________________
આ ભણ્યા વગર પડિલેહણ, જયણા વગેરે સાચા અર્થમાં ન આવે. જ્યાં સુધી જીવાસ્તિકાયનાં આ પદાર્થને આત્મસાત્ ન કરીએ ત્યાં સુધી સંયમ નહિ પાળી શકાય.
એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવાસ્તિકાય ન કહેવાય, તો આપણે એક પણ જીવને આપણી મૈત્રીમાંથી બાકાત રાખીશું તો મોક્ષ શી રીતે મળશે?
જીવરૂપે આપણે વ્યક્તિચેતના છીએ. જીવાસ્તિકાય રૂપે આપણે સમષ્ટિચેતના છીએ. આથી જ આપણે કોઈ પણ જીવને સુખી કે દુઃખી બનાવવાના પ્રયત્નથી આપણે સુખી કે દુઃખી બનીએ છીએ.
દેહનો ત્યાગ એટલો જ મોક્ષનો અર્થ નથી. કેવળજ્ઞાનીઓનો પણ દેહ છૂટે છે. દેહ છૂટવાની સાથે કર્મ છોડી દેવાં તે મોક્ષ છે. દેહ છૂટવાની સાથે વિષય-કષાયના સંસ્કાર સાથે લઈ જવા તે મરણ છે.
અભિગ્રહો ધારવાથી સસ્ત વધે છે. સુધાદિ પરિષહો સહવાની શક્તિ આવે છે. અહંકાર, મોહમમત્વ આદિ દોષો ટળે છે.
ડગલેને પગલે શરીરમાંથી અશુચિ નીકળે છે. શરીરની શુદ્ધિ પાણીથી થઈ શકે. આત્મા પણ ડગલેને પગલે, ગમેતેટલી કાળજી રાખવા છતાં અશુદ્ધિથી ખરડાતો રહે છે. માટે જ ઈરિયાવહિયં દરેક અનુષ્ઠાન પૂર્વે જરૂરી છે.
વિજ્ઞાન અણુબોમ્બ આદિથી મારવાનું શીખવે છે. ધર્મ અને ધર્માચાર્ય જીવવાનું અને જિવાડવાનું શીખવે છે. આજનો જમાનો વિચિત્ર છેઃ
માણસ સ્વયે જીવવા માંગતો નથી, બીજાને જિવાડવા માંગતો નથી. બીજાને મારવાના પ્રયોગો આપણા જ મૃત્યુને નોતરે છે. આજ ભવમાં પણ, મચ્છર, કીડી વગેરે મારવાની દવા ? દવા તો જિવાડે, દવા મારે? દવા મારે તો જિવાડશે કોણ ? કીડી વગેરેને મારવાના ચોક વગેરેનો કદી ભૂલમાં પણ પ્રયોગ નહિ કરતા. સૂક્ષ્મ જંતુને જે. નુકસાન કરે તે કંઈક અંશે માનવીને પણ નુકસાન કરે જ. આત્મવિશ્વાસ
- જે વિશ્વાસ ભગવાન, ગુરુ પર મૂકવો જોઈએ તે વિશ્વાસ આપણે પ્રમાદ
ઉપદેશનું અમૃતપાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org