________________
ખબર પડી જાય છે. વિનયી હોય તો જ આગમશ્રવણમાં સામે દાખવી શકે. સાચો વિનય હોય ત્યાં સરળતા હોય. ખોટો વિનય હોય ત્યાં દંભ અને કપટ હોય. આવો શિષ્ય દેખાવ ખૂબ જ કરે. આથી લખ્યું; આર્જવગુણથી યુક્ત શિષ્ય હોય.
આજ સુધી આપણે વિષયોનો, સાંસારિક પદાર્થોનો વિનય કર્યો જ છે. વેપારીઓ કેટલાનો વિનય કરે છે ? ગરજ પડ્યે ગધેડાને પણ બાપ બનાવે ! સેવકના ભવમાં રાજાનો, નોકરના ભવમાં શેઠનો, સૈનિકના ભવમાં સેનાપતિનો ઘણો વિનય સાચવ્યો છે. પણ લોકોત્તર વિનય કદી મેળવ્યો નથી. વિનય જ જ્ઞાન છે અને જ્ઞાન જ વિનય છે. બન્ને અભિન્ન છે. અલગ માનવાની જરૂ૨ નથી. કારણ કે વિનયથી જ જ્ઞાન મળે અને જ્ઞાનથી જ વિનય જણાય. દૂધ અને પાણી હંસ દ્વારા કે ગરમ કરવા દ્વારા હજુ જુદા થઈ શકે, પણ દૂધ અને સાકરને કોઈ રીતે અલગ કરી શકશો ? વિનય અને જ્ઞાનનો સંબંધ દૂધ અને સાકર જેવો છે, જેને તમે અલગ કરી શકો નહિ.
જ્ઞાન વિનય અભેદ છે
ઘણી વખત એમ થાય, આખો દિવસ વિનય કરતા રહીએ તો ભણવાનું ક્યારે ? અહીં સમાધાન મળે છે. વિનય જ્ઞાનથી અલગ નથી.
જ્ઞાન મેળવવું હોય તોપણ વિનય છોડતા નહિ ને જ્ઞાન મળી ગયું હોય તોપણ વિનય છોડતા નહિ. વિનય છોડશો તો જ્ઞાન ગયું જ સમજો.
જ્ઞાનનું મહત્ત્વ પહેલા એટલા માટે ન બતાવ્યું કે એથી શિષ્ય સૌ પ્રથમ જ્ઞાન જ ભણવા લાગી જાય. પણ વિધિ વિના જ્ઞાન ગ્રહણ કરવામાં આવે તો ખતરો છે. માટે જ વિનય પ્રથમ બતાવ્યો. વિનય એટલે સમ્યગ્રદર્શન એના વિનાનું જ્ઞાન અજ્ઞાન જ કહેવાય. જેનાથી આત્માનું અહિત થાય તેને જ્ઞાન કહેવાય જ કેમ ? જેનાથી બીજાની નિંદા કરવાનું મન થાય, જેનાથી અભિમાન વધે એ જ્ઞાનને શાન શી રીતે કહેવાય ? જ્ઞાન વગેરે બધું જ છોડીને એકલા વિનયને જ વળગી રહેનારાને જૈનશાસન પાખંડી કહે છે. ૩૬૩ પાખંડીઓમાં વિનયવાદીઓ પણ હતા. તેઓ બધાનો વિનય કરતા હતા, કૂતરા-કાગડા વગેરે દરેકનો વિનય જ્ઞાનને લાવ્યા વિના ન જ રહે. જ્ઞાન ચારિત્ર લાવ્યા વિના ન રહે. વિનય જ આગળ વધીને જ્ઞાન અને જ્ઞાન જ આગળ વધીને ચારિત્ર બની
વિનય મૂલો ધમ્મો
૪૫ www.jainelibrary.org
૪
Jain Education International
For Private & Personal Use Only