________________
સંસારી જીવ બીજી ગતિમાં જાય છે ત્યારે કાર્મણ – તૈજસ શરીર સાથે હોય છે. કેદીને બીજી કેદમાં લઈ જવામાં આવે ત્યારે સાથે મજબૂત ચોકીદાર હોય ને ! તેમ અહીં પણ કાર્મણ – તૈજસ ચોકીદાર છે. જીવ ક્યાંક છટકે નહિ ! પણ જીવ જ્યારે મોક્ષમાં જાય ત્યારે સાથે કાર્પણ-તૈજસ વગેરે કાંઈ જ હોતું નથી. શુદ્ધ આત્મા મોક્ષે પહોંચી જાય છે. સંસારની કેદમાંથી ત્યારે છુટકારો
થાય.
બ્રહ્મચારી આત્માનું વસ્ત્ર ઓઢવા મળી જાય તો એની દૃઢતા, પવિત્રતા આપણને મળે એવી આપણને શ્રદ્ધા છે, અનુભવ છે; કારણ કે, એમના પવિત્ર ૫૨માણુઓનો એમાં સંચય થયેલો હોય છે. તેમ સિદ્ધ ભગવંતોએ પોતાના આત્મા દ્વારા પવિત્ર બનાવેલા કર્મ-પુદ્ગલો ક્યાં ગયા ? એ પવિત્ર પુગલો જોકે સર્વત્ર ફેલાઈ જાય, પણ જે ભૂમિ પર નિર્વાણ થાય ત્યાં તો એકદમ ઘટ્ટ થઈને રહે. માટે જ સિદ્ધાચલની આ ભૂમિ પવિત્ર ગણાઈ છે. *
૧૧૮
ઈસુ ઈ.સ.ના ૨૦૦૦ વર્ષ પૂરાં હવે મહાવીરનાં વર્ષો શરૂ થવા જોઈએ. અર્થાત્ લડાઈનાં વર્ષો પૂરાં થયાં હવે મૈત્રીવર્ષોનો પ્રારંભ થવો જોઈએ.
બાગમાં ખીલેલાં પુષ્પો જોઈને માનવને વિકલ્પ થયો કે ઓહ ! આવું સુંદર પુષ્પ સાંજે તો કરમાઈ જશે ? પુષ્પ : હે માનવ હું કરમાઈશ ચગદાઈશ પણ સુવાસ ફેલાવીને જઈશ. શું તું એક દિવસ મરવાનો નથી ? પણ શું ફેલાવીને જઈશ ?
તમે જૂઠ ન બોલો તો તમારામાં વચનસિદ્ધિની લબ્ધિ પ્રગટ થશે. તમે કોઈને પીડા થાય તેવું મનવચન કાયાથી ન કરો તો ઉપશમની લબ્ધિ પ્રગટ થશે. તમે સંયમનું સુંદર પાલન કરો તો અન્ય લબ્ધિઓ ઉત્પન્ન થશે. પણ સાંભળો આ લબ્ધિ તમારી છે તેમ ન માનશો. તે પ્રભુનો અનુગ્રહ છે, પ્રભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
શ્રી કલાપૂર્ણપ્રબોધ
www.jainelibrary.org