________________
પર મૂકી દીધો છે.
“આત્મ સાક્ષાત્કાર કર્યા વિના નથી મરવું.” આવો દઢ નિશ્ચય કરો. જેમ શ્રાવકનો મનોરથ દીક્ષા વિના મરવું નહિ હોય તેમ સાધુનો મનોરથ આત્મસાક્ષાત્કારનો હોય. આત્મસાક્ષાત્કાર એટલે પરમાત્માનો સાક્ષાત્કાર! જે ક્ષણે પરમાત્મા દેખાશે તે જ ક્ષણે આત્મા દેખાશે.
મારા ભાગ્યમાં ક્યાં ચારિત્ર છે?” તેમ કહેનારો “મારા ભાગ્યમાં ક્યાં ભોજન છે?” તેમ કદી કેમ નથી કહેતો?
માથું ફરી ગયું હોય તે જ આગમમાં ફેરફાર કરે, કે ફેરફાર કરવાની ઇચ્છા કરે.
તમારી સામે તો માત્ર ફોનનું ભૂંગળું છે, છતાં તમે વ્યક્તિની સાથે વાતો કરો છો, લોગસ્સ નવકાર, મૂર્તિ વગેરે પણ ભૂંગળાં છે, જે પ્રભુની સાથે આપણને જોડી આપે છે, એકમાં યંત્રની શક્તિ છે, એકમાં મંત્રની શક્તિ.
આપણને ગત કેવું દેખાય છે. તે જગત કેવું છે? તે નહિ, પણ આપણે કેવા છીએ તે જણાવે છે. જગત દુષ્ટ જણાતું હોય તો ચોક્કસ આપણે દુષ્ટ છીએ. જગત અવ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે અવ્યવસ્થિત છીએ. ગત વ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે વ્યવસ્થિત છીએ. જગત ગુણી જણાતું હોય તો ચોક્કસ આપણે ગુણી છીએ. “દષ્ટિ એવી સૃષ્ટિ એમને એમ નથી કહેવાયું.
જે વાણીથી તમે પ્રભુ-ગુણ ગાયા, સ્તોત્રો બોલ્યા, નવકાર બોલ્યા એ વાણીથી તમે કડવું બોલશો? ગાળો બોલશો ? જોજો. મા શારદા રિસાઈ ન જાય! શારદાનો ગમે તેટલો જાપ કરો, પણ વાણીની કડવાશ નહિ છોડો તો શારદા નહીં રીઝે. અપમાન થતું હોય ત્યાં કોણ આવે?
માતા રૂપે શું શું છે? વર્ણમાતા: જ્ઞાનની જનની. (વર્ગ = અક્ષર) નવકારમાતા: પુણ્યની જનની અપ્રવચનમાતાઃ ધર્મની જનની ત્રિપદીમાતા: ધ્યાનની જનની છે. (ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય) ચારેય માતા મળીને આપણને પરમાત્માના ખોળામાં મૂકી દે. માતાએ
શ્રી કલાપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org