________________
તેનો હવે આપણે સંગ્રહ કરીએ ? જ્યારે કોઈ વસ્તુ લેવાનું મન થાય ત્યારે વિચારજો મારા પ્રભુએ આ વસ્તુ લીધી હતી? જ્યારે ક્રોધ આવવાનો હોય ત્યારે વિચારો, મારા પ્રભુએ ક્રોધનો સ્વીકાર કર્યો છે કે ત્યાગ કર્યો છે?
જ્ઞાની મુનિએ એક ખેડૂતને પ્રતિજ્ઞા આપી, “મન કહે તેમ નહિ કરવાનું તેને ભૂખ, તરસ, તડકો લાગવા મંડ્યો છતાં તેણે ખાધું પીધું નહિ કે તે છાંયડામાં ગયો નહિ. કારણ કે મન કહે તેમ કરવાનું નથી. ઊભો હતો છતાં બેઠો નહિ. કારણ કે મન કહે તેમ કરવાનું નથી.
આમ તેને ધ્યાન લાગી ગયું. મનનું નહિ માનવાનો દઢ સંકલ્પ તેને મનની પેલે પાર લઈ ગયો. થોડી વારમાં તેને કેવળજ્ઞાન થઈ ગયું.
ભગવાને કહ્યું છે તેમ મારે કરવાનું. આટલો સંકલ્પ આપણે કરી લઈએ તો બેડો પાર થઈ જાય.
ક્રોધ વખતે તમે ફોટો નહિ પડાવતા. નહિ તો લોકો સમજશે આ માણસ નહિ, ભૂત છે. ક્રોધ વખતે આરીસામાં જોજો. ભૂત જેવું મુખ તમને નહિ જ ગમે. એટલે તમે શાંત થઈ જશો. - ડાયાબિટીસના દર્દીને મિષ્ટાન ઈષ્ટ છે, પણ હિતકર નથી, તેમ ઇન્દ્રિયોના વિષયો ઈષ્ટ હોવા છતાં હિતકર નથી, એમ જ માનીને જ્ઞાનના અંકુશથી ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે, તે જ કષાયો પર નિયંત્રણ કરી શકે
આપણને તરવાનું મન નથી થતું તેનું કારણ સહજમળ છે. તમને સમજાય તેવી ભાષામાં કહું તો સ્વાર્થવૃત્તિ છે. સ્વાર્થવૃત્તિને ઘસનારા દયા, પરોપકાર, ધનાદિ ગુણો ન આવે ત્યાં સુધી ધર્મનો પ્રવેશ થઈ શકતો નથી.
બીજાના મૃત્યુમાં સ્વ-મૃત્યુનું નિરંતર દર્શન કરો. મારી જ આ ભાવિ ઘટના છે, એમ જુઓ તો તમારો વૈરાગ્યાદિન-પ્રતિદિન વૃદ્ધિગત બનતો રહેશે.
હમણાં જ આપણને કોઈ કહે: આ ધર્મશાળા ખાલી કરો. તો આપણે ક્યાં જઈશું? ચિંતા થાયને? તેમ કર્મસત્તા આજે જ કહે, આ ભાડાનું ઘર - આ શરીર હમણાં જ ખાલી કરો. તો આપણે ક્યાં જઈશું? કદી વિચાર્યું? ગમે ત્યારે કર્મસત્તાનો હુકમ આવી જાય; “આ શરીર ખાલી કરો. તો પણ આપણને સદ્ગતિનો વિશ્વાસ હોવો જોઈએ. અહીંથી મરીને હું સદ્દગતિમાં
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૧
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org