________________
જ જઈશ, માટે ગમે ત્યારે મરું એવી પ્રતીતિ કરાવે તેવું આપણું જીવન હોવું જોઈએ.
સાકરમાં મીઠાશ, વસ્ત્રમાં સફેદાઈ અભેદભાવે છે, તેમ આત્મામાં ગુણો અભેદભાવે રહેલા છે. જ્ઞાન, આનંદ વગેરે ગુણો આપણી અંદર જ અભેદભાવે છે, છતાં આપણે એને પારકા માનીએ છીએ ને પારકા વર્ણ, ગંધ, આદિને પોતાના માનીએ છીએ. આ જ મોહ છે. આ જ અવિદ્યા છે. ઘણા કહેતા હોય છે માળા ગણું ને મન ભાગવા માંડે છે. એટલે હું તો માળા ગણતો જ નથી ! ભણવા માંડીએ ને ઊંઘ આવે એટલે આપણે તો ભણતા જ નથી. પૂજા કરવા માંડીએ ને મન ચક્કર-ચક્કર ફરે. એટલે આપણે તો પૂજા કરતા જ નથી. આવા માણસો પાછા હોશિયારી મારતા કહેતા હોય છે; આપણે દેખાવ માટે કાંઈ કરતાં જ નથી. મન લાગે તો જ કરવું. આ જ આપણો સિદ્ધાંત?
આવા માણસોને કહેવાનું; માળા ગણવાથી મન ચપળ નથી થયું. મન ચપળ તો હતું જ, પણ માળા ગણતાં તમને ખબર પડી કે મન ચપળ છે. પ્રમાદ તો અંદર હતો જ. પૂજા કરતાં એની ખબર પડી... તો હવે કરવું શું?
પહેલાં ગુણ નથી આવતા, ગુણની પ્રશંસા આવે છે. પહેલાં ધર્મ નથી આવતો, ધર્મની પ્રશંસા આવે છે. ખેતરમાં પાક પહેલાં નથી આવતો, પહેલાં બી વાવવાં પડે છે. યોગ ધર્મ તે સાધનાનું અંતિમ ફળ છે. પણ જેની યોગસાધના જોઈ આપણે આનંદ પામીએ તે તેનું બીજ છે. - ભૂલ કાઢવાના નામે નિંદામાં સરકી જવું ઘણું સહેલું છે. નિંદા કયા દરવાજેથી આવી જાય, તેની ખબર પણ નહિ પડે. મરી જજો, પણ કોઈની નિંદા નહિ કરતા, નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું. આટલા વર્ષો પૂ. પં. ભદ્રંકર વિ. મ. પાસે રહ્યા છીએ, પણ એમના મુખે કદી કોઈની નિંદા સાંભળી નથી. લેયા
લેયાઓ જેમ જેમ વિશુદ્ધ થતી જાય તેમ તેમ જીવનમાં મધુરતા. ઘણા સાધકો કહે છે; મને આજે મીઠાશનો અનુભવ થયો. આ મીઠાશ તે વેશ્યાના પુદ્ગલોથી થયેલી સમજવી. ઉત્તરાધ્યયનમાં જગતના ઉત્તમ મીઠા પદાર્થો જેવી ઉપદેશનું અમૃતપાન
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org