી જવાનું જહાજ. સુકૃત્યનું અનુમોદન ક્રમશઃ ૫રમાત્મા અરિહંતથી થાય છે, સર્વજ્ઞ વીતરાગ અરિહંત પરમાત્મા પરમ કલ્યાણ સ્વરૂપ છે. જીવને માર્ગે ચઢાવે છે, અને રક્ષણ આપે છે. યોગક્ષમંકર છે. સિદ્ધ પરમાત્મા જેઓ નિર્વાણ પામી ગત જીવોને અભયદાન આપ્યું છે, અને અવ્યવહા૨ રાશિમાં સબડતા જીવોને (નિગોદ) વ્યવહારરાશિનું પ્રદાન કરી મનુષ્યભવ સુધી પહોંચાડ્યા. તેમના શુદ્ધસ્વરૂપનું અનુમોદન કરતા તેવા ગુણો પ્રગટે છે. જીવ અપૂર્ણ મટી પૂર્ણ બને છે, સંસારી મટી સિદ્ધ બને છે. આચાર્ય ભગવંતો શુદ્ધ આચાર વડે સંઘની રક્ષા કરે છે તેમના સુકૃત્યની અનુમોદના આચારની શુદ્ધિ કરાવે છે. વળી ઉપાધ્યાય અને સાધુભગવંતોના સંયમ સાધનાની અનુમોદના દ્વારા તેવા ગુણો પ્રગટે છે. આ ઉપરાંત ત્રણ કાળને વિષે જેમણે જીવનને કૃતપુણ્ય બનાવ્યું છે, તે ઉપરાંત જે કોઈ પુણ્યાત્માઓએ સુકૃત્ય કર્યાં હોય તેનું અનુમોદન કરવું. ગુણાનુરાગથી ગુણ પ્રગટે છે. એક જૈનદર્શન જ એવું છે કે જે અનુમોદનાને પણ આરાધના જણાવે શ્રી કલાપૂર્ણપ્રબોધ ૧૪૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ છે, ધર્મ જણાવે છે, જેના દ્વારા પાપની હાનિ થાય અને પુણ્યની પુષ્ટિ થાય. સુકૃત્યનું સેવન કે અનુમોદન શુભાનુબંધને દઢ કરે છે. વીતરાગ પ્રણીત સદ્અનુષ્ઠાનનાં આરાધકની સઘળી આરાધના સુકૃત અનુમોદના પૂર્વકની જ હોય. આમ આસેવન અને અનુમોદન અન્યોન્ય પૂરક છે. એકને ત્યજી દે તો તે ફળદાયી નથી થતું. શરણાગતિથી ચિત્તની સ્થિરતા થાય છે. દુષ્કૃતગહથી ચિત્તની નિર્મળતા થાય છે. સુકૃત અનુમોદનાથી સ્વરૂપ તન્મયતા થાય છે. આથી ધ્યાતા, ધ્યાન, ધ્યેયની “સમાપત્તિ એકતારૂપ અભેદ પ્રણિધાનરૂપ હોવાથી તે આત્માની સહજ સમાધિ છે. દુષ્કતગહ વડે બહિરાત્મદાનો ત્યાગ, સુકૃત અનુમોદના વડે અંતરાત્મદશામાં સ્થિરતા અને શરણાગતિ ભાવ દ્વારા પરમાત્મદશાનું ભાવન થાય છે. જ્યારે અંતરાત્માનું પરમાત્મતત્ત્વમાં સમર્પણ થાય છે ત્યારે આનંદઘનરસ અત્યંત પુષ્ટ થાય છે. અપેક્ષાએ સુકૃત સેવન હજી સહેલું છે. પણ અનુમોદન કઠણ છે. તેમાં વળી દુકૃતગહ – દોષ આલોચન તો તેનાથી કઠણ છે. જ્ઞાનપ્રકાશ વગર ગુણદૃષ્ટિ પ્રગટતી નથી. ચેતન / જ્ઞાન અજુવાલીએ (અનુભવીએ) આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. તેનો અનુક્રમે વિકાસ જણાવે છે. (૧) શ્રુતજ્ઞાન: પ્રમાણ અને નયના બોધ રહિત વાક્યોનો સામાન્ય અર્થ જાણવો તે શ્રુતજ્ઞાન છે. તે કોઠીમાં રહેલા બીજ જેવું છે. અર્થાત સમ્યગુ શ્રુતજ્ઞાન મિથ્યાભિનિવેશ કદાગ્રહ રહિત હોય છે, તેથી સ્વસ્થ અને સ્વાદિષ્ટ જળના સ્વાદ જેવું છે. (આંશિક આનંદ જેવું) (૨) ચિંતાજ્ઞાનઃ સર્વ પ્રમાણ અને નાગર્ભિત સૂક્ષ્મ ચિંતનયુક્ત હોય છે. તે જળમાં તેલ બિંદુની જેમ વિસ્તાર પામે છે, પાણી સપાટી પર પથરાઈ જાય છે. દૂધના રસ જેવો સ્વાદ હોય છે. વિશેષ આનંદપ્રદ) (૩) ભાવનાજ્ઞાનઃ આ જ્ઞાન શાસ્ત્રના તાત્પર્યયુક્ત હોય છે. જિનાજ્ઞાને પ્રાધાન્ય આપે છે. આદરપૂર્વક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે, તેથી સ્વપર ઉભય પરમ હિતકારક છે. તેનો સ્વાદ અમૃતતુલ્ય હોય છે. ભાવનાજ્ઞાનથી ભાવિત થયેલો આત્મા “અનુભવપ્રકાશને પ્રાપ્ત કરે છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૪૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ચિતાજ્ઞાન તેનાં સાધનો છે. ચેતન શાન અજુવાળીએ, વળીએ મોહ સંતાપ રે. ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. હે ચેતન ! તું તારા જ્ઞાનપ્રકાશનો વિકાસ કર. જેથી તારો મોહ અંધકાર ટળી જશે. ચિત્તની ડામાડોળ સ્થિતિ પર કાબૂઆવશે. આત્માના સહજ ગુણમાં રમણતા થશે. જીવ અને જડ પદાર્થો વચ્ચે ભેદની રેખા દોરનાર ચિત્તશક્તિ જ્ઞાનશક્તિ છે. એના દ્વારા જ આત્મા સમગ્ર પદાર્થોથી અલગ જણાય છે. સ્વના ભાનના વિસ્મરણથી શું બન્યું? કેવી ભયંકરતા? 29 હે ચેતન! સુખ મેળવવા તે શું શું કર્યું? પર્વતના શિખરો સર કરી આવ્યો. સાગરના પેટાળમાં ડૂબકી મારી આવ્યો. વન ઉપવનમાં રખડી આવ્યો. દેવાદિ ગતિમાં જઈ આવ્યો. જરા વિચાર કર. કેટલું ભટક્યો? કેટલું દોડ્યો? અનંતકાળના આ પરિભ્રમણ પછી તારા હાથમાં શું આવ્યું? ભૂલ ક્યાં છે? ભૂલ ટાળવી છે? તો તારી ચેતનની જાત પર શ્રદ્ધા કર. તું શરીર નથી, શુદ્ધ આત્મદ્રવ્ય છું. તું જ પરમાત્મા છું. તારી આ દૃષ્ટિથી હૃદયની ગૂઢ ગ્રંથિ (મિથ્યાત્વ) ભેદાઈ જાય છે. સર્વ સંશયોનો ઉચ્છેદ થાય છે. સર્વ કર્મો ક્ષય પામે છે. તે અનાદિ અનંત અવિનાશી જ્ઞાનાદિ ગુણોયુક્ત અમૂર્ત કર્મરહિત એવો આત્મા છું. તું જ સાધક, સાધ્ય અને સિદ્ધ છું. સ્વપર શ્રેયરૂપ આવી શ્રદ્ધામાં તું સ્થિર થા, થવા પ્રબળ પુરુષાર્થ કર. આત્માને ઉદ્દેશી થયેલી જે વાતો હોય (છે) તે કોઈ સમાજ, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ વગેરે વિષયના જ્ઞાનની ન જ હોય પણ તે ધર્મશાસ્ત્રોના જ્ઞાનની હોય. સદ્ગુરુ સમાગમે પૂર્ણ શુદ્ધતાનું જ્ઞાન થાય, તે ભેદ ટળી જાય. અભેદ અવસ્થા પ્રગટે. બાકી કોરા લૂખા શાસ્ત્રજ્ઞાનથી આત્માને શો ફાયદો ! શાસ્ત્રજ્ઞાની (અભવ્ય) બુદ્ધિબળે આત્મા પરમાત્માને જાણે છે પણ હૃદયથી ૧૫૦ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા કરી શકતો નથી, કે ઉપાસના કરી શકતો નથી. જ્ઞાન એ અદ્ભુત અમૃત છે, કારણ કે તે સમુદ્રમાંથી ઉત્પન્ન થતું નથી. જ્ઞાન એ અનુપમ રસાયણ છે, કારણ કે તે ઔષધિના મિશ્રણથી બનેલું નથી. જ્ઞાન એ અપૂર્વ ઐશ્વર્ય છે, કારણ કે ધનાદિ પદાર્થની અપેક્ષા રહિત છે. બાહ્ય જગતના કહેવાતા અમૃત રસાયણ, ઐશ્વર્ય પરપદાર્થ અપેક્ષિત છે, તેથી નાશવંત છે. ત્યારે જ્ઞાનરૂપ ઐશ્વર્ય કોઈ પદાર્થની અપેક્ષા રહિત છે. તેથી સ્વાભાવિક છે, માટે હે ચેતન ! જ્ઞાનસ્વરૂપ આત્મમાં રમણ કર. આત્મા શુદ્ધ જ છે એવું જ્ઞાન પરમાત્મસ્વરૂપની દઢ શ્રદ્ધા પેદા કરે છે. માટે વિનાશી / પૌગલિક પદાર્થોનો સંગ છોડી અવિનાશી પરમાત્મા સાથે સદા તન્મય કરે તેવા જ્ઞાનનો સતત અભ્યાસ કરવો. અન્યથા વાદવિવાદથી દૂર રહેવું. તત્ત્વજ્ઞાની, અનુભવી મહાત્મા, સંતોની આ વાણી 3 આવા શુદ્ધાત્માને ભુલાવનાર કોણ છે? મોહ મોહ એટલે પારકાને પોતાનું માનવું તે મોહ જડમાં ચૈતન્યની બુદ્ધિ કરવી તે મોહ અનિત્યને નિત્ય માનવું તે મોહ. અવિનાશીને છોડી વિનાશીની પાછળ દોડવું તે મોહ. ભોગમાં સુખ માનવું તે મોહ. ત્યાગમાં દુખ માનવું તે મોહ. અસ્થિરતાનો આરંભ તે મોહ. આકુળતાનું બીજું નામ તે મોહ. જ્ઞાન, દર્શન ચારિત્રને દૂષિત કરે તે મોહ. મુક્ત આત્માને કર્મના કવચથી બાંધે તે મોહ રાગ, દ્વેષ, મદ, માન, માયા, કામ, ક્રોધ, ઈર્ષા, અહંમ આ સર્વ મોહના સ્વજનો, સંતતિ છે. આ દરેક વાક્યમાં એક “ના” ઉમેરી દો તો મોહ મોક્ષ બનશે. આ મોહ ક્યાં સુધી રહે છે, અને કેમ રહે છે ? અજ્ઞાની જ્યાં સુધી જડમાં ચૈતન્યની બુદ્ધિ કરે છે. શરીરમાં આત્મ બુદ્ધિ કરે છે. પુદ્ગલમાં સુખની માન્યતા કરે છે. પરિવારમાં મમત્વ બુદ્ધિ સેવે છે. વિનાશી ધનાદિમાં સ્પૃહા રાખે છે. ત્યાં સુધી આ મોહની જાળમાં તું ફસાયેલો પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૫૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ રહીશ. વળી જગતમાં સદ્ગુરુના અભાવે જીવો હિમાલયની ગુફામાં આત્મશાંતિ શોધે છે. કોઈ વન ઉપવનમાં શોધે છે તો કોઈ આશ્રમવાસી થાય છે. પરંતુ જ્યાં સુધી અનાત્મપદાર્થોમાંથી અહંમ કે મમત્વ છૂટે નહિ પરમાં સ્વની કલ્પના ટળે નહિ ત્યાં સુધી આત્મા કે આત્મશાંતિ પ્રાપ્ત થતી નથી. અનુકૂળતાનો રાગ પ્રતિકૂળતાનો દ્વેષ જીવ બધે શોધી લે છે, જેમાં અસ્થિરતા હોય છે. પછી તેને શાંતિ ક્યાંથી મળે? જગતમાં જે કંઈ વિચિત્રતા છે તે કર્મજન્ય અવસ્થાઓ છે તેમાં રાગ દ્વેષ ન કરતાં સમભાવ રાખવો તે સમાધિ છે. ઉદયકર્મને આધીન ક્રોધાદિ કષાયો થાય, તેને સારા માને, પાછો ન વળે તો તેનો અનુબંધ ચોરાશી ચક્કરમાં જીવને ભમાવે છે. આ અનુબંધ ભયંકર છે. તેનો આદર ન કર. નિંદા – આલોચના દ્વારા તેને શીઘ્રતાથી દૂર કરજે. ઉપશમભાવને ધારણ કરજે. ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી ધિર પરિણામ રે. ભાવિયે શુદ્ધનય ભાવના, પાપ નાશય તણું ઠામ રે... ઉચિત વ્યવહાર દ્વારા મનને સ્થિર કરવું, નિર્મળ પવિત્ર પરિણામને ઉત્પન્ન કરનાર શુદ્ધનયની ભાવનાથી આત્માને ભાવિત કરવો. આમ વ્યવહાર અને નિશ્ચય ઉભય મળીને મોક્ષમાર્ગ બને છે, નિશ્ચયનય સાધ્ય છે, વ્યવહારનય સાધન છે. આત્મા સાધક છે. નિશ્ચયનયની યોગ્યતા ભક્તિયોગ જેવા શુદ્ધ વ્યવહારના પાલનથી પ્રગટે છે. માટે વ્યવહારમાર્ગનું પાલન નિશ્ચયનયને લક્ષ્યમાં રાખીને કરવાનું છે. નિશ્ચયનયને ભૂલીને થતું વ્યવહારધર્મનું પાલન માત્ર કષ્ટ ક્રિયારૂપ બને છે. અગર કર્તાપણાનો અહંકાર ઉત્પન્ન કરે છે અને ભૂમિકા અનુસાર વ્યવહાર ધર્મ ત્યજી દેવાથી પ્રમાદ કે સ્વચ્છેદ જેવા દોષો ઉત્પન થાય છે. શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. હે ચેતન ! હજી સુધી તારી ભૂમિકાનુસાર તને શરણાગતિ, દુષ્કતનિંદા શ્રી કલાપૂર્ણપ્રબોધ ૧૫૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ સુકૃત અનુમોદના દ્વારા ઉચિત વ્યવહારના પાલનનું ભાન કરાવ્યું હતું. જેથી આત્મપરિણામોની વિશુદ્ધિ થઈ સ્થિરતા પ્રાપ્ત થાય, તે સિવાય શુદ્ધ આત્મસ્વરૂપ સમજાતું નથી. પરિણામોની સ્થિરતા થવાથી જીવ પર દ્રવ્ય અને પરભાવોથી પરસ્પૃહાથી મુક્ત બને છે. ત્યાર પછી નિશ્ચયનયનું જ્ઞાન ગ્રાહ્ય બને છે. હે ચેતન ! વીતરાગમાર્ગનો એક સનાતન સિદ્ધાંત છે કે જગતમાં છ દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે. તે પરસ્પર અન્યોન્ય પ્રવેશ કરતા નથી. કર્મપુદ્ગલો અને આત્મપ્રદેશોનો પરસ્પર સંયોગ સંબંધ છે. તાદામ્ય સંબંધ ગોળ અને ગળપણ જેવો નથી. જેમ શરીર ઉપર વસ્ત્રનો સંયોગ થવાથી શરીરના અવયવો ઢંકાઈ જાય છે, પણ વસ્ત્રો દૂર થતાં અવયવો પ્રગટ થાય છે, તેમ કર્મપુદ્ગલોના સંયોગથી આત્મગુણો ઢંકાઈ ગયા છે, તે કર્મપુદ્ગલો દૂર થતાં આત્મગુણો પ્રગટ થાય છે. ત્યારે દિવ્ય દૃષ્ટિ – જ્ઞાનદૃષ્ટિ પ્રગટ થાય છે. અનુપમ સ્થિરતા પ્રાપ્ત થાય છે. તે વડે સહજ સ્વરૂપની અનુભૂતિ કરી શકાય છે. હે ચેતન ! ખરેખર તું અચિંત્ય છું, મહાન છું. તને હીન ન માનતો. તારી ગુણસંપત્તિને કોઈ લૂંટી શકે તેમ નથી કે નાશ કરી શકે તેમ નથી. પછી શા માટે તને ભય, શોક, ચિંતા હોય? - તારું અને પરમાત્માનું સ્વરૂપ સમાન છે. સત્તાએ તું પરમાત્મા સમાન છું. નિશ્ચયથી ચૈતન્યજાતિની અપેક્ષાએ બધા જ જીવો એક છે. આત્માના આઠ રૂચક પ્રદેશો નિરાવરણ છે. આ આત્મસ્વરૂપની ઝાંખી આપે છે. નહિ તો જીવ અજીવ બની જાય. - આત્માના સહજ સ્વભાવ ધર્મની ધારણા કરવાથી મોહરૂપ ભયંકર ચોર પણ મૃતપાય બની જાય છે. જેમ મોર પાસે સર્પ રહી શકતો નથી, અગ્નિ પાસે શીતળતા ટકી શકતી નથી, પ્રકાશ સામે અંધારું ટકી શકતું નથી તેમ સ્વભાવધર્મ સામે મોહ ટકી શકતો નથી. જેમનામાં સમ્યગુદર્શનાદિ ધમની સંપૂર્ણ સિદ્ધિ થઈ ગઈ છે, એવા અનંત ચતુષ્ટયના સ્વામી પરમાત્માને હૃદયમાં વિરાજમાન કરવાથી, તેમનું સતત સ્મરણ કરવાથી મોહરૂપ ચોરને આત્મમંદિરમાંથી નીકળી જવું પડે છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૫૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્મા સર્ચિદાનંદ સ્વરૂપે વિકસે છે. નામ અરિહંત એ અક્ષરાત્મક છે. અક્ષર એ મંત્ર સ્વરૂપ છે. મંત્રાક્ષરનો પ્રત્યેક ધ્વનિ આંતઆણો પર ઉપઘાત કરતાં કરતાં સૂક્ષ્મસૂક્ષ્મતર બનીને અનાહત કક્ષાને વરે છે, ત્યારે સાધક-જાપક સાધ્ય-જાપ્ય એકરૂપ બને છે એ મંત્રજાપનું યથાર્થ ફળ છે. અનંતલબ્લિનિદાન શ્રી ગૌતમસ્વામીજી પરમ તારક શ્રી મહાવીરસ્વામી પરમાત્માના નિર્વાણ પછી “વીરવીર’ કહી વલવલે છે. એમ કરતાં અગ્નિબીજરૂપ “ર' અક્ષરથી તથા પ્રકાશની અસરથી તેમના હોઠ સુકાય છે. કંઠમાં શોષ પડવાથી “ર” છૂટી જાય છે અને કેવળ “વી” અક્ષરનો જાપ ચાલુ રહે છે. પોતે અનંત બીજબુદ્ધિના સ્વામી તો છે જ એટલે “વીમાંથી તેમને “વીતરાગ, વીતરૂપ, વીતભય, વીતશોક જેવા ભાવ ફુરે છે, તેનો મર્મ સ્પ છે, તેના પ્રભાવે પ્રભાત થતાં ચાર ઘાતી કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન પામે “ર” બીજનો આવો પ્રભાવ છે. જ્યારે આત્મા આ પરમાત્મસ્વરૂપ સાથે લીન થાય છે, સંબંધ જોડે છે, ત્યારે તેના અસંખ્ય પ્રદેશોમાં સમ્યગૃજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પથરાય છે, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત થતી આ અવસ્થાને અન્ય દર્શનીઓને માન્યકુંડલિની મહાશક્તિનું ઉત્થાન સહજ બને છે. તેને માટે ક્લિષ્ટ કષ્ટકારી કોઈ પ્રયત્નોની આવશ્યકતા નથી. કાચું ફળ જેમ જેમ પાકતું જાય છે તેમ તેમ તેમાં રસવૃદ્ધિ પામે છે, છાલ સાથેનો સંબંધ પાતળો પડતો જાય છે. તે રીતે મંત્ર જાપજન્યના પ્રભાવથી સાધકનો ભાવમળ પાતળો પડતો જાય છે તેમ તેમ સાધકના મનમાં આત્મરસિકતા વૃદ્ધિ પામે છે. જેમ જેમ એકાકારતા થતી જાય છે, તેમ તેમ રાગ-દ્વેષ નાબૂદ થઈ જાય છે. સૂર્યના અભાવે ભૌતિક જગતની જે દુર્દશા થાય છે તેના કરતાં વધુ ભયાનક દુર્દશા શ્રી અરિહંત પરમાત્મા રૂપી દિવાકરના અભાવે જીવોની થાય પગ મૂકવા માટે ધરતીનું આલંબન ન મળે તો વ્યર્થ મનાય છે, તેમ ૧૫૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #163 -------------------------------------------------------------------------- ________________ સર્વ અવલંબનોનું શ્રેષ્ઠ અવલંબ શ્રી અરિહંત છે. શ્રી અરિહંત પરમાત્માનું આલંબન ધ્યાન સિદ્ધ થયા પછી અરૂપી અવિનાશી પરમાત્મા શ્રી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. સિદ્ધશીલા મૃત્યુલોકથી સાતરાજ દૂર છે. તેમ દેહમાં આત્મબુદ્ધિએ જીવનારા માટે નિકટમાં નિકટ રહેલો આત્માભાવથી સુદૂર છે. જેઓ તત્ત્વજીવી છે. શુદ્ધ આત્મસ્વભાવમાં મગ્ન છે, સામાયિકને જીવન બનાવી શક્યા છે, તેઓ પોતાની ભૂમિકાનુસાર સિદ્ધશીલા પર બીરાજમાન સિદ્ધ આત્માના સહજ આનંદની ઝલક માણી શકે છે. ધ્યાનયોગના સાધકને સત્તર પ્રકારનો સંયમ અતિ સહાયક છે. પાંચ ઇન્દ્રિયોના વિષય, ચાર કષાય, પાંચ અવ્રત અને મનાદિ ત્રણ અશુભયોગ. સાધુજનો આવા અસંયમથી નિવૃત્ત હોય, શ્રાવક સામાયિકાદિમાં દેશથી નિવૃત્ત હોય કે યથાશક્તિ પ્રતાદિનું પાલન કરે અને મનને સ્થિર કરે તો ધ્યાનયોગ સફળ થાય છે. - એક અમોઘ ઉપાય – મનને વિકલ્પરહિત બનાવવા માટે સર્વ પ્રથમ સર્વ જીવોના કલ્યાણની ભાવનાથી મનને વાસિત કરવું. એમ કરવાથી પોતાની જાતનો દેહનો રાગ ઘટે છે. અને તે સમગ્ર જીવો સુધી વિસ્તરે છે. તેથી દેહસુખનું આર્તધ્યાન ઉત્પન થતું નથી. તે પછી સિદ્ધ પરમાત્માના ધ્યાનની પાત્રતા થાય છે. આ યોગ્યતા પછી નાના બાળકનું વસ્ત્ર જેમ મોટા બાળકને બંધબેસતું થતું નથી તેમ સાધકને સંસારીભાવ બંધ બેસતા થતા નથી. તેથી સિદ્ધ સ્વરૂપને સિદ્ધ કરવાની સાધનામાં ઓતપ્રોત થઈ જાય છે. જેટલી દેવતત્ત્વની ઉપાસના આવશ્યક તેટલી ગુરુ તત્ત્વની ઉપાસના આવશ્યક છે. ગુરુ પર ભીતરની ભક્તિપૂર્વક તેમના આશયને અનુલક્ષી વિવેકસહ વર્તન કરવું. તેમની આજ્ઞાને આધીન રહેવું તે પરમ ગુરુ પરમાત્માની પ્રાપ્તિનું મુખ્ય બીજ છે. તે વડે મોક્ષની પ્રાપ્તિ કહી છે. અયોગ્યના બંધનથી છૂટવા માટે યોગ્યના બંધનનું પરતંત્ર અનિવાર્ય છે, એ ધર્મનું રહસ્ય છે. ધર્મતત્ત્વની ઉપાસનાથી પરમાત્મતત્ત્વની ઉપાસના થાય છે, કારણ કે પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૫૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વ એટલે પરમાત્માની આજ્ઞા અને તેનું પાલન એટલે ધર્મતત્ત્વની ઉપાસના. આમ ત્રણે તત્ત્વની ઉપાસના દ્વારા આત્મતત્ત્વની ઉપાસના થાય. આમ પરમાત્મતત્ત્વની ઉપાસના દ્વારા જીવ શાશ્વત પદને પામે છે. પૌદ્ગલિક પદાર્થોથી આકર્ષાયેલા ચિત્તને મુક્ત થવા, પૌદ્ગલિક પદાર્થોની આસક્તિને તોડવા ઉત્તમોઉત્તમ દ્રવ્યો દ્વારા પરમાત્માની પૂજા કરવાનું કહ્યું છે. આથી ત્રિભુવનને પૂજ્ય પરમાત્માને પૂજનારો હું તુચ્છ સ્વાર્થ જેવા દોષોને નહિ સેવું. પૌદ્ગલિક પદાર્થોની પૂજા (2) નહિ કરું એવા ભાવો મનને સ્પર્શે છે. જેથી મન નિર્દોષ અને પ્રસન્ન થાય છે. આત્મદર્શન પ્રાપ્ત સાધકની વૃત્તિ અને પ્રવૃત્તિ જેને એક વાર આત્મદર્શન થઈ ગયું હોય તેની વૃત્તિ અને પ્રવૃત્તિ પર આત્મભાવની એકરૂપ છાપ હોય છે, તેની વૃત્તિ કે પ્રવૃત્તિમાં તુચ્છ સ્વાર્થ, રાગ-દ્વેષ જેવા ભાવોની ગુલામી નથી. વિષયોમાં લોલુપ નથી થતો, ચાર કષાયમાં પ્રવૃત્ત થતો નથી. ભવથી મુક્ત થવાનું માત્ર લક્ષ્ય હોય છે. સ્વાત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું સતત પુરુષાર્થ રહે છે. ક્ષણેક્ષણનો આત્મસાધનામાં સદુપયોગ કરવા નિરંતર કટિબદ્ધ હોય છે. રૂચિમાં આત્મા. પ્રીતિમાં આત્મા, જાતિમાં આત્મા ધ્યાનમાં આત્મા ઉપયોગમાં આત્મા. આવા સમ્યગુદૃષ્ટિવંત આત્માને મોક્ષપ્રાપ્તિ પહેલાં ભવિતવ્યતાને યોગે જન્મ-મરણ કરવાં પડે, તેમાં દૈવી કે માનુષી સુખો મળે કે દુઃખના દાવાનળમાં સપડાય તોપણ મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિમાં સપડાતો નથી, અને નિકટમાં શાશ્વત સુખ પામે છે. નયોની અપેક્ષાએ દર્શન 25 (1) નૈગમનયની અપેક્ષાએઃ પ્રભુદર્શન એટલે મન-વચન-કાયાની ૧૫૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #165 -------------------------------------------------------------------------- ________________ ચપળતા સાથે માત્ર ચક્ષુથી પ્રભુમૂર્તિને જોવી. (૨) સંગ્રહનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે સર્વ જીવોમાં સિદ્ધ સમાન શુદ્ધ સત્તાનું દર્શન થવું. (૩) વ્યવહારનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે આશાતના રહિત વંદન સહિત પ્રભુમુકા-બિંબને જોવું. () ઋજુ સૂત્રનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે યોગોની સ્થિરતાયુક્ત ઉપયોગપૂર્વક પ્રમુદ્રા જોવી. (૫) શબ્દનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે આત્મસત્તા પ્રગટાવવાની રુચિપૂર્વક પ્રભુની તત્ત્વસ્વરૂપ પ્રભુતાનું અવલોકન કરવું. (૬) સમભિરૂઢનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે કેવળજ્ઞાન – કેવળ દર્શનની પ્રાપ્તિ. (૭) એવંભૂતનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે જીવ જ્યારે પોતાની શુદ્ધ સત્તાને પ્રગટાવી સ્વયં પૂર્ણ શુદ્ધસિદ્ધ થાય તે. આ પ્રકારે નયોની અપેક્ષાએ દર્શનનો વિચાર કરવાથી આપણે કઈ ભૂમિકાએ છીએ, કેવા પ્રકારે પ્રભુદર્શન કરીએ છીએ, અને કેવા પ્રકારે કરવું જોઈએ તેની સ્પષ્ટતા થવાથી ઉત્તમ પ્રેરણા મળે છે. જો હોવે મુજ શક્તિ ઈસી સવિ જીવ કરું શાસન રસી” શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ દળવાળા આત્માનો આ પરમ સંકલ્પ બળ માત્ર પાંચ-પચીસ દિવસો, વર્ષો પૂરતું મર્યાદિત નથી હોતું. પરંતુ સતત ત્રણ ભવના સમગ્રકાળ વડે સેવાયેલું છે. તેથી ચરમભવમાં તેઓશ્રીનું પ્રત્યેક રુવાડું દયારૂપી મંત્રોનું સ્વરૂપ ધારણ કરીને જગતના જીવોને પાવન કરવાનો સ્વધર્મ બની રહે છે. સ્વાર્થપરાયણતા વિશ્વમાં વ્યાપક છે. પરમાત્માની પરાર્થપરાયણતા આપણને ઉત્તમ શીખ આપે છે. સ્વાર્થજનિત પાપથી મુક્ત થવાનું પ્રેરકબળ તમે કદાચ ઉત્કૃષ્ટ પરાર્થપરાયણતા ન કરો પણ જો તમારા શુભભાવનાનું સામર્થ્ય જોવું હોય તો ફક્ત ત્રણ દિવસ તમે કોઈ એક જીવને પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૫૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ સતત શુભ ભાવનાનો વિષય બનાવીને અનુભવ કરી શકો છો. અરે શત્રુ પણ તમને ચાહવા લાગશે. નામસ્મરણનો અપૂર્વ ચમત્કાર શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોનાં નામ-સ્મરણ-વંદન કીર્તન દ્વારા આત્માના અસંખ્ય પ્રદેશો પરના પુરાણા પાપના પરમાણુઓ નાશ પામે છે. આત્મા લઘુકર્મી બને છે, ધીમે ધીમે બહિરાત્મદશાથી વિમુખ થઈને, અંતરાત્માદશા સન્મુખ બનતો જાય છે, અંતે પરમાત્મદશાનો અનુભવ કરે છે. (કેવો સરળ ઉપાય છે ) ચૌદપૂર્વના સાર સમા આ મંત્ર દ્વારા વિભાવની ભયંકરતા અને સ્વભાવની ભદ્રંકરતાનું ભાન થાય છે. આથી આત્મા વિભાવથી વિરમી સ્વભાવમાં સ્થિર થઈ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. વિવેચનકાર પ. પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણ સૂરિજી મહારાજ ૧૫૮ નવકાર : સર્વ આગમોનો સાર નવકારમાં છે. આ નવકારને કદી નહીં ભૂલતા, નવકાર કહે છે તમે જો મારું સ્મરણ કરો છો તો સર્વ પાપોનો નાશ કરવાની જવાબદારી મારી છે. બધા જ આગમો નવકારને કેન્દ્રમાં રાખી પરિક્રમા કરી રહ્યા છે, ચૌદપૂર્વી પણ અંત સમયે નવકાર યાદ કરે છે, આવો મહામૂલો નવકાર મળ્યો છે તેને ભાગ્યની પરાકાષ્ઠા સમજો. શ્રી. કલાપૂર્ણપ્રબોધ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૫. ધ્યાનવિચાર ધ્યાનવિચાર - જૈનદર્શન પામેલા ભવ્યાત્માનું ધ્યેય, લક્ષ્ય અને આખરી કર્તવ્ય મોક્ષ છે. તે મોક્ષ સર્વથા કર્મના ક્ષયથી થાય છે. કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે. માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે. કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર. આ સ્થિતિ ખરેખર હોવા છતાં પણ જૈનસંઘમાં ધ્યાનનો અભ્યાસ ઘણા સમયથી લગભગ નહિવત્ થઈ ગયો છે. એટલે સામાન્ય રીતે જૈન જૈનેતર સૌને એમ જ લાગે છે કે જૈન ધર્મ ક્રિયાકાંડમાં અને ઉત્સવોથી ભરેલો છે. ધ્યાન જેવી સાધનાઓ છે જ નહિ. તેથી તેઓ અન્યત્ર દોરવાઈ જાય છે. આથી આ અનુવાદમાં મેં સહયોગ આપ્યો હતો. વળી આ. શ્રી કલાપૂર્ણસૂરીજીના હાથે એનું વિશદ વિવેચન થશે તેથી ઘણો આનંદ થયો. શ્રી મુનિ જંબુવિજયજી. ધ્યાતા અંતરાત્મા ૫ મહોપાધ્યાયત્રી યશોવિજયજી મહારાજ શાસ્ત્રકારોએ આત્માના ત્રણ પ્રકાર કહ્યા છે: બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. ‘બહિરાભાઃ જીવ જ્યાં સુધી દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિવાળો હોય છે તે બહિરાત્મા. જે અવસ્થા ત્યાજ્ય છે. અંતરાત્માઃ જીવની અંતરદષ્ટિ ઊઘડતાં આત્મામાં જ આત્મબુદ્ધિ થાય તે અંતરાત્મા. જે સાધનરૂપ છે, સાધક અવસ્થા છે. ચોથા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધીના સાધકો ધ્યાનયોગની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરે છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૫૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા? જીવ જ્યારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે ત્યારે તે પરમાત્મા કહેવાય છે. જે સાધ્ય છે. પરમાત્મા પ્રચ્છન્નરૂપે સર્વ જીવોમાં રહેલો છે. ગાઢ અંધકારરૂપી ભસ્મથી આચ્છાદિત તે પરમાત્મસ્વરૂપનો અનુભવ પ્રબળ ધ્યાનશક્તિ વડે થઈ શકે છે. આત્મા પરમાત્માનો સમ્યગુયોગ એ અંતરાત્મદશા છે. તે ધ્યાનયોગ અને આત્માનુભવસ્વરૂપ છે. અંતરાત્મદશાનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ અજ્ઞાનનાં આવરણો દૂર થતાં જાય અને પરમાત્મસ્વરૂપ પ્રગટ થતું જાય. ધ્યાનની સફળતા અને સિદ્ધિ માટે ધ્યેય પણ સર્વોચ્ચ, પરમ પવિત્ર, સર્વગુણ સંપન્ન હોવું જોઈએ. તે ધ્યેય પરમાત્મા જ છે. પરમાત્માનું જ્ઞાનપૂર્વક શરણ ગ્રહણ કરવાથી તેમનામાં રહેલા શુદ્ધ ધર્મનું બહુમાન થાય છે, અને તેથી શરણાગત સાધકમાં શુદ્ધ ધર્મ પ્રગટે છે. તે પરમાત્માનું સ્વરૂપ ધ્યાતાએ જાણવું જોઈએ. પરમાત્મા શુદ્ધબુદ્ધ સકળ ઉપાધિ રહિત છે. વ્યક્તિરૂપે મોક્ષમાં બિરાજમાન છે. શક્તિરૂપે સર્વ જીવ જગત વ્યાપક છે. જ્યાંથી પાણી પાછી ફરે છે, મનની ગતિ ત્યાં થતી નથી. તે માત્ર શુદ્ધ અનુભવ ગમ્ય છે. પરમાત્માના સાકાર અને નિરાકાર બે ભેદ છે. સદેહે પૃથ્વીતલ ઉપર વિચરી ઉપદેશ દ્વારા જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા તીર્થંકર એ સાકાર પરમાત્મા છે. ઘાતી-અઘાતી સર્વ કર્મોનો સંપૂર્ણક્ષય કરી મનાદિ યોગથી રહિત બનેલા પરમ જ્યોતિર્મય, નિરાકાર, નિરંજન, પૂર્ણશુદ્ધ સ્વરૂપને પામેલા પૂર્ણગુણી સિદ્ધ પરમાત્મા નિરાકાર પરમાત્મા છે. સ્વતુલ્ય સ્વરૂપ પ્રદાન કરવાના પરમાત્માના સહજ સ્વભાવને જાણીને યોગી પુરુષો તેમનું અભેદભાવે ધ્યાન કરે તે અભેદ ધ્યાનના પ્રભાવે પોતામાં પ્રચ્છન્નપણે રહેલ પરમાત્મ સ્વરૂપને પામે છે. ધ્યાનની વિશદતા ધ્યાને એકાગ્ર સંવિત્તિઃ એકાગ્ર ધ્યાન એટલે એક આલંબનવાળું જ્ઞાન, અર્થાત્ વિજાતીય જ્ઞાનના ૧૬૦ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #169 -------------------------------------------------------------------------- ________________ અભાવવાળી સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધ્યાન માટેની ભિન્ન ભિન્ન પરિભાષાઓ પણ છે. શ્રી સમવાયાંગસૂત્રમાં એક વસ્તુમાં અંતમુહૂર્તકાળ સુધી ચિત્તની અવસ્થાને ધ્યાન કહ્યું છે. તત્ત્વાર્થસૂત્રમાં એકાગ્ર ચિંતા નિરોધ અર્થાત્ કોઈ એક વિષયમાં સ્થિરતાને ધ્યાન કહ્યું છે. પૂ. શ્રી હરિભદ્રસૂશ્વરજીએ મોક્ષપ્રાપક ધર્મવ્યાપારને યોગ) ધ્યાન કહ્યું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યશ્રીએ પદસ્થ આદિ ધ્યાનની પ્રણાલિ દર્શાવી છે. શ્રી કેસરસૂરીશ્વરજીએ ધ્યાનદીપિકામાં બારભાવનાના ભાવનને ધ્યાન કહ્યું શ્રી પાતંજલ ઋષિએ સ્વરચિત યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગધ્યાન કહ્યું છે. ધ્યાન વિચાર પ્રસ્તુત ગ્રંથમાં ચિંતા ચિંતન) અને ભાવનાપૂર્વકના સ્થિર અધ્યવસાયને ધ્યાન કહ્યું છે. ઉપરના પ્રકારો કરતાં ગ્રંથકારે ધ્યાનની વિશેષતાઓ દર્શાવી છે જે આગમિક છે. ગ્રંથકારનું નામ અજ્ઞાત છે, પરંતુ મહાન ગીતાર્થ હોવા જોઈએ. પ્રસ્તુત ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે સ્થિર નિશ્ચલ અધ્યવસાય, અર્થાત આત્માનો પરિણામ – આત્માનો ઉપયોગ એ ધ્યાન છે. ધ્યાનમાં સ્થિરતાનિશ્ચલતા લાવવા માટે પ્રથમ ધ્યેય પદાર્થનું ચિંતન અને ભવન જરૂરી છે, ત્યાર પછી જ એકાગ્રતાપૂર્વકનું ધ્યાન થઈ શકે છે. પોતાના દેહાદિને અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ અને પ્રતિકૂળ સામગ્રીની પ્રાપ્તિ માટે જીવને હિંસાદિ અવત, ક્રોધાદિ કષાય, ઈષ્ય જેવાં પાપ અંગે ચિત્તમાં વારંવાર વિચારવૃત્તિ ઊઠે છે તે અશુભ ચિંતા હોવાથી અશુભભાવ આમ અનાદિકાળથી અભ્યસ્ત જીવને અશુભ ચિંતા અને અશુભ ભાવનાને કારણે વારંવાર આર્ત અને રૌદ્રધ્યાન થયા કરે છે. આ બંને પ્રકારના અશુભ ધ્યાન એકેન્દ્રિયથી માંડીને સમુચ્છન પંચેન્દ્રિય સુધીના સર્વ અસંશી જીવોને અને મનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ જીવોને હોય છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૬૧ WWW.jainelibrary.org Page #170 -------------------------------------------------------------------------- ________________ આ અશુભ ધ્યાનનું નિવારણ કરી શુભ ધ્યાનને લાવવા માટે શુભ ચિંતા (ચિંતન) શુભભાવના આવશ્યક છે. ચિંતા-ચિંતન વિચારત્મક છે. તે જીવાદિ તત્ત્વોનું અને પરમતત્ત્વનું યથાર્થ સ્વરૂપ ચિંતવવું. તેમાં સાત તત્ત્વોને અનુસરીને સાત પ્રકારનું શુભ ચિંતન છે. પાપપુણ્ય રહિત તત્ત્વ નવ કહ્યા છે) ભાવના – આચારાત્મક છે, તેમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, વૈરાગ્યનો અભ્યાસ કરવો તે ચાર પ્રકારની શુભભાવના છે. આગમિક પરિભાષામાં કહીએ તો ચિંતા-ચિંતન એ ગ્રહણ શિક્ષાસ્વરૂપ છે અને ભાવના આસેવન શિક્ષા સ્વરૂપ છે. યદ્યપિ ચિંતા અને ભાવના એ ધ્યાનની પૂર્વભૂમિકા છે. સાધકે જે ધ્યેય બાંધ્યું હોય તે પ્રકારે તેને અનુરૂપ વિષયનું ચિંતન કરવાથી ધ્યાનમાં સરળતાથી પ્રવેશ થાય છે. અને તેમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. ચિંતનરૂપ જ્ઞાન શક્તિ અને પંચાચારના અભ્યાસરૂપ વીર્યશક્તિ દ્વારા જ્યારે સાધકના આત્મ પરિણામ ધ્યેયમાં સ્થિર થાય છે ત્યારે તેને ધ્યાન કહેવાય છે. વાસ્તવમાં પરમાત્મામાં ધ્યાતા – અંતરાત્માનું એાગ્ર ચિત્ત થવું અને પરમાત્માનો સંયોગ થવો તે ધ્યાન યોગ છે. સમ્યગુદર્શન – જ્ઞાન – ચારિત્ર ત્રણેની એકતા મોક્ષનો માર્ગ છે, આ રત્નત્રયીની આરાધના એ મોક્ષનો રાજમાર્ગ છે. શુભધ્યાનમાં આ રત્નત્રયી અંતર્ભત હોવાથી શુભ ધ્યાન એ મોક્ષનો રાજમાર્ગ છે. શુભધ્યાનના મુખ્ય બે પ્રકાર છે. (૧) ધર્મધ્યાન (૨) શુક્લધ્યાન. આ બંને ધ્યાનમાં મોક્ષમાર્ગ સમાયેલો છે. તેથી ધ્યાનયોગ એ દ્વાદશાંગી રૂપ જિનશાસનનો સાર છે. શેષ સર્વ અનુષ્ઠાનો ધ્યાનયોગને સિદ્ધ કરવાનાં ભૂમિકાનુસાર સાધનો છે. ધ્યાનયોગ મોક્ષપ્રાપ્તિનું અનંતર સાધન છે. સર્વ વિરતિ, દેશવિરતિના આચારો, આવશ્યકાદિ સદ્અનુષ્ઠાનો પરંપરા એ મોક્ષનાં સાધનો છે. જીવની મુખ્ય બે શક્તિ છે યોગ અને ઉપયોગ. યોગ એ આત્માની ક્રિયાત્મક શક્તિ-વીર્યમ્હરણરૂપ શક્તિ છે અને ઉપયોગ ભાવાત્મક શક્તિ શ્રી કલાપૂર્ણપ્રબોધ ૧૬૨ Page #171 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રત્યેક પ્રવૃત્તિમાં જીવની આ બંને શક્તિઓ કાર્યશીલ હોય છે. તે બંને શક્તિઓની અભ્યાધિકતા પ્રમાણે ધ્યાનની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ ઘટી શકે આથી અનુષ્ઠાનના સેવન વડે યોગ અને શ્રુતજ્ઞાનના સેવન વડે ઉપયોગરૂપ બંને શક્તિઓ ઉત્તરોઉત્તર વિકસે છે. ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં ધ્યાનના ૨૪ પ્રકાર દર્શાવ્યા છે. તેમાં પ્રથમ ધર્મધ્યાનનાનો નિર્દેશ કરી જિનાજ્ઞાનું ધ્યાન એ પરમાત્માનું ધ્યાન છે તેથી સર્વ પ્રથમ જિનાજ્ઞાનો મહિમા બતાવ્યો છે. જિનાજ્ઞા અને પરમાત્માનું ધ્યાન એક જ છે. જિનાજ્ઞા – વિશ્વ જંતુ હિતકર આજ્ઞાનું નિર્મળ અને સ્થિર ચિત્તે ચિંતનમનન-પાલન તે સર્વ ધ્યાનના ભેદોનો પાયો છે. ત્યાર પછી પરમ ધ્યાન આદિ ધ્યાનો અનુક્રમ સિદ્ધ થાય છે. શ્રાવક ઘણા કર્મોવાળો હોવાથી દ્રવ્યપૂજા વડે પ્રગટેલા શુભભાવ દ્વારા સર્વ વિરતિને – વૈરાગ્યને પામી સર્વ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામી પોતા વડે સર્વ જીવોને થતી પીડાથી મુક્ત કરી સ્વયં મુક્તિ સુખને પામે છે. આવા ક્રમ સિવાય કેવળ શુદ્ધાત્માનું ધ્યાન એ શુષ્ક ધ્યાન છે. આ રીતે મુમુક્ષુ સાધક પોતાના આત્મપ્રદેશો સાથે દઢપણે ચોટેલા કમાણુઓને દૂર કરવા, ક્ષય કરવા શુભ આલંબનો દ્વારા પોતાના આંતર આત્મિક પુરુષાર્થને ઉત્તરોઉત્તર વેગવંતો બનાવતો રહે છે, તેના દ્વારા ધ્યાન સાધનામાં આવતા વિક્ષેપોને દૂર કરે છે. આત્મસ્વભાવમાં જેમ જેમ લીનતા વધતી જાય તેમ આત્મપ્રદેશો પરના કમણુઓની પકડ શિથિલ થાય છે. (જન્મમરણથી મુક્ત કરનાર ધ્યાનયોગની જૈનદર્શનમાં વિશિષ્ટતા અને વિશદતા આગમિક ગ્રંથોમાં હોવા છતાં વર્તમાન કાળમાં તે પ્રત્યે સાધુસમાજ આદિ ઉપેક્ષા સેવે છે, આથી કેટલાક મુગ્ધ જીવો ધ્યાન માટે અન્યત્ર ફાંફાં મારે છે. જો બાહ્ય ક્રિયાયોગની અત્યંત વૃદ્ધિ થઈ શકે છે તેવા સમાજને ધ્યાનયોગમાં કેમ ન જોડી શકાય ? કે જે વડે આવો ઉત્તમ લાભ છે? અન્ય ધ્યાનના પ્રકારો મનની સપાટી સુધીના હોવાથી સરળ સહેલા લાગે છે. તેથી જીવો તેમાં દોરવાય છે. પણ એ ધ્યાનના પ્રકારો કર્થચિત મનને તત્કાળ પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૬૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ શાંતિદાયક લાગે પણ તેમાં કર્મોનો ક્ષય થતો ન હોવાથી એ શાંતિ સ્થિર બનતી નથી કે આત્મશાંતિરૂપે હોતી નથી, માટે ભલે શ્રમ પડે, સમય લાગે પણ યોગ્ય માર્ગદર્શન લઈ ધ્યાનના વાસ્તવિક સ્વરૂપને આરાધવું જોઈએ. ધ્યાનયોગ વિષે સિદ્ધર્ષિગણિએ પ્રકાર્યું છે કે સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાનયોગ છે શ્રાવક અને સાધુના જે મૂળ ગુણો કે ઉત્તર ગુણો બતાવ્યા છે અને જે જે બાહ્ય ક્રિયાઓ બતાવી છે તે સર્વ ધ્યાનયોગ સિદ્ધ કરવા માટે છે. તેનો ક્રમ અને ઉપાય આ છે. મુક્તિ માટે ધ્યાનની સિદ્ધિ અને ધ્યાનની સિદ્ધિ માટે મનપ્રસાદ-ચિત્તની પ્રસન્નતા સાધવી જોઈએ, તે અહિંસાદિ જે સક્રિયાઓ છે) વિશુદ્ધ અનુષ્ઠાનોના આસેવનથી સાધી શકાય છે. | સર્વ જિનાગમોમાં કે અન્ય ગ્રંથોમાં પ્રારંભથી અંત સુધી ધ્યાન' પદાર્થ અનેક રીતે વ્યાપ્ત છે. આ ગ્રંથોના વિધિ બહુમાનપૂર્વક અભ્યાસ, મનન, પરિશીલન કરવાથી એ પદાર્થ સમજાય છે. જિનશાસનના પ્રત્યેક અનુષ્ઠાન એ મોક્ષના જ હેતુ છે. કારણ કે તે તાપૂર્વકના હોય છે. તપ એટલે બાહ્ય ક્રિયા કે દેહદમન નહિ પણ સર્વ પ્રકારની ઇચ્છાઓનો નિરોધ, નષ્ટ કરનારું અનુષ્ઠાન. ચિત્તની શુદ્ધિ ક્યારે થઈ ગણાય કે જ્યારે ચિત્ત સનું વ્યાસંગી બને જડ-અસત્ પદાર્થો વડે ચિત્ત ન રંગાય. મનને અશુદ્ધ અને ચંચળ બનાવવામાં જેમ કાયા અને વચનની પ્રવૃત્તિ અગત્યનો ભાગ ભજવે છે તેમ મનની શુદ્ધિ અને સ્થિરતામાં પણ કાયા અને વાણી પોતાનો ભાગ ભજવે છે. માટે તે ત્રણેનું શુદ્ધિનું અને સ્થિરતાનું ધ્યાનમાં અગત્યનું સ્થાન છે. તે માટે શ્રાવકને સામાયિક અને સાધુને અષ્ટ પ્રવચન માતાનું સેવન અત્યંત જરૂરી છે. ધ્યાનવિચાર ગ્રંથમાં ધ્યાનની પરિભાષા. ચિંતા-ચિંતન અને ભાવનાથી ઉત્પન્ન થયેલો સ્થિર અધ્યવસાય એ ધ્યાન છે અર્થાત્ આત્માના સ્થિર અધ્યવસાય પરિણામ) તે ધ્યાન કહેવાય છે. અને જે અધ્યવસાયો “ચલ' (ચંચળ) હોય તે ચિંતન કહેવાય છે. ચિત્તથી સ્થિરતા સિદ્ધ કરી પરમાત્મ સ્વરૂપમાં – શુદ્ધસ્વભાવમાં ચિત્તનો ૧૬૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #173 -------------------------------------------------------------------------- ________________ લય કરવો. દૂધમાં સાકર ભળે તેમ ભળી જવું તે ધ્યાન છે. એ આધ્યાત્મિક વિકાસ છે. આ પ્રક્રિયાનો પ્રારંભ વિકલ્પરૂપ ચિત્તને પ્રથમ અશુભમાંથી શુભ તરફ લઈ જવું, શુભ વિકલ્પો માટે ચિત્તને શુભ આલંબનોમાં સ્થિર બનાવવાનો અભ્યાસ સતત કરવો. અભ્યાસ માટે તત્ત્વચિંતન અને ભાવનાઓનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા રહેવું. તે જ સાચો ધ્યાનાભ્યાસ કે ધ્યાનની પૂર્વભૂમિકા છે; ધ્યાનનો પાયો ચિંતન અને ભાવનાના સતત સેવનથી મનવચન કાયાના યોગો નિર્મળ બનીને આજ્ઞાભિમુખ બને છે ત્યાર પછી ધ્યાનયોગની પાત્રતા થાય છે. મુમુક્ષુ – સાધક શ્રુતજ્ઞાનનો તત્ત્વાદિનો અભ્યાસી અને પંચાચારનો પાલક હોવા જોઈએ તે ધ્યાનયોગનો મુખ્ય અધિકારી છે. વળી સર્વ વિરતિધર, દેશવિરતિધર મુખ્ય અધિકારી છે. અન્ય સમ્યગુદૃષ્ટિ તથા માર્ગનુસારિ જીવોમાં બીજરૂપે ધ્યાનની યોગ્યતા હોઈ શકે છે. વ્યવહારથી અનુપુનબંધકાદિ જીવો પણ અધિકારી છે. તેમ જણાવ્યું છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ યૌગિક ગ્રંથમાં જણાવ્યું છે) ધ્યાનના પ્રકાર - ૧. દ્રવ્યધ્યાન ૨. ભાવ ધ્યાન (૧) દ્રવ્યધ્યાન: આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન બંને અશુભ ધ્યાન છે. (૨) ભાવથ્થાનઃ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન બંને શુભધ્યાન છે, દ્રવ્યધ્યાન કેવળ અશુભ ચિંતા અને અશુભ ભાવવાળું હોવાથી જીવને દુઃખદ સંસારમાં પરિભ્રમણનું કારણ છે તેથી સર્વથા ત્યાજ્ય છે. તેનાથી મુક્ત થવા સતત જાગૃતિ રાખવી. ભાવધ્યાન શુભધ્યાન છે ભવપરંપરાનો સમૂળ ક્ષય કરવાનો હેતુ છે જે અક્ષય સુખ આપનાર છે. માટે ઉપાદેય છે. વિશેષ અભ્યાસ માટે તે તે વિષયના ગ્રંથોનો પરિચય કેળવવો. ધ્યાનની સંક્ષિપ્ત રૂપરેખા ૧. આજ્ઞાવિચય ધર્મધ્યાન શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા આરાધન ધ્યાનયોગ વડે, ભાવભરપૂર પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૬૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્તવન વડે, ઉત્તમ દ્રવ્ય વગેરેની પૂજા વડે તથા વ્રત, નિયમ અને ચારિત્રના પાલન વડે થાય છે. આમ આજ્ઞાવિય ધર્મધ્યાનના અભ્યાસ પછી શેષ પરમ ધ્યાનાદિ અનુક્રમે સિદ્ધ થાય છે. તે ધ્યાનોના આલંબનથી ભક્ત-સાધક ભગવાનના શુદ્ધતમ સ્વરૂપમાં તન્મય બની અનુક્રમે સ્વ-શુદ્ધસ્વરૂપને સાધે છે. ૨ પરમ ધ્યાન: ધર્મધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસથી સાધક આત્મામાં જ્યારે ઉત્કટ પ્રકારની ક્ષમા, મૃદુતા, ઋજુતા, સંતોષ, આદિ ગુણો અને મૈત્રી આદિ ભાવો વૃદ્ધિ પામે છે ત્યારે પરમ ધ્યાનરૂપ શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. ધર્મધ્યાન એ શુક્લધ્યાનનું બીજ છે. શુક્લધ્યાનનો પ્રારંભ મુખ્યતયા આઠમા ગુણ સ્થાનથી અગિયાર સુધી શ્રેણિસ્થ જીવોને હોય છે. ગૌણપણે અપ્રમત્તમુનિને પણ રૂપાતીત ધ્યાનાવસ્થામાં અંશ માત્ર હોય છે. ૩-૪. શૂન્ય પરમ શૂન્યધ્યાનઃ શુદ્ધ તત્ત્વાદિના સવિકલ્પ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસ પછી ચિત્ત બાહ્ય વ્યાપાર અને વૃત્તિથી શૂન્ય બને છે ત્યારે સગુણ સાકાર પરમ બ્રહ્મરૂપ ધ્યેય સાથે તાદાસ્યપણાને ધારણ કરે છે તેને ભાવશૂન્યધ્યાન કહે છે. આ ધ્યાનના નિરંતર અભ્યાસથી જ્યારે બાહ્ય અને આંતર બંને પ્રકારની વૃત્તિઓથી ચિત્તશૂન્ય બને છે ત્યારે જ્ઞાન અને આનંદમય આત્માને અનુભવે છે. મનને પ્રથમ ત્રિભુવન વ્યાપી કરીને પછી એક જ વસ્તુમાં સંકોચી લઈને પછી તેમાંથી ખસેડી લેવામાં આવે તે પરમ શૂન્યધ્યાન છે. પ-૬. કલા – પરમકલાધ્યાન: ચિત્તની વિકલ્પરહિત અવસ્થા થવાથી પ્રાણ શક્તિરૂપ કુંડલીની સહજ ઊર્ધ્વગામી બને છે, તેમાં મુખ્યતયા કારણ શુભધ્યાનની પ્રબળતા છે. તેવા સાધકને દેશ, કાલ, કરણ કે આસન વગેરે કોઈ અન્ય સાધનોની અપેક્ષા રહેતી નથી. તે સહજ સમાધિને સૂચિત કરે છે. તેમાં સાધકને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. કુંડલિની ઉત્થાનની સર્વ પ્રક્રિયાઓ કલાધ્યાનમાં અંતર્ભત ૧૬૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #175 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રાણ ધ્યાન સમયે ચૌદ પૂર્વધર ગ્રુત કેવળીઓને હોય છે તે પરમ કલાપ્પાન છે. ૮. જ્યોતિપરમજ્યોતિધ્યાન: પ્રશસ્ત ધ્યાનના અભ્યાસથી અનુક્રમે મન આત્મભાવમાં લીન થાય ત્યારે સહજ શાંત આંતર જ્યોતિ પ્રગટે છે. તે અંતરમાં આત્મા પરમાત્માના દર્શન પામે છે. તેના નિરંતર અભ્યાસથી અનુભવ વૃદ્ધિ પામતો જાય છે. તેમ તેમ દુઃખદાયી કર્મોનો નાશ થતો જાય છે. ક્રમશઃ કર્મકલંકને સર્વથા દૂર કરી નિજ સ્વરૂપમાં રમતા યોગી પરમ જ્યોતિ સ્વરૂપ પરમ પદને પામે છે. આ બંને ધ્યાન આત્માની જ્ઞાનશક્તિના સામર્થ્યને બતાવે છે કે જે ધ્યાનના પ્રભાવે આત્મપ્રદેશોમાં ચોટેલા કર્મ સ્કંધો ઢીલા પડે છે. ૯-૧૦. હિંદુપરમબિંદુધ્યાનઃ ૩% અહં આદિ મંત્રપદો ઉપર રહેલાં બિન્દુનું ધ્યાન પણ પ્રસ્તુત બિંદુધ્યાનમાં સહાયક બને છે. તે ઉપચારથી બિંદુધ્યાન છે. બિંદુધ્યાનના દીર્ઘકાળના અભ્યાસથી આત્મવિશુદ્ધિ વધતાં પરમ બિંદુધ્યાનનો પ્રારંભ થાય છે. સમ્યકત્વ આદિ નવ શ્રેણિઓમાં થતાં આત્મધ્યાનને પરમ બિંદુધ્યાન કહેલું છે. આ ધ્યાનમાં સાધક આત્માની વિશુદ્ધિ ઉત્તરોઉત્તર સમયે અસંખ્ય ગુણી વૃદ્ધિ પામતી હોય છે તેથી કર્મ દલિતોની નિર્જરા પણ ઉત્તરોઉત્તર અસંખ્યગુણી થતી જાય છે. ૧૧-૧૨. નાદ-પરમનાદધ્યાનઃ - બિન્દુ આદિ ધ્યાનમાં સાધકને પ્રાથમિક કક્ષાએ વાજિંત્રના ધ્વનિ જેમ ‘આંતરધ્વનિ સંભળાય છે તેને નાદ કહે છે. આ નાદના અભ્યાસથી વિભિન્ન વ્યક્ત ધ્વનિ સંભળાય તેને પરમનાદ કહે છે. આ બંને ધ્યાન પ્રાણશક્તિની સ્થિરતા દર્શાવે છે. સવિકલ્પ ધ્યાનમાં જ્યારે મન અત્યંત સ્થિર બને છે ત્યારે વિકલ્પો અનુક્રમે સૂક્ષ્મ અને અવ્યક્ત ધ્વનિરૂપને ધારણ કરે છે તે “અનાહત નાદ કહે છે. તે ધ્વનિનું ધ્યાન કરતાં ચિત્ત અત્યંત શાંત અને નિર્મળ બને છે, પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૬૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે આત્મસ્વરૂપમાં લીન થઈ જાય છે ત્યારે નાદનું શ્રવણ સહજ શાંત થઈ જાય છે. ૧૩-૧૪. તારા-પરમતારા ધ્યાન: કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા સાધકની દૃષ્ટિને તારા ધ્યાન કહે છે. કાયોત્સર્ગમાં મન-વચન-કાયા ત્રણે યોગોની સ્થિરતા હોવાથી તેને માનસિક, વાચિક, અને કાયિક ધ્યાનરૂપ માન્યું છે. દૃષ્ટિની સ્થિરતા મનની સ્થિરતામાં સહાયક છે. કાયોત્સર્ગ પાંચમું આવશ્યક અને છહું અત્યંતર તપ છે. તેમાં કાયાને શિથિલ રાખી, સ્થિર કરી, શ્વાસની ગતિ અને ચિત્તને શાંત કરી મૌનપણે અરિહંતાદિનું ધ્યાન કરાય છે. તારાધ્યાનના સતત અભ્યાસના પરિણામે અનુક્રમે “પરમતારાધ્યાન’ સિદ્ધ થાય છે. તેમાં એક શુષ્ક પુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિ રાખવાની હોય વ્યક્તિ કે ચતુર્વિધ સંઘ આ કાયોત્સર્ગ દ્વારા ધ્યાન અને સમાધિનો યથોચિત અભ્યાસ કરી શકે છે. ચૈત્યવંદનાદિમાં તેનું વિધાન છે. ૧૫-૧૬ લય-પરમલય ધ્યાન: તારા પરમતારાધ્યાનમાં બાહ્યદૃષ્ટિની નિશળતા છે. લય-પરમલય ધ્યાનમાં આંતરદષ્ટિની લીનતા જણાવે છે. - વજલેપના યોગથી વસ્તુ પણ વજતુલ્ય બની લાખો વર્ષ સુધી ટકે છે. તેવી રીતે સાધકનો અરિહંત પરમાત્મા આદિ પ્રત્યે શરણાગત ભાવ તીવ્ર બનતાં તે પરમાત્મ સ્વરૂપમાં લીન બને છે તે “લયધ્યાન' છે. લયધ્યાનના દીર્ઘ અભ્યાસ વડે આત્મા આત્માનું જ જ્યારે દર્શન કરે છે ત્યારે તે પરમલય-ધ્યાન' કહેવાય છે. આત્મદર્શન એ જ સર્વ ધ્યાનોનું ફળ છે. ૧૭-૧૮ લવ-પરમલવ ધ્યાનઃ જે શુભ ધ્યાન અને સંયમ આદિ વડે કર્મોનું લવન (કપાવવું) તે ૧૬૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #177 -------------------------------------------------------------------------- ________________ લવધ્યાન છે. તથા ઉપશમ કે ક્ષપક શ્રેણિમાં જે જથ્થાબંધ કર્મોનો ઉપશમ કે મૂળથી ક્ષય થાય છે તેને પરમલવધ્યાન' કહે છે. જેમ દાતરડા વડે ઘાસ કપાય છે તેમ શુભ ધ્યાન વડે કર્મો કપાય છે. પૂર્વના ધ્યાનના ભેદો દ્વારા કમોંમાં શિથિલતા આવે છે, તેથી તેને મૂળમાંથી છેદ આ ધ્યાન દ્વારા સરળતાથી થાય છે. ૧૯-૨૦ માત્રા-પરમાત્રા ધ્યાન: અષ્ટ મહા પ્રાતિહાર્યયુક્ત સમવસરણમાં સ્ફટિકના સિંહાસન ઉપર બિરાજમાન તીર્થંકર પરમાત્મા ધર્મદેશના આપતા હોય તેઓના તુલ્ય સ્વાત્માને જોવો તે ધ્યાન “માત્રાધ્યાન” છે. આ ધ્યાન વડે સાધક ભાવથી તીર્થકર બને છે. ધ્યાતા જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તેના સ્વરૂપને ધારણ કરે છે, ત્યારે તે ધ્યાન સમાપત્તિ બને છે, તે તીર્થંકર નામ કર્મની નિકાચનાનો હેતુ છે. તેથી માત્રાધ્યાન એ તીર્થંકર પદ પ્રાપ્તિનું બીજ છે. ચોવીસ વલયોથી વેષ્ટિત પોતાના જ આત્માનું ધ્યાન કરવું તે પરમમાત્રા ધ્યાન” છે ચોવીસ વલય અર્થાત્ ચતુર્વિધસંઘ, દ્વાદશાંગી પ્રથમ ત્રણ ગણધર રૂપ તીર્થનું સ્મરણ ચિંતન, તથા સર્વ દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન થતું હોવાથી આ ધ્યાનનો વિષય ત્રિભુવન વ્યાપી બને છે. આથી અપૂર્વ આત્મોલ્લાસ પ્રગટે છે. દેહભાવે મોળો પડે છે. તેથી સર્વાત્મભાવની અનુભૂતિ થાય છે. ૨૧-૨૨ પદ-પરમપદ ધ્યાન: પદ ધ્યાનમાં શ્રી અરિહંતાદિ સર્વશ્રેષ્ઠ પાંચ પરમેષ્ઠિ ભગવંતોનું ધ્યાન થાય છે તેને પરમેષ્ઠિધ્યાન તથા નમસ્કારધ્યાન પણ કહે છે. આ પદ ધ્યાન સૌથી સરળ છે, વ્યાપક છે, ઉપકારક છે, ક્રિયાયોગમાં પણ પદ ધ્યાનની વ્યાપકતા રહેલી છે. આબાલ ગોપાલ ચતુર્વિધ સંઘ સર્વ પોતાના ઈષ્ટ પરમાત્માના નામ અને મંત્રપદનું સ્મરણ, ચિંતન અને ધ્યાન કરે છે. તેના દ્વારા ચિત્તની પ્રસન્નતા અને પવિત્રતા પ્રાપ્ત કરી આત્મિક ઉત્થાન કરે છે. આ રીતે પદ ધ્યાન મંત્રાધિરાજ શ્રી નવકારનાં પદોનું ધ્યાનક્રિયાયોગ, ધ્યાનયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગમાં વ્યાપક હોવાથી તેની ઉપકારકતા સકળ પરિશિષ્ટ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૬૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ લોક સર્વ વ્યાપી છે. પરમપદ ધ્યાન-પંચ પરમેષ્ટિ પદોને પોતાના આત્મામાં સ્થાપિત કરી પોતાના આત્માને પણ પરમેષ્ટિરૂપે ચિંતવવો તે પરમપદધ્યાન' છે. પદધ્યાનના દીર્ઘ અભ્યાસથી પરમપદધ્યાન સિદ્ધ થાય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવો શુદ્ધ છે. દ્રવ્યરૂપે પ્રત્યેક જીવ પરમાત્મા છે. આવા શુદ્ધનયની ભાવનાથી ભાવિત આત્મા પરમપદના ધ્યાન વડે પંચપરમેષ્ટિરૂપે સ્વાત્માનું ધ્યાન કરે છે તે પરમાત્માની ભાવપૂજા છે. આજ્ઞાપાલનરૂપ પ્રતિપત્તિ પૂજા છે. એથી આત્મા સ્વયં અનુક્રમે પરમપદને પ્રાપ્ત કરે છે. ૨૩-૨૪ સિદ્ધિ – પરમસિદ્ધિ મુક્તાત્માઓના અરૂપી ગુણોનું ધ્યાન તે સિદ્ધિધ્યાન છે, સિદ્ધિ ધ્યાનનો અભ્યાસ કરનાર મુનિ મહાત્માઓ પરમપદને પામેલા નિરંજન, નિરાકાર, પરમ જ્યોતિ સ્વરૂપ અનંત ગુણપર્યાયના પિંડરૂપ સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરે છે. રાગદ્વેષના પ્રસંગોમાં પરમ માધ્યસ્થ રાખવાથી સિદ્ધિધ્યાન સિદ્ધ થાય છે. વર્તમાનકાળમાં સાધકો સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી શકે છે. સિદ્ધ પરમાત્મા અરૂપી હોવા છતાં ધ્યાન ગમ્ય છે. તેઓને જ્ઞાન દષ્ટિવાળા જ જાણી શકે છે. જ્ઞાનદષ્ટિ એટલે આત્મદૃષ્ટિ તેના વડે પરમાત્મદર્શન સુલભ છે. સિદ્ધાત્મા અરૂપી છતાં ચૈતન્યસ્વરૂપ ઘનાકારને સદા ધારણ કરી સુસ્થિરપણે સિદ્ધશિલા પર બિરાજેલા છે. આ રીતે સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો યોગી તેમના સ્વરૂપમાં અનુક્રમે તન્મયતા કરે ત્યારે તેને પરમ સિદ્ધિ ધ્યાનની યોગ્યતા પ્રગટે છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ અનંત ગુણોનો સ્વાત્મામાં આરોપ કરી પોતાના આત્માનું સિદ્ધરૂપે ધ્યાન કરવું તે પરમસિદ્ધિ ધ્યાન કહેવાય છે. તેમાં શુદ્ધાત્માનું ધ્યાન હોવાથી તે ધ્યાન શુક્લ ધ્યાનસ્વરૂપ છે. આ રીતે પ્રથમ આજ્ઞાચિયાદિ ધ્યાનથી પ્રારંભને પરમસિદ્ધિ ધ્યાન સુધીના ર૪ પ્રકારનાં ધ્યાનો ધર્મધ્યાન અને શુક્લધ્યાન સ્વરૂપ છે. જૈનદર્શનમાં વર્તમાનમાં ઉપલબ્ધ આગમ ગ્રંથો તથા પ્રકીર્ણક ગ્રંથોમાં ૧૭૦ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #179 -------------------------------------------------------------------------- ________________ જે મોક્ષમાર્ગ દર્શાવવામાં આવ્યો છે તે સર્વાગ સંપૂર્ણ છે. મોક્ષ પ્રાપક અર્થાત્ આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં સમર્થ ધર્મ, અધ્યાત્મ કે યોગની સાધના જેવી ભૂતકાળમાં હતી, તેવી જ આ જ પણ જૈનશાસનમાં વિદ્યમાન છે, જીવંત છે અને રહેશે. યદ્યપિ જૈનશાસનમાં વર્તમાનમાં ધ્યાન-યોગનો માર્ગ લુપ્ત થયો છે, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે. એમ કહેવા કરતાં તે માર્ગે ચાલવાની રુચિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે, તેને પ્રદીપ્ત કરવા જે સમ્યકપુરુષાર્થ જોઈએ તે બહુ વિરલ જોવા મળે છે. તેને વિકસાવવાની વિશેષ આવશ્યકતા છે તેમ કહેવું ઉચિત અને સંગત લાગે છે. - તત્ત્વતઃ ધ્યાનયોગની સાધના કંઈ આસન, પ્રાણાયામ કે માત્ર મનની એકાગ્રતા કે નિર્વિચાર સ્થિતિ નથી. એ તો આત્મા અને પરમાત્મા વચ્ચેની, આત્મા અને સર્વ જીવાત્માઓ વચ્ચેની એક ભાવાત્મક ભૂમિકા છે. વ્યક્તિગત સંકુચિતતાના કુંડાળામાંથી બહાર નીકળીને વિશ્વાત્માની પરિધિમાં આત્માનો ભાવોત્કર્ષ કરવા માટે ધ્યાનયોગની સાધના છે. ધ્યાનયોગની સાધના માટે ઉત્સુક વ્યક્તિ સર્વપ્રથમ જાત તપાસ કરે, આત્મનિરીક્ષણ કરે, કે પોતાની અંતવૃત્તિ સંસારાભિમુખ છે કે આત્માભિમુખ ધ્યાનયોગની સાધના માટે સર્વ પ્રથમ શ્રદ્ધા જરૂરી છે. આત્મસમર્પણ ભાવ હોવો જોઈએ. આત્મશુદ્ધિની ઝંખના જોઈએ. કર્મમલથી મુક્ત થવાની ઝંખના જોઈએ. આ સાધક તીવ્રભાવથી આરંભ-સમારંભ કે પાપ ન કરે. સંસારના સુખોની તીવ્ર આસક્તિ ન હોય તેમજ જીવનમાં ન્યાયી વલણ હોવું જોઈએ. ધ્યાનયોગની રુચિ એટલે આત્માના ધ્યાનની રુચિ, આત્મા જ્યારે ધ્યાનને વિષયભૂત બને છે ત્યારે શુદ્ધિનું જતન કરવાની નિર્મળ બુદ્ધિ સહેજે કામ કરે આત્મા રુચે ક્યારે ? આત્માથી ભિન્ન પરપદાર્થોની આસક્તિ અત્યંત મંદ પડે ત્યારે પર પદાર્થોની મમતાનો સમૂળો છેદ કરવાની તેમજ આત્મામાં અપૂર્વ રુચિ પેદા કરવાની અચિંત્ય શક્તિ જૈનદર્શનનાં પ્રત્યેક ધાર્મિક સૂત્રો અને અનુષ્ઠાનોમાં વ્યાપક છે, તેમાં લીનતા તે ધ્યાન યોગ છે. ધ્યાનયોગ પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૭૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ બહારથી લાવવાની મામૂલી વસ્તુ નથી. તેની ક્રમિક વિધિ જૈનદર્શનમાં છે. આ હકીકત વિચારતાં એ સ્પષ્ટ થાય છે કે આજે ધ્યાનયોગનો માર્ગ ઉઘાડો છે. પણ તે માર્ગની રુચિ મંદ હોવાથી યોગ-માર્ગ અરુચિકર લાગે છે, તેથી તેની જિજ્ઞાસા જાગતી નથી. ધ્યાન-યોગાભ્યાસની સમસ્ત ક્રિયા પોતાને શુદ્ધ કરવા માટે છે. દેહ, વાણી અને મનથી પરે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મતત્ત્વને ઓળખવા અનુભવવા માટે છે. અન્ય રીતે થાકીને લોકો ધર્મના મૂળસ્વરૂપને સમજતા કેવળ માનસિક શાંતિ કે શારીરિક સ્વાથ્ય માટે ઔષધાદિથી થાકીને યોગ’ તરફ આકર્ષાયા છે. પણ આત્મિક ઉત્થાનના મહાન ધ્યેયને વરેલી ધ્યાનયોગની સાધનાને તેના મૂળભૂત તત્ત્વોની ઉપેક્ષા કરીને આજે માત્ર માનસિક શાંતિ અને શારીરિક સ્વાથ્યનું લક્ષ્ય બનાવીને લોકો વાસ્તવિકરીતે શાંતિ પામતા નથી, એ રીતે ધ્યાનયોગ’ સાધનાનું અવમૂલ્યન થઈ રહ્યું છે તે દુઃખદ છે. - વાસ્તવમાં માનસિક અશાંતિ અને શારીરિક રોગોનું મૂળ પોતાના આંતરિક દોષો છે જે વિષય કષાયાદિના કારણે બંધાયેલાં અશુભ કર્મોનો ઉદય છે. જીવનમાં વ્યાપક બનેલી દુષ્ટ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ સ્થાપ્યા વિના, મન વચન કાયાના યોગોને સંયમાદિ વડે યોગ્ય દિશામાં વાળ્યા વગર આત્માની શાંતિ અને સ્વાથ્ય કેવી રીતે પ્રાપ્ત થાય? ધ્યાનયોગની સાધના પ્રગટ અપ્રગટ નિજ દોષોનો નાશ અને ગુણોના વિકાસની સાધના છે. જીવનમાં જેટલે અંશે રાગદ્વેષ મોહાદિ ઘટે તેટલે અંશે આંતરિક દોષોનું પ્રાબલ્ય ઘટે. તેટલા અંશે યોગસાધનાનો વિકાસ થાય. ત્યારે કલ્પનાતીત આત્માનુભૂતિનો પ્રારંભ થાય. આત્માના અસ્તિત્વ અને સચ્ચિદાનંદ સ્વરૂપની સંપૂર્ણ શ્રદ્ધા સાથે જેમનું સ્વરૂપ પ્રગટ છે. જેઓ તેને પ્રગટાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. તે પરમકૃપાળુ પરમાત્મા અને મહાત્મા પુરુષોની અંતરના બહુમાનપૂર્વક ઉપાસના, ભક્તિ કિરવી. જિનાજ્ઞાનું શુદ્ધ પાલન કરવું તે સાચી સાધનાનો અભિગમ છે. તે સાધનાના પ્રભાવે આત્મા પરમાત્મા સ્વરૂપને પામે છે. ધ્યાનના ગૂઢ અને ગહન પ્રકારો અભ્યાસીઓને અત્યંત ઉપયોગી છે. ૧૭૨ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #181 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ જીવમાત્ર ધ્યાનયુક્ત છે તેના અંતર્ગત પ્રકારો શાસ્ત્રકારોએ જણાવ્યા છે, જે પ્રચલિત છે, જીવનની હરેક પળે તેની સમજણ જરૂરી છે, કેવા પ્રકારના ધ્યાનથી જીવોની ચઢઊતર થાય છે તે આ ધ્યાનયોગથી ખ્યાલ આવશે. જે જીવ ધર્મધ્યાનમાં પ્રવેશ નથી કરતો તે પ્રાયે આર્તિ અનેરો રૌદ્રધ્યાનનો ભોગ બને છે. વળી ધર્મધ્યાન ચોથા ગુણસ્થાનથી અંશે પ્રાપ્ત થાય છે તેથી તે પહેલાની અવસ્થા આર્તિ અને રોદ્રધ્યાનની છે છતાં જે જીવો ધર્મ અનુષ્ઠાનોમાં ભાવપૂર્વક ટકે છે તેમનું ધ્યાન શુભ ધ્યાન હોવાથી પુણ્યલક્ષી બને છે પણ નિર્જરાલક્ષી બનતું નથી, તેથી તે સંસારના સુખ સુધી જ લઈ જાય છે. નિર્જરાલક્ષી ધર્મધ્યાન મોક્ષરૂપે પરિણમે છે. | ચાર ધ્યાનનું સંક્ષિપ્ત સ્વરૂપ * આર્તધ્યાનના ચાર પ્રકાર ૧. અનિષ્ટ સંયોગજન્ય, ૨. ઈષ્ટ વિયોગજન્ય, ૩. વ્યાધિવેદનાજન્ય ૪. નિદાન ચિંતનરૂપ ભોગ પ્રાપ્તિજન્ય પરિણામ. આ ચારે ધ્યાન અશુભ છે. દુઃખજન્ય છે અને તિર્યંચગતિનો હેતુ છે. આ ધ્યાનની સંભાવના છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. રૌદ્રધ્યાનનું સ્વરૂપ અતિ ક્રૂર અધ્યવસાયયુક્ત) ૧. હિંસાનુબંધી ૨. મૃષાનુબંધી, ૩. ચૌયનુબંધી ૪. સંરક્ષણાનુબંધી આ ચારે પ્રકારો દુર્ગતિનાં કારણ છે. પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે યદ્યપિ ચોથા ગુણસ્થાનકથી જીવના પરિણામ મંદકષાયી હોવાથી અનંત સંસારના કર્મને બાંધતો નથી. આ અશુભ ધ્યાનનું બળ તોડનારું શુભ ધ્યાન છે, તે દેવગુરુની ભક્તિથી થાય છે. ધર્મધ્યાન ભાવથ્થાન છે આજ્ઞાવિચય – શ્રી જિનેશ્વર પરમાત્માનું ધ્યાન એ આજ્ઞા છે આશાનો. નિર્ણય તે વિચય. અપાય વિચય – રાગાદિને કારણે જીવને કેવા દુખ ભોગવવા પડે છે તેનો વિચાર. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ વિપાક વિચય – કર્મોના ફળનો વિચાર કરવો તે. સંસ્થાના વિચય – જિનવચન અનુસાર લોકસ્વરૂપનું ચિંતન કરવું. ધર્મધ્યાનને પરિપક્વ - દઢ કરવા શ્રુતજ્ઞાનને આશ્રયી ચાર આલંબનો. વાચના – સદ્દગુરુ પાસે બહુમાનપૂર્વક સૂત્રઅર્થ મેળવવા, નિર્જરાના હેતુથી ગુરુ પોતાના શિષ્યોને સૂત્રઅર્થ વાત્સલ્યપૂર્વક દાન આપે. પૃચ્છના – સૂત્ર – અર્થ સંબંધમાં વિનયપૂર્વક શંકાનું સમાધાન કરવું. તેમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે, ધર્મધ્યાનમાં મગ્ન થવાય છે. પરાવર્તના - જિનોક્ત સૂત્રો ગુરુગમથી વિધિપૂર્વક ગ્રહણ કરીને, કંઠસ્થ કરેલા હોય તેને નિર્જરાના હેતુથી પુનઃ પુનઃ ઉચ્ચારપૂર્વક પાઠ કરવા. ધર્મકથા – આત્મસાત્ થયેલાં સૂત્રો – અર્થોનો અન્ય સુપાત્રને ઉપદેશ આપવો, ધર્મનો મર્મ સમજાવવો. ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ૧. આશારુચિ ૨. નિસર્ગરુચિ ૩. ઉપદેશરુચિ ૪. સૂત્રરુચિ. વિસ્તાર માટે ગ્રંથોનું પરિશીલન કરવું. ધર્મ ધ્યાનના અધિકારી મુખ્યત્વે મુનિજનો છે. આ પ્લાનમાં પિંડસ્થ પદસ્થ, રૂપસ્થનો પણ આવિર્ભાવ છે. આ ત્રણે ભેદો રૂપાતીત ધ્યાનને જે (શુક્લધ્યાન રૂપ છે તેને પ્રાપ્ત કરવાની ભૂમિકા છે. શુક્લધ્યાનના અધિકારી પ્રથમ સંઘયણવાળા પૂર્વધર સમર્થ મહાપુરુષો છે. અલ્પ સત્ત્વવાળા જીવોનું મન કોઈ પણ રીતે આ શુક્લધ્યાનમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકતું નથી. શુકલધ્યાનના ચાર આલંબનો તથા ચાર લક્ષણો ૧. ઉત્તમક્ષમા, ૨. ઉત્તમમૃદુતા (નમ્રતા) ૩. વિવેક ૪. વ્યુત્સર્ગ (દેહભાવનો ત્યાગ) શુક્લ ધ્યાનનાં ચાર લક્ષણો છે. શુક્લધ્યાનના ચાર ભેદઃ ૧. પૃથત્વ વિતર્ક સવિચાર ૨એકત્વ વિતર્ક સવિચાર ૩. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ૪. શ્રુચ્છિન્ન ક્રિયા પ્રતિપાતી વિશેષ અભ્યાસ ગ્રંથમાંથી કરવો. ત્રણે લોકમાં નવકારથી અન્ય સારભૂત કોઈ મંત્ર નથી તેથી પરમ ભક્તિપૂર્વક પ્રતિદિન તેનું ધ્યાન કરવું. આ મહામંત્ર સમગ્ર ઘનઘાતિ કર્મરાશિને ૧૭૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #183 -------------------------------------------------------------------------- ________________ વિખેરી નાખવા સમર્થ છે. ભવરૂપ પર્વતને તોડવા સમર્થ છે. અજ્ઞાનરૂપ અંધકારને હરવામાં સૂર્યસમાન છે. વાસ્તવમાં નવકાર એ શુદ્ધ ધ્યાન છે. સર્વ પ્રકારના ધ્યાનોમાં એ પરમ શ્રેષ્ઠ ધ્યાન છે. શેષ સર્વધ્યાનો “નવકાર ધ્યાનમાં સમાય છે. તેમાં ધ્યેયરૂપે પંચપરમેષ્ઠી ભગવંત છે એ પાંચ પરમેષ્ઠિની અવસ્થા અને ગુણોથી તેમનું ધ્યાન પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવ્યું છે. ધર્મધ્યાનના પ્રકારો ભવાના, ચિંતન અને અનુપ્રેક્ષાના માધ્યમથી છે. તે માટે ભાવના વગેરેના અભ્યાસ કરવો. શુક્લધ્યાનમાં દ્રવ્યાદિનું સૂક્ષ્મસહજ ચિંતન છે. તે શ્રેણિ અવસ્થાને યોગ્ય છે. નવકારમંત્રનું ધ્યાન શ્રદ્ધાળુ સર્વ જીવોને સાધ્ય છે. તેની પવિત્રતા આદિ યોગ્ય રીતે જાળવવા જરૂરી છે. નવકારમંત્રના ચક્રમાં ધ્યાન વિષે પ્રસ્તુત ગ્રંથમાં ચિત્ર અને વિધિ સાથે દર્શાવ્યાં છે તે ગ્રંથ દ્વારા અભ્યાસ કરવો. સામાન્ય માહિતી માટે એક પદની આરાધના આ પ્રમાણે છે. જીવ સિદ્ધસ્વરૂપ છે. તેવી શ્રદ્ધા વડે પ્રગટ સિદ્ધપદનું ધ્યાન કરવું. મૂલાધાર (નીચે ગુદાનો ભાગ) મૂલાધાર ચક્રમાં ચાર પાંખડીવાળી જાણે ચાર દિશા હોય તેમ ધારણા કરવી. વચ્ચેની જગાએ 38 અને ચાર પાંખડીમાં નમઃ સિદ્ધ આમ મંત્રપદનું ધ્યાન ધ્યાતાને પરમ આત્મિક સુખનો લાભ આપે છે. આ પ્રમાણે પાંચ પદ, નવપદ વગેરેના તે તે પદના શબ્દોવાળા કમળની પાંખડીઓની ધારણા કરી શબ્દો ગોઠવી ધ્યાન કરવું. એકાક્ષરી ૬, દ્વિ અક્ષરી » હીં, સાત અક્ષરી અસિઆઉસા નમ, એમ ચક્રોમાં કમળની પાંખડીની રચના કરી અક્ષરો ગોઠવી ધ્યાન કરવાથી આત્મલક્ષી ધ્યાન બનવાથી આત્મિક લાભ થાય છે જે ઘનઘાતિ કર્મોનો નાશ કરવાનું કારણ છે. અન્ય પ્રકારના ધ્યાન માનસિક શાંતિ સુધી પહોંચાડી શકે છે. પરંતુ તે વડે કર્મોનો નાશ થતો ન હોવાથી આત્મિક શાંતિ શક્ય નથી. મંત્રયુક્ત ચક્રવસિત ધ્યાન આલંબન હોવાથી આલંબનધ્યાન છે, પરંતુ તે શ્વાસ જેવા પૌદગલિક નથી. સાલંબન ધ્યાન જેવા સતત અભ્યાસ વડે. નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ થાય છે. જેમાં પરમ આનંદની ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે. જે આત્માનુભૂતિ છે – પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૭૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ - આ ચક્રો આધારિત ધ્યાનમાં કુંડલિની ઉત્થાનની પ્રક્રિયા સમાય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવો શુદ્ધ છે. ઈત્યાદિ આગમવચનોનું સમ્યકપ્રકારે ચિંતન કરી નિઃશંકપણે પંચપરમેષ્ઠીઓનું પોતાના આત્મામાં આરોપણ કરી સ્વાત્માનું પરમેષ્ઠી સ્વરૂપે ધ્યાન કરવા આત્મા-પરમાત્માનું ઐક્ય સધાય છે. તેથી ધ્યાતાને પોતાના આત્મામાં રહેલી પરમાત્મ શક્તિનું શ્રદ્ધા અને જ્ઞાન પ્રગટે છે. પરમેષ્ઠી ભગવંતો સાથે અભેદ અનુભવાય છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેયની ઐક્યરૂપ સમાપત્તિ એ ધ્યાનની ફળશ્રુતિ છે. ગુરુગમે આ ધ્યાન આરાધના યોગ્ય ફળપ્રદ બને છે. ધ્યાનયોગ એ અધ્યાત્મજીવનનો મહત્ત્વનું અંગ છે. નિર્જરાનું અમોઘ સાધન છે. જીવ આહારાદિમાં નિર્દોષતા જાળવે. કંઈક નિવૃત્તિ મેળવે. પાપવ્યાપારથી મુક્ત રહી ધ્યાનમાર્ગે જઈ શકે છે. તેની વાસ્તવિક અને પ્રાથમિક પ્રક્રિયા આ પ્રમાણે છે જેમાં ગુરુગમે અથાગ પ્રયત્ન અને પ્રબળ શ્રદ્ધા વડે અભ્યાસ કર્યા કરે તો ધ્યાન દ્વારા મુક્તિપંથે સિદ્ધિ પ્રાપ્ત થવા સંભવ ધ્યાનવિચાર ગ્રંથ ઉત્તર વિભાગ: ધ્યાનસાધનામાં પ્રવેશ અને પ્રગતિ કરવા ઇચ્છતા સાધકોએ ધ્યાનના પૂર્વભ્યાસ માટે ધ્યાનમાં લક્ષણોમાં બતાવેલી ચિંતા” (ચિંતન) અને ભાવના અનુક્રમે શ્રુતજ્ઞાન અને પંચાચારના પાલનરૂપ છે તેનો જીવનમાં નિત્ય નિયમિત અભ્યાસ કરવો. પૌદ્ગલિક આશ્રિત ધ્યાનના પ્રકારો આધ્યાત્મિક વિકાસ કરી શકતા નથી. જીવનમાં થોડી શાંતિ આપી શકે. તનાવ મુક્ત થવા જેવું લાગે પરંતુ તે કર્મોનો નાશ કરનારા સ્થાયી પ્રકારો નથી. ચિંતા – ચિંતનનું સ્વરૂપઃ જેમાં જિનપ્રણિત જગતના સ્વરૂપનું અનેક રીતે ચિંતન થઈ શકે જેમકે જીવાદિ સાત (નવ) તત્ત્વો, ચાર ગતિનાં દુઃખો. ચૌદ ગુણસ્થાનકના પ્રકારો. સિદ્ધસ્વરૂપના ભેદો. છ દ્રવ્યાદિનું સ્વરૂપ. તે તે વિષયમાં મનની સ્થિરતા તે ધ્યાનરૂપ ચિંતન છે. ધ્યાન પછી કે ૧૬ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #185 -------------------------------------------------------------------------- ________________ પહેલાં એ ચિંતન થાય તે ધ્યાનાંતરિકરૂપ ચિંતન છે અને આ બંને પ્રકારની વચ્ચે જે છૂટી છવાઈ વિચારણાઓ થાય તે વિપ્રકીર્ણરૂપ ચિંતન (સામાન્ય છે) ધ્યાનશતક ગ્રંથમાં જણાવ્યું છે કે ધ્યાનાભ્યાસની ક્રિયા એ ભાવના છે. ધ્યાનથી વિરામ પામેલા ધ્યાતાના ચિત્તની ચેષ્ટા અનિત્યાદિ બાર ભાવનાત્મક હોય છે તે અપેક્ષા છે. આ બંનેની અલગ ચિંતનરૂપ પ્રવૃત્તિ તે ચિંતા છે. ચિંતા અને ભાવનાપૂર્વકનો અધ્યવસાય એ ધ્યાન. જેમ જેમ પ્રેયનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ બનતું જાય તેમ તેમ આત્મવિર્ય પુષ્ટ થતું જાય. ત્યાર પછી ધ્યાનયોગમાં એકાગ્રતા, નિર્મળતા અને આત્મવિશુદ્ધિ વૃદ્ધિ પામે. ભાવનાનું સ્વરૂપ ધ્યાન – યોગ ઉપર આરોહણ કરનાર સાધકના અભ્યાસ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવનાના ભેદથી ચાર પ્રકાર છે. ૧. જ્ઞાનભાવનાઃ શ્રુતજ્ઞાનનો નિત્ય અભ્યાસ કરવો. મનના અશુદ્ધ વ્યાપારોનો ત્યાગ કરવો. મનને સ્થિર કરવું. સૂત્ર અને અર્થની વિશુદ્ધિ રાખવી. ભવનિર્વેદ કેળવવો, જ્ઞાન વડે જીવાદિ તત્ત્વના ગુણ પર્યાયોનો સાર-પરમાર્થ જાણ્યો છે તેવા સાધકે સુસ્થિર મતિવાળા થઈને ધ્યાન કરવું. ૨. દર્શનભાવના: આજ્ઞારુચિ. નવતત્ત્વ રુચિ, (શ્રદ્ધા) ધ્યાનના ચોવીસ પ્રકારોની (અગાઉ જણાવ્યા છે, રુચિ, એમ ત્રણ પ્રકાર છે. શંકાદિદોષથી રહિત, પ્રશમ સ્વૈર્ય આદિ ગુણોથી સહિત એવો પુણ્યાત્મા સમ્યગદર્શનાદિ શુદ્ધિને લઈને ધ્યાનસાધનામાં ભ્રાંતિ રહિત સ્થિર ચિત્તવાળો બને છે. ૩. ચારિત્રભાવના ચારિત્રભાવના સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરત એમ ત્રણ પ્રકારની છે. ચારિત્રભાવનાથી ભાવિત આત્મા નવા કર્મો બાંધતો નથી. જૂનાં કર્મોની નિર્જરા કરે છે. શુભભાવ ગ્રહણ કરે છે, તે ધ્યાનને સરળતાથી પ્રાપ્ત કરે ૪ વૈરાગ્યભાવનાઃ અનાદિના ભવભ્રમણનું ચિંતન, વિષયો પ્રતિ વિમુખતા તથા શરીરની અશુચિનું ચિંતન એમ ત્રણ પ્રકાર છે. જેણે જગતનો સ્વભાવ સારી રીતે જાણ્યો છે, જે નિઃસંગ નિર્ભય તેમ આશંસા (મહત્ત્વાકાંક્ષા) રહિત છે તેવો વૈરાગ્ય ભાવિત મનવાળો સાધક પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૭૭ Page #186 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં અત્યંત નિશ્ચળ બને છે. ધ્યાનપૂર્વે ભાવના અવશ્ય હોય છે. ભાવના ધ્યાનનું મહત્ત્વનું અંગ છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાર્યે ભાવના વિષે જણાવ્યું છે : હે ભવ્ય ! તું ભાવોની શુદ્ધિ માટે તારા ચિત્તમાં ભાવનાઓનું બરાબર ચિંતન કર કારણ કે શ્રી જિનેશ્વર ભગવંતોએ આગમ ગ્રંથોમાં તે ભાવનાઓને પ્રતિષ્ઠિત કરેલી છે. જેના વડે મનને ભાવિત કરાય તે ભાવના. ધ્યાનસાધનામાં ભાવાત્મક મનની રચના મોટો પ્રભાવ છે. સાધકે મનને અડોલ અને શુદ્ધ રાખવા પ્રશસ્ત ભાવના કરવી. માનવી સ્વયં ભાવાત્મક પ્રાણી છે. ચિત્તના શુભાશુભ કે શુદ્ધ આશય અનુરૂપ બંધ અને મોક્ષનું નિર્માણ થાય છે. ભાવનાઓના અનેક પ્રકાર છે. તેમાં મુખ્ય જ્ઞાનાદિ ચાર અનિત્યાદિ બાર મૈત્રી આદિ ચાર અને પંચ મહાવ્રતોની પાંચ પાંચ એમ પચીસ વગેરે ભાવનાઓથી ભાવિત થવું. જે સંવર અને નિર્જરાનો હેતુ થઈ મોક્ષ સાધક બને છે. અનુપ્રેક્ષાઃ ધ્યાનદશામાંથી નિવૃત્ત થનાર સાધકને અનુપ્રેક્ષા હોય છે. તે અનિત્યાદિ ભાવનાદિના ભેદથી બાર પ્રકારે છે. અનુપ્રેક્ષા એટલે ચિંતન કે પુનઃ પુનઃ સ્મરણ અથવા વિશિષ્ટ પ્રકારનું ચિંતન. ભાવનાનું બીજું નામ અનુપ્રેક્ષા છે. | ચિત્ત જ્યારે ધ્યેયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરે છે ત્યારે ચિત્ત તેમાં લીન થાય છે. તે સમયે અનુપ્રેક્ષા વિશદ બને છે. આ અનુપ્રેક્ષા ઉત્કૃષ્ટ કોટિએ પહોંચે છે ત્યારે ચિત્તની વૃત્તિઓ ધ્યેયમાં તદાકાર થઈ જાય છે. આવી અનુપ્રેક્ષાને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. અગ્નિ સુવર્ણમાં રહેલા મળને બાળી નાંખે છે તેમ અનુપ્રેક્ષા આત્મામાં રહેલા કર્મબળને બાળી નાખે છે. જેથી આત્મા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. ભાવના ભવનાશિની અનુપ્રેક્ષામાં બાર ભાવનાની મુખ્યતા છે. ૧. અનિત્યભાવના, ૨. અશરણ ભાવના ૩. સંસારભાવના ૪. એકત્વભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિભાવના, ૭. આશ્રવભાવના, ૮. ૧૭૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #187 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના ૯. નિર્જરાભાવના ૧૦. લોકસ્વભાવભાવના ૧૧. બોધિ દુર્લભભાવના ૧૨. ધર્મદુર્લભભાવના. કોઈ શાસ્ત્રમાં ક્રમમાં ફેરફાર હોય છે. તાત્પર્ય કે ચિંતા : સામાન્ય રીતે ચિત્તની ચંચળ અવસ્થા છે, તે વખતે જીવ જુદા જુદા વિકલ્પોમાં વ્યસ્ત હોય છે. ધ્યાનમાં ચિત્ત નિશ્ચળ બને છે ત્યારે એક વિષયનું ચિંતન હોય છે. શ્રુત જ્ઞાનમાં ચિંતનની વિશેષતા છે. ભાવના ક્રિયાત્મક છે. ધ્યાનાભ્યાસની એક પ્રવૃત્તિ છે. ભાવનાથી મન, વચન, કાયાના યોગની નિર્મળતા થાય છે. જ્ઞાનાદિ પંચાચારના પાલનની વિશેષતા છે. અનુપ્રેક્ષા: ભાવનાની પુષ્ટિ, અથવા સૂક્ષ્મ પરિશીલન છે. આ સર્વે પ્રકારો ધ્યાનની ભૂમિકારૂપ છે. આ ઉપરાંત શાસ્ત્રમાં ધ્યાનની ઘણી વિશદતા આગમિક છે. સાધક માટે મોક્ષપ્રાપક છે. તે સિવાયના અન્ય ધ્યાન વિધિઓ મનાદિયોગની સપાટી ઉપરના છે. વધુ અભ્યાસ માટે સાધકે ધ્યાનવિચાર, ધ્યાનશતક જેવા ગ્રંથોનો અભ્યાસ કરી ગુરૂગમે ધ્યાનમાર્ગે જઈ આત્મહિત સાધવું. ક્રિયાયોગ પણ જ્ઞાન અને ધ્યાનયોગ વડે સફળ બને છે. તે સિવાય ક્રિયાયોગ બોલતપની જેમ આત્મશુદ્ધિનો હેતુ બનતો નથી. અંતમાં એક નોંધ લેવી ઘટે કે જ્યારે અન્ય દર્શનીઓ દ્વારા સાંભળવામાં આવે કે જૈનદર્શનમાં ક્રિયાયોગની વિશેષતા છે તેમને જાણીને આશ્ચર્ય થશે કે જૈન દર્શનમાં ધ્યાનના પ્રકાર ચાર લાખ ઉપરાંત છે. આ ધ્યાન કેવળ શારીરિક ક્રિયા નથી પણ મનને સંયમમાં રાખવું. વૈરાગ્ય વાસિત થવું વગેરે કઠિન લાગવાથી જનસમૂહ સરળ પ્રયોગોમાં ભ્રાંત થાય છે. ધ્યાનના પ્રકારની આછી રૂપરેખા: યોગ, વીર્ય, સ્થામ ઉત્સાહ પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય આ આઠ પ્રકાર તેને પ્રણિધાન, સમાધાન સમાધિ અને કાષ્ઠા ચાર પ્રકારો વળી ધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ, દરેકના પ્રકારો આમ ૮ x ૪ x ૩: ૯૬ પ્રકાર ભવનયોગ છે. - કરણના બાર પ્રકાર મન, ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, સ્મૃતિ, બુદ્ધિ, ઈહા, મતિ, વિતર્ક, ઉપયોગ. કિરણના ૧૨ ભેદને યોગાદિ આઠ ૧૨૪૮ = ૯૬ ૯૬ x ૨૪ પ્રકારનું ધ્યાન ૨૩૦૪ પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ૧૭૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦૪ x ૯૬ કરણયોગ: ૨,૨૧,૧૮૪ ૨૩૦૪ x ૯૬ ભવનયોગ ૨,૨૧૧૮૪ કુલ ૪,૪૨,૩૬ ૮ ધ્યાનના ભેદો છે. ચાર લાખ બેંતાલીસ હજાર ત્રણસો સડસઠ એ છઘના ધ્યાનના પ્રકારો છે. આમ અનેક પ્રકારો યુક્ત ધ્યાનના પ્રવાહોની વિશદતા અભ્યાસીઓએ ગ્રંથ દ્વારા જાણવી. હે ભવ્યાત્મા તારે ધ્યાનમાર્ગે જવું છે તો ચાર લાખ ઉપરાંતનાં ધ્યાનમાં રહસ્યો તને ઓછા પડે છે. અને આટલી લાંબી મંઝિલે ના જવું હોય તો એકજ ધ્યાન પર આવી જા અને તે પરમાત્માનું ધ્યાન જેનું ધ્યાવન કરવાથી તું સ્વયં પરમાત્મ સ્વરૂપે પ્રગટ થઈશ, તે સિવાય, એહ ઉપાય. બહુ વિધિની રચના યોગ માયા તે જાણો. દ્રવ્ય ગુણ શુદ્ધ પર્યાય ધ્યાને શિવ દીએ સપરાણો. (શીઘ) પૂ. મહો. યશોવિજયજી મહારાજ ખરેખર ગ્રંથકારે અન્ય ગ્રંથોનું દોહન કરી ખૂબ જ શ્રમ ઉઠાવ્યો છે જેમાં સ્વનું અધ્યયન તો ખરું જ પરંતુ પરઉપકાર પણ છે. સામાન્ય રીતે પ્રાકૃત અને ગૂઢ ભાષાના ગ્રંથો લોકભોગ્ય થતા નથી ત્યારે આવા ગ્રંથો મૃત જ્ઞાનની પરંપરા જણાવે છે અને સાધકોને શ્રુતજ્ઞાનનું મહાન અવલંબન મળી. રહે છે. શ્રી અરિહંત પરમાત્માની પ્રસન્નતાની પ્રસાદિ પ્રાપ્ત કરવી છે? તો તેમની આજ્ઞા આત્મસાત્ બનવી જોઈએ. ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું, રાખવું એ જ પ્રભુની આજ્ઞા છે. સર્વ જીવોને આત્મતુલ્ય જોવામાં દર્શનગુણની સાર્થકતા છે. સર્વ જીવોને આત્મતુલ્ય જાણવા જ્ઞાનગુણની સાર્થકતા છે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તવામાં ચારિત્રગુણની સાર્થકતા છે. ૧૮૦ શ્રી કલાપૂર્ણપ્રબોધ Page #189 -------------------------------------------------------------------------- ________________ માં અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિજ્યકલાપૂર્ણસૂરિજીની જીવનગાથા જન્મ અને શીશુવયનાં ઓજસ ભારતભૂમિ અધ્યાત્મપ્રદાન ધરા છે. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવથી માંડી આજ સુધી આ ધરા પર શુભ-અશુભ, ઓટ અને ભરતી, તૂફાન અને વિરામના અગણિત પ્રવાહો વહી ગયા. અધ્યાત્મ જોખમાયું, લુપ્ત થયું વળી પાછું ધબકતું થતું. આમ ચરમ તીર્થકર મહાવીર નિર્વાણ પછી વીર શાસનનો આ પાંચમો આરો (કાળ) હજી લગભગ બીજા ૧૮,૦૦૦ વર્ષ વીર શાસનના પ્રભાવમાં અને અન્ય ધાર્મિક પ્રવાહોથી વહેતો રહેવાનો છે. ભારતની કર્મભૂમિએ અનેક ક્ષેત્રોમાં નરવીરો પેદા કર્યા છે, તેમાં વિશેષતા આધ્યાત્મિક સંત નરરત્નોની છે. જેમણે આ ધરાની પાવનતાની પરમતાને પ્રગટેલી રાખી છે. એ સર્વ સંત-સાધુ મહાત્માઓએ જગતના ભૌતિક સુખમાં કેવળ દુઃખ જોયું. અંતરના સુખમાં શમાવા માટે એ ભૌતિકતા કે જેમાં જગત ડૂળ્યું હતું તેને જ તિલાંજલિ આપી સંયમનો ભેખ ધરી ચાલી નીકળ્યા અને પાવનતામાં પૂર્તિ કરતા રહ્યા. ભારતમાં રાજસ્થાનની ભૂમિ, આમ તો રણપ્રદેશ, સૂકી ધરા, છતાં આશ્ચર્ય કે ત્યાં કેવાં ઉત્તમ રત્નોનો ફાલ પાક્યો. એ રાજસ્થાનની સંતરૂપ રત્નની ખાણમાં કેટલાંય નરનારી રત્નો પ્રગટ થયાં. રાજકીય ક્ષેત્રે પ્રતાપ રાણાથી માંડીને શૂરવીરો, ધરણાશાહ જેવા દાનવીરો, મંદિરોના સર્જનકારો, મહાયોગી આનંદઘનજી, ભક્ત મીરાંબાઈ, વળી સતીત્વની રક્ષા માટે સેંકડો સ્ત્રીઓએ આ જ ધરા પર આત્મવિલોપન કર્યું છે. જંગલની ધન્ય એ ધરા ૧૮૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રલોભનીય શૂદ્રતા તેમને સ્પર્શતી ન હતી. દરેક ક્ષેત્રે આત્મનું ઓજસ પ્રગટ થતું. તેથી આશ્ચર્ય છે કે એ મરૂભૂમિમાં અન્ય પાક આપવાને બદલે ધરતીએ અનુપમ પાક, ચિરસ્થાયી પાક ઉત્પન્ન કર્યો. જ્યાં આપણા કથાનાયકનો જન્મ થયો. ધન્ય એ ધરા એ રાજસ્થાનના જોધપુરથી લગભગ ૧૫૦ કિ.મિ. દૂર ફ્લોદી નામનું સમૃદ્ધ નગર છે. જ્યાં વ્યાપારઉદ્યોગ વિકસતા જાય છે. સવિશેષ ત્યાંની પ્રજા સત્ત્વશાળી હતી અને છે. ધર્મનાં અનેક સ્થાનો છે. તેમાં ૧૭ જેવાં જિનાલયો આજે પણ અડીખમ ઊભાં છે. લગભગ જૈનોની પાંચેક હજાર જેવી વસતી છે. વળી મોટા ભાગના જૈનો વ્યાપારાર્થે દેશમાં અન્યત્ર જઈને વસ્યા છે. કેટલાક પરદેશ જઈને વસ્યા છે. આજ લોદીનગર એ આપણા અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિજય પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીનું જન્મસ્થાન. લગભગ એક સદી પહેલાં ફલોદીમાં લુક્કડ પરિવાર વસેલું હતું. તેમાં લક્ષ્મીચંદ શેઠ અને શેરબાઈનું સાધનસંપન્ન કુટુંબ. પૂરા નગરમાં તેની યશકીર્તિ ફેલાયેલી હતી.. એ લક્ષ્મીચંદ શેઠને પાબુદાન નામે પુત્ર અને ખમાબાઈ પુત્રવધૂ હતા. પતિપત્ની બંને ઉદાર અને સરળ પ્રકૃતિવાળાં, ધાર્મિક સંસ્કારથી રંગાયેલાં હતાં. આ દંપતીના પ્રથમ ત્રણ પુત્રો અલ્પાયુષી હતા. ત્યાર પછી વિ. સં. ૧૯૮૦માં વૈશાખ સુદ ૨ ના રોજ સાંજે પ-૩૦ વાગે એક પુણ્યશાળી પુત્રનો જન્મ થયો જેનું નામ અક્ષયરાજ પાડવામાં આવ્યું. કેમ જાણે ફૈબાને સંકેત મળ્યો હશે કે આ રૂડો જીવ ભાવિમાં અક્ષયરાજ લેવા પ્રભુમાર્ગે પ્રયાણ કરવાનો છે. અક્ષયરાજના બાળપણથી જ લક્ષણો પણ જ્ઞાનવૃદ્ધ જેવા હતા. સ્વભાવે માતાપિતા જેવા સરળ અને ઉદાર. પ્રકૃતિએ પ્રસન્નતા જે જીવનના અંતકાળ સુધી પાંગરતી જ રહી. વાણીમાં મધુરતા, નયનોમાં અમી, વય વધતી ગઈ તેમ તેજસ્વી વ્યક્તિત્વ પ્રગટ થતું રહ્યું. માનવજન્મ સાથે માનવને યોગ્ય જીવનની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. પાંચ વર્ષનો અક્ષયરાજ પ્રાથમિક શાળામાં ભણવા ગયો, પુછયયોગે બુદ્ધિની પટુતા, ૧૮૨ ધન્ય એ ધરા Page #191 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણશક્તિને કારણે અભ્યાસમાં ઉત્તીર્ણ થતો ગયો, અન્ય બાળકોની નેતાગીરી પણ કરી લેતો. પરંતુ પ્રેમાળ હૃદય હોવાથી સૌને પ્રિય લાગતો. આમ અક્ષયરાજ આઠ વર્ષનો થતાં પોતાની જ કુશાગ્રતાને કારણે હૈદ્રાબાદ રહેતા મામા માણેકચંદ તેના ભાવિ વિકાસ માટે પોતાની સાથે લઈ ગયા. જેવાં મા સંસ્કારી હતા તેવા “મામા પણ સંસ્કારી હતાં. પૂર્વના પુણ્યના સંચયયુક્ત આત્માને બધુ સાનુકૂળ મળી રહે છે. એ કાળે મોસાળમાં બાળકો પોતાનાં માતાપિતાના ઘર કરતાં પણ વિશેષ સ્નેહ-હૂંફ અનુભવતાં “મા” એ આપેલા ધાર્મિક સંસ્કાર “મામા' દ્વારા વધુ વિકસિત થયા. આથી જૈનકુળ પામેલા એ બાળકને દર્શન, વંદન, નવકારમંત્રના જાપ જેવા પ્રાથમિક નિયમોનું પાલન સહજ થતું. અક્ષયરાજ પણ વિનય, ઉદારતા, કાર્યક્ષમતા ને કારણે મોસાળમાં સૌને પ્રિય થઈ ગયા. મામાનું વાત્સલ્ય તો સમાતું ન હતું. માનવને હાથ તો બે હોય છે પણ અહીં તો અક્ષયરાજ પર મામાના ચાર હાથ હતા. તેથી અક્ષયરાજનું શિક્ષણ વ્યવહારિક અને ધાર્મિક બંને પ્રકારે થતું રહ્યું. પ્રતિક્રમણ સૂત્રો, ભક્તામર જેવાં સ્તોત્રનો અભ્યાસ થતો રહ્યો. અક્ષયરાજના મુખે ભક્તામર આદિ શ્રવણ કરી મામાનું મન નાચી ઊઠતું. વ્યવહારિક અને ધાર્મિક શિક્ષણ મામા રૂપ માળીના મોસાળના બાગમાં એક પુષ્પ ખીલતું જતું હતું. ત્યાં તો અચાનક હૈદ્રાબાદમાં પ્લેગનો જીવલેણ વ્યાધિ ફાટી નીકળ્યો. ત્યારે વર્તમાન જેવા સાધનોની હીનતા હતી. માનવો રોગમાં ભરખાઈ જવા લાગ્યા. આથી લોદીમાં રહેતાં માતાપિતાએ સર્ચિત થઈ લાડીલા એક જ પુત્ર અક્ષયરાજને પોતાની પાસે બોલાવી લીધો. ફલોદીમાં પુનઃ અક્ષયરાજનું ગામની નિશાળમાં શિક્ષણ શરૂ થયું. વિનયી અને તેજસ્વી પ્રતિભાવાળા અક્ષયરાજ ભણે અને શિક્ષકને મદદરૂપ થવા અન્ય વિદ્યાર્થીઓને ભણાવે. આથી શિક્ષકનો પ્રેમકળશ અક્ષયરાજ પર ઢળતો રહેતો. અક્ષયરાજ જરા વેગળા જાય તે શિક્ષકને ન પરવડે. આમ અક્ષયરાજનો વિનય ગુણ દરેકને આકર્ષિત કરતો અને વિનયગુણ વડે અક્ષયરાજના ગળામાં વિદ્યારૂપી વરમાળા દીપી ઊઠતી આથી બે ધોરણ એકી સાથે સાધ્ય કરી લીધાં. ધન્ય એ ધરા ૧૮૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાની વૃદ્ધિ સાથે વિનયની વૃદ્ધિ થતી ગઈ, આથી અક્ષયરાજ સહપાઠી સાથે પણ મૈત્રીભાવે જ વર્તતા હતા. ન મોટાઈ, ન અહંકાર જાણે આમ્રવૃક્ષની ઉપમાને વરેલા ગુણો નમ્રતા અને મધુરતા તેમના આત્મામાં પ્રગટતા હતા. આમ અક્ષયરાજ શરીરથી, બુદ્ધિથી, સંસ્કારથી વિકસતા જતા હતા. જાણે પૂર્વના યોગી જીવનનાં આરાધનાના સંસ્કારને કારણે અંતરમાંથી દયાનાં ઝરણાં ફૂટતાં હતાં. માનવનું દુઃખ તો તેઓ જોઈ ન શકતા, પણ પૃથ્વી, પાણી જેવા સ્થાવર જીવોની વિરાધના પ્રત્યે પણ તેમનું સંવેદનશીલ હૃદય ધ્રુજી ઊઠતું. આથી તેમને સૌ “માખણિયો' કહીને ચીડવતા, તેઓને તેમના ભાવી પરાક્રમની ક્યાં ખબર હતી? પુણ્યવંતા જીવોને લક્ષ્મી જેમ શોધી લે છે તેમ અનુકૂળ સંયોગો સામે ચાલીને આવે છે. ફલોદીમાં એક ધાર્મિક વૃત્તિવાળાં ભક્ત વડીલ મણીબહેન રહેતાં. તેઓ શેરીમાં સૌને ભેગા કરે, સ્તવન, ઢાળો, સક્ઝાયો ગાઈ સંભળાવે, સૌને શીખવે. ધર્મકથાઓ સંભળાવે. આવો સુંદર યોગ અક્ષયરાજ કંઈ છોડે? તે તો સૌની મોખરે હોય. શાલીભદ્ર, સ્થૂલિભદ્ર, જંબુકુમારની કથાઓમાં સવિશેષ ચારિત્રગ્રહણના પ્રસંગમાં તેને ઘણો આનંદ આવે અને મન પોકારે કે મને આવો યોગ ક્યારે મળશે? બાળક છતાં જ્ઞાનવૃદ્ધ આહારાદિમાં અનાસક્તા વસ્ત્રાલંકારમાં સુઘડતા ભરી સાદાઈ બાળરમતમાં નિર્દોષતા વાણીમાં સત્ય અને મધુરભાષી. આમ છતાં જીવન સદવર્તન, વિચાર અને સુસંસ્કારથી રસાળ અને પ્રસન્ન હતું. તેમાં પણ ભગવદ્ભક્તિ એ તેમની સદાય ઝરતી પ્રસન્નતાની ગુરુચાવી હતી. પરમાત્માની પ્રીતિ એ જ પ્રાણ. કેમ જાણે પરમાત્માએ આ કાળમાં તેમનો પ્રતિનિધિ ધરાને અર્પણ કર્યો હોય? આમ રાત્રિદિવસના અંતરારહિત અક્ષયરાજનું જીવન ખીલતું હતું. હૈદ્રાબાદથી આવ્યા પછી ચારેક વર્ષ થયાં હશે. પણ પેલા મામા અક્ષયરાજ ૧૮૪ ધન્ય એ ઘરા Page #193 -------------------------------------------------------------------------- ________________ કે જે વિનય અને મધુરસયુક્ત ભક્તામરનું પાન કરાવતા હતા તેને ભૂલ્યા ન હતા. તેર વર્ષની ઉમરે વળી અક્ષયરાજ પુનઃ હૈદ્રાબાદમાં પહોંચી ગયા. હવે વ્યવહારિક શિક્ષણને બદલે વ્યાપારી શિક્ષણનો પ્રારંભ થયો. પણ પેલા ધાર્મિક વિધિવિધાનની અગ્રિમતા ટકી હતી. બંને ક્ષેત્રે મામા-ભાણેજની જુગલબંધી હતી. ગૃહસ્થજીવન છતાં ધાર્મિક પ્રગભતાઃ એ કાળે શાળાનો અભ્યાસ બહુ લાંબો કાળ ચાલતો નહિ. અક્ષયરાજ તેર વર્ષે વ્યાપારમાં લાગ્યા. સોળ વર્ષે લગ્નગ્રંથિથી જોડાયા. મામાને લાગ્યું કે હવે પુષ્પ ખીલ્યું છે. સિંચનની જરૂર નથી. કુદરતે તેમને ચિરનિદ્રામાં પોઢાડી દીધા. યદ્યપિ અક્ષયનો સાચો વિકાસ હજી હવે જોવાનો હતો. તે જોવાનું ભાગ્ય ન હતું! અક્ષયરાજનું જીવન સામાન્ય માનવ જેવું ન હતું. તે વ્યાપાર, વ્યવહાર પરિવાર અને સંસાર સુખની ચાર દીવાલમાં જ પુરાઈ જાય તેવું ન હતું. તે તો પૂર્વ સંચિત કર્મોનું લેણું ચૂકવી રહ્યા હતા. ભાવિ તો કંઈ જુદું જ આલેખાયેલું હતું. શ્રાવકજીવનને યોગ્ય પૂજા, ભક્તિ, આવશ્યક ક્રિયાઓ સાથે સંસારની જવાબદારી વહન કરતા. તેમાંથી સમય કાઢીને શાસ્ત્રવાચન કરતા, આમ કરતા ભક્તિ અને સ્વાધ્યાયનો રસ વૃદ્ધિ પામતો ગયો, ત્યારે માતાએ ટકોર કરી કે - બેટા, આ પરિવારના ભાવિનો વિચાર કરજે.' આથી પોતાની ફરજનું ભાન થતાં વડીલોની સલાહ મુજબ મધ્યપ્રદેશના રાજનાંદા ગામે વ્યાપાર અર્થે પહોંચી ગયા, ત્યારે ક્યાં ખબર હતી કે ભાવિનો વ્યાપાર કંઈ જુદો જ નિર્માણ થયો છે. અક્ષયપદની કમાણી થવાની છે. રાજનાંદ ગામના સુપ્રતિષ્ઠિત શેઠને ત્યાં અક્ષયરાજ કામે લાગી ગયા. સૌને પ્રિય થવાની ગુરુચાવી તેમને આત્મસાત્ હતી. શેઠની પેઢીનાં પુણ્ય હશે. વ્યાપાર વિકસતો ગયો. શેઠ પ્રસન્ન હતા. પોતાની પેઢીમાં તેમની રહેવાની વ્યવસ્થા હતી. વળી, ધાર્મિક સંસ્કારના એટલે અક્ષયરાજના નિત્ય નિયમો જળવાઈ રહેતા. અક્ષયરાજના પનોતા પગલે વ્યાપાર એવો જામ્યો કે કોઈ વાર સાંજના ધન્ય એ ધરા. ૧૮૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણનો સમય રહેતો નહિ. આમ એકવાર રાત્રે બાર વાગે તેઓ બંને સૂવાના ઓરડામાં ગયા. અક્ષયરાજને પ્રતિક્રમણ બાકી હતું. તે બારથી ચાર ન થાય, અવિધિ લાગે. તેથી તેમણે પ્રમાદના ત્યાગ માટે અને નિયમની પૂર્તિ માટે સામાયિક લીધું. જિનાજ્ઞાની નિષ્ઠાનું આ દર્શન હતું. શેઠ ખૂણામાં સૂતા જોતા હતાં કે આ યુવાન રાત્રે હજી કેમ બેઠો છે એટલે બૂમ મારીને પૂછ્યું કે, તું શું કરે છે ? પ્રતિક્રમણ થયું નથી તેથી સામાયિક કરું છું.' એ સમયે જીવો કેવા ઉદારચિત્ત અને સાત્ત્વિક હતા ? શેઠ તરત જ બીજા દિવસથી અક્ષયના સર્વ નિયમો પળાય તેનો ખ્યાલ રાખતા, અને કહેતા હું તો કરી શકતો નથી પણ તારે યાદ કરીને તારા સમયે તારા બધા નિયમોનું પાલન કરવું. વળી ચૌવિહાર જેવા નિયમો પોતાની સાથે જ પળાવતા. શેઠને એટલો વિશ્વાસ કે, જે ધર્મને આવો વફાદાર છે તે કામમાં વફાદાર હોય જ. કોને ખબર એના જ પુણ્યે આ ધંધો વિકાસ પામ્યો હશે ? રાજનાંદગાંવમાં શ્યામવર્ણી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું જિનાલય છે, અક્ષયરાજ ભક્તિઘેલા તો ખરા જ, તેમાં પ્રાણપ્યારા પાર્શ્વનાથ મળ્યા, પછી ભક્તિરસનાં ઝરણાં વહેતાં જ રહે. રોજે બે કલાક ભક્તિ કરે ત્યારે મન માને. તે સમયે ખિસ્સામાં જે કંઈ રકમ હોય તે ભંડારમાં મૂકી દેતા. જીવનવ્યવહાર અને વ્યાપારમાં ગૂંથાયેલું છતાં અંતર જાગૃત હતું. વળી સંસારી અવસ્થાની નિયતિમાં બે પુત્રોની પ્રાપ્તિ થઈ. જ્ઞાનચંદ્ર અને આશકરણ, જાણે ભાવિ સાધનાના સાધકો મળ્યા હોય ! અક્ષયરાજ હવે સ્વતંત્ર વ્યાપાર કરવામાં કુશળ થયા હતા. આથી સ્વતંત્ર વ્યાપાર શરૂ કરી, તેની જમાવટ થતાં ઘર પણ વસાવ્યું અને પરિવારને પણ સાથે વસાવી લીધો. અક્ષયરાજ સંતોષી હતા. ધનલાલસા ન હતી. આથી પોતાના બધા જ વિધિવિધાનો પૂરા કરી યુવાન અક્ષયરાજ દસ વાગે દુકાને પહોંચતા. પિતા આઠ વાગે પહોંચતા. પત્ની સંસ્કારી હતાં. માતાપિતાની સેવા કરતાં, બાળકો સંભાળતાં અને અવકાશે ધર્મસાધના કરતાં. અક્ષયરાજ માનતા અને કહેતા આઠ વાગે આવો કે દસ વાગે આવો પુણ્યમાં હશે તે મળશે, આથી રાત્રિભોજન ત્યાગનો અને પ્રતિક્રમણનો નિયમ ધન્ય એ ધ ૧૮૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ દઢપણે સાચવતા. વાસ્તવમાં ભાવિ જીવનનું ઘડતર થતું હતું એ ગૂઢ રહસ્યને કોણ કળી શકે ? એકવાર રાજનાંદગાંવમાં આશ્રી.વલ્લભસૂરિજીના શિષ્ય શ્રી રૂપવિજયજીનું ચાતુમાંસ હતું. તેથી તેમના સાંનિધ્યનો અને બોધનો લાભ મળ્યો. તે સમયે આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીનાં પ્રવચનોની નકલો આવતી. તેનું પ્રતિદિન વાચન કરવાથી અક્ષયરાજમાં છુપાયેલો વૈરાગ્ય દવે દીવો પ્રગટે એ ન્યાયે પ્રદીપ્ત થયો. આચાર્યશ્રીની સિંહગર્જના સંભળાતી. સંસાર જેટલો લોભામણો છે તેનાથી અનેકગણો બિહામણો છે. વિષય કષાયની આગળ જીવ શેકાઈ રહ્યો છે. હાથમાં કંઈ આવશે નહિ. આગ લાગે અને ઘરની બહાર દોડો તેમ ભાગો નહિ તો આ આગ ભરખી જશે.' આવાં પ્રવચન વાંચી પ્રથમ તો અક્ષયરાજ મુંઝાઈ ગયાં શું કરવું? સાધુ થવું છે તે નક્કી, એમ ભાવના ભાવતા. વળી મુનિ સુખસાગરજીનું ચાતુર્માસ થતાં તેમની પાસેથી પૂ દેવચંદ્રજીની ચોવીશી હાથમાં આવતાં ભક્તહૃદયી અક્ષયરાજનું જાણે ભાગ્યે જ ખૂલી ગયું. ચોવીશી કંઠસ્થ કરતાં હૃદયમાંથી રણકાર આવ્યો કે હું જે ઇચ્છતો હતો તે માર્ગ આ જ છે.” આમ એ ચોવીસીમાંથી ભક્તિરસ અને તત્વબોધનું સુભગ યોગ થતાં આંતરિક પ્રગતિ વૃદ્ધિ પામી. પછી જ્ઞાન, ધ્યાન યોગાભ્યાસની સરવાણીઓ ઝરતી જ ગઈ, અહો ! જીવનમાં અધ્યાત્મરસનો અપાર મહિમા અવતર્યો. પરિણામે વૈરાગ્યે વેગ પકડ્યો આમ જીવનનાવ વિના વિખે હંકારાતું હતું, ત્યાં એક વરસમાં શિરછત્રરૂપ માતાપિતાએ ચિરવિદાય લીધી. પરદેશમાં વસેલાં છ કુટુંબીજનો હવે ચાર થઈ ગયાં. સૌએ શીળી હૂંફ ગુમાવી. આ અણધાર્યા પ્રસંગથી અક્ષયરાજની વૈરાગ્યભાવના પ્રબળ બની. સંસારની અનિત્યતાનું ભાન થયું. તેઓ ચિતવતા કે જે શિરછત્ર જેવા શરણરૂપ હતા તેનું શરણ આવું પોકળ નીકળ્યું. શું જગત આવું ક્ષણભંગૂર છે? છતાં જીવ એ બધું કાયમનું છે તેમ માની અજ્ઞાનમય સંસારનાં કાર્યો કરે છે? વળી સંસારી જીવ પૂરી જિંદગી ભેગું કરવામાં ગાળે અને અકાળે એક કણિયો પણ ગ્રહણ કર્યા વગર જાય. ગત્ આત્મા પુનઃ જોવા ન મળે. આવા ધન્ય એ ધન્ય ૧૮૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ મરણનું શરણ કોણ ? ન માતા ન પિતા? ન પત્ની ન પુત્રો? ન યુવાની ન ધન, અરે ! એ સર્વેમરણ પાસે શરણ રહિત, ક્ષણે ક્ષણે ક્ષીણ થતા આયુષ્યવાળા કોને શરણ આપે? આમ વિચારે ચઢેલા અક્ષયરાજને સમય વ્યર્થ વહી જતો દેખાયો, બાળપણ ગયું. આ યુવાની જવાની એની દીવાની શા કામની? હા, ધર્મ જ એક શરણ છે. ભગવાન જ તારણહાર છે. બાકી ચક્રવર્તીપણું પણ વ્યર્થ છે. અક્ષયરાજના અંતરાત્માનો અવાજ 'આ ચિંતનની ધારા આત્માના પાતળમાંથી છૂટી હતી તે કેમ અટકે? આવી ઝૂરણાના સાથી / ઉગારનાર જિનશાસનના દીવાઓ એટલે સાધુમહાત્માઓ. અક્ષયરાજના અંતરના અગ્નિદાહનું ઔષધ લઈને રૂપવિજય મ. સા. પધાર્યા. તેમના બોધામૃતનું પાન કરી પ્રથમ તો સંસાર વૃદ્ધિના કારણ રૂપ કામને જ તિલાંજલિ આપવા ઉપાશ્રયમાં આજીવન બ્રહ્મચર્ય લીધું અને સન્માર્ગે આગળ વધવા તપશ્ચર્યા કરવા માંડી. વતની દઢતા માટે સોળ ઉપવાસનું તપ કર્યું. એક જ લગની હતી ક્યારે સંસારવનથી મુક્ત થાઉં. આ ઘર વ્યાપાર, પરિવાર કંઈ મુક્તિમાં સહાયક નથી. ઉત્તમ શ્રાવકને યોગ્ય સાધના પણ મર્યાદા વાળી છે. મુક્તિના ગગન પંથે વિહરવું હોય તો આકાશ માર્ગે ત્યાગ માર્ગે પ્રયાણ કર. રાજનાંદ ગાંવના જિનાલયના પ્રભુ પાર્શ્વનાથ તેમના પરમાર્થ દુઃખના સાથી. એ સમયે ભક્તિનો રંગ પણ એવો જ જામેલો. દિવાળીના દિવસોમાં ભક્તિનું પૂર આવ્યું. નિતનવીન ભાવો જન્મ, પ્રભુ સાથે ભાવની એકતા થાય. ત્યાં એક દિવસ જાણે પ્રભુ કહી રહ્યા હોય તેમ ઊંડાણમાંથી અવાજ આવ્યો. મારા ગુણ ક્યાં સુધી ગાઈશ હવે મારા માર્ગે ચાલ્યો આવ. આ કાળ તો હાથતાળી દઈને ચાલ્યો. અક્ષયરાજે આ ધ્વનિને ઝીલી લીધો અને ત્યાં જ નિર્ણય કર્યો કે કાર્તિકી પૂનમ પછીનું જે શુભ મુહૂર્ત આવે તે દિવસે સંસારને સલામ. હાશ, જન્મોજન્મનો બોજ ઊતર્યો. ખૂબ હળવાશ સાથે નિવાસે પહોંચ્યા. અને ધર્મપત્ની રતનબહેનની પાસે પ્રસ્તાવ મૂક્યો. રતનબહેન ગુણિયલ અને ધર્મના સંસ્કારવાળા હતા. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જીરવી લીધી હતી. પતિ સાથે ૧૮૮ ધન્ય એ ધા Page #197 -------------------------------------------------------------------------- ________________ છે ને? પરંતુ આ તો વાત હાથથી જવાની હતી. પતિના સંસાર ત્યાગની વાતથી તેમણે સખત આંચકો અનુભવ્યો. શાંત અને ગંભીર સ્વભાવી પત્નીએ કંઈ સંઘર્ષ ન કર્યો, પણ ઘણી મૂંઝવણ થઈ. આથી તેમણે પોતાના પિતાને પત્ર લખ્યો, કે તમારા જમાઈએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. તો તમે અમારા હિતમાં તેમને સમજાવશો. જેથી તેઓ ઘરમાં રહીને સાધના કરે. થોડા દિવસ પછી પિતાનો પત્યુત્તર આવ્યો. મથાળુ - આનંદના સમાચાર તમારા પત્રથી અક્ષયરાજના દીક્ષાના સમાચાર જાણી અત્યંત આનંદ થયો. માનવજીવનને સફળ કરવાનો આ માર્ગ વિરલા જીવોને પુણ્યોદયે પ્રાપ્ત થાય છે. જો આ ભવ સાર્થક ન થયો તો જન્મમરણના ફેરા ચાલુ રહે છે. હું પણ થોડા વખતથી આ જ વિચારમાં હતો કે કોઈ સાથ મળે તો દીક્ષા ગ્રહણ કરું. અક્ષયરાજને ધન્યવાદ છે. મને સારો સહયોગ મળી ગયો. તમે બાળકોની કે તમારી કંઈ ચિંતા ના કરશો, અમે તેની પૂરી વ્યવસ્થા કરીશું. 3. રતનબહેનને માથે આભ તૂટી પડ્યું, ધાર્યું હતું શું? અને બન્યું શું? હવે ક્યાં જવું? અને વિચારના પ્રવાહમાં ઘેરાઈ ગયાં. પતિ વગરનું ઓશિયાળું જીવન, સૂનું જીવન. હું પતિ સાથે દીક્ષા લઉ તો વળી બાળકોનું શું? આમ એમને ભાવિ ચિંતાએ ઘેરી લીધાં. બપોરનો સમય હતો. પતિ વ્યાપારે, પુત્રો નિશાળે હતા. રોજના નિયમ પ્રમાણે તેમણે સામાયિક લીધું. અને ધર્મ સહાય કરશે તેવી ભાવના કરવા લાગ્યાં. અને તેમને પણ અંતરમાં અવાજ આવ્યો કે જે માર્ગે પતિ તે માર્ગે પત્ની, જે માર્ગે પિતા તે માર્ગે પુત્રો અલ્પકાલીન માનસિક સમાધાન મેળવ્યું. પતિ પાસે પ્રસ્તાવ મૂક્યો કે તમે અમારા માટે શું નિર્ણય કર્યો છે? જો તમારે માર્ગે જ કલ્યાણ છે તો અમને પણ એ જ માર્ગમાં રુચિ થાય તેવું કરો. ઉતાવળ ન કરશો. અક્ષયરાજ સંયમમાર્ગની દઢતાવાળા હતા રોકાવાનું બહાનું ખાતું ન હતું. અંતર કરુણાવાળું હતું. તેઓ પત્નીનો પ્રસ્તાવ સાંભળી વિચારમાં પડી ગયા. આનું સમાધાન સંસારી ન આપી શકે, સંયમી આપી શકે. અક્ષયરાજને સમાધાન માટે બે જ સ્થાન હતા એક પ્રભુ અને બીજા ગુરુ-સાધુજનો. પરિવાર પણ પરમાર્થ પંથે આથી તેઓ પૂ. સુખસાગરજી મ. સા. પાસે ગયા અને બધી હકીકત ધન્ય એ ધચ ૧૮૯ Page #198 -------------------------------------------------------------------------- ________________ જણાવી. તેઓએ સલાહ આપી કે હવે થોડો વખત રોકાઈ જવામાં પ્રતિજ્ઞાભંગ નથી. કુટુંબનું આત્મકલ્યાણ થતું હતું હોય તો બે ત્રણ વરસ રોકાઈ અભ્યાસ કરો અને સંયમની સાધના માટે તૈયાર થાવ. પત્ની અને બાળકોને પણ અભ્યાસ કરાવો. આમ પૂરા પરિવારમાં હળવાશ થઈ. હા પણ તેમાં પ્રમાદન હતો. આથી અક્ષયરાજે વ્યાપારને સંકેલવા માંડ્યો. પત્ની અને પુત્રોને સૂત્રો વિગેરેનો અભ્યાસ શરૂ કરાવ્યો. ઘણીખરી ધર્મક્રિયાઓ સાથે કરવા લાગ્યા. આમ પૂરો પરિવાર સંયમના માર્ગે પ્રયાણ કરવા તૈયાર થયો. આ હકીકત વડીલ સસરા મિશ્રિલાલજીને જણાવી. હવે પ્રશ્ન એ થયો કે મોક્ષમાર્ગે જવાનું આ નાવ કોને સોંપવું? જેથી ગુરુજનોને સમર્પિત થઈ યોગ્ય સાધનાપથ સાધી શકાય. જો યોગ્ય ગુરુ-નાવિક ન મળે તો આ નાવ રવાડે ચઢી જાય. વળી આમ કોઈ સાધુ મહાત્માનો વિશેષ પરિચય નહિ. સદ્ગુરુની શોધમાં અક્ષયરાજ આ માર્ગે જવા માટે સદ્દગુરુનું માહાસ્ય જાણતા હતા. એકવાર સદ્ગુરુને શોધી પછી તેમના ચરણમાં ઝૂકી જવું એ કર્તવ્ય સમજતા હતા. હાલ પરિસ્થિતિ એવી હતી કેઃ ભોમિયા વિના ભમવા મારે ગૂંગા' વળી મનમાં એક ઝબકાર થયો કે વડીલ સસરા મિશ્રિમલજી આ માર્ગે જ આવવા માંગે છે, તેમને પુછાવ્યું. જવાબ મળ્યો કે અમે પણ આ મૂંઝવણમાં અને શોધમાં છીએ. વળી મિશિમલજીને જાણવા મળ્યું કે ક્લોદીના એક ભાઈ આચાર્ય શ્રી વિજય કનકસૂરિજી પાસે દિક્ષિત થયા છે અને સંયમમાર્ગે સારો વિકાસ કરી રહ્યા છે. તેઓ કિચન વિજય મ. તરીકે જાણીતા છે. જૈનદર્શનમાં ગુણ અને ચારિત્રસંપન્ન આચાર્યો/મુનિઓ છે, તેમાં કચ્છવાગડ દેશોદ્ધારક સુવિશુદ્ધ સંયમમૂર્તિ આચાર્ય શ્રી વિજયકનસૂરિશ્વરજી મોખરે છે. તેમના સમુદાયના ત્યાગ, તપ, આચારાદિ પ્રશંસનીય હતા. વળી ફ્લોદીના જાણીતા વિદ્વાન મુનિશ્રી કંચનવિજયજીનો કંઈક પરિચય હતો આથી ૧૯૦ ધન્ય એ ધરા. Page #199 -------------------------------------------------------------------------- ________________ સસરા-જમાઈની જોડીએ તે સમુદાયમાં દીક્ષિત થવાનો નિર્ણય કર્યો. આચાર્યશ્રીની સંમતિ મળી અને સાથે સંયમ જીવનને યોગ્ય અભ્યાસની આવશ્યકતા જણાવી. આથી મહાન તપસ્વી સંઘસ્થવિર આચાર્યશ્રી વિજય સિદ્ધિસૂરિજી (બાપજી)ની નિશ્રામાં બિરાજતા આ. શ્રી. કનકવિજયસૂરિજી પાસે અક્ષયરાજ બંને પુત્રોને સાથે લઈ સંયમ માર્ગના અભ્યાસ માટે આવી પહોંચ્યા. અને શ્રાવિકા રતનબહેનનો ભાવનગર પૂ. સા. નિર્મળાશ્રીજી પાસે અભ્યાસ કરવા પ્રબંધ કર્યો. આમ સંપૂર્ણ કુટુંબ સંયમમાર્ગના અભ્યાસમાં ગોઠવાઈ ગયું. અને ધારેલે માર્ગે સૌ આગળ વધવા લાગ્યા. સંયમની રુચિ દઢ થઈ. વળી મિશ્રિમલજી સાથે સંયમ લેવા વચનબધ્ધ હતા. તેથી તેમણે તેમને જણાવ્યું કે હવે અમે તૈયાર છીએ તમે આવી જાવ એટલે મુહૂર્ત જોવડાવી લઈએ. મિશ્રીમલજીને કંઈક કામ હોવાથી તેમણે જણાવ્યું કે હાલ રોકાઈ જાવ, મારા સંયોગો નથી. હવે સંસારમાં રહેવું ન પરવડે આથી અક્ષયરાજે દીક્ષા ગ્રહણ ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો. સંયમમાર્ગની કેટલી તમન્ના ? પળ જાય તો પણ વસમી લાગે. જંબુકુમારના સંયમના ભાવના અંશો આ કાળમાં પ્રગટતા દેખાય. જંબુકુમાર પ્રવજ્યા માટે પોતાની હવેલીએ માતાપિતાની રજા મેળવવા ક્તા હતા, ત્યાં પહોંચતા નગરમાં કંઈ વિઘ્ન આવ્યું. તરત જ પાછા ફરી સદ્ગુરુ પાસે આ જીવન બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું હતું. મિશ્રીમલજીને જ્યારે અક્ષયરાજના આ અભિગ્રહની જાણ થઈ ત્યારે બધાં કારણોને હડસેલો મારી તરત જ પાલીતાણા જ્યાં પૂ. આચાર્યશ્રી બિરાજતા હતા ત્યાં પહોંચીને મુહૂર્ત જોવરાવી આવ્યા અને ફલોદીમાં દિક્ષા થાય તે રીતે આયોજન કર્યું. ફલોદીનગરમાં એક સંપૂર્ણ કુટુંબ સંયમમાર્ગે જઈ રહ્યું છે તેને માટે જૈન સંઘે શાનદાર ઉજવણીનું આયોજન કર્યું, અને સંઘના આગેવાન ભાઈઓ પૂ. આચાર્યશ્રીને આમંત્રણ આપવા ગયા. પરંતુ આ. શ્રી. કનકવિજયસૂરિજીની નાદુરસ્ત તબિયતને કારણે જઈ શકે તેમ ન હતા. આથી અક્ષયરાજે અઠ્ઠમનું તપ આદર્યું કે ગુરુમહારાજ આમંત્રણ સ્વીકારે પછી પારણું કરવું. પરંતુ ધન્ય એ ધરા ૧૯૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ ગુરુમહારાજની તબિયતમાં કંઈ સુધારો જણાયો નહિ આથી અક્ષયરાજને નિરાશ થવું પડ્યું. છતાં ગુરુદેવની અનુકૂળતાને અગ્રિમતા આપવી રહી. આથી મુ. શ્રી કનકવિજ્યજી મ. ને તથા ધ્યાનપ્રેમી રત્નાકર વિજયજીને દીક્ષા પ્રસંગના પ્રદાનની આચાર્યશ્રીએ આજ્ઞા કરી, તેઓનું ફ્લોદીનગરે ભવ્ય સામૈયું થયું. ધન્ય એ ધરા આમ તો પાંચ છ દસકાની જ વાત છે, પણ ફ્લોદીનગરની જાહોજલાલી અનેરી હતી. એવા એ નગરના આંગણે લગભગ પાંચેક હજાર જેવી જૈનોની વસ્તીમાંથી એક સંપૂર્ણ કુટુંબ સંસારનો ત્યાગ કરી સંયમમાર્ગે પ્રયાણ કરવાનું હતું. એ વાત જાહેર થઈ ત્યારથી નગરમાં જૈન જૈનેતરમાં દીક્ષાની જ વાતો ચર્ચાતી હતી. તેમાંય પણ જ્ઞાનચંદ્ર અને આશકરણ બે નાના પુત્રોની દીક્ષા તો સૌના હૃદયને ભીંજવી દેતી હતી. આઠ અને દસ વર્ષનાં બાળકોની દીક્ષા સૌને માટે ચર્ચાનો વિષય હતો. સૌ કહેતા, કુટુંબના એક પુણ્યશાળી આત્માના નિમિત્તે પૂર્ણ કુટુંબની જ તાસીર પલટાઈ ગઈ. ક્યાં ખાબોચિયા જેવો સંસાર અને ક્યાં સંયમ જીવનની વિશાળ ક્ષિતિજો ! યદ્યપિ સંસારીજનોની દૃષ્ટિએ એ કાંટાળી કેડી જણાતી હતી. અને સૌને લાગતું આ કુમળા છોડ એ કાંટાળી કેડીએ કેમ ખીલશે ? પણ પિતા અક્ષયરાજની ધર્મની શ્રદ્ધા અલૌકિક હતી. તેમાં લૌકિકતાથી છિદ્ર પડે તેમ ન હતું. પ્રભુમાર્ગે એક આત્માનું કલ્યાણ થાય અને બીજાનું અકલ્યાણ થાય તેવો એ વિષમમાર્ગ નથી. તેમની મક્કમતા ઉપર પેલા બે કુમળા છોડ પણ ટટ્ટાર થતા હતા. નિર્મળ રોહણ ગુણમણિ ભૂદરા મુનિજન માનસ હંસ, ધન્ય નગરી ધન્ય તે વેળા ઘડી માતપિતા કુલવંશ !” મહાભિનિષ્ક્રમણના માર્ગે અક્ષયરાજના દિવ્યસ્વપ્નનો સાકાર પામતો દિવસ ઊગ્યો. એ દિવસ વૈશાખ સુદ ૧૦નો હતો. સંઘ અને કુટુંબીજનોએ પણ ખૂબ ઉત્સાહથી દીક્ષા સમારોહ ઊજવવાની ગોઠવણ કરી હતી. ખૂબ ધામધૂમથી વ૨સીદાન થયું. પાંચ દીક્ષાર્થીઓનું ભાગ્યવંતુ કુટુંબ રાજવંશી પોશાકમાં દીક્ષા મંડપ તરફ પ્રયાણ ધન્ય એ ધા ૧૯૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ કરી રહ્યું હતું. તેઓના મુખ પર સંસારથી છૂટ્યાનો હાશકારો હતો અને સંયમમાર્ગે જવાનો અપ્રતિમ આનંદ હતો. વિ.સં. ૧૯૯૬માં આ. શ્રી લબ્ધિસૂરિજી ફ્લોદીમાં ચાતુમાર્સ હતા. ત્યારે સોળ વર્ષના પરિણીત અક્ષયરાજને જોઈને તેઓએ ભાખેલું કે “આ યુવાન સંસારનો જીવ નથી, સમાર્ગનો જીવ છે. ત્યારે સંયમમાર્ગના સંસ્કાર મનના ઊંડા સ્તર પર જાણે ગૂંચળું વાળીને પડ્યા હશે. તે ભવસ્થિતિ પરિપક્વ થતાં જાગૃત થયા અને એક અક્ષયરાજ સાથે બીજા ચાર સ્વજનોએ પણ એ માર્ગે પ્રયાણ કર્યું. દીક્ષાની શોભાયાત્રા મંડપમાં ધર્મસભાના રૂપમાં ફેરવાઈ ગઈ. સૌ આતુર નયને દીક્ષાવિધિ જોતા હતા. સ્નાનમૂંડન વિધિ પછી જ્યારે પાંચ દીક્ષાર્થીઓ રંગમંડપમાં ઉપસ્થિત થયા ત્યારે દીક્ષાર્થીઓના જય જયકારના ધ્વનિથી ગગન ગાજી ઊડ્યું. તેમાં પણ જ્યારે રાજવંશી ઠાઠમાંથી પેલાં બે કુમળાં બાળકોને મૂંડનયુક્ત જોતાં દરેકના હૃદયમાં મિશ્ર લાગણીઓનો સાગર ઊછળી પડ્યો. હૃદય ગદ્ગદ થઈ ગયાં અને બીજી બાજુ આનંદનાં અશ્રુ પણ વહી રહ્યાં હતાં. આવા અનુપમ દશ્યને સૌ હાર્દિકપણે માણી રહ્યા હતા. દીક્ષાવિધિને અંતે સંસારી અવસ્થાના નામનો સંન્યાસ થઈ સંયમ માર્ગીઓના શુભ નામ જાહેર થયા. મિશ્રિલાલજી ઉ. વ. ૪૯ મુનિશ્રી કલીતવિજયજી અક્ષયરાજ ઉં. વ. ૩૦ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી જ્ઞાનચંદ જ્યેષ્ઠપુત્ર ઉ.વ. ૧૦ મુનિશ્રી કલાપ્રભવિજ્યજી આશાકરણ નાનો પુત્ર ઉ. વ. ૮ મુનિશ્રી કલ્પતરુવિજયજી રતનબહેન ઉ. વ. ર૬ સાધ્વીશ્રી સુવર્ણપ્રભાશ્રી મુનિશ્રી કલાદ્યોતવિજયજી અને મુનિશ્રી કલાપૂર્ણ વિજયજી દીક્ષા પ્રસંગે આચાર્યશ્રી કંચનસૂરિજીના શિષ્ય તરીકે જાહેર થયા હતા. પરંતુ ગુરુજનોની ઉદારતા કેવી છે? વડી દીક્ષાના સમયે તેઓએ આ બંને મુનિઓને પુનઃ મુનિશ્રી કંચનવિજયની ગુરુ તરીકેની યોગ્યતા જાણી તેમને સુપ્રત કર્યા. બંને બાળ મુનિઓને પિતા ગુરુને સુપ્રત કરી શિષ્યો તરીકે સોં . સાધ્વીજીને આચાર્યશ્રીના ૧૩ ધન્ય એ ધરા Page #202 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાવર્તી શ્રી લાવણ્યશ્રીજીના શિષ્યા સુનંદાશ્રીજીના શિષ્યા તરીકે સોંપણી કરી. દીક્ષાનો શુભ સમારોહ આનંદસંપન્ન થયો. ત્યાર પછીનું ચાતુર્માસ નવ દીક્ષિત દીક્ષાર્થીઓએ ફ્લોદીમાં રહી અભ્યાસમાં ગાળ્યું. વળી સંઘે પણ ઉત્તમ આરાધના કરી તેની ફલશ્રુતિરૂપે મુનિશ્રી કલૌતવિજયજીના બાર વર્ષના સંસારી પુત્ર પણ પિતાના સંયમથી વૈરાગ્ય પામી તેમના ચરણમાં જીવન સમર્પિત કર્યું. અર્થાત પિતાગુરુના શિષ્યપણે દીક્ષા ગ્રહણ કરી જેમનું નામ કલાહંસવિજય રાખવામાં આવ્યું. આમ કાનો “ક” લંબાતો ગયો. ચાતુર્માસ પૂર્ણ થતાં છએ દીક્ષાર્થીઓ પૂ. આ. શ્રી કનકસૂરિજીના દર્શન માટે ગુજરાત ભણી વિહાર કરી રાધનપુર પહોંચ્યા. એ સુભગ મિલનના સાક્ષીઓ જ વડીલ ગુરુ નિશ્રાના આનંદનું વર્ણન કરી શકે? મયૂરને ઊડવા વિશાળ ગગનની પ્રાપ્તિ હોય તેમ દીક્ષાર્થીઓએ સંસારની ધરાથી ઉપર ઊઠી અનંત ગગનમાં જાણે ઉડ્ડયન આદર્યું. યદ્યપિ એ કંઈ સંસારના એશઆરામ ન હતા. એ તો તપ, ત્યાગ, સંયમ વિરાગનો માર્ગ હતો. પરંતુ પ્રભુમાર્ગની અપૂર્વ શ્રધ્ધા સંસારનાં બંધન તોડવાનો ઉદ્યમ શાશ્વત સુખની પ્રાપ્તિનું સાધન, આવા ધ્યેય વડે તેઓ મુક્તમને વિકસતા હતા. તેમાં વિનયવડે સૌનો પ્રેમ જીતવાની તેમની લાક્ષણિકતાએ તો તેમના વિકાસને ઘણો ઝડપી બનાવ્યો. પૂર્વના આરાધક યોગીએ અલ્પ જન્મમાં મુક્તિ કાર્ય સિદ્ધ કરવા આ જન્મ ધારણ કર્યો હોય તેમ શ્રી કલાપૂર્ણવિજય પ્રમાદરહિત સાધનાપંથમાં સ્થિર ડગ ભરતા હતા. તેઓ જાણતા હતા કે સંસારનો ત્યાગ માત્ર પૂર્ણતા નથી પણ સંયમનો પ્રારંભ છે. શિખર નથી, પણ તળેટી છે. હા, શિખરે પહોંચવાનું જરૂર છે. ગુરુમહારાજ કહેતા કે સંસારનો ત્યાગ કર્યો એટલે કેટલેક અંશે પાપ અટક્યું, પરંતુ પુરાણા સંસ્કારોની જડ ઉખેડવી અને નવા દોષો ઘૂસી ન જાય તેવી સાવધાની એ સંયમજીવનની સાધના છે. દેહમમત્વ, જ્ઞાનનું અહંમત્વ, ધર્મક્રિયાનું કર્તવ્ય ત્યજીને કેવળ આત્મભાવનાને જાળવવી, જેટલી શુદ્ધિ તેટલી સાધનાની સિદ્ધિ છે. અપ્રમાદપણે શાસ્ત્રાભ્યાસ દિનપ્રતિદિન અધ્યાત્મ વિકાસ પામે, અકલ્યાણકારી સંસ્કારોનું વિસર્જન થાય અને અધ્યાત્મભાવનાનું સર્જન થાય એ લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. સાધુ ધન્ય એ ધરા ૧૯૪. Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદમાં કે પરકથામાં પડ્યો તો માર્ગથી શ્રુત થવાનો. શ્રાવક સાધુ થવાના ભાવ રાખે અને સાધુ સિદ્ધ થવાની ભાવ રાખે તે સાધનાપંથે સિદ્ધિને વરે. સાધકને તેના વિનય વડે આગળની સામગ્રી મળતી જાય છે. આપણા મુનિ શ્રી કલાપર્ણવિજય ગુરુઆજ્ઞાયુક્ત શાસ્ત્રાભ્યાસમાં લાગી ગયા. ભક્તિરસ તો તેમને વરેલો હતો, તેમાં જ્ઞાનયોગનો અવસર મળ્યો. જેને જિન ભક્તિ ગમે તેને જિનવાણી ગમે જ. સંયમમાર્ગે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ ભક્તિરસ ઘૂંટાતો ગયો. મુનિ અને ભક્તિ એકમેક હતા. કલાકો સુધી ભાવભક્તિમાં વિભોર મુનિની આંતરિક દશા નિર્મળ થતી ગઈ જે અધ્યાત્મયોગરૂપે પ્રગટ થઈ. જિનપ્રતિમા એમના ભાવપ્રાણ હતા. એક સમય એવો આવ્યો કે કલાકો સુધી ભક્તિ કરતા, ત્યારે શિષ્યોને તેમને તેમાંથી બહાર કાઢવા સંકેત કરવો પડતો. ભક્તિ વડે થયેલી નિર્મળતામાં જિનાગમ સહજ અંકિત થવા માંડ્યા. જ્યાં જ્ઞાનપ્રાપ્તિનો યોગ મળે ત્યાં તેઓ નિર્દોષ બાળક જેવા વિદ્યાર્થી થઈને અભ્યાસ કરવા લાગી જતા. તેમાં વળી વિનયગુણની વિશેષતા વડે થોડા સમયમાં ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. યદ્યપિ તેઓ માનતા ઘણું બાકી છે. પરિણામે પોતાને જે કંઈ મળ્યું તે જ્ઞાન વહેંચતા ગયા. સદાયે ગુરુસેવામાં તત્પર એવા વિનયયુક્ત મુનિશ્રી જ્ઞાનવૃદ્ધિની યોગ્યતાથી પન્યાસપદે પહોંચ્યા છતાં તેમને કંઈ એ પદની આકાંક્ષા કે મોટાઈ ન હતી. ૨૦૧૯માં તેઓ ગાંધીધામ ચોમાસું હતા ત્યાં સમાચાર આવ્યા કે પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા છે. અને તેમનો આત્મા રડી ઊઠ્યો, હજી તો ગુરુનિશ્રાની ઘણી જરૂર છે, ત્યાં અચાનક આ શું બન્યું? વળી મન વાળ્યું તેમના ગુણોનું સ્મરણ એ જ હવે ઉપાય છે. ફ્લોદી સંઘની નિશ્રામાં આ. શ્રી દેવેન્દ્રસૂરિજીના શુભાશિષથી પન્યાસ પદવી ધારણ કરી. એમને માટે તો એ એક ઉપચાર હતો. તેઓને તો ભક્તિ અને જ્ઞાનારાધનામાં જિજ્ઞાસા હતી. તેઓ ઘણુંખરું આચાર્યશ્રીની નિશ્રામાં રહેતા. તેમના ગુરુ આ. શ્રી કંચન વિજયજી મહારાજ તપસ્વી અને અંતર્મુખ સાધક હતા. તેઓ પોતાના શિષ્યના આધ્યાત્મિક વિકાસને લક્ષ્યમાં રાખી તેમને આચાર્યશ્રીની નિશ્રામાં રહેવા જણાવતા. ધન્ય એ ધરા ૧૯૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ કચ્છ વાગડના જૈનોના હૃદયમાં તેમનું સ્થાન આદરણિય થતું ગયું, તેમનામાં સૌને પ્રશમરસમાં મહાલતા યોગીનાં દર્શન થતાં, તેમનું આ પ્રશમલબ્ધિયુક્ત વાત્સલ્યનું ઝરણું સદાય વહેતું રહેતું. તેમાંય તેમના માર્મિકી તાત્ત્વિક છતાં સરળભાષી પ્રવચનથી જનતામાં જાગૃતિ આવતી. હજારો માનવો તેમની ધર્મસભામાં ગોઠવાઈ જતા. આવું ઉજ્વળ વ્યક્તિત્વ જોઈને આ. શ્રી દેવેન્દ્રસૂરિજીની ભાવના તેમને આચાર્ય પદવી આપવા માટેની હતી, પરંતુ પંન્યાસજી શ્રી કલાપૂર્ણવિજય તેમાં સાદ પુરાવતા નહિ. પદ માટે તેઓ હંમેશાં નિઃસ્પૃહ રહેતા. આખરે સંઘની પ્રબળભાવના અને વિનંતીને માન આપી તેઓએ ગુરુદેવની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે સમયે ઉપધાન તપની આરાધનાનો સુયોગ હતો. આમ વિ. સં. ૨૦૨૯ મા. સુ. ત્રીજના પવિત્ર પ્રભાતે પૂ. આ. શ્રી એ પંન્યાસશ્રી કલાપૂર્ણજીને આચાર્યપદ પ્રદાન કરીને સંતોષ અનુભવ્યો. જનસમૂહના નાદથી તીર્થની ધરતી અને ગગન ગાજી ઊઠ્યાં. નૂતન આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિ મહારાજકી જય, આચાર્યશ્રી અમર તપો.” સમયનું વહેણ વહ્યું જાય છે. જીવનની સાધનાનો તાળો સમાધિમરણ છે. ચૈત્રી ઓળીનું આરાધન હતું. પૂ. ગુરુદેવનું સ્વાથ્ય કથળતું હતું, છતાં ચૌદસના ઉપવાસનો નિયમ જાળવીને મુનિઓ પાસે સ્વાધ્યાય વગેરે કરતા રહ્યા. પૂ. કલાપૂર્ણસૂરિજી આવી ગયા હતા. તેમની સાથે પ્રસન્નતાથી વાત કરી. સાંજે પાંચેક વાગે આસન પર બેઠા હતા. સ્વાથ્ય કથળ્યું. સાથેના મુનિઓ સાવધ થઈ ગયા. નવૈદ્ય ડૉક્ટરની દોડાદોડ, ન કોઈ આકુળતા, આચાર્યશ્રી અને મુનિઓએ સમય પારખીને નવકાર મંત્રની ધૂન ચાલુ કરી, તેમના આત્મપ્રદેશમાં એ મંત્રની ધૂન ચાલુ હતી, તેમના આત્મપ્રદેશમાં એ મંત્રની ધારા વ્યાપેલી હતી. એ જ વાતાવરણમાં તેઓનો પાવન આત્મા નશ્વરદેહને ત્યજીને અલૌકિક દુનિયામાં પહોંચી ગયો. આમ પૂજ્ય આચાર્ય વડીલોની છત્રછાયા એક પછી એક વિસર્જિત થતી થઈ. અને મોટા સમુદાયની જવાબદારી તેઓના શિરે આવી યદ્યપિ તેઓ તેને માટે સક્ષમ હતા. પરંતુ તેમનું અંતઃસ્તલ આત્મસાધક અને અધ્યાત્મપરાયણ ૧૯૬ ધન્ય એ ધરા Page #205 -------------------------------------------------------------------------- ________________ હતું. તેથી તેઓ એકાંત ઝંખતા. છતાં હૃદય કરુણાસભર હોવાથી પૂજ્ય પન્યાસજી ભદ્રંકર શ્રી વગેરેના સાંનિધ્યથી તેમાં વાત્સલ્ય ભળ્યું, એટલે તેઓ પ્રવૃત્તિ છતાં નિવૃત્ત અને નિવૃત્તિમાં આંતરિક પ્રવૃત્તિમાં સમતોલપણું હતું. અર્થાત થાય તે થાય, ન થાય તો તે ન થાય એવા નિસ્પૃહી હતા. ચતુર્વિધસંઘ એ તીર્થ છે. તીર્થની સેવાના નિમિત્ત થવામાં પણ પોતાની સાધના જ માનતા. આથી આશાવર્તી સાધુસાધ્વીજનોનું યોગક્ષેમ કરવાની જવાબદારીમાં તેમનો કરુણાભાવ હતો. સાથે ગૃહસ્થોને ધર્મ પમાડવાની ભાવના હતી. દિવ્યપુરુષ અધ્યાત્મ યોગી આ. શ્રી વિજ્ય કલાપૂર્ણસૂરિજી જન્મ્યા ફ્લોદી. દીક્ષાકાળનો મોટો ભાગ પોતાના જ ગુરુના સાધનાક્ષેત્ર કચ્છવાગડના પ્રદેશમાં ગાળ્યો. લગભગ તેમણે સાધના કરવા કરાવવાનું ક્ષેત્ર ત્રીસ ત્રીસ વર્ષો સુધી એકધારાએ ગ્રામનું ગામ વિહરતા પૂરા કચ્છવાગડને અર્પણ કર્યું હતું. પાછળનાં દસબાર વર્ષ અમદાવાદ, મદ્રાસ, બેંગલોર, હૈદ્રાબાદ જેવાં ક્ષેત્રો વિશિષ્ટ સાધકો અને ધર્મતીર્થની પ્રભાવના માટે વિહારક્ષેત્ર બન્યું હતું. લગભગ ૭૭ વર્ષની વય, સુકલકડી દેહ, છતાં દા સપ્રમત્ત યોગીની. પગે ફેક્ચરની તકલીફ પછી ડોળીનો ઉપયોગ કરવો પડતો પણ વિહાર ૨૦/૨૫ કિ.મી. થતો રહેતો. ઉતારે પહોંચે કે માનવોની દર્શન માટે મેદની ભરાઈ હોય. પ્રસન્નવદને સૌનાં વંદન ઝીલે. આશીર્વાદ આપે. અને બોધ આપે. જાણે દેહના થાક ઉતારવાનું એ જ સાધન હોય ! છેલ્લાં ચારેક વર્ષથી પુનઃ પોતાના વિહારક્ષેત્ર કચ્છ પધાર્યા અને જન્મદાતા ધરતીએ સાદ પાડ્યો ? આ ધરતીને હવે સમર્પિત થઈ જવું. આખરી ચાતુર્માસ જન્મભૂમિનું ઋણ ચૂકવવા લોદીમાં થયું. ભલે કચ્છ વાગડ હો, રાજસ્થાન હો, મદ્રાસ આદિ સ્થળો હો તેમની દિવ્યતા અજબ હતી. કચ્છવાગડના ભાવિકો કહેતા હતા કે અમારા દેશનો દિવ્ય પુરુષ છે. પશુતામાં જીવતા જીવોને તેમણે માનવ બનાવ્યા, ધાર્મિક બનાવ્યા. અમારો જન્મ સાર્થક કરી દીધો. પાછળની ઉંમરમાં સ્વાસ્થ્યમાં નબળા પણ દરેક પરિસ્થિતિમાં સ્વસ્થતા જ નિખરતી. અવાજ અત્યંત ધીમો થઈ જવા છતાં હજારો માનવો કેવળ તેમના દર્શનાર્થે ઊમટી પડતા. ધર્મસભામાં શાંતિથી બેસી ધન્ય એ ધા ૧૯૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ રહેતા. તેમની પાસે મહદ્અંશે ભાવિકો ભૌતિકતાની અપેક્ષાથી વાસક્ષેપ લેતા ન હતા, પરંતુ આત્મકલ્યાણ થશે તેવી શ્રદ્ધાથી આતુરતાથી દર્શન અને શુભાશિષની રાહ જોતા. તેમનું દર્શન, સાન્નિધ્ય ખરેખર પ્રલોભનીય હતું. સમરસતા, વત્સલતા, કરુણતાનો ત્રિવેણી સંગમ ભક્તિ અને જ્ઞાનયોગની સમરસયુક્ત સાધનાની અનુભૂતિમાં ઝૂલતા આ અધ્યાત્મયોગીના ક્ષણ બે ક્ષણનું સાન્નિધ્ય પણ જીવનને સ્પર્શી જતું. જ્યારે જુઓ ત્યારે અપ્રમત્તપણે સાધનામાં લીન હોય. પછી એકાંત હોય. જાપ હોય, વાંચના આપતા હોય. વાસક્ષેપ પ્રદાન કરતા હોય. પોતાનો સ્વાધ્યાય કરતા હોય, ભક્તિ કરતા હોય, દરેક અવસ્થામાં મુખાકૃતિ પ્રશમરસમાં મગ્ન, પ્રસન્નતાની ઝલક સદાય દીપી ઊઠતી ક્યારેક પણ થાક નહિ, આકુળતા નહિ, સેંકડો ભાવિકોના મસ્તકે વાસક્ષેપનું પ્રદાન વાત્સલ્યથી કરતા પ્રસન્ન મુખે કહેતા “સૌ ધર્મ પામો બાર નવકાર ગણજો, ભક્તિ કરજો.” અંગત રીતે કહું તો આ જન્મમાં જો વિશિષ્ટ પુણ્યયોગ મળ્યો હોય તો આ અધ્યાત્મયોગીનું નિશ્રામાં બોધ, વાચનાનો ઉત્તમ લાભ તેમની વચન લબ્ધિનો સાક્ષાત અનુભવ થતો. એ એક રસપ્રદ હકીકત છે. સ્વાનુભવયુક્ત અંગત અહોભાવ લગભગ વીસેક વર્ષ પહેલાં તત્વના અભ્યાસની રુચિ થઈ. આ પહેલાં સામાન્ય સૂત્રો અને શાસ્ત્રોના અભ્યાસનો યોગ મળેલો, પરંતુ જેમ જેમ ધાર્મિક ભાવના વૃદ્ધિ પામી ત્યારે સમજાયું કે આ ક્ષેત્રે આત્મિક કે આધ્યાત્મિક વિકાસમાં તત્ત્વનો અભ્યાસ વિશેષ જરૂરી છે. ત્યારે પ્રથમ ઘણા કાળના ગાળા પછી ઉત્કૃષ્ટ ચારિત્રશીલ પૂ. આ. શ્રી. ભદ્રકરસૂરિજી પાસે કોઈ સાધક સાથે જવાનું થયું. અંતરની ભાવનાનું કંઈક અનુસંધાન થાય જ એવી પ્રતીતિ થઈ. અને તેમની નિશ્રામાં ઘણો સમય સમ્યગુદર્શન તથા અન્ય ધાર્મિક રહસ્યોનું જ્ઞાન-બોધ મળ્યો. જેના કારણે અધ્યાત્મ વિકાસ વેગવંતો થયો. તેમની કૃપાને આભારી છે. વળી તેમણે આગળની પ્રાપ્તિનું સ્થાન પણ બતાવી દીધું. તેના અનુસંધાને આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજીનો યોગ સાંપડ્યો. આ પુણ્યયોગની ઘટનાનો સંકેત પણ રસપ્રદ છે. એકવાર એક સત્સંગીને ૧૯૮ ધન્ય એ ધરા, Page #207 -------------------------------------------------------------------------- ________________ ત્યાં મળવા જવાનું થયું. તેમણે મને બેઠક આપી તેની બાજુમાં માસિકો જેવા પુસ્તકની સાથે એક પુસ્તક જોયું. જેનું નામ હતું, તત્ત્વજ્ઞાન પ્રવેશિકા ફાટેલું જૂના માસિકોમાં કાઢી નાંખવાનું જોવામાં આવ્યું. પુસ્તક હાથમાં લીધું બે ચાર પાના ફેરવ્યા, નજર ઠરી, તત્ત્વના પાઠમાં કંઈ નવીનતા સ્પર્શી ગઈ. અને એ પુસ્તક માંગી લીધું. ઉપર નીચેના પાનાં નહિ તેથી ખબર ન પડી કે કોણે લખ્યું છે ? ક્યાં છપાવ્યું છે ? ક્યાં મળે ? પણ એ પુસ્તક નજરાયા કરતું હતું. મનને રુચે તેનો પુરુષાર્થ થાય એ ન્યાયે ઘણી તપાસ અંતે ખબર મળ્યા કે કચ્છ-વાગડ દેશોદ્વારક આ. શ્રી વિજ્ય કલાપૂર્ણસૂરિજી એના લેખક છે અને આ પુસ્તક પણ કચ્છ-ભૂજથી મળે છે. પત્રવ્યવહાર કરી મંગાવ્યું. આ. શ્રી ભદ્રંકરસૂરિજી પાસે કેટલાક પાઠ વાંચ્યા. યોગાનુયોગ કચ્છ જવાનું થયું. ત્યારે પણ ખબર નહિ કે આ યોગીરાજ ક્યાં છે ? દર્શનનો એવો ભાવ ઊઠ્યો ન હતો કે તપાસ કરી પહોંચી જવું ? પણ તેમના એ ગ્રંથમાં રુચિ કરેલી. ભાવપૂર્ણતાએ અભ્યાસનો પ્રારંભ કરેલો તેવા પુણ્યયોગ બળે અમને ખબર મળ્યા કે આજે આચાર્યશ્રી માંડવી પધારવાના છે. બીજી સવારે વિહાર કરી જવાના છે. અમે પણ એ રાત પૂરતા માંડવી હતા. છેક સાંજે અમને આ સમાચાર મળ્યા, તેવી ભાવના જાગી અને ઉપાશ્રયે પહોંચ્યા, ત્યારે સાંજ ઢળી ગઈ હતી, એટલે ત્યાંના વ્યવસ્થાપકે કહ્યું કે હવે આચાર્યશ્રી બહેનોને'ના મળે. મેં કહ્યું કે તમે પૂછો અમદાવાદથી બહેનો આવ્યાં છે. જેમણે તત્ત્વજ્ઞાન પ્રવેશિકાનાં પુસ્તકો મંગાવેલાં તેમને પાંચ મિનિટ આપો તો સારું. પેલા ભાઈ અંદર ગયા અને તરત જ આચાર્ય એક શિષ્ય સાથે બહારની ઓસરીમાં આવ્યા. તેઓ આસનસ્થ થયા. અમે વંદન વિનયવિધિ કરી સામે બેઠા. આ દેશના મહામાનવ, દિવ્યપુરુષ, જેમના દર્શન માટે રાહ જોવી પડે, તેઓ સ્વયં કેવા નમ્રભાવે ઓસરીમાં આવીને બેઠા, આથી મનોમન શિ૨ ઝૂકી ગયું. તત્ત્વજ્ઞાન પ્રવેશિકાનો મારા ચિત્ત પર પડેલો ભાવપ્રભાવ જણાવ્યો અને તેમણે શ્રીમુખે વાત્સલ્યભાવે મને પ્રથમપાઠ ટૂંકમાં ભણાવ્યો. તેમની વચનની લબ્ધિનો આ પ્રસંગે પરિચય થયો. ત્યાર પછી એક જ વાર ગ્રંથ વાંચ્યો અને બધા પાઠ કંઠમાં ધારણ થઈ ગયા. તત્ત્વશ્રદ્ધાનું ઊંડાણ મળ્યું. ધન્ય એ ધરા ૧૯૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ વળી ભાવ થયો કે ત્રણસો જેવાં પુસ્તકો લઈ જવા અને પરદેશના સત્સંગમાં ભાઈબહેનોને આનો અભ્યાસ કરાવવો. આચાર્યશ્રીની આજ્ઞા મળી. એટલે કાર્ય સરળ બન્યું. તત્ત્વગ્રહણ કરો અન્યને આપતા રહો, ખૂટે એવું લાગે તો લઈ જજો' વળી વચમાં પાંચ-સાત વર્ષના ગાળામાં દર્શનનો યોગ ન થયો. (કંઈક પ્રમાદી અને સાહેબજી દૂર દેશમાં વિહાર કરી ગયા પછી ૧૯૯૪થી દર વર્ષે વચમાં દર્શનનો અને જ્ઞાનસાર જેવા ગ્રંથની વાચનાનો લાભ મળ્યો. આચાર્યશ્રી અમે બે ત્રણ બહેનો હોઈએ તોપણ પૂરા પ્રેમથી એક વાર કે કોઈ બે વાર સમય આપે. અને તે સમયે તત્ત્વરુચિવાળા સિવાયને બહાર રાહ જોવાનું સૂચવીને પૂરા ધ્યાનથી વાચના આપે. આ મારી યોગ્યતા કરતાં વધારે મળતું હતું. તેમની વાચના-દેશના લબ્ધિનો અનુભવ થતો રહ્યો. ઈ.સ. ૧૯૯૯માં હૈદ્રાબાદમાં અમે પૂજ્યશ્રીના દર્શને ગયા હતા. ત્યાં પૂજ્યશ્રી જ્ઞાનસારના અષ્ટકના સમતા પરનો શ્લોક સમજાવ્યો અને સામાયિક વિજ્ઞાનનો બોધ આપ્યો. તેના કારણે સામાયિક યોગનું લગભગ ૨૦૦ પાના જેવું પુસ્તક પ્રકાશિત થઈ શક્યું. સવિશેષ સામાયિક અનુષ્ઠાનરૂપે ભાવમય પ્રગટ થતું રહ્યું. આ તેમની દેશના લબ્ધિનું જ યોગ બળ હતું. પૂજ્યશ્રીના વરદ હસ્તે પ્રદાન થયેલા વાસક્ષેપથી ચિત્તની નિર્મળતાની વૃદ્ધિનો પણ અનુભવ થતો. પૂજ્યશ્રી આપેલા જાપના આદેશ વડે ચિત્તધૈર્યનો ઘણો લાભ થયો. આમ અનેક ભવ્યાત્માઓ પર તેમનો આવો લબ્ધિપ્રભાવ એ જ તેમનું શાસનને મહાન પ્રદાન હતું. ધન્ય તે ધર જ્યાં આવા નરરત્નનું અવતરણ થયું. યદ્યપિ મને તેમની નિશ્રાનો સમયની દૃષ્ટિએ ઘણો ઓછો યોગ મળ્યો હતો. કચ્છ વાગડમાં છુપાયેલા આ દિવ્યપુરુષનો યોગ થયો તે તો ખરેખર સદ્ભાગ્ય કહેવાય, અગર તો જે પંન્યાસજી ભદ્રંકરવિજય મ.સા.નો યોગ ન મળ્યાના અફસોસમાં વધારો થવાનો સંભવ હતો. છતાં જે સાત વરસ નિશ્રા મળી તેમાં પણ તેમણે ઘણો બોધ આપ્યો જેના વડે જીવનમાં ધર્મશ્રદ્ધા, સમ્યગ શ્રદ્ધાના બીજ વધુ દઢ થયાં. આગળનો માર્ગ સુસ્પષ્ટ થઈ ગયો. ધિંગ ધણી માથે કિયો કુણ ગંજે નરખેર વિમલજિન દીઠા લોયણ આજ ૨૦% ધન્ય એ ધન્ય Page #209 -------------------------------------------------------------------------- ________________ આ પંક્તિની જેમ આ કળિકાળમાં મહાન અધ્યાત્મ યોગીનો આવો સુભગયોગ અને બોધ મળવો અને ભવનિસ્તારનો આત્મવિશ્વાસ પેદા થવો એ યોગીની કૃપા જ છે. આખરી વાચનાનો યોગ ઈ.સ. ૨૦૦૧માં શત્રુજ્ય મહાતીર્થમાં મળ્યો. વીસેક જેવા દિવસનો ગાળો કોઈ વાર સવારે અમને જ્ઞાનસારના શ્લોકથી બોધ આપે. અને સાંજે સાધુ સાધ્વીજનોની સાથે વાચનાનો લાભ મળતો. આ છેલ્લો અવસર છે તેવી ક્યાં ખબર હતી? એટલે વિદાય લેતી વખતે લોદીમાં વાચનાની સંમતિ લીધી હતી. જોકે જઈ શકાયું ન હતું. પંન્યાસ શ્રી કલ્પતરૂવિજયજી દરેક સ્થળે મારી વાચના માટેની અને શ્રાવકને ત્યાં ઉતારાની પૂરી કાળજી સાથે ગોઠવણ કરી આપતા. તેમણે ફલોદીમાં ગોઠવણ કરેલી પણ જઈ ન શકાયું. ત્યારે તેમણે પત્રથી જણાવ્યું કે તમે પાલીતાણા કે શંખેશ્વર આવજો ત્યાં તમને પૂજ્યશ્રીની વાચનાનો થોડો સમય મળશે. પણ કુદરતે જુદો ખેલ ભજવી દીધી અને પૂજ્યશ્રી ૨૦૦૨ના મહાસુદ ૪ને દિવસે અલ્પ બીમારીથી સૌને ભ્રમમાં રાખી સમાધિપૂર્વક નશ્વર દેહ ત્યજી દીધો. નિસીમ નિસ્પૃહતા પક્ષીના ગગનમાં ઉડ્ડયન પાછળ કોઈ ચિન્હ ન હોય તેમ પૂજ્યશ્રીએ ન તો પોતાના હાથે કોઈ મોટા આયોજનો કે ટ્રસ્ટો કર્યો. એ તો કહેતા કે ત્યાગીઓના નામે, અપરિગ્રહના નામથી બેકનાં ખાતાં કેમ ચલાવાય? પૂજ્યશ્રી પાસે જ્યારે બેસવાનું થતું ત્યારે ક્યારે પણ કોઈ શ્રીમંતો ધન ધનની ચર્ચા કરવા, કોઈ ફંડોની વ્યવસ્થા માટે મળવા બેઠેલા જોયા નથી. જે સ્થળે જે કાર્યક્રમો થાય ત્યાં જ તે વાતની પૂર્ણાહુતિ થઈ જતી તેના આગળના દિવસોમાં ન કોઈ તેના વિકલ્પો માટે આવતું કે કાર્યક્રમ પછી હિસાબ માટે આવતા. એ કામ શ્રાવકોનું શ્રાવકો જ સંભાળતા. કોઈ વાર ચઢાવા વખતે પૂજ્યશ્રીની હાજરી જરૂરી લાગતાં. સંચાલકો પૂજ્યશ્રીને સભામંડપમાં પાટ ઉપર બિરાજમાન કરતા, ત્યારે પૂજ્યશ્રી પોતાની પ્રાણ સમી જ્ઞાનસારની નોંધપોથી હાથમાં રાખી સ્વાધ્યાય કરતા. ચઢાવો શાનો છે, પુણ્યશાળીઓ ભાવ કરો, આવો કશો જ ઉચ્ચાર તેઓ કરતા નહિ. એ કામ શ્રાવકોનું છે. એક વાર કહે જુઓ આ સર્વેને લાગે છે કે હું પાટ પર બેસું એટલે ચઢાવો ધન્ય એ ધસ ૨૦૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ વધે છે. લોકોના ભાવ વૃદ્ધિ પામે છે. ભલે એમ રાખો ! કેવી નિસ્પૃહતા? વર્ષો પહેલાં ગુરુદેવ પાસે પ્રતિજ્ઞાબદ્ધ થયેલા કે મુંબઈ નગરીમાં જવું નહિ. કચ્છ વાગડના રહીશો દેશમાં ચારે બાજુ પથરાઈ ગયા છે. મદ્રાસના તેમના ભક્તજનની કોઈક વિશિષ્ટ પ્રતિજ્ઞાને કારણે પ્રતિષ્ઠા જેવા પ્રસંગોના નિમિત્તે જવાનું બન્યું. કરોડોની રકમથી કાર્યક્રમો થયા પણ તેનો કોઈ વિકલ્પ મૂકતા આવ્યા નહિ. જ્યાં જે કાર્યો, પ્રસંગો પત્યા ત્યાંથી ઓઘો લઈને ઊભા થઈ જવાનું તેમનું અકર્તૃત્વ સદાયે જણાતું. આવા અગણિત પ્રસંગો નોંધપાત્ર છે અહીં તેનો સંક્ષેપ કર્યો છે. તેમના સાધનાપૂતવાણીનો સાર સંચય કરતો ગ્રંથ પ્રકાશિત કરવાની ભાવનાને પૂજ્યશ્રીની જ શુભાશીષ માનું છું. હવે દર્શન ક્યારે ? આવા જનતાના આત્મહિત પ્રેરક પરહિત ચિંતન જેના હૃદયે વસ્યું હતું તેવા દૈવીપુરુષને જાણે કચ્છ વાગડના ભૂકંપમાં કેટલાય જીવોનો કાળ કોળિયો કરી ગયો ત્યારે ધરાયો નહીં હોય? કાળે માંગ્યું હોત તો કેટલાય ભક્તો પ્રદાન કરત પણ કરાળ કાળે એવી પ્રાર્થનાનો અવકાશપણ ન આપ્યો અને નિશ્રામાં રહેલા સૌ શિષ્યોને પણ ભ્રમમાં રાખી કાળ એમના પ્રાણ લઈ સિધાવી ગયો ! અરે ! પણ કાળ ક્યાં સ્વાધીન છે? ભાવિકો પૂજ્યશ્રીને અનેક રીતે જીવંત રાખશેભક્તિ વડે, સ્મૃતિ વડે, સ્મારક વડે. - પૂજ્યશ્રીની નિશ્રામાં સાધનાક્ષેત્રે કંઈક આસ્વાદ મળ્યો. હજી તો ઘણી ભાવનાઓ હૃદયમાં ભરી હતી, મારા જેવા કેટલાયે ભવ્યાત્માઓનાં હૃદય આશાપ્રેરિત હતાં. પણ કાળને આ માન્ય નહિ હોય અથવા પૂજ્યશ્રીના આત્માને મોક્ષમાર્ગે જવા આ ક્ષેત્ર ઊભું લાગ્યું હશે, ભાવિના ભીતરને ભગવાન જાણે, પણ કાળે કચ્છવાગડ, રાજસ્થાન તથા ભારતભરના ભાવિકોનો ધર્મદાતા શિર છત્ર ઝૂંટવી લીધો. યદ્યપિ પૂજ્યશ્રી સમાધિમરણને વરીને સ્વકાર્ય સિદ્ધ કરી ગયા. - ઈ. સ. ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ના મહાસુદ ૪ને શુક્રવારની સવાર ઉગી શું ને આથમી શું ? શિષ્યગણ તેમના સ્વાથ્યની ગંભીર નોંધ લે તે પહેલાં તો પૂજ્ય શ્રી પ્રતિક્રમણમાં કાઉસ્સગ્નમાં હતા ને આયુષ્યકર્મ સંકેલાયું. અરિહંતના પરમ ઉપાસક અરિહંતના સ્મરણ સાથે અરિહંતનું શરણ ગ્રહીને સવારે લગભગ 500ના સમયે તેમનો આત્મા મોક્ષમાર્ગે પ્રયાણ કરવા પલકવારમાં દિવ્યાલોકમાં પહોંચી ગયો. ૨૦૨ ધન્ય એ ધરા Page #211 -------------------------------------------------------------------------- ________________ સ્થળ હતું રાજસ્થાનના ઝાલોર પાસે નાનું કેસવણા ગામ. છરી પાલક સંઘનું આયોજન, આગામી નૂતનદીક્ષાના પ્રસંગોનું ભાવિ કુદરતમાં જુદી રીતે નિર્માણ થયું હતું. સૌને એમ લાગ્યું કે પૂજ્યશ્રી જાણે એકાએક દીપક ઝબકીને બૂઝાઈ જાય તેમ આ ધરાને ત્યજીને દિવ્યલોકમાં સિધાવી ગયા? વૈજ્ઞાનિક યુગનાં ઝડપી સાધનો દ્વારા સવારે આઠ વાગે તો ભારતભંરના ખૂણેખૂણે આ દુઃખદ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. સવારે નવ વાગતા તો કેટલાય ઉપાશ્રયોમાં દહેરાસરોના બોર્ડ ઉપર આચાર્યશ્રીના કાળધર્મના સમાચાર લખાઈ ગયા. - એકાએક અણધારી આ આફતથી શિષ્યગણ અને જનસમૂહ મૂંઝાઈ ગયા. નાનું હજારેક વસતીનું ગામ ત્યાં બીજું શું થઈ શકે? આથી સાધુસમાજની પ્રણાલિ પ્રમાણે પાલખી કરાવવી, કાઢવી, સ્થળ નક્કી કરવું, પૂ. આચાર્યશ્રીના જીવનની પવિત્રતા અને પ્રતિભા અનુસાર ઉચિત વિધિ કરવી એ મોટી ફરજ અને જવાબદારી હતી. ભારતભરમાં સમાચાર મળતાંની સાથે લોકો દોડી આવ્યા. ભાવિકભક્તોને દરેકને ભાવના થતી કે અમૂક સ્થળે અંતિમવિધિ કરવી. ગામજનોને થતું કુદરતે અહીં નિર્માણ કર્યું છે તો આ જ સ્થળ યોગ્ય છે. આમ એક સમસ્યા ઊભી થઈ. આથી લગભગ છત્રીસ કલાકે (આચાર્યના ગુણોના ક્રમે ) નિર્ણય લેવાયો કે પૂજ્યશ્રીનાં પ્યારાં બે સ્થાન એક શત્રુંજયના દાદા આદિશ્વરજી અને બીજું શ્રી શંખેશ્વર તીર્થના દાદા પાર્શ્વનાથજી. અધ્યાત્મયોગીના પાર્થિવ દેહનાં અંતિમદર્શન આથી સર્વાનુમતે તેમની જ ભાવનાને આકાર આપી હજારો માનવોની ભાવભરી અશ્રુભીની આંખે કેસવણાથી પાલખી વિદાય થઈ શ્રી શંખેશ્વર તીર્થ ભણી. મહાસુદ છઠ્ઠને રવિવારે આગમ મંદિરના વિશાળ પટાંગણમાં પાલખી દર્શન માટે ગોઠવવામાં આવી. એ છત્રીસ કલાકના ગાળામાં ચારે બાજુ જનતા સચિત હતી ક્યાં જવું? છતાં હજારો ભાવિકો રાજસ્થાનના કેસવણા પહોંચ્યા હતા, વળી દરેક મોટાં સ્ટેશનો પર માઈક પર જાહેરાત કરવામાં આવી કે પાલખી શ્રી શંખેશ્વર તીર્થે રવાના થઈ છે. અંતિમક્રિયા આગમમંદિરની નજીકમાં થનાર છે. ભાવિકો જે ધન્ય એ ધરા ૨૦૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ સાધન મળ્યા તે રીતે કોઈ ફ્લાઈટમાં ટ્રેઈનમાં, બસમાં ખાનગી ગાડીઓમાં ઊમટી પડ્યા. કોઈ સ્થળેથી ખાસ ટ્રેઈન પણ દોડાવવામાં આવી. આ હતી પૂજ્યશ્રી પ્રત્યેની સૌની હાર્દિક ભાવના અને સમર્પણ. કોઈએ ન કોઈ તકલીફ જોઈ, ન ભીડ, ન ભૂખ ન તરસ, ન તાપ, એક જ લગની પૂજ્યશ્રીના અંતિમદર્શન, અર્થાત્ સંયમધારીનો દેહ ભલે નશ્વર હોય પણ તેમાં જિવાયેલું સત્ત્વ તત્ત્વ એ દેહને દર્શનીય બનાવે છે. હજારો માનવો એ દેહને વાસક્ષેપથી વધાવી ધન્યતા અનુભવતા. તેનો લાભ અમને પણ મળ્યો હતો. પ્રણાલિ પ્રમાણે પાલખી વગેરેના ચઢાવાની વિધિમાં ભાવિકોમાં ઉત્સાહ અનેરો અને અભૂતપૂર્વ હતો. લાખોથી શરૂઆત થઈ કરોડની રકમ સુધી વાત પહોંચી. આવા ઉત્સાહને કારણે પાલખીની યાત્રામાં પણ વિલંબ થયો. બાર વાગ્યાને બદલે પાલખીની યાત્રા ત્રણ વાગે શરૂ થઈ. લગભગ લાખ જેવા માનવોના સમૂહના ટોળામાંથી દર્શનીય પાલખીને પસાર થતા પણ પૂરા બે કલાક થયા. કન્યાની વિદાયવેળાએ હર્ષ અને વિષાદ બે લાગણી કામ કરે છે તેમ ભાવિકોની આંખો ભીની હતી, છતાં વાણીમાં ઉત્સાહ હતો જયજયનંદા જયજયભદ્રાના ધ્વનિ સાથે સૌ નાચતા કૂદતા હતા. આખરે મહાસુદ છઠ્ઠની ઢળતી સાંજે સૂરજના આથમવાની ક્રિયા સાથે પૂજ્યશ્રીના નશ્વરદેહને સુખડના લાકડાને અર્પિત કરી અગ્નિદેવને સુપ્રત કર્યો. પૂજ્યશ્રીના વિયોગથી દુઃખી થઈ અશ્રુભરી આંખે આચાર્યશ્રી અધ્યાત્મ યોગી અમર છે. અમર રહો. ભક્તોના નાદથી ગગન ગાજી ઊઠ્યું. આખરે દર્શનીય પાર્થિવદેહ પણ અગ્નિની આગમાં વિલીન થયો. ભાવિકો તેમની નિશ્રાના સંભારણા લઈ, અમે સૌ અશ્રુભીની આંખે સ્વસ્થાને ગયા. હવે આપણી સૌની પાસે તેમના ગ્રંથરૂપી અક્ષર દેહ, બોધજાનિત આજ્ઞા, તેમના વાત્સલ્યપૂર્ણ દૃષ્ટિનું સંભારણું અને સ્થાપનારૂપ તેમના ચિત્રપટ. સવિશેષ તેમની ભક્તિયુક્ત સાધનાનો આધાર છે, તેને આપણા હૃદયમાં અંકિત કરી તેમનું યોગબળ આપણને પણ મોક્ષમાર્ગની યાત્રામાં બળ આપે તેવી હાર્દિક પ્રાર્થના સાથે કોટિશ વંદન. ૨૦૪ ધન્ય એ ધરા. Page #213 -------------------------------------------------------------------------- ________________ Page #214 -------------------------------------------------------------------------- ________________ तिम सम સ્વાર્થના Jain, Education International मिले मन भीत For Private & Rersonal Use Only Or Page #215 -------------------------------------------------------------------------- ________________ की उपासना ગ કરી વિકાસર વાઘણી મદ ધી મ áલ કથિત પરમ સામાયિક ધર્મ Jain Location Winternational માન સમધિ Callo Private & Personal Use Only ध्यान विचार કહે, કલાપૂર્ણસૂરિ www.jaiffeli Page #216 -------------------------------------------------------------------------- ________________ Blogia परमतत्व की पपासना સુનંદાબeગ વાગરા સમાધિ आगामी विजयापूर्वसूरीधरजी म.सा , For Private & Personal use only मिलेपन भीतर भगवान