________________
વર્ષો પૂ. પં. ભદ્રંકર વિ. મ. પાસે રહ્યા છીએ, પણ એમના મુખે કદી કોઈની નિંદા સાંભળી નથી.
જ્ઞાનીની પરખ ક્રિયાથી થાય છે. જ્ઞાન વધુ તેમ ક્રિયા વધુ!
હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ.”
– પૂ. ઉપાયશોવિજયજી. જ્ઞાન અમૃત છે. ક્રિયા ફળ છે. એ બંનેથી જ સાચી તૃપ્તિ મળે. જ્ઞાની અલિપ્ત હોય, પણ જ્ઞાની કોણ?
ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની છે. એક પણ ગુપ્તિથી ગુપ્ત નથી તે સાચો જ્ઞાની નથી. ત્યાં સુધી આવો અધિકાર નથી. જો કે અભ્યાસ કરવાનો બધાનો અધિકાર છે.
ધારીએ તો સમિતિનું પાલન સરળ છે.
ચાલતાં નીચે જોઈને ચાલો, તો ઇર્યાસમિતિ આવી જશે. બોલતાં ઉપયોગપૂર્વક હિતનમિત-પથ્થ-પ્રિય જરૂરી બોલો તો ભાષાસમિતિ આવી જશે.
ગોચરી કરતા હોઈએ ત્યારે બોલવાની જરૂર કયારે પડે? જરૂર પડે ત્યારે જ બોલો છો ને? બિનજરૂરી નથી બોલતાને?
ભાષાસમિતિમાંથી જ વચન-ગુપ્તિમાં જળવાશે.
૪૨ દોષ ટાળીને ગોચરીલઈએ તો એષણાસમિતિ આવશે. એવું ન બની શકતું હોય તો મનમાં દુઃખ તો લાગવું જ જોઈએ. આવો સાધક બીજીવાર સ્વાદિષ્ટ વસ્તુ ન મંગાવે.
લેતાં-મૂકતાં જયણા આવી જાય તો એષણાસમિતિ આવશે.
લેતાં-મૂકતાં ઉપયોગ ન રાખ્યો તો સ્વ-પરને નુકસાન થશે. બીજો જીવ મરી જશે. વિંછી વગેરે ડંખ મારે તો જાતને પણ નુકસાન.
એટલું નક્કી કરો ચાલતાં અને વાપરતાં બોલવું નહિ. તો વચનગુપ્તિનો અભ્યાસ થશે. અત્યારે મૌન રહેશો તો એકઠી થયેલી શક્તિ વ્યાખ્યાન વખતે કામ લાગશે. ગૃહસ્થોકમાણી ગમેતેમ વેડફી નાખતા નથી, આપણાથી બોલબોલ કરીને ઊર્જાનો દુર્વ્યય શી રીતે કરી શકાય?
સાધુજીવનનો મંત્ર અને મર્મ
૪૩
Jain Education International
For Private & Personal Use Only
'WWW.jainelibrary.org