________________
પગ ટૂંકા થયા? આંખથી કેટલું જોયું? આંખ ટૂંકી થઈ? ગમે તેટલું કરો, શક્તિ ઘટશે નહિ. પ્રત્યુત વધશે, પણ કામ નહિ કરો તો શક્તિ ઘટશે.
ફૂલો ચૂંટવાનું બંધ કરો. કૂવામાંથી પાણી લેવાનું બંધ કરો.... ગાય દોહવાનું બંધ કરો... શું થશે ? એ આપવાનું બંધ કરી દેશે.. કામ કરવાનું બંધ કરો, તમે કટાઈ જશો.
બીજ કદી સીધું નથી મળતું, પ્રથમ અંકુર ફૂટે પછી ક્રમશ: થડ, ડાળ, ફૂલ, ફળ, બીજ આવે. યોગશાસ્ત્ર અણંગ યોગનાં ક્રમથી જ રચાયો છે. જુઓ માગનુસારિતા, સમ્યકત્વ, બાર વ્રતો આદિ યમનિયમમાં સમાવ્યા છે.
શરીર પર એટલો મોહ છે કે એ માટે કરેલો પ્રમાદ, પ્રમાદ લાગતો જ નથી. જરૂરી લાગે છે. પ્રમાદ અનેક રૂપે આપણને ઘેરી લે છે. ક્યારેક નિવૃત્તિરૂપે તો ક્યારેક પ્રવૃત્તિરૂપે પણ આવી ચડે છે. નિવૃત્તિ (ઊંઘ વગેરે)ને તો બધા જ પ્રમાદ માને, પણ જૈનદર્શન તો પ્રવૃત્તિ(અલબત્ત પાપમય)ને પણ પ્રમાદ માને છે. વિષય-કષાય યુક્ત કોઈ પણ પ્રવૃત્તિ પ્રમાદ છે. દુનિયા ભલે એને ઉદ્યમશીલ કહેતી હોય, અપ્રમત્ત કહેતી હોય કે કર્મવીર કહેતી હોય, પરંતુ જૈનદર્શનની નજરે વિષય-કષાયથી કરાતી કોઈ પણ પ્રવૃત્તિ પ્રમાદ જ
સંસાર જેલ લાગે છે?
મોક્ષ એટલે છુટકારો. સંસાર એટલે જેલ. એ જેલમાંથી છોડાવવા તીર્થકરો તીર્થની સ્થાપના કરે છે. જેલમાંથી છોડાવી આપનાર કરતાં પણ સંસારની જેલમાંથી છોડાવનાર મહાન ઉપકારી છે. એવું સમજાય તો તીર્થકર ભગવાન પર અનન્ય ભક્તિ જાગે. કરુણતા એ છે; આપણને સંસાર જેલ નથી લાગતો. મહેલ લાગે છે. પોતાની જાત કેદી નથી લાગતી ! જેલ જેલ ન લાગે તો તેમાંથી છુટવાનો પ્રયત્ન શી રીતે થાય? ભગવાન આપણને ધીરેધીરે સમજાવે છે. તમે કેદી છો, કેદમાં રહેલા છો.
આટલું પહેલાં સમજાય, પછી કેદમાંથી છૂટવા કેદી પ્રયત્ન કરે. આ કેદમાંથી છૂટેલા તો ધન્ય છે જ, છૂટવા પ્રયત્ન કરનાર પણ ધન્ય છે.
મૈત્રી હશે ત્યાં ક્રોધ નહિ રહી શકે. પ્રમોદ હશે ત્યાં માન નહિ રહી શકે. કરુણા હશે ત્યાં માયા નહિ રહી શકે, માધ્યચ્ય ભાવના હશે ત્યાં લોભ
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org