________________
તૈયાર કરીને તમને પિતાને સોંપ્યા, પિતાએ શિક્ષકને સોંપ્યા, પછી ગુરુને સોંપ્યા, ગુરુએ ભગવાનને ને ભગવાને સર્વ જીવોને સોંપ્યા. આમ તમે અખિલ બ્રહ્માંડ સાથે જોડાયા, તેનાં મૂળમાં માતા છે.
વેપારી જે દિવસ કમાણી ન થાય તે દિવસ વાંઝિયો ગણે, તેમ જે દિવસે શુભ ભાવની | ગુણની કમાણી ન થાય તે દિવસને વાંઝિયો ગણજો.
લોકનો સાર ચારિત્ર છે. એને પ્રાપ્ત કરાવનાર સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન છે. એની શુદ્ધિ વધે તેટલો મોક્ષ નજીક આવે, અશુદ્ધિ વધે તેમ સંસાર વધે. દેવ-ગુરુની કૃપાથી જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય, જે આપણામાં જ પડ્યા હતા. ઘરમાં દટાયેલો ખજાનો જેમ કોઈ જાણકારના કહેવાથી મળી આવે, તેમ દેવગુરુ દ્વારા આપણી અંદર રહેલો ખજાનો મળી આવે છે. આપણે બાહ્ય ખજાના માટે ફાંફા મારીએ છીએ, પણ એ પરિશ્રમ નકામો જવાનો છે. કારણ કે વિષયોમાં, સત્તામાં કે સંપત્તિમાં ક્યાંય સુખ કે આનંદ નથી જ. ખરો આનંદ આપણી અંદર જ છે. ત્યાંથી જ એ મળી શકશે. શરીર પણ જ્યાં છૂટી જવાનું છે, ત્યાં પૈસા વગેરેની તો વાત જ શી કરવી? પૈસા વગેરેમાંથી સુખ શી રીતે મળી શકે ? અંદરનાં ગુણો જ ખરું ધન છે. એ જ ખરો ખજાનો છે. એ મળી ન જાય માટે મોહરાજા આપણને ઈન્દ્રિયોના પાશથી બાંધી મૂકે છે. કષાયોથી દૂર રહો:
પ્રબળ કષાયનો અભાવ તે જ ધર્મનું લક્ષણ છે. કોઈની સાથે કટુતાની ગાંઠ બાંધી લેવી તે ઉત્કટ કષાયોની નિશાની છે.
પાપભીરુ અને ધર્મપ્રિય, આ બે ધર્મનાં ખાસ લક્ષણો છે. કાંય ચૂભે ને પીડા થાય તેમ કષાયોથી પીડા થવી જોઈએ. આપણને કાંટા ચૂમે છે, પણ કષાયો ક્યાં ચૂભે છે ?
કોઈને તમે એક જ વાર મારો અને તમારું અનંત મરણો નિશ્ચિત કરો છો. કારણ કે તમે બંને એક જ છો. બીજાને મારો છો ત્યારે તમે તમારા જ પગમાં કુહાડો મારો છો. મારાથી જેમ મારો પગ જુદો નથી, તેમ જગતના જીવો પણ આપણાથી જુદા નથી જીવારિકાથરૂપે આપણે એક છીએઆત્મા. અસંખ્ય પ્રદેશી છે, તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશ છે.
ચાલવાથી કદી પગ ટૂંકા થયા? આજ સુધી કેટલા કિલોમીટર ચાલ્યા? ઉપદેશનું અમૃતપાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org