________________
• સ્થિરલબ્ધિઃ દીક્ષા આપે તે સંયમમાં સ્થિર બની જાય. પૂ. કનકસૂ
મ. માં આવી લબ્ધિ જોવા મળેલી. • પ્રવચનાર્થ વક્તા: સૂત્ર-અર્થને કહેનાર. • સ્વગુરુ પ્રદત્તપદઃ ગુરુ ન હોય તો દિગાચાર્ય દ્વારા પદ પામેલા હોય.
આવા ગુરુ જ દિક્ષા આપવાના અધિકારી છે. કાળના દોષથી આવા ગુરુ ન મળે તો ૨-૪ ગુણ ધૂન પણ ગુરુ ચાલે. • દિક્ષા લીધા પછી થોડો સમય અપ્રમાદ રહે, પરંતુ વળી પ્રમાદ આવે.
ભણવામાં, તપ વગેરેમાં એ પ્રમાદને દૂર કરનારા ગુરુ છે. નિદ્રા સિવાય નિંદા (વિકથા) વિષય-કષાય, મદ્યપાન આદિ પણ પ્રમાદ છે એ પ્રમાદથી
બચાવનારા ગુરુ છે. એમ કરનાર જ સફળ ગુરુ કહેવાય. શિષ્યત્વનો મર્મ:
વૈરાગ્ય માટે સંસારની નિર્ગુણતા જાણવી પડે. તે માટે આમ વિચારવું. સંયોગનો વિયોગ થવાનો જ છે. મૃત્યુ સામે જ ઊભું છે. વિષયો દુઃખદાયી છે. જો હું જીવનનો સદ્દઉપયોગ નહિ કરું તો ભયંકર પરિણામો ભોગવવાં પડશે. આવી વિચારધારાથી જેણે સંસારની નિર્ગુણતા જાણી છે, તે દીક્ષા માટે યોગ્ય છે. સંસાર તમને સારભૂત લાગે છે. જ્ઞાનીઓને અસાર લાગે છે. સંસાર તમને ગુણપૂર્ણ લાગે છે. જ્ઞાનીઓને નિર્ગુણ લાગે છે.
ગુણહીનને દીક્ષા આપતાં સ્વ-પરના બંને ભવ બગડે. વિનીત પુણ્યવાન, અવિનીત પુણ્યહીન હોય. સંપત્તિ હોય તેને ધનવાન કહેવાય. અહીં વિનય આદિ ગુણ એ આંતર સંપત્તિ છે.
દીક્ષા આપવી એટલે જીવના કર્મરૂપી રોગની ચિકિત્સા કરવી. ગુરુને વૈદ્ય થવાનું છે. શિષ્યને દર્દી બનવાનું છે. જેને સંસાર રોગો દૂર કરવાની ઈચ્છા હોય તેને જ દીક્ષા આપવી. જે પોતાને દર્દી જ ન માને, તેની ચિકિત્સા કેવી રીતે થઈ શકે ?
પ્રભુએ જેને દ્વારા માન્યા, તેને હું પ્રારા માનીને જીવન જીવું એ જ મુનિનું લક્ષ્ય હોય. જો આવું લક્ષ્ય ન હોય તો બધી દ્રવ્ય ક્રિયાઓ ગણાશે પ્રાણ વગરનાં કલેવર જેવી! બીજ વાવ્યા વિના ખેડૂતની મહેનત જેવા. - સૂવા માટે નહિ, સમાધિ માટે સંથારો છે. નિગોદમાં ઊંઘવાનો ધંધો સાધુજીવનનો મંત્ર અને મર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org