________________
જ
૭. વિનય મૂલો ધમો |
ધર્મનું મૂળ વિનય છે.
અવિનીતને વિદ્યા કદાચ મળે ખરી, પણ ફળે નહિ. અવિનીતમાં રહેલા બધા ગુણો દોષો જ ગણાય ને વિનીતના દોષો પણ ગુણોરૂપ ગણાય. શાંતિસમાધિ અને સિદ્ધિ સુધી પહોંચવું હોય તો વિનય શીખો. ગુરુ નહિ, શિષ્ય બનો. શિષ્ય બનવું જ કઠણ છે. એવું આ ગ્રંથમાં ભારપૂર્વક જણાવાયું છે.
અવિનયના માર્ગે વિના પ્રેરણાએ ચાલી શકાય, પણ અહીં તો પ્રેરણા પછીય ચાલવું મુશ્કેલ છે. રાધાવેધ સાધવા જેટલું મુશ્કેલ છે. “જ્ઞાન વાંચો એમ ન લખ્યું “જ્ઞાન શીખો' એમ લખ્યું. શા માટે? જાતે વાંચી શકાય, પણ શીખી ન શકાય. ગુરુ વિના શીખી ન શકાય. ગુરુ હોય એટલે વિનય કરવો જ પડે.
દુનિયાની બધી જ વિદ્યા કરતાં મોક્ષ વિદ્યા સર્વોત્કૃષ્ટ છે.
વ્યાવહારિક જગતમાં પણ વિનયની આટલી જરૂર પડે તો મોક્ષ વિદ્યામાં કેટલી જરૂર પડે? ગૃહસ્થો પુરુષાર્થથી ધનની વૃદ્ધિ કરે તો આપણે વિનયથી વિદ્યા આદિ ગુણોની વૃદ્ધિ નહિ કરવાની?
શાસ્ત્રોમાં વિનય ક્યાં છે? એમ નહિ વિનય ક્યાં નથી ? એમ પૂછો. દરેક કાર્ય નવકારપૂર્વક શરૂ કરવાનું હોય છે. નવકાર પરમ વિનયરૂપ છે.
ગુણોને તમે આમંત્રણપત્રિકા ભલે ગમે તેટલી લખો, પણ તેઓએ મિટિંગમાં નક્કી કર્યું છે કે વિનય હોય તો જ જવું.
અવિનય ઝેર છે, એ દૂર નહિ થાય ત્યાં સુધી આપણા ભાવ-પ્રેરણાનું ક્ષણેક્ષણે થઈ રહેલું મૃત્યુ અટકશે નહિ. શિષ્યમાં બે ગુણ તો હોવી જ જોઈએ : વિનય અને વૈરાગ્ય. વાવવા લાયક ભૂમિ કેવી છે? તેની ખેડૂતને તરત જ ૪૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org