________________
સમર્પિત હોઈએ તેની વાત સ્વીકારવી પડે. “સ્વીકારવી પડે એમ કહેવા કરતાં
જ્યાં પ્રેમ-સમર્પણ હોય, સહજ રીતે જ તેમની વાત સ્વીકારાઈ જાય છે. આ જવચનયોગ છે. જેની વાત સ્વીકારી તેની સાથે એકમેક થવાના જ આ અસંગ યોગ છે. - કાયા શાણી છે, વાણી પણ શાણી છે. આપણે કહીએ તે તરત જ માની જાય પણ સવાલ છે મનનો. આપણે કહીએ ને મન માની જાય, એ વાતમાં માલ નહિ, માની જાય એ મન નહિ કાયા માની જાય એટલે સ્થાનયોગ સધાય, વચન માની જાય એટલે વયોગ સધાય. પણ મન જો માની જાય તો જ અર્થયોગ અને આલંબન સધાય.
મન ચપળ છે એટલે એકીસાથે ઘણા કામ કરી શકે. અહીં મનને બે કામ સોંપવામાં આવ્યાં છે અર્થ અને આલંબનનાં. કાયા અને વાણીથી અનેક ગણી કર્મ નિર્જરા મન કરાવી આપે છે અને કર્મબંધન પણ એટલું જ કરાવી
આપે.
પ્રીતિયોગ
અસંગ અનુષ્ઠાનનો યોગી અરૂપીનો. આરાધક છે. એના જેટલી નિર્જરી પ્રીતિયોગવાળો ન કરી શકે તે સ્વાભાવિક છે. પણ પ્રારંભ તો પ્રીતિયોગથી જ થશે.
પ્રીતિ પછી જ ભક્તિ આવે. જેને તમે ચાહો (પ્રીતિ) તેને જ તમે સમર્પિત (ભક્તિ) થઈ શકો જેને સમર્પિત થઈ શકો તેની જ વાત (વચન) તમે માની શકો. જેની વાત તમારા માટે હંમેશાં શિર સાવદ્ય છે, તેની સાથે જ તમે એકમેક (અસંગ) થઈ શકવાના.
પ્રીતિ અને ભક્તિમાં પત્ની અને માતાના પ્રેમ જેવો તફાવત છે. ભક્તિમાં પ્રીતિ છે જ. વચનમાં પ્રગતિ અને ભક્તિ બને છે. અસંગમાં પ્રીતિ, ભક્તિ અને વચન ત્રણેય છે. ૧,000 રૂપિયામાં ૧૦૦; ૧૦000માં ૧૦૦ અને ૧,૦૦,૦૦૦માં ૧૦૦૦૦ રૂ. સમાઈ ગયા છે તેમ ખરેખર તો હજાર રૂપિયા જ વધતાં વધતાં લાખ રૂ. બન્યા છે. એ જ રીતે પ્રીતિ આગળ જતાં અસંગ રૂપે બને છે. યોગશાસ્ત્રમાં મનની ચાર અવસ્થાઓનો વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ
શ્રી કલાપૂર્વપ્રબોધ
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org