SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ જ કર્યો છે. અહીં જાગૃતિ માટે ઉદ્યમ કરવાનો છે. આયુષ્ય દર્ભાગ્રસ્થ જળબિંદુ જેવું છે એમ જાણતો મુનિ પ્રમત્ત શી રીતે બને? સાધુ સદા અપ્રમત્તતા માટે જ સ્વાધ્યાયમાં રમમાણ રહે. જેનાથી બાહ્ય અને અત્યંતર રજનું હરણ કરાય તે રજોહરણ કહેવાય. અત્યંતર કર્મજ દૂર કરવાનું ઓઘો કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેને રજોહરણ કહેવાય. આપણી જીવનભરની સમતા – સામાયિક છે. રોજ-રોજ સમતા વધતી જવી જોઈએ. આ મુનિજીવનમાં સમતા નહિ આવે, કષાયો નહિ ઘટે તો ક્યાં ઘટશે? તિર્યંચમાં? નરકમાં? નિગોદમાં? જ્ઞાનની તીક્ષ્ણતા એટલે જ્ઞાનનો તીવ્ર ઉપયોગ. જેવું જાણ્યું તેવું જ પાલન. જાણવું તેવું જીવવું! દા. ત. ક્રોધની કટુતા જાણી જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ત્યારે ક્રોધને વશ નહિ થવું. આ જ્ઞાનની તીક્ષ્ણતા થઈ. જ્યારે જે જ્ઞાનની જરૂર હોય ત્યારે ત્યારે તે જ્ઞાન ઉપસ્થિત થઈ જાય, આચરણમાં આવી જાય તે જ્ઞાનની તીક્ષ્ણતા કહેવાય. કોઈ વસ્તુ લેવી-મૂકવી હોય તો પૂંજીપ્રમાજીને લેવા-મૂકવી તે જ્ઞાનની તીક્ષ્ણતા કહેવાય. આ તીક્ષ્ણતા એ જ ચારિત્ર! ચારિત્ર એટલે આપણે આપણા માલિક છીએ, તેવો અનુભવ કરવો, તેમ જીવવું! ગુણઠાણું તાણવાથી મારી-મચડીને નથી આવતું, વેષ પહેરવાથી નથી આવતું, તે માટે આત્મ-તત્ત્વનું લક્ષણ જાણવું પડે. રિઝર્વ બેન્કની સહી પછી જ રૂપિયો કહેવાય તેમ દીક્ષા-વિધિ પછી “સાધુ કહેવાય. તેના કાર્યથી તેની પરિણતિથી તેનાં પરિણામ જાણી શકાય. તેને સ્વયંને થાય “હું વિધિપૂર્વક સાધુ થયો છું મારાથી હવે અકાર્ય ન જ થાય.” સાધુની પ્રસન્નતા જોઈને તમને કંઈ લાગતું નથી ? મહારાજ કેવા પ્રસન્ન રહે છે! સાચે જ સાચું સુખ અહીં જ છે માટે અહીં જ આવવા જેવું છે ! - સાધુ પાસે સમતા, નિર્ભયતાનું, ચારિત્રનું, ભક્તિનું, મૈત્રીનું, કરુણાનું, જ્ઞાનનું સુખ છે. મૈત્રીની મધુરતા, કરુણાની કોમળતા, પ્રમોદનો પમરાટ, મધ્યસ્થતાની મહાનતા હોય તેવું આ સાધુજીવન પુણ્યહીનને જ ન ગમે. સાધુને પ્રતિકૂળતામાં વધુ સુખ લાગે. સંસારીથી ઊલટું દુઃખ જ્યારે સુખરૂપ લાગે ત્યારે જ સાધનાનો જન્મ થયો ગણાય. ૩૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy