________________
પણ વિવેક જરૂરી છે.
સરોવરમાં જ ગમે તેટલો કચરો હોય પણ એક ઓવો મણિ આવે છે જે નાખતાં જ બધો કચરો તળિયે બેસી જાય, સરોવરનું પાણી એકદમ નિર્મળ બની જાય. મનના સરોવરમાં શ્રદ્ધાના મણી મૂકો તો તે નિર્મળ બન્યા વગર નહિ રહે.
આપણે ઇચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ. પણ જ્ઞાનીઓ કહે છે “ઇચ્છાઓને નષ્ટ કરો” એમાં તમારે કશું જ ગુમાવવાનું નથી. સિવાય કે તમારું દુઃખ !
મૈત્રી આદિ ચારથી દ્વેષનો જય થાય પણ રાગનો જય કરવો હોય તો રાગ જ જોઈએ. કાંટાથી કાંટો નીકળે તેમ વીતરાગના રાગથી જ રાગ કાઢી શકાય. મન હતાશ થાય ત્યારે વિચારવું. પુદ્દગલો તો ગમે તેટલો સંગ કર્યો છતાં જીવ પુદ્ગલ નથી જ. પુદ્ગલના આધારે ટકેલો નથી જ. વસ્તુતઃ તેનો રંગી (અનુરાગી) પણ નથી, પુગલનો માલિક પણ પુદ્ગલથી શરીર, ધન, મકાન વગેરે બધું જ આવી ગયું) જીવનું એશ્વર્ય પુદ્ગલાધારિત નથી.
આટલો વિચાર આપણને કેટલા ઉત્સાહથી ભરી દે? શું હતું ને શું ચાલ્યું ગયું ? શું મારું છે ? તે ચાલ્યું જશે ? શા માટે ચિંતાતુર થવું ? કોઈ પણ પ્રકારના સંયોગોમાં આવી વિચારણા આપણી હતાશાને ખંખેરી નાખવા પર્યાપ્ત છે.
ઉપયોગ આત્માનો સ્વાભાવ છે. વિચાર, મનનો સ્વભાવ છે. માટે ઉપયોગ શુદ્ધ રાખો.
મારા પ્રભુએ કહ્યું શું અને મેં કર્યું શું?
સંસારમાં રાચતો અત્યારે એ મારો પાપી આત્મા નથી. અત્યારે તો હું ભગવાનનો સાધુ છું. થઈ ગયેલા પાપોની નિંદા કરું છું. જે વખતે તેની સ્મૃતિ થઈ જાય તે જ ઘડીએ નિંદા કરવાની છે. કાંઈ જ જોઈતું નથી. કોઈ જ વસ્તુનો ખપ નથી. વસ્તુ ભલે ગમે તેટલી આકર્ષક હોય પણ મારે નથી જોઈતી. આનાથી તમારું સત્ત્વ ખૂબ જ વધશે.
ભગવાને જેને છોડ્યા તેને આપણે પકડી લીધા છે. ભગવાને જેને છોડ્યા
ઉપદેશનું અમૃતપાન
Jain Education International
For Private & Personal Use Only
૯૯ www.jainelibrary.org