SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. સ્થિરમતિ ૧૬. ગુરુને સમર્પિત હોય. ગુરુના ગુણો: • નિર્મલ બોધ. • વસ્તુતત્ત્વ વેદી, બોધ અલગ છે. સંવેદન અલગ છે. સંવેદન એટલે અનુભૂતિ. • ઉપશાન્તઃ ક્રોધના ફળો જાણવાથી સદા શાંત રહેનાર. સમતાનંદ જાણનારો ક્રોધ શા માટે કરે ? • પ્રવચન વસ્તલ ચતુર્વિધ સંઘ પ્રત્યે ભરપૂર વાત્સલ્ય હોય. તો જ આવનાર શિષ્ય પર વાત્સલ્ય વરસાવી શકે. પૂ. કનક સૂ. મોમાં આ ગુણ અમે જોયો છે. અહીં ગુરુએ માતા-પિતા બંનેની ફરજ બજાવવાની છે. વાત્સલ્ય વિના શિષ્ય ટકી ન શકે. • પુદ્ગલની રતિ નહિ, પણ સર્વના હિતની રતિ તે વિના રહેવાય નહિ. • મૈત્રી આદિ જ જીવનમાં ઉતારવાથી સ્વ-પરનું સાચું હિત સધાય છે. હિતકારી પ્રેરણા વખતે પણ જો તે સામે થાય તો મૌન રહે. • જેમનાં વચન બધા વધાવી લે તેવું પુણ્ય. • અનુવર્તકઃ શિષ્યના ભાવની અનુકૂળતા પ્રમાણે તેનું પાલન કરનાર. આ બધા ગુણોમાં વિચારતાં કાર્ય-કારણ ભાવ પણ સમજાશે. • ગંભીર ઃ વિશાળ ચિત્ત હોય. ગંભીર આલોચના આપે પણ જરાય બહાર ન જાય. સાગરમાંથી જેમ રત્નો બહાર ન આવે. • અવિષાદી: પરલોકનાં કાર્યમાં ખેદ ન કરે. પરિષહોથી ઘેરાયેલા હોય તો પણ છ કાયની હિંસા ન કરે. દોષ ન લગાડે, કોઈપણ કાર્યમાં કંટાળો ન લાવે. કર્મ નિર્જરાના લાભને જ જુએ. ગ્રાહકોની ભીડ વચ્ચે પણ વેપારી જેમ કંટાળે નહિ – સામે નફો દેખાય છે ને? • ઉપશમાદિ લબ્ધિયુક્ત બીજાને પણ શાંત કરવાની શક્તિ. આ લબ્ધિ કહેવાય. પં. ભદ્રંકર વિ. મ. માં આ શક્તિ જોવા મળતી. ગમેતેવા ક્રોધીને શાંત કરી દેતા. • ઉપકરણલબ્ધિ : સામગ્રી સામેથી મળે. તેવું પુણ્ય. શ્રી કલાપૂર્ણપ્રબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy