________________
અને સુલીન સમાવેશ આ ચારમાં થઈ જાય છે.
વિક્ષિપ્તઃ વિરુદ્ધ કાર્યોમાં ડૂબી જાય. વાતાયાતઃ બહિર્મુખમન. સુખમાં રાજી અને દુઃખમાં નારાજ.
ત્રીજી અવસ્થામાં સત્ત્વ ગુણની અધિકતા છે. આ ત્રણ દશાથી જે ઉપર ઊઠે છે તે એકાગ્ર અવસ્થા સુધી પહોંચે છે. સુલીનઃ પવન રહિત સ્થાનમાં દીવાની જ્યોત સ્થિર હોય છે, તેમ અહીં ચિત્ત સ્થિર થઈ જાય છે.
નિરુધ્ધઃ સંકલ્પ-વિકલ્પોનો સંપૂર્ણ ત્યાગ. આત્મસ્વરૂપમાં લીન બનેલા મુનિઓને આવું મન હોય છે. પ્રથમ ત્રણ મન આરાધનામાં ઉપયોગી નથી. યોગક્ષેમ
યોગ એટલે મન-વચન આદિ નહિ. પણ “પ્રાપ્તિનામ – નક્ષ-યો:” જે ન મળ્યું હોય તેની પ્રાપ્તિ થવી તે યોગ. માની લો કે કોઈ ગુણ (ક્ષમા આદિ) તમારામાં ખૂટે છે, ભગવાન પાસે તમે માંગો છો. ભગવાન તે મેળવી આપે છે તે યોગ કહેવાય. મેળવી આવ્યા પછી તેની સુરક્ષા કરી આવે તે ક્ષેમ' કહેવાય.
તમે નક્કી કર્યું “હું ક્રોધ નહિ કરું, ક્ષમા રાખીશ, પણ પછી એવા પ્રસંગો આવે છે કે ક્રોધ થવો સહજ બની જાય છે. છતાં હૃદયમાં પ્રભુનું સ્મરણ રહે તો તમે ક્રોધના હુમલાથી બચી શકો. તો આ યોગક્ષેમ કહેવાય. પરલોકની અપેક્ષાએ ભગવાન આત્માને નરકાદિ દુર્ગતિથી પણ બચાવીને ક્ષેમ કરતાં રહે છે. આવા યોગક્ષેમ કરનારા નાથ મળવા છતાં તેમને હૃદયથી ન સ્વીકારીએ તો આપણા દુગ્યની પરાકાષ્ઠા કહેવાશે. ઉપયોગ
મતિ જ્ઞાનમાં મનનો પ્રયોગ છે, તેમ ચક્ષુ-દર્શન સિવાય અચક્ષુ-દર્શનમાં પણ મનનો પ્રયોગ છે. તે વખતે નિર્વિકલ્પ દશામાં) અચલું દર્શન હોય છે. આત્મા ઉપયોગ લક્ષણ કદી ન છોડે. અગ્નિ બાળવાનું ન છોડે, તેમ આત્મા ઉપયોગ કદી ન છોડે. વિકલ્પો તો કર્મ ચેતનાના છે, ઉપયોગ શાન-ચેતનાનો છે. જીવનું લક્ષણ જ ઉપયોગ છે. ઉપયોગ શુદ્ધિ તે મુક્તિ છે.
ગ્રંથીનો ભેદ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ પદાર્થો સમજાય નહિ. તમને
જનદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org