________________
નહિ રહી શકે.
એક સાધકે બ્રહ્માને કહ્યું: “સુખ મળે તેવું કંઈ આપો.” બ્રહ્માએ કહ્યું: આ બે પોટલાં લે. એકમાં તારા જીવનનાં પાપો છે. બીજામાં તારા પાડોશીનાં છે. તારું આગળ અને પાડોશીનું પોટલું પાછળ રાખજે.”
...પણ નીચે ઊતરતાં પોટલાં આગળ-પાછળ થઈ ગયાં. આ રૂપક પરનું ચિંતન કેટલું પ્રેરક છે?
માણસને હંમેશાં પાડોશીનાં જ પાપો દેખાયા કરે છે. પોતાનાં કદી નથી દેખાતાં. પાડોશીનું પોટલું આગળ ને પોતાનું પાછળ થઈ ગયું છે ને?
કામનાઓ સમાપ્ત થાય તો જ પોતાના નામ અને રૂપનું પ્રભુમાં વિસર્જન થઈ શકે તો જ અહંનું અહમાં વિલોપન થઈ શકે.
શુદ્ધ સત્ત્વોએ આચરેલાને અપવાદ ન કહેવાય. નાનકડા ઘાસના તણખલા કે પાંદડાને તરતું જોઈને એના આલંબને તમે તરી શકો નહિ, તેમ આવા શુદ્ર અપવાદથી તમે ટકી શકો નહિ. અત્યારનું જ્ઞાન માત્ર પરલક્ષી છે એવું મને સતત લાગે છે. વ્યાખ્યાન આદિમાં ઉપયોગી બનશે, એવું માનીને ભણીએ છીએ. આત્મલક્ષથી ભણનારા કેટલા?
પૂ. જંબૂવિજયનું મને પૂછી જોજો. ન્યાયમાં ખૂબ ઊંડા ઊતર્યા. એમના ગુરુમહારાજ વારંવાર કહેતાઃ “ઘટ – પટ ને ગધેડો-માં જ સમય ન કાઢ. સાધનામાં આગળ વધ. કાગળમાં શું લખે છે? કાળજામાં લખ. ચતુર્વિધ સંઘના હૃદયમાં કાંઈક ઉતાર.” એમની વાણીથી તેઓ ભક્તિમાર્ગમાં આગળ વધ્યા. ૧ / અતિચાર એટલે ખર્ચ ખાતુંઃ સમજદાર માણસ ખર્ચ ઓછો કરે. કોઈ કરતો હોય તો પણ ન કરવા સમજાવે. કારણ આવક ઓછી ને ખર્ચ વધુ છે. બે-ત્રણ ટકા વ્યાજથી પૈસા લીધેલા છે. અહીં પણ આપણો ખર્ચ અતિચાર) વધુ છે. આવક [આરાધના ઓછી છે. પરિણામ શું આવે? તે તમે સમજી શકો છો. - તૃપ્તિ ન થાય ત્યાં સુધી ભોજન કરીએ છીએ. પણ પ્રસન્નતા ન મળે ત્યાં સુધી ધમનુષ્ઠાન કરીએ છીએ ખરા?
ઊંચી ભૂમિકામાં ગયા પછી નીચી ભૂમિકાના ગુણો લુપ્ત નથી થતા, ઉપદેશનું અમૃતપાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org